વાયરસ – ૩
મોબાઈલ હાથમાં લેતા જ પ્રથમ થાપર સર નો મેસેજ સાંભળવાની તાલાવેલી હું રોકી નહિ શક્યો..મેં વોઈસ મેસેજ ઓન કર્યો.
“ત્રિવેદી બહુજ દુઃખદ સમાચાર છે. ભારતને એક મોટા સંકટ માટે તૈયાર રહેવું પડશે.અને એ સંકટથી રક્ષણ આપણે ડોક્ટર અને સાયન્ટીસ્ટો જ કરી શકીશું. ચાઈના નાં “ ધ વુહાન ઇન્સ્ટીટયુટ ઓફ વાઈરોલોજી ” છે..જ્યાં ઘાતક વાયરસ પર સંશોધન થાય છે. સમાચાર છે કે એમની લેબ માંથી “કોરોના વાયરસ” લીક થયો છે. સરકાર એકવીસ દિવસનું લોકડાઉન ડિક્લેર કરવાની તૈયારીમાં છે બને એટલું જલ્દી આવો તો સારું.”
હું ડોક્ટર થાપરનો મેસેજ સાંભળી હેબતાઈ ગયો. ચાઈનાએ આ પહેલા પણ અમુક વાહિયાત પ્રયોગ કર્યાનાં દાખલા છે જેમાં એક સાથે લાખો કરોડો લોકો ને મારી નખાય અને દુશ્મન દેશોમાં વાયરસ ફેલાવી વર્લ્ડ વોર કર્યા વગર જ આખી દુનિયા પર પ્રભુત્વ મેળવી શકાય. રૂમની બારી પાસે આવી ને ઠંડી હવા ની લહેરખી સાથે સામે સ્વીમીંગ પૂલ પાસે રમતા હોટલમાં ઉતરેલા ગેસ્ટ પરિવારના બાળકો ની મસ્તી જોઈ એક ક્ષણ માટે મોઢે સ્માઈલ તો આવી ગયું. અને વિચાર ઝબકી ઉઠ્યો કે આ બધા ની જેમ જ બે ચાર દિવસ અહિયાં રોકાવા નો પ્લાન કરી ને આવ્યો હતો. ત્યાં જ મારા ખભે સરિતાનો હાથ આવ્યો, હું ફર્યો.
શું થયું ડાર્લિંગ ?
કઈ નહિ.
ફેસવોશ થી મોઢું ધોઈને એકદમ સુગંધિત વુમન સ્પેશીયલ ડીઓ નાખીને સરિતા મારી સામે જોઈ રહી. બે ઘડી હું એને જ જોતો રહ્યો..
આમ શું જુએ છે ? પહેલા ક્યારે જોઈ નથી મને ?
નાં સુંદર, સુંદર લાગે છે તું.
ખબર છે મને..પણ આ મારા સવાલ નો જવાબ નથી..શું કહ્યું થાપર અંકલે..?
કહ્યું ને કઈ નહિ..
હું ખોટું બોલું તો પણ મારા એક્સપ્રેશન પરથી સમજી જાય એટલી શાર્પ તો સરિતા છે જ..મારા બે હાથ પકડી મને બારીથી ખેચી ને બેડ તરફ લઇ ગઈ અને બોલી.
સાચું બોલ, થાપર અંકલ નો મેસેજ આવ્યો..?
એ જ સાંભળ્યો..હમણાં..
શું કહ્યું એમણે..?
મેં તરત મોબાઈલમાં ફરીથી ડોક્ટર થાપર નો મેસેજ સરિતાને સંભળાવ્યો..એક ક્ષણ માટે અમે બંને એક બીજાને જોઈ રહ્યા..બંને નાં મનમાં શું હતું એ એકબીજાને ખબર હતી છતાય સરિતા મારા કામ પ્રત્યેની જવાબદારી પણ સમજતી હતી..મારી નજીક આવી એણે મારો હાથ પોતાના હાથમાં લીધો.અને અચાનક હાથ છોડી દરવાજા તરફ ગઈ..દરવાજો બરાબર બંધ છે કે નહિ એ ચેક કરી ફરી મારી નજીક આવી.
તો સાંજે પાછા નીકળીએ..?
એની આંખોમાં પ્રેમ હતો..અને એને મારી આંખોમાં ફરજ દેખાઈ હશે..એટલે જ સરિતાએ આવું કહ્યું..મેં સ્માઈલ કરી અને એને પાસે લીધી..એક તસતસતું આલિંગન કર્યું. થોડીક ક્ષણ માટે એણે પોતાને મારી જાતને સોપી દીધી. એના ડીઓની ખુશબૂ લેતા એની પીઠ પર હાથ ફેરવતા મેં કહ્યું..
જવું તો પડશે જ. જો ભારતમાં આ વાયરસે પગલાં કર્યા હશે તો.
તો..??
તો ખબર નહિ પરિણામ શું આવશે ? જો કે સરકાર ને આ ખતરાની જાણ હશે જ એટલે જ વાત અમારા સુધી પહોચી.
તું એક એન્ટી વાયરસ પર કામ કરી રહ્યો છે ને..??
સરિતાને મારા દરેક કામ ની ખબર હતી. એનાથી મેં કઈ જ છુપાવ્યું નથી.અને છુપાવા માંગતો પણ નથી. કેમકે એ મારી પત્ની થવાની હતી.
અચાનક કમિશ્નર સાહેબ બોલ્યા..
વેઇટ અ મિનીટ અહિયાં અટકીએ, અત્યારસુધી નો સારાંશ કે ચાઈનાથી આયાત થયેલો વાયરસ ભારત પહોચી ગયો હતો. અને બરબાદીની શરૂઆત થઇ ચુકી હતી. અને તમે પણ કોઈ એક ચોક્કસ એન્ટી વાયરસ પર કામ કરી રહ્યા હતા રાઈટ..?
યસ સર..
વેલ ટેલ મી ડોક્ટર દેસાઈ , સરિતાની હિસ્ટ્રી શું હતી..? આઈ મીન કે..એનું કામકાજ..મમ્મી પપ્પા..એના વિષે થોડીક માહિતી આપો તો.
સરિતા મારી કોલેજમાં જ ભણતી હતી..અમે બન્ને એકબીજાને લાઈક કરતા હતા. એનાં મમ્મી પપ્પા બેંગ્લોર છે. પપ્પા મીલીટરીનાં રીટાયર કર્નલ છે. કર્નલ આશુતોષ. સરિતાએ ઇલેક્ટ્રોનીક્સ ટેલીકોમ્યુનીકેશનમાં એમ.એસ કર્યું છે. અને અહિયાંની એક મોટી કંપનીમાં સારી પોસ્ટ પર છે. લોનાવલાથી પાછા ફરતા જ ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદ ને મળ્યો..એમની સાથે ચાઈનીસ વાયરસ બાબત ચર્ચા થઇ..જેનું નામ હતું..
કોરોના
ક્રમશઃ