Sukh dukhnu ek kaaran bhram in Gujarati Moral Stories by Pratik Dangodara books and stories PDF | સુખ દુઃખનું એક કારણ-ભ્રમ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુખ દુઃખનું એક કારણ-ભ્રમ

સુખ દુઃખનું એક કારણ-ભ્રમ



( ''રાઘવ પોતાના રૂમમાં એકલો બેઠો બેઠો કંઇક ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યો હતો")

'અચાનકથી પોતાના રૂમના ડોર બેલનો અવાજ સાંભળે છે,અને બહારથી અવાજ આવે છે,રાઘવ બેટ જમવાનું તૈયાર થઈ ગયું છે,ચાલ જમવા માટે'
રાઘવ-જી પિતાશ્રી હમણાં આવ્યો,
'આવું કહીને રાઘવ ફરીથી તેના ઊંડા વિચારમાં મશગુલ થઈ જાય છે.

'રાઘવનો જવાબ સાંભળીને તેના પિતા જમવાના ટેબલ પર જતાં રહે છે,અને રાઘવની રાહ જોવે છે.
'લગભગ દશેક મિનિટ જેટલો સમય થઈ ગયો છતાં રાઘવ જમવા માટે આવ્યો નહીં,રાઘવના મમ્મી એ કહ્યું રાઘવને ફરીથી સાદ કરી આવો.રાઘવના પિતા મોહનદાસ ફરીથી તેને સાદ કરવા માટે જાય છે.અને ફરીથી કહે છે,રાઘવ શુ કરે છે બેટા, જમવાનું તૈયાર થઈ ગયું છે ચાલ,હું અને તારા મમ્મી તારી રાહ જોઈ રહ્યા છે.

રાઘવ-ચાલો આવું છું.
એમ કહીને તે પોતાના પિતા સાથે જમવના ટેબલ પર આવે છે.
રાઘવના મમ્મી પીરસે છે.
થોડી વાર જમ્યા પછી રાઘવના પિતા તેને પ્રશ્ન પૂછે છે,કેમ બેટા રાઘવ કાંઈ મૂંઝવણ છે,કોઈ ટેન્શન છે,ક્યારનો તું કંઈક વિચારે છે.

રાઘવ- ના પિતાશ્રી એવું કંઈ જ નથી.

મોહનદાસ- તો કેમ આજે એટલું બધું વિચારે છે,એવું મને લાગે છે.કાંઈ હોય તો મને કે,તો હું તને એનું સમાધાન આપું.

રાઘવ- પિતાશ્રી આજે હું ખૂબ ખુશ છું.

મોહનદાસ- એતો સારી વાત કહેવાય પણ એમાં તું મુંજાય છે કેમ,અને એટલું બધું શુ વિચારે છે.

રાઘવ- હું આજે એટલો બધો ખુશ કેમ છું,તે મને પણ ખબર નથી,એટલા માટે.મને ખબર પડતી નથી કે આજે હું અચાનકથી એટલો બધો ખુશ કેમ છું,કાંઈ કારણ વગર.

મોહનદાસ- ઠીક આવી વાત છે,આનું સમાધાન હું વખત આવશે ત્યારે દઈશ.પણ આમા મુંજાવાનું ના હોય.

" જમવાનું પૂરું કરી,અને આ વાર્તાલાપને પૂરો કરી રાઘવ અને તેના માતા-પિતા પોતપોતાના રૂમમાં જાય છે,અને થોડી વાર પછી ઊંઘી જાય છે...

'રાઘવ ઘસઘસાટ ઊંઘી રહ્યો હોય છે,થોડી વાર પછી તેને સપનું આવે છે.
"સપનમાં પોતે એક મોટો બિઝનેસમેન બની જાય છે,પોતા પાસે પોતાનું ડ્રિમ હાઉસ હોય છે,પોતાની ડ્રિમ કાર,અને પોતાની હેલ્થી લાઈફ સ્ટાઇલ સાથે સુખ અને શાંતિ હોય છે.પોતે બધીજ રીતે ખુશ હોય છે..
'આ સપનું અચાનકથી પૂરું થઈ જાય છે.
આ સપનું જોતા રાઘવ ખૂબ ખુશીનો અનુભવ કરે છે.અને ખૂબ આનંદ માણે છે.

'વહેલી સવારે ઉઠી રાઘવ પોતાના પિતાને રાત્રી દરમિયાન જોયેલા આ સપનાની વાત કરે છે.

આ વાત સાંભળી તેના પિતા પણ બહુ ખુશ થાય છે,અને કહે છે,તારું આ સપનું સાકાર થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.અને આગળ ઉમેરતા કહે છે,ચાલ હું તને આ સપના વિશેની એક વાત સમજાવું.

રાઘવ- જરૂર પિતાશ્રી.

પોતાની વાત સમજાવતા મોહનદાસ કહે છે.

'જેમ તે આ સપનું જોયું એમાં તને આનંદનો અનુભવ થયો એમ અમુક સપના જે ભયંકર અને ડરાવણા હોય તે જોઈને તને દુઃખદ અનુભવ થશે.
"પણ આતો વાત થઈ ઊંઘમાં હોય ત્યારે સપનાની"

પણ એક વાત આ સપના જેવી જ છે.
'સપનું તો ઊંઘતા વ્યક્તિને સુખ અથવા દુઃખ આપે છે.

પણ જીવતા અને જાગતા માણસને સુખ કે દુઃખનો અનુભવ કરાવે છે.
""તે એટલે એક નાનકડો ભ્રમ""
આ નાનકડા ભ્રમ દ્વારા આપણે આ સપનાની જેમ સુખ કે દુઃખનો અનુભવ કરી શકીએ છે.

રાઘવ- તે કઈ રીતે પિતાશ્રી.

મોહનદાસ- (પેલા આપણે સમજીએ તું ભ્રમ દ્વારા સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકે)
"કોઈ વ્યક્તિ આપણાથી સમજણો હોય જ્ઞાની હોય,તેના આપણા કરતા વધુ બળવાન હોય,ચાલક હોય,બુદ્ધિવાન હોય,પણ તું પોતે એવો પોતાના મનમાં ભ્રમ રાખ કે તારા જેવો કોઈ જ્ઞાની કે શક્તિશાળી નથી તેવો ભ્રમ રાખ તો તું સુખ પ્રાપ્ત કરી શકે છે..તેવીજ રીતે તું કોઈકને તું ચાહે છે,અને સામેવાળી વ્યક્તિ તને ચાહતી નથી છતાં પણ તને એમ લાગે છે,કે એ તને ચાહે છે,આ એક તારો ભ્રમ જ છે,પણ તું આ ભ્રમમાં આનંદ મેળવી શકે છે.પણ આ ભ્રમ એ જિંદગીભર ટકવા જોઈએ તો
આખી જિંદગી સુખ પ્રાપ્ત કરી શકે,પણ તે અચાનકથી તે તારા સામે તૂટી જાય તો દુઃખદ અનુભવ થાય છે."કોઈક વખત આ ભ્રમને લીધે વ્યક્તિનું જીવન બચી જાય છે.

(હવે સમજીએ ભ્રમ દ્વારા દુઃખ કેવી રીતે થાય)
કોઈ વખત આપણને ભ્રમ થાય,કોઈ દોરડું હોય પણ તે દોરડાને બદલે તેને સાપ સમજી બેઠીએ.અને તેના કારણે આપણને ડર લાગે છે,કોઇકવાર તેમાં આપણો જીવ પણ જઇ શકે છે.

"આ વાતમાં તને તારા કાલના પ્રશ્નનો જવાબ મળી ગયો"

રાઘવ- કઈ રિતે પિતાશ્રી.

મોહનદાસ- આ કારણ વગરનું સુખ ને કારણ વગરનું દુઃખ એ ભ્રમની જેવું જ છે.
કોઈક વખત આપણે એટલા બધા ખુશ હોઈએ,તો કોઈક વખત આપણે અચાનકથી એટલા બધા દુઃખી થઈ જઈએ છે.કોઈકવાર આ વાતની આપણે ખુદને પણ ખબર હોતી નથી.બસ આ આપણો એક ભ્રમ જ હોય છે.બીજું કાંઈ જ હોતું નથી.

"જીવનમાં ઘણી વાર આવી પરિસ્થિતિ આવશે.તમે ખુશ કેમ છો તે કોઈકવાર તમને પણ ખબર નહિ હોય તમે દુઃખી કેમ છો તે પણ કોઈકવાર તમને ખબર નહિ હોય.
એટલા માટે આ બાબતે બહુ જાજુ વિચારવાનું નહીં.

"દરરોજ માટે વર્તમાનમાં જીવવાનું ભવિષ્યનું બહુ જાજુ ટેન્શન નહીં લેવાનું અને મોજથી જીવવાનું.

""જે ભ્રમને લીધે સુખ પ્રાપ્ત થાય એવા અમુક ભ્રમને જીવનમાં ટકાવી રાખવા એના લીધે જીવનમાં અમુક રંગો ભરી આવતા હોય છે............

પ્રતીક ડાંગોદરા