એ ક્ષણ એના માટે અદ્ભુત હતી કારણ કે તેને ભૂત સાથે તેને રૂબરૂ મુલાકાત થઈ રહી હતી. એ ક્ષણ આવી ગઈ.
વિજય એ તેના ખભા ઉપર હાથ મૂક્યો.
એ જોવા કે જીવતી હતી કે નહીં. વિજય હિંમત કરીને હાથ મૂકી તો દીધા એ કાળું પહેરવેશ તેને નિર્જિવ લાગતાં શરીર ને જુવે છે.શક્ય એવી ઉતાવળ પર વિજય પહેલીવાર કોઈ ભૂતને અડી ને તે વિચારી રહ્યો હતો....
કે શું થશે આ....
તો ઘણું બધું બદલાઈ ગયું હતું.
હવે પેલી સ્ત્રીને અડીને શું થશે અને શું નહીં તે વિચારોમાં ખોવાઈ ગયો.
ત્યાં જ પેલી ફરી એકદમ થી પોતાનો ચહેરો બતાવતી સામે આવી એ ભયાનક ભૂતાવળ જેવી લાગતી હતી. વિજય ની આંખો પોહળી થઈ ગઈ.ભયાનકતા એટલી બધી નિર્દયી હતી કે આ વખતે વિજય બે કદમ પાછો હટી ગયો.
ભયનું લખલખું પણ નાનું લાગે એટલો મોટો ઝટકો વિજયને લાગ્યો.સામે કબાટમાંથી કશુક નીકળતું હતું તેના ખભે ચડતુ હતું તે કબાટ માંથી નીકળ્યું હતું તે તો એનાથી પણ ભયાનક હતું.વિજય ના ખભે કાળોતરો હતો એવું એની ફેણ તેને દંસ દેવા તૈયાર હતો. વિજયના મનમાં ફાળ પડી. જીવન થી હાથ ધોઈ નાખવાની તે ક્ષણ આવી પહોંચી હતી ત્યાં બીજું કશું જ અજુગતું બન્યુ.
કેસરી..... કેસરી.....
તે નામ વિજય ના કાને અથડાયું અને એ સાથે જ વિજય ના આત્માને જાણે તે જગ્યાએથી ધકેલી મૂકવામાં આવ્યું હોય. વિજય સ્વપ્નમાંથી બહાર આવી ગયો હતો.
બસમાં મુસાફરી દરમિયાન મળેલી છોકરીઓ નો સ્વભાવ તેને ખૂબ ગમ્યો હતો ભલે તે છોકરીઓ મોર્ડન દેખાઈ રહી હતી, પણ તેઓ જે પ્રકારે ધમાચકડી મચાવી રહી હતી એટલું તો ખરાબ તો નતી. એક વડીલને કેવી રીતે વાત કરવી તેનું સૌજન્ય તો તેમના માં હતું અને એક સ્ત્રી કેવી રીતે પોતાનું ધ્યાન રાખી શકે એટલી તાકાત પણ હતી.
"વિજય નું મન હળવું થયું."
બસ ઉભી રહી અને કંડકટર નો અવાજ આવ્યો કે લાગતા-વળગતા પેસેન્જર ઉતરી જાય.
ગામનું બસ સ્ટેશનમાં કોઈ ખાસ પ્રકારનું મકાન તો નહોતું પણ એક અવાવરું જગ્યાએ પાટિયું લાગ્યું હતું, તે ગામનું નામ લખેલું અને બસ ઉભી રહેતી લોકો પગપાળા પોતાના મહોલ્લામાં જતા.
ગામમાં પ્રવેશ તે એકમાત્ર માર્ગ ત્યાંથી થઈને પસાર થતો. બસો આગળ વધતી અને બીજા ગામોમાં પહોંચી તે માર્ગ ભલે કાચો લાગતો છતાં પથ્થર વાળો હતો.
ખચોખાચ ભરેલી બસ હતી એટલે આખી સફર દરમ્યાન વિજયને ઊંઘ આવી શકી નહીં, તેઓ એકસાથે ઉતર્યા વિજય ઉતરતી વખતે પેલી છોકરી ને આવજો કહી દે છે. તેઓ પણ એક સાથે હસીને વિજયની અલવિદા કહેતી હતી. વિજય પોતાના મા-બાપ સાથે આગળ ચાલી નીકળ્યો અને મોહલ્લા ના લોકો ને લાગે છે કે કોઈ બહાર ગામથી આવ્યા હોય તેમ તેના પિતાજી સૌથી આગળ ચાલતા હતા અને મમ્મી જોડે વિજય ઉતાવળા પગ થી પાછળ ચાલી રહ્યો હતો.
તે સમયે વાહનોની અવરજવર એટલી બધી ન હતી. એકલ-દોકલ પ્રાઈવેટ સાધનો ને બાદ કરતા કારણે સ્કૂટર તું ભાગ્ય કોકના ઘરમાં જોવા મળતું હતું. લોકો પોતાના કામમાં મશગુલ હતા પણ સાથે એકબીજા માટે સમય પણ કાઢી શકતા.
વિજય ને જરૂર હતી કે કેતન ને તે ક્યારે મળે અને કેતન ને મળવું અત્યંત જરૂરી બની ચૂક્યું હતું.કારણ કે તેને અમુક પ્રશ્નો પૂછવા હતા....
તેને પૂછવું હતું કે તે કેમ ત્યાંથી નાસી ગયો હતો?
તેને ભૂતાવળ સાથે શું સંબંધ હતો?
તેને પૂછવાનું હતું કે કેસરી કોણ હતી?
વિજય કેતન ના ઘર તરફ ચાલી નીકળ્યો જ્યાં તેનો મિત્ર કેતન રહેતો હતો.
વધુ આવતા અંકે....