“બાની”- એક શૂટર
ભાગ : ૮
“અરે ડેડ તમે સમજતાં કેમ નથી. મારા લગ્નનો ચેપ્ટર છેડવાનું બંધ કરો યાર.” બાનીએ ગુસ્સે થઈને કહ્યું.
“બાની જો અમે મા બાપ છીએ. અમારી પણ ફરજ બને છે કે તને તારા લાઈફમાં સેટ કરી દઈએ.” બાનીના ડેડે સમજાવતાં કહ્યું.
“હા તો હું જાતે સેટ થઈ જઈશ. તમને મેં કીધું કે મને સેટ કરી દો ? બોલો?” ડેડને ધમકાવતાં બાનીએ પૂછ્યું.
“બેટા, જોષી પરિવારને આપણે સારી રીતે ઓળખીએ છીએ. એ પરિવારના લોકો પણ તને પસંદ કરે છે.” એકદમ મીઠા ગોળ જેવા થઈને બાનીને સમજાવતાં કનકભાઈ બોલ્યાં.
“હા તમારી જાણકારી માટે કહી દઉં લકીએ દિયા નામની છોકરીને પસંદ કરી લીધી છે. બસ હવે ચેપ્ટર સાથે બૂક જ પૂરી બંધ કરો અને મને બક્ષો ડેડ.” બંને હાથ જોડતા કપાળ પર મુકતા ડોકું ધુણાવીને બાનીએ કંટાળતા કહ્યું.
“હા એ મને ખબર છે. જોશી પરિવાર ઈવાન માટે કહે છે.” બાનીનાં સમસ્ત ચહેરા ભણી જોતાં કનકભાઈ કહેવાં લાગ્યાં. કેમ કે બાની સાથે વાતમાં જીતવું એમના માટે પણ ભારી હતું.
“હેઅઅ..!!” ડાબો હાથની મૂઠી વાળીને કમર પર મુકતા આશ્ચર્યથી કહ્યું, “ ના અક્કલ ના શક્ક્લ.” જમણા હાથથી કેમ? નો પ્રશ્ન પૂછતા કહ્યું, “ શું ડેડ ઈવાન..!!”
“હા ઈવાન.” આત્મવિશ્વાસથી કનકભાઈએ કહ્યું. અને બાની થોડી હસી. પછી ગંભીર થઈ ગઈ.
“ડેડ તમારું છે ને બ્રેઈન વોશ કરી નાંખ્યું છે આ જોશી પરિવારે. જોશી..જોશી સિવાય કંઈ સુજતું નથી તમને.” બાનીએ ગુસ્સાથી કહ્યું.
“બાની..!!” ગુસ્સાથી રાડ પાડતા કનકભાઈએ કહ્યું. ત્યાં જ ખકડેલો અવાજ સાંભળતા જ બાનીનાં મોમ બેડરૂમમાંથી લીવીંગ રૂમમાં ધસી આવ્યાં.
“હું તને પ્રેમથી સમજાવી રહ્યો છું. અને તું સમજવા માંગતી નથી.” કનકભાઈએ એટલા જ રોષથી કીધું.
“ઓકે જસ્ટ ચીલ ડેડ. મારી એક શર્ત છે. હું બે કે પાંચ વર્ષ સુધી આઉટ ઓફ ઇન્ડિયા જવા માગું છું. હરી ફરી રમીને. મારી જિંદગી જીવીને હું આવીશ. પછી મારો ફાઈનલ ડિસીઝન તમને કહીશ.” બાનીએ શબ્દોમાં મિઠાશ આણી.
“ઠીક છે. પણ ફાઈનલ અત્યારે. તને પ્રોમીસ આપવું પડશે કે તું પરણશે તો ફક્ત ઈવાન સાથે.” સિંહ જેવા ધહાડમાં કનકભાઈએ કહ્યું.
બાનીએ થોડું વિચારવા લાગી ત્યાં જ મોમ વચ્ચે બોલી પડ્યા, “ અરે કેવો વ્યવહાર કરે છે પોતાની દીકરી સાથે. એને જેણી સાથે લગ્ન કરવું હોય એની સાથે. એના પર તમારો નિણર્ય કેમ થોપો છો..!!”
“અરે તારી દીકરીને એવો કોઈ સંસ્કાર આપ્યો છે તે? જે સારા ઘરનું માગું સામેથી આવે? એ આપણું નથી માનતી. શું જીવનમાં સેટ થવાની છે? મોઢામાંથી ગાળ સિવાય તો એના શબ્દો આગળ જતા નથી. હું બિઝનેસમેન છું. હું પણ એવી જ ઈચ્છા રાખીશ કે બાની પણ કોઈ સારો બિઝનેસ ધરાવતાં છોકરા સાથે પરણે.” ભાવુક થતાં કનકભાઈ બોલ્યા.
“ફ...” બાનીએ મનમાં જ ગાળ આપી દીધી પછી તરત પૂછ્યું, “ એક મિનીટ ડેડ. આ વાત કોણે કીધી તમને કે હું ગાળ આપવાં સિવાય આગળ કશું બોલતી જ નથી?” બાનીને પોતાના પૂરા ફ્રેન્ડ ગ્રૂપનું લીસ્ટ પોતાની આંખની સામે નજર આવવા લાગ્યું. એ મનમાં જ બબડી. “ કોણ હશે એ ચુ## ફ્રેન્ડ....!!”
“તારા ઘણા એવા રેકોર્ડ્સ છે. જે મારા સુધી પહોંચ્યા છે. કોણ શું એ બધું છોડ. ઈવાન એક સારા પરિવારમાંથી છે. તને એની સાથે ના પાડવાનું એક પણ કારણ હોય તો જણાવ.” કઠોર શબ્દોથી કનકભાઈ બોલ્યાં.
“ઈવાન સારા પરિવારમાંથી હશે. પણ એ સારો છે કે નહીં એનો રેકોર્ડ્સ પણ તમે કાઢો ને. એ તો મારા કરતાં પણ ગયેલો છે. પરફેક્ટ આવશે અમારી જોડી.” બંને હાથની અદબ વાળી લઈને બાનીએ ટોન મારતાં કહ્યું. અને મનમાં જ બે ચાર ગાળી ઇવાનને આપી.
“શું કરવાનું જમાનો જ એવો છે. એણે જેવું ફ્રેન્ડ સર્કલ મળ્યું હશે એવું એ શીખી હશે. એમાં તમે મેરેજનો નિર્ણય શું કામ એના પર થોપો છો. જરા તો વિચાર કરો એ આપની એક જ લાડકી દીકરી છે.” કન્વીન્સ કરતાં મોમે કહ્યું.
“કંચન..!! હવે એક પણ શબ્દ આગળ નહીં.” હુકમ આપતા હોય તેવી રીતે કનકભાઈએ કહ્યું.
બાનીના મોમ કંચનબેન ચૂપ થઈ ગયા.
“અરે ઓ. તમે એમાં શું કામ લડો છો. જા પ્રોમીસ. બે કે પાંચ વર્ષ પછી ઈવાન સાથે કરીશ મેરેજ.” બાનીએ ડોળાને ડાબાથી જમણી તરફ ફેરવતાં કહ્યું. એટલું સાંભળતા જ બાનીના ડેડ આશ્ચર્યથી જોવા લાગ્યાં કે સાચ્ચે જ બાની કહે છે કે પછી..!!
“તો ચલો તૈયારી કરવાં લાગી જાઓ અત્યારથી જ હું એક મહિના પછી ક્યારે પણ જઈ શકું છું વિદેશ. બે વર્ષમાં આવીને ઈવાન સાથે...!!” બાની નિસાસો નાખતાં કહ્યું.
****
દિયા અને લકી આજે એક કેફેમાં મળ્યા. પહેલા તો બંનેએ ઘણા નાટકો જેવા જ ભજવ્યાં. જાણે બંને મુફ્ફ્ટ સ્વભાવનાં હોય તેવી રીતે વર્ત્યા. થોડી સેકેંડો પછી બંને ચૂપ થઈ ગયા જાણે આવો રોલ કરીને થાક્યા હોય તેમ કંટાળી ગયા. થોડું સ્વસ્થ થઈને લકીએ તદ્દન શાંત થઈને પૂછ્યું, “ દિયા,આ તારો કાયમી સ્વભાવ છે? કે પછી મને સારું લગાડવા માટે તમે આમ વર્તી રહ્યાં છો?” લકી ‘તું’કારથી ‘તમે’ શબ્દ યુઝ કરતાં કહ્યું. “મેં સાંભળ્યું છે કે તારો સ્વભાવ એકદમ શાંત છે?”
દિયા નીચું જોઈ ગઈ. એણે નીચું જોતાં જ પૂછ્યું, “ જી. મેં પણ તમારા વિષે મારા મોમ ડેડ તરફથી સાંભળ્યું કે તમે પણ ઘણા શાંત સ્વભાવનાં છે!! શું એવું સાચે હોય તો તમે ડ્રામા કરી રહ્યાં છો મારી સામે? એટલું કહીને લકી તરફ જોયું.
લકી દિયાનો ચહેરો જોતો રહ્યો અને કહ્યું, “ લો. ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે?” આ સાંભળી દિયાથી હસી પડાયું.
“હા મેં ડ્રામા એટલે કર્યો કે આજની તમારા જેવી છોકરી મારા જેવા શાંત સ્વભાવવાળા છોકરા સાથે લગ્ન ન કરે. ભલે હું મોડર્ન હેન્ડસમ અને સારો બિઝનેઝ ધરાવતો હોય. ” એકધારુ સાચું બોલતાં લકીએ કહ્યું.
“હા હું પણ ડ્રામા જ કરતી હતી. કે આજનાં આ જમાનામા તારા જેવા મોટા ઘરના પૈસાદાર હેન્ડસમ છોકરાને મારા જેવી શાંત સ્વભાવની છોકરી ક્યાંથી પસંદ આવવાની ભલે હું બ્યુટીફૂલ કેમ નહીં હોવ.” દિયાએ કહ્યું.
“મને એમ લાગે છે કે આપણે એમ તો ઘણું ખોટું કર્યું નઈ ? સામે વાળો પાર્ટનર ને ક્યાં સુધી આપણે ચીટ કરતાં રહીશું આપણા સ્વભાવનાં વિરુદ્ધ જઈને નાટક કરવું હમેશાં માટે તો ન જ પોષાય ને ?” લકીએ કહ્યું.
દિયા થોડી હસી અને કહ્યું, “ હા સાચું કહ્યું. એકેમેકના ચહેરાને જોઈને તો આપણે દિવાના નથી બન્યા ને?”
“કદાચ એવું જ સમજો. તારો ડ્રીમ બોય હેન્ડસમ તો હોવો જ જોઈએ એવું જ તારા દિલે નક્કી કરેલું હશે?” લકીએ પૂછ્યું.
“હા.” ટુંકમાં પતાવતા દિયાએ પૂછ્યું, “ તમારી પણ ડ્રીમ ગર્લ મોસ્ટ બ્યુટીફૂલ હોવી જોઈએ એવું તમે પણ ધારી જ રાખ્યું હશે ને. એટલે જ કદાચ તમે મારા પર પસંદગી ઉતારી હશે.”
“હાં.” લકીએ ડોકું ધુણાવ્યું.
“તમે મારા જેવી જ પહેલી વાર સુંદર છોકરી જોઈ છે કે પછી?” છોકરી સહેજ દિયાએ પ્રશ્ન પૂછ્યો.
“સાચું કહું તો બાની નામની છોકરી મને પસંદ હતી. એણે જે જોતાં હશે એના માટે એ ડ્રીમ ગર્લ બની જતી હશે.” લકીએ સાચી વાત કહી અને દિયાના ચહેરા પર નારાજગી આવી ગઈ પરંતુ તરત જ વાતને સંભાળતા લકીએ કહ્યું, “ પણ બાનીથી પણ ખુબસુરત હુસ્ન પરી જેવી છોકરી દિયા મળશે એ મેં લાઈફમાં વિચાર્યું પણ ન હતું.” એટલું કહેતાની સાથે જ દિયાનો ચહેરો ખીલી ઉઠ્યો.
એવી રીતે બંનેની મુલાકાતો વધતી ગઈ. પ્રેમ વધતો ગયો. બંને પૈસાદાર ઘરાનાના હતાં. પણ બંનેમાં લેશમાત્ર ઈગો હતો નહીં. બંનેની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)