કરેલું પાપ મારું ક્યાં છે, એ તો મારા મને કરેલું છે,
કરેલું પુણ્ય મારું ક્યાં છે, એ તો મારા મનનુુંં પાપ છે........
(-મનની મહેક- )
માણસને બધા પ્રાણીઓ કરતાં અનેકગણું ઉપયોગી મન
આપેલું છે . એક રીતે આ ભગવાનની મોટી ભેટ ગણી શકીએ.મનની જટિલતા સુધી પુરેપુરી રીતે કોઈ પહોંચી શક્યું નહીં હોય. મનની કાર્યક્ષમતા , શક્તિ પણ ખુબ જ છે. કોઈ પણ વ્યક્તિ એ શક્તિ નો સંપુર્ણ ઉપયોગ નહીં કરી શક્યું હોય.ખરેખર જોઈએ તો માણસ નું મન બાળપણ માં તો માત્ર પહેલીવાર જોવા મળતી દુનિયા , સમાજ , અમુક રીતીરિવાજો, સામાન્ય જ્ઞાન ...... વગેરે જેવા અને સમજવા માં જ ઉપયોગ કરે છે. મન એ બાળપણ માંથી જ ધીમે ધીમે કસાવાનુ ચાલુ થઈ જાય છે. એ બાળપણ ના મન માં અને એક પુખ્તવયના મનુષ્યના મન વચ્ચે જમીન આસમાન નો ફર્ક હોય છે.
ફર્ક એટલો કેે બાળપણ માં જે મન હોય તે સ્વચ્છ હોય છે, અહંકાર, કપટ, અધર્મ, લાલચ, સંદેહ, કુદ્રષ્ટિ, મોહ, ઈર્ષા
કુસંસકાર, દોષ...... વગેરે જેવી બાબતો થી એ અજાણ્યું હોય છે. જેમ જેમ બાળપણ પુરૂ થઈ યુવાનીમાં દાખલ થતાં જાઈ એમ એમ ક્રમશઃ ઉપર મુજબના ભાવ મનમાં દાખલ થતાં જાઈ છે. કોઈ પણ વ્યક્તિ કે સગાંઓ કે સમાજ એવાં પ્રયત્ન કરતાં હોય કે આગામી પેઢી ના મનમાં બાળપણ થી જ આ ઉપરોક્ત ભાવ ને જતાં રોકવા છે , પણ એ શક્ય જ નહીં કેમ કે કોઈ નાં કોઈ ઘટના કે માધ્યમ દ્વારા એ પ્રવેશ કરી જ લે છે.
પાણી નાં પ્રવાહ ને જેમ વાળવામાં આવે એમ એ વળે , એ રીતે મનનું પણ એવું જ છે . એનું ઉદાહરણ પણ આપણી સામે જ છે,- મહાભારત . બાળપણથી જ દુર્યોધન નું મન મામા શકુનિ એ સંપત્તિ,સતા , લાલચ, ઈર્ષા , વેરભાવ..... વગેરે તરફ વાળ્યું હતું.જો એવું ના થયું હોત તો કદાચ આજે મહાભારત ગ્રંથ આપણી સમક્ષ નાં હોત.
એક વાત છે, એક વ્યક્તિ સારાં કાર્યો માં સંતોષકારક સફળ ના થઈ શક્યો, એટલે મોહ માયામાં આવી ખરાબ કામો કરવા લાગ્યો. પણ બન્યું એવું કે ખરાબ કાર્ય કરવામાં થોડા સમય બાદ ફસાઈ ગયો. એટલે માણસ ની પ્રક્રુતિ મુજબ અંતે ભગવાન ના શરણે આવ્યો, અને ભગવાન ને કહેવા લાગ્યો,' સારાં કાર્યો કરી ને એવું વીચાર તો કે તમારી ક્રુપા મુજબ ફળ મળશે પણ તમે જ એવું નસીબમાં કર્યું કે ખોટા રસ્તે આગળ વધી ગયો......' આવી ભગવાન સાથે દલીલ કરી રહ્યો હતો. આ બધું જોઈ ને મને હસતાં હસતાં કહ્યું,' બિચારા ભગવાન કેટલી આવી દલીલ સાંભળીને હેરાન થતાં હશે. બધા કાર્યો કરવાવાળું હું ( માનવી નું મન) અને આંખ ખુલે એટલે દલીલો
બિચારા ભગવાન ને સાંભળવાની.......'
મનને આપણે ઈચ્છીએ તો લીલુંછમ જંગલ અથવા તો રણ બનાવી શકાય, શાંત સરોવર અથવા તોફાની દરિયો બનાવી શકાય, સર્જનાત્મક અથવા વિનાશકારી બનાવી શકાય છે. આપણે જાતે જ એને કાબૂમાં રાખવું જોઈએ. એને કાબૂમાં રાખવાનું રિમોટ જો બીજા ને સોંપી દીધું હશે તો આપણા મહાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નુ હમણાં નું જ ઉદાહરણ આપણી સમક્ષ છે.મનને સંભાળવું એ એક નવજાત શિશુને સંભાળવા કરતાં પણ અનેકગણું કપરું કામ છે.
દરેક વ્યક્તિ એમ જ વીચાર કરતો હોય છે,એ કરે એ સાચું જ છે , એનું મન કાબૂમાં જ છે. પણ એ ખરેખર સંપુર્ણ સત્ય નથી, એ વ્યક્તિ નો ભ્રમ કે વિભ્રમ પણ હોઈ શકે. મન ઉપર ઘણા બધાં લેખકો એ અનેક પુસ્તકો લખ્યાં છે, પરંતુ મનની વાસ્તવિકતાઓ, વિશાળતા , કાર્યક્ષમતા એ બધાં પુસ્તકો થી
અનેકગણી છે. ભગવાન ને માનવીએ ફરિયાદ કરતાં કહ્યું,' હે, ભગવાન મનુષ્ય જાતિ નુ સર્જન બધી રીતે ચઢિયાતું કર્યું છે, બધી રીતે શ્રેષ્ઠ વસ્તુ આપી છે, પણ એક આ "મન" ને કાબુ કરવાની ક્ષમતા જ કેમ નથી આપી?
ભગવાને જવાબ માં કહ્યું,'. માનવી નું મન કે જે ખુબ શ્રેષ્ઠ રચના છે , પણ એને કાબૂમાં રાખવું એ શક્તિ પણ મે એ જ મનમાં મુકીને મનુષ્ય જાતિ ને સોંપ્યું છે. અને એ જ મન આજે એના સર્જનહાર સામે દલીલ કરે છે, જેનું મને દુઃખ થાય છે. આ જવાબ સાંભળી માનવી ને એની બધી ભુલો સમજાઈ ગઈ.
--> અંત નો અવાજ <--
કોરોના ક્યાંક માનવી ની એ જ ભુલોમાની કોઈ એક ભુલનુ પરિણામ તો નથી ને......??
માનવી અને મન એકબીજા ના પુરક હશે , બાકી બંને એકબીજા ની ભુલ ના છીપાવવા હોય...
વિચારવા જેવું છે સાલુ ......
(-->મિ. જોજો --મનની 'મહેક')