Microtales -2 in Gujarati Motivational Stories by Falguni Shah books and stories PDF | ટૂંકી વાર્તા સંગ્રહ - ૨

Featured Books
Categories
Share

ટૂંકી વાર્તા સંગ્રહ - ૨


✍️સરવાળો✍️

સુમીરા ને બાજુની કેબીન માં થી જોરજોર થી બોલવાનો અવાજ આવવા લાગ્યો...

સુકેન એનાં એકાઉન્ટન્ટ ને કંપનીના ખાતાં નો સરવાળો મળતો નહોતો એટલે એને બોલી રહ્યો
હતો...

"શામળભાઈ , તમને હજુ પણ આ ખાતાઓ મેળવવા માં કેમ તકલીફ પડે છે?આટલા વર્ષો પછી તો માણસને કોઈ પણ ખાતું ટેલી કરતાં આવડી જ જવું જોઈએ." સુકેન રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ને બોલ્યો.

સુમીરા સ્વગત મનમાં બોલી ," સુકેન , ત્રણ આંગળીઓ પોતાની તરફ છે એ તને કોણ સમજાવશે.? કે સંબંધોનાં ખાતાઓ નાં સરવાળા પણ મેળવવા પડે છે".......
-ફાલ્ગુની શાહ ©

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


✍️ થપ્પડ ✍️

ઓફિસે આજે નલિનકાંત દેસાઈ જલ્દી આવી ગયાં.કેમકે આજે એમની કંપની એ ભરેલું ટેન્ડર ખુલવાનું હતું. થોડીવાર પછી મેનેજર નો ફોન આવ્યો કે એ ટેન્ડર ‌જે.પી.ભાટિયા ની તરફેણમાં ખુલ્યું છે......
ને માત્ર એકજ દિવસમાં એમની કંપની નાં શેરનાં ભાવ ગગડી ને ₹૨૦૦ પર આવી ગયાં ને જંગી નુકસાન થયું ને રોડ પર આવી ગયા... ધૂંઆપૂંઆ થ‌ઈને એમણે બહુ તપાસ કરાવી કે કોણે એમની આ બરબાદી કરી?? પણ કંઈ સમજાયું નહીં...

છ મહિના પછી એક કવર એમને કુરિયર માં મળ્યું.એમાં કંપનીનાં ડાઉન થયેલાં ગ્રાફ ની સામે થપ્પડ નું ચિત્ર દોરેલું હતું....
ને જોઈને નલિનકાંત આઘાત પામ્યાં ને એ થપ્પડ યાદ આવી....જે થપ્પડ એમણે સાત વર્ષ પહેલાં એમની પર્સનલ સેક્રેટરી જેસલ ઓઝા ને એટલાં માટે મારી હતી કે એ એમની એક રાત ની ઈચ્છા ને પણ વશ નહોતી થઈ.......
-ફાલ્ગુની શાહ ©

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


✍️ ક્યાં ખોવાઈ ગઈ?✍️

ઈન્ટરનેટ વિના ની દુનિયા પણ કેટલી અદ્ભુત હતી.. નહીં ???

માણસો માણસો વચ્ચે એક અનોખો લાગણીનો મેળો હતો...
કુટુંબ નાં સભ્યો વચ્ચે નિરાંતની નિકટતા હતી....

સાચા મિત્રો ની પરખ હતી....

મનોરંજન માટે ઓછા પણ સારા અને સસ્તા આયોજનો કરવામાં આવતાં .....

સાંજ પડે ઘરનાં ઓટલે કે ફળિયે મનની વાત કહેવા માટે સમય અને માણસો બંને મળી રહેતાં .....

ભણતરની દુનિયા માં ભણનારા ખરેખર ભણતાં હતાં..

બાળકો એમનું કુદરતી અને નિર્દોષ બાળપણ જીવતાં હતાં.....

એ સમયે લાગણીઓ , પ્રેમ , અને અહેસાસ ને કાગળ પર ઉતારી એ ને તો જીવંત બની જવાતું હતું.....!!!

સાચ્ચે જ ઈન્ટરનેટ વિના ની દુનિયા ખૂબ જ 'Connected' હતી , માણસ-માણસ વચ્ચે ......

ક્યાં ખોવાઈ ગઈ એ દુનિયા??

મીરાં આજે એની બાલ્કની માં રાત્રિના ત્રીજા પ્રહરમાં લખતા લખતા વિચારી રહી હતી......

-ફાલ્ગુની શાહ ©

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


✍️સપનું અને હકીકત - સંવાદ✍️


સપનું : એય હકીકત , તું આજે કેમ મારાથી નારાજ છે?

હકીકત : તું મને એક સવાલ નો જવાબ આપ કે લોકો તને કેમ આટલો પ્રેમ કરે છે? અને મને નહીં ??

સપનું : જો સાંભળ , બધાં જ લોકો મને પ્રેમ કરે છે કારણકે દરેક લોકો સૂતાં ને જાગતાં મને એટલે કે સપનું તો જુએ જ છે. જો ઉંઘ માં સારૂં સપનું આવે તો કહેશે કે," કેટલું સુંદર સપનું હતું". અને જો ખરાબ આવે તો કહેશે કે," ચલો , સારૂં થયું કે ખરાબ સપનું હતું, ને ઉંઘ માં જ વીતી ગયું.".....

એક હું જ તો છું કે જે લોકો ની આશાઓ , હિંમત, આને કોશિશો ને જીવંત રાખું છું. જે લોકો હકીકત ને પામી નથી શકતા એ મને જોઈ ને ખુશ થાય છે.ને બધાં જ લોકો હકીકત નો સ્વીકાર નથી કરી શકતા , કેમ કે એ પીડાદાયક હોય છે.
ને જો સાંભળ , જે લોકો મને પૂર્ણ કરવાની રાહમાં હોય છે એ અંદરથી ખુશ રહેતા હોય છે.
મને પુરૂં કરવા માટે માણસ સતત દોડતો રહ્યો છે અને તારાથી એટલે કે હકીકત થી દુર ભાગવા માટે શરાબની બોટલ જ કાફી છે કે નાના-મોટા જુઠ્ઠાંણા પુરતાં છે.

હકીકત : પણ હું તો પ્રત્યક્ષ રીતે લોકો ની સાથે જ હોઉં છું ને છતાં કેમ આવો ભેદભાવ?

સપનું : જો સમજ , આંખ બંધ કરોને એટલે તરત જ હું દેખાઉં ને ક્યારેક ક્યારેક તું નજર સમક્ષ હોવા છતાં ય કોઈ ને નથી દેખાતી કે નથી સમજાતી કે માન્યા માં નથી આવતી.
સપનાં તો અનેક પ્રકારના જોઈ શકે છે લોકો ,પણ હકીકત તો માત્ર એકજ.... જાણે કોઈ નું એક માત્ર સંતાન હોય એમ.....
જો એક સપનું તૂટી જાય ને તો લોકો વળી પાછું એક નવું સપનું જોવાનું ચાલુ કરી દે છે ને તું વારંવાર એક જ પ્રત્યક્ષ રીતે નજર સામે આવી ને ઉભી રહી જાય છે.....

હકીકત : તે મને આજે નિ:શબ્દ કરી દીધી આજે...
-ફાલ્ગુની શાહ ©