Lagani ni suvas - 40 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 40

The Author
Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

લાગણીની સુવાસ - 40

રામજીભાઈ હજી આવ્યા ન હતા એટલે બધા એમની રાહ જોઇ તાપણુ કરી ગપાટા મારતા બેઠા હતાં.. મીરાં ગોદડા પાથરી રહી હતી...ત્યાં રામજી ભાઈ આવ્યા એટલે મીરાં તરત પાણી લઈ આવી..રામજીભાઈ ત્યાં જ બધા જોડે બેઠા...
" પપ્પા પાણી.... તમે વાતો પછી કરજો પહેલા જમીલો... ગરમ પાણી તૈયાર છે... હાથપગ પણ ધોઈલો... પછી નિરાંતે વાતો કરજો.." મીરાં એ સૂચનાઓનો વરસાદ કર્યો..
" આ છોકરી તો માં છે, મારી ને આખા ઘરની દાદી...😅 બેટા હું જમીને આયો...પેલા પેથાભાઈ છે... મારા મિત્ર એ મળી ગયા... મને કે.. આજે તો જમીને જ જવુ પડશે એટલે જમવાના લીધે મોડુ થઈ ગયુ. હવે તો બસ ને .."રામજીભાઈ હસતા હસતા બોલ્યા..
" આ બધા જમીને જ બેઠા તમે એકલા ભેખ્યા હતા એટલે કિધુ... "મીરાં...
" આટલું ધ્યાન રાખવા વાળીને હક્ક કરી જમાડે એવી દિકરીના બાપ બનવુ એ નસીબની વાત છે રામજી ભાઈ.. " નયનાબેન બોલ્યા.
"હા.... નસીબ તો છે હો... ભૂરીને મીરાં બેય ધ્યાન તો ખૂબ રાખે બધાનું .. " શારદાબેન બોલ્યા..
" રામજીભાઈ... અમારા બધા વચ્ચે તો વાત થઈ ગઈ છે પણ તમે વડિલ છો આ ઘરના એટલે તમારો નિર્ણય આખરી રહેશે એમ વિચારી તમને એક ખાસ વાત કરવી છે.. " નયનાબેન ઉતાવળ હતી એટલે સમય બગાડ્યા વિના બોલ્યા.
"અરે... બેન તમે પણ મારા બેન જેવા જ છો ... ગમે તે વાત હોય આમ અચકાયા વિના કરો..હું વડિલ છુ પણ મારા પરીવારની ખુશી જ મારી ખુશી છે એટલે જો બધા સાથે તમે વાત કરી હશે તો એમા મારા નિર્ણયની જરૂર નથી.. મારી હા જ હશે... બોલો.." રામજીભાઈ પોતાના સ્વભાવ મુજબ બોલ્યા...
" તમને વાંધો ન હોય તો મયુર ના માટે મેં ભૂરી પસંદ કરી છે... તમારી હા હોય તો કાલે જ હું નક્કી કરી જવા માગુ છું.. " નયનાબેન બોલ્યા..
આર્યન મીરાંને તો હસવુ કે ખુશ થવુ એ જ સમજાતુ ન હતું બાઘાની જેમ બન્ને એક બીજા સામે જોઈ રહ્યા...કેમકે એ બન્ને ને અત્યારે જ આ વાતની ખબર પડી હતી..
" હું ખુશ છુ બેન કે મયુર જેવો છોકરો મારી ભૂરીને મળે પણ એક વાર હું ભૂરીને પુછવા માંગુ છુ.... જો એને મંજુર હોય તો કાલે નક્કી કરી દઈએ.. .."રામજી ભાઇ એક બાપ એક ભાઈની ફરજ સારી રીતે નિભાવતા બોલ્યા..
" અમે પુછ્યુ એને "હા "પાડી છે.." શારદાબેન તરત બોલ્યા..
"તો એક કામ કરો...
મયુર બેટા તું ભૂરીને ત્યાં જા ...
મીરાં તું એ સાથે જા...
મયુર.... તું ત્યાં બેસી ભૂરી સાથે વાતચીત કરી લે... કેમકે સગાઈ પહેલા ખુલ્લા મને વાત કરવી જરૂરી છે.... અને મીરાં.... તું જા અને નબ્દી અને ભાઈને અહીં લઈ આવ... એટલે વાતચીત કરવામાં તકલીફ ન પડે.." રામજીભાઈ ખુશ હતાં પણ એ કહી ન શક્યા એક ભાઈ તરીકે એમણે એમની ફર્જ નિભાવી એક ભાર ઓછો કર્યો હોય એમ એમને મનો મન થતું હતું..
મયુર અને મીરાં ઉભા થયા... ત્યાં હાલ જ પાછો આવું.. કહી આર્યન પણ પાછળ ગયો...
ભાઈ.... તારી આજાદી પુરી .... મયુર ના પાછળ જઈ આર્યન ..લબડ્યો..
હરામી તું બઉં ખુશ થાય નઈ... એના બે હાથ પકડી એને આગળ લાવી મયુર બોલ્યો..
હા... ભાઈ બઉં જ... બટ હેપ્પી ફોર યુ....
ત્રણે જણ હસવા લાગ્યા..
" હું પણ બહું ખુશ છુ ભાઇ તમારા ને ભૂરી માટે ...." મીરાં બોલી..
ત્યાં સુધી ભૂરી નું ઘર આવી ગયુ...
નર્મદાબેન આંગણામાં જ બેઠા હતાં...ત્યાં મીરાં મયુર ને આર્યન સાથે આવી..નર્મદાબેને ત્રણેને આવકાર આપ્યો...મીરાં સીધી એમની જોડે ગઈ ને મુદ્દાની વાત કરી..
કાકી.. તમે બધા મારા ઘરે ચાલો... અને મયુર ભાઇ ભૂરી વાતચીત કરવા અહીં બેસી શકે... એટલે પપ્પાએ મને મોકલી છે તમને સાથે લઈ જવા..
લે... હું એ વિચારતી હતી કે... હજી કોઈ સમાચાર કેમ નઈ આવ્યા... હા... ચાલ આપણે જઈએ એ બેને વાત કરતા ફાવે...
મયુર... ભૂરી ઉપર છે...તમે બે વાતો કરો... શાંતિથી પછી પેલા ઘેર આવી જજો... નર્મદાબેન જતા જતા કહેતા ગયા..આર્યન મીરાં બધા પાછા ગયા... આ બધી વાત થી અજાણ ભૂરી ઉપર ના રૂમ માં બારી પાસે બેઠી હોય છે.. અડધી બારી ખુલ્લી રાખી આકાશ માં જોઈ વિચારો માં ખોવાઈ હોય છે ને મયુર ત્યાં આવે છે...
" ભૂરી..... "
અવાજ આવતા ભૂરી પાછળ ફરે છે... અને ચોંકી જાય છે.... " તમે... અહીં... "
" બધાએ વાતચીત કરવા મોકલ્યો છે...આન્ટીએ કહ્યુ કે તમે ઉપર છો એટલે અહીં આવ્યો"
ભૂરી ખુરશી લાવી અને મયુર ને બેસવા કહ્યું... અને બીજી ખુરશીમાં પોતે બેસી ગઈ... થોડીવાર તો બન્ને મૌન રહ્યા.. પછી મયુર બોલ્યો..
" તમે મને પુછી શકો મારા વિશે... કંઈ પણ.. " મયુર

" તમે પુછો મારે કાંઈ નથી પુછવું... થેન્કસ્.. " ભૂરી

" તમે કોઈ ના દબાવમાં આવી લગન નથી કરતાને...?મતલબ " હા" દબાવ માં આવી નથી પાડીને ? " મયુર..
" મારા ઘરના નક્કી કરશે એ જ યોગ્ય છે મારી માટે..પસંદ ના પસંદ થી કે પ્રેમથી ફર્ક નથી પડતો મને .... પહેલા લડી હતી એક વાર પોતાની માટે ત્યાં જ બધુ હારી ગઈ... હવે બધુ વિચારવાનું છોડી દિધુ છે મેં.."ભૂરી નીચુ જોઈ જવાબ આપતી હતી.
" હમ્મ.. " મયુર ફક્ત હોકારો જ કરી શક્યો પણ એનાથી કાંઈ બોલાયુ જ નઈ..બોલે પણ શું ..? એ ખુદ જાણ તો હતો કે બોલવા જેવુ પોતે રાખ્યુ નથી..
" તમે બધી પહેલાની વાત માટે પોતાને દોષી ના માનતા કેમ કે દરેક ના વિચાર પસંદ ના પસંદ અલગ હોય છે.... અને મારુ નસીબ કદાચ આવુ હશે... એટલે મારી જોડે આવુ થયુ.. પણ તમે અહેસાન કરતા હોવ કે દબાવમાં આવી મારા માટે " હા " પાડતા હોવ તો એમ ન કરતા ... કેમ કે મારાથી વધુ સારી છોકરીના યોગ્ય છો તમે..." ભૂરી..
" મેં લગન વિશે કાંઈ વિચાર્યુ જ નથી અને મારી મમ્મીએ તમને પસંદ કર્યા છે તો ... તમારામાં કાંઈ ખાસ એમને જોયું હશે... અને તમને મારાથી ક્યારેય તકલીફ નહીં થાય.. તમે આઝાદ છો લગન પછી પણ તમારે જે કામ કરવુ હોય આગળ ભણવુ હોય ...બધી જ છૂટ છે તમને... "મયુર..
" હમ્મ... થેન્કસ્... "ભૂરી..
" તમને વાંધો ન હોય તો હવે આપણે જવુ જોઈએ પેલા ઘરે.." મયુર..
" હમ્મ... " ભૂરી..
વાતચીત કરતા બન્ને ની આંખો ક્યારેક મળતી પણ ... જાણે એમને એ મળતી આંખોથી તક્લીફ હોય તેમ બન્ને આજુ બાજુ જોઈ જતા... બન્નેની ખુરશી સામ સામે થોડી નજીક હતી એટલે બન્નેની જાણ બહાર .. બન્ને જ્યારે ઉભા થયા ત્યારે સાવ નજીક આવી ગયા...પણ સાવચેતીથી એકબીજાને તકલીફ ન પડે એ રીતે નીકળી ગયાં... પ્રેમ તો બન્ને ને હતો પણ બન્ને ને એમ લાગતુ હતું કે એમનાથી એકબીજાને દુ :ખ ના લાગે એટલે દૂર રહેતા અને બોલતા પણ એવી જ રીતે કે જાણે કરવા ખાતર લગન બન્ને કરી રહ્યા હોય ..
બીજા દિવસે સગાઇ રાખવાનું નક્કી કર્યુ... અને સગાઈ પછી ત્રણ દિવસ ભૂરી અને મયુરને પોતાની સાથે ઘર બતાવા કુટુંબીઓને મળાવવા નયનાબેને રામજીભાઈની મંજૂરી માંગી... એમને મંજૂરી આપી ને બન્નેની સાદાઈ થી સગાઈ યોજાઈ...
મયુરે નવા પણ સાદા કપડા પહેર્યા હતાં .કેમકે રાતો રાત શેરવાની લાવવી ક્યાંથી.. ?બીજા બધાએ પણ નવા કપડા પહેરી તૈયાર હતાં. બસ ભૂરીની રાહ જોવાતી હતી. ભૂરીએ મસ્ત ડાર્ક મરૂન કલરની કોટન હેવી સાડી પહેરી હતી. માથામાં હાફ પિનર બક્કલ લગાવ્યુ હતું જેથી આગળના કટ હેર એની સુંદરતા વધારી રહ્યા હતાં. બન્ને હાથમાં મસ્ત પાટલા જેવા ગોલ્ડન સેટ પહેર્યા હતાં હાથે બાજુબંધ કમ્મરે ડાયંમન્ડ નો ત્રણ સેર વાળો કંદોરો પહેર્યો હતો. ગળામાં સિમ્પલ સેટ ને નાજુક બુટ્ટી.. પગમાં ખૂબ જ ભારે એવી ઝાંઝર પહેરી હતી ચાલે તો ખમ્મ.... ખમ્મ.. થાય... ભલ ભલા આશિક આ ઝાંઝરના અવાજથી વિધાઈ જાય.. 😍 મેકઅપના નામે ખાલી મેશ ને લિપસ્ટીક કરી હતી ... પણ આજ ભૂરી સિમ્પલ પણ ખૂબ જ સુંદર લાગતી હતી...
આજે રામજીભાઈએ રસોયો બોલાવી પોતાના ઘરે સૌ જણની રસોઈ કરાવવાની હતી. આ કામ આર્યને ઉપાડી લીધુ ચા નાસ્તાની જવાબદારી મીરાં એ લીધી . ખાસ મહેમાન તો કોઈ ન્હોતું બસ ગામના જ થોડા લાગતા વળગતાને મહેલ્લાના લોકો હતાં.. એટલે બધાને જમવા માટે સગાઈની બધી વાત શારદાબેન સવારે વહેલા ઘેર ઘેર કરી આવ્યા હતાં..
મીરાં.... મીરાં..... કેટલીવાર જલ્દી ભૂરીને લઈ આવ બધા રાહ જુએ છે...શારદાબેને એક નજર ભૂરી ને મીરાં પર નાખી બોલ્યાને પાછા ઓસરીમાં બધા બેઠા હતાં ત્યા જઈ મહેમાન જોડે જઈ બેઠા...
મયુર પણ ખુરશીમાં ગોઠવાયેલો હતો. બાજુની ખુરશીમાં ભૂરીની રાહ જોવાતી હતી.. બચ્ચા પાર્ટી મીરાં ના કહ્યા પ્રમાણે ચા નાસ્તો શરબત મહેમાનોને આપતી હતી.. મયુરના હાથમાં પણ ચા હતી .એક બે ચૂસ્કી લીધી .. અને કપ હાથમાં જ રહી ગયો ... એને ઝાંઝરનો અવાજ સંભળાયોને એની નજર આમ તેમ ફરવા લાગી... અને ભૂરી પર જઈ અટકી... આજે મયુર ને કંઈક અજબ જ ફીલ થતું હતું જાણે ભૂરી એની માટે તૈયાર થઈ હોય... બસ એ મારી છે હવે... આવુ બધુ એને ભૂરીને જોતા થવા લાગ્યુ... ત્યાં ભૂરી એની બાજુની ખુરશી પર આવી બેસી...
વિધિ પ્રમાણે બન્ને ને ચાલ્લા કર્યા પહેરામણી કરી અને નયના બેને બન્ને ને અંગુઠી પહેરાવા આપી..બન્ને કોઈ હરગત વગર એ વિધિ પુરી કરી નયનાબેને કપડાના ને દાગીના ના કરી ભૂરીને પચ્ચીસ હજાર રોકડા આપ્યા... નર્મદાબેને તો ઘણી ના પાડી પણ નયનાબેન ન માન્યા..હવે ભૂરી અમારી છે... તો અમે એને આપીએ એમા શું વાંધો બેન... ના ન કહો....એમ કહી નયનાબેને નર્મદાબેન ને બેસાડી દિધા .. રામજી ભાઈએ એક સોનાની વીટી અને રોકડા પાંચ હજાર મયુર ને આપ્યા.. સાદાઈથી અને સારી રીતે સગાઈની વિધિ પુરી થઈ....
ક્રમશ:..