Siddhi Vinayak - 6 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | સિદ્ધિ વિનાયક - 6

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

સિદ્ધિ વિનાયક - 6

સિદ્ધિ વિનાયક

આપણે આગળ જોયું કે રિદ્ધિ તેની બર્થડે પાર્ટી માં વિનાયક ને ઈનવાઈટ કરે છે અને વિનાયક પણ તેને તેના ઘરે આવવાની હા પાડે છે અને પાર્ટી માં જવા માટે તૈયાર થાય છે.

રિદ્ધિ ના ઘરે ........

રિદ્ધિ ની ફેવરેટ ચોકલેટ કેક આવી ગઈ છે અને તેનાં બધાં ફ્રેંડસ પણ આવી ગયા છે બસ વિનાયક અને જાવેદભાઈ આવવાના બાકી છે અને થોડી જ વાર માં વિનાયક અને પરેશ પણ પાર્ટી માં આવી જાય છે પણ વિનાયક ને એક વાત નું આશ્ચર્ય થાય છે કે જાવેદભાઈ રિદ્ધિ નું ઘર બતાવી ને ચાલ્યા જાય છે પણ પાર્ટી માં અને રિદ્ધિ ના ઘરે નથી આવતાં .

બર્થડે નું સેલિબ્રેશન હોવાથી વિનાયક પાછળ થી જ રિદ્ધિ ને જાવેદભાઈ નું તેના ઘરે ન આવવાનું કારણ પુછવાનું નક્કી કરે છે ......

બર્થડે પાર્ટી માં રિદ્ધિ કેક કાપે છે અને પછી બધા ડાન્સ કરે છે તેમાં પેલું ગીત વાગે છે
"તું આતા હૈ સીને મેં, જબ જબ સાંસે ભરતાહું
તેરે દિલ કી ગલીઓ સે મૈં હરરોજ ગુજરાતા હું
હવાકે જેસે ચલતી હૈ તું મૈં રેત જેસે મૂડતા હું
કોન તુજે યુ પ્યાર કરેગા જેસે મૈં યે કરતાં હું"

વિનાયક તો આ ગીત માં જ રિદ્ધિ સાથે કપલ ડાન્સ કરવા લાગ્યો ત્યાં જ તેની પાછળ પરેશ આવે છે અને તેને તેના ખ્યાલો માંથી બહાર લાવે છે.

પરેશ:ક્યાં ખોવાઈ ગયો મારો ભાઈ......?

વિનાયક:ક્યાંય નહીં અહીંયા જ છું હો

પરેશ:હમ્મ એ તો દેખાય છે કે તું કેટલો અહીંયા છે હો

વિનાયક :બસ હવે બહુ ચિડાવ નહિ હો....

પરેશ:સારું હવે આપણે ઘરે જઈએ...

વિનાયક:હા જઈએ પણ આપણે રિદ્ધિ ને કહીને જઈએ ને ....

પરેશ:મેં કહી દીધું છે હવે ચાલ આપણે નીકળીએ...

વિનાયક:(મો બગાડતાં) હા ચલ બહુ એડવાન્સ છે તું .....

પરેશ:હમ્મ તારો ફ્રેન્ડ છું ને એટલે....

બર્થડે પાર્ટી માંથી બંને જણ નિકળી જાય છે.....

………………………………………………………

સવારનો સમય છે અને આજે વિકેન્ડ હોવાથી કોલેજ માં ઘણા ઓછા વિદ્યાર્થીઓ આવ્યા છે આમ તો વિનાયક ને પણ શનિવારે કોલેજ આવવું જરાય નથી પસંદ પણ તે આજે ખાસ રિદ્ધિ માટે આવ્યો છે .તેને છેલ્લી વાર બર્થડે પાર્ટી માં મળ્યા પછી એને આજે એક મહિનો થઈ ગયો પણ તેને રિદ્ધિ મળી નથી એટલે આજે ખાસ તે રિદ્ધિ માટે જ કોલેજમાં આવ્યો છે . કોલેજ ની સંખ્યા આજે ઓછી હોવાથી બીજું લેક્ચર ફ્રી છે એટલે વિનાયક કેન્ટીન માં ટાઈમ પસાર કરી રહ્યો છે અને રિદ્ધિ ને પણ શોધી રહ્યો છે ત્યાં જ પરેશ આવે છે....

પરેશ: good morning bro........

વિનાયક વાત સાંભળે છે પણ કાંઈ જવાબ આપતો નથી

પરેશ:(વિનાયક ના કાન પાસે તેનું મોં લઈ જઈને જોરથી) સુપ્રભાત ભાઈ...

વિનાયક :ધીમે બોલ પરેશ સાંભળ્યું મેં તારું ગુડ મોર્નિંગ.....

પરેશ:તું મને એમ કે કે તું આટલો ઉદાસ કેમ છે.....

વિનાયક:તને તો ખબર છે.....

પરેશ: આઈ નો કે તું રિદ્ધિ ના લીધે ટેન્સન માં છે પણ આપણે કરી પણ શું શકીએ એની બર્થડે પાર્ટી પછી બીજા દિવસે તેને કેટલી શોધી આપણે પણ ખબર નહિ તે ક્યાં અદ્રશ્ય થઈ ગઈ....

વિનાયક: હમ્મ કાશ કોઈ ચમત્કાર થાય અને રિદ્ધિ આજે કોલેજમાં આવે એક મહિનો થઈ ગયો તેને જોયાને...

પરેશ:તું ચિંતા ના કરીશ એ તને આજે જરૂર મળશે જ....

વિનાયક:તું આટલા વિશ્વાસ થી કઈ રીતે કહી શકે કે એ મને આજે મળશે.....

પરેશ: એટલા માટે કેમ કે આજે સવારે જયારે હું દરરોજ ની જેમ રિદ્ધિ ના ઘરે કોઈ છે કે નહીં તે ચેક કરવા જતો હતો ત્યારે રસ્તામાં મેં જાવેદભાઈ ને જોયા હતા એ પણ તો એક મહિના પછી જ દેખાયા મને....

વિનાયક :(જાણવાની ઉત્સુકતા ના ભાવ થી)સાચે જ તે જાવેદભાઈ ને જોયા એ ક્યાં છે ચાલ આપણે એમની પાસે જઈએ અને તે એમને રિદ્ધિ વિશે કાંઈ પૂછ્યું કેમ નહિ....

પરેશ:મને રિદ્ધિ વિશે પૂછવાની જરૂર જ નાં લાગી.....

વિનાયક:કેમ? તને તો ખબર છે ને કે છેલ્લા એક મહિનાથી હું રિદ્ધિ ને પાગલો ની જેમ શોધી રહ્યો છું જયારે પણ તેના ઘરે જઈએ ત્યાં લોક હોય મોટું તાળું ત્યાં લટકતું હોય તેના આજુબાજુ વાળા ને પણ કોઈ ખબર ન હતી કે અચાનક રિદ્ધિ કયા ગાયબ થઈ ગઈ. જાવેદભાઈ ને પણ કેટલા શોધ્યા આપણે.......અને આટલું બધું થયા પછી પણ તું એમ કહે છે તારે રિદ્ધિ વિષે પૂછવાની જરૂર ના લાગી.....

વિનાયક હજુ પણ આગળ પરેશ ની કલાસ લેવા જાય છે મતલબ તેને વધારે કહેવા જાય છે પણ ત્યાં જ તેને પાછળ થી અવાજ સંભળાય છે.....

"અચ્છા તો કોઈ મારા માટે પાગલ બની ને મને શોધી રહ્યું છે"

વિનાયક પાછળ ફરીને જોવે છે તો તેની પાછળ જ વ્હીલ ચેર પર રિદ્ધિ બેઠી હોય છે તેના એક હાથ માં ફેક્ચર ના લીધે પાટો બાંધેલો હોય છે અને તેના માથા ઉપર પણ મોટો સફેદ પાટો બાંધેલો હોય છે છતાં પણ તે યલ્લો કલર ના સલવાર સૂટ માં ગુલાબી સ્મિત સાથે રિદ્ધિ સુંદર લાગી રહી હોય છે.....

વિનાયક રિદ્ધિ ને જોઈ ને જ એકદમ ઢીલો થઈ જાય છે તે રિદ્ધિ ની પાસે નીચે બેસે છે અને તેનો હાથ પકડે છે અને રડ્યા જેવા અવાજ થી પૂછે છે....

વિનાયક:રિદ્ધિ ક્યાં ગાયબ થઈ ગયી તી તું તને ખબર છે તારા વગર મારી શું હાલત થઈ હતી હું .........

રિદ્ધિ :(વિનાયક મોં પર તેનો હાથ મુકતા) બસ હવે આગળ કાંઈ બોલવાની જરૂર નથી અને આ તારી આંખ માં જે આંસુ છે તેને જલ્દી લૂછી નાખ ...તને ખબર છે એવી ફેમસ કહેવત છે કે છોકરાઓ કદી રડે નહિ......

વિનાયક:કેમ અમારે છોકરાઓ ને દિલ ની જગ્યાએ ભગવાને પથ્થર આપ્યો છે તે અમે છોકરાઓ ના રડી શકીએ અમે પણ તો માણસો જ છીએ ને કોઈ રોબોટ થોડી છીએ અમારે તો જાણે લાગણી ઓ હોય જ નહીં ને તે દુનિયાએ કહી દીધું કે છોકરાઓ ક્યારેય રડે નહિ......ના રિદ્ધિ સાવ આવું તો ના જ હોય ને....

રિદ્ધિ:હમ્મ આ વાત હું તો સમજુ છું કે છોકરાઓ ને પણ દિલ જ છે તેમને પણ રડવું આવી શકે અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આ દુનિયા પણ સમજે...

રિદ્ધિ અને વિનાયક વધારે કાંઈ વાતો કરે તે પહેલાં જ પરેશ કહે છે......

પરેશ:વિનાયક હવે મને નથી લાગતું કે તું આજે મારી સાથે ઘરે આવીશ હવે તો મારી શું જરૂર ખોટો કબાબ માં હડ્ડી બનું એના કરતાં હું ઘરે જવું છું આપણે સાંજે મળીએ બાય ......એન્ડ રિદ્ધિ ટેક કેર.....

વિનાયક:સારું આપણે સાંજે મળીએ.....

પરેશ ત્યાંથી નીકળી જાય છે અને વિનાયક હજુ પણ રિદ્ધિ પાસે જ બેસી રહે છે તેની પાસે ઘણા સવાલો છે જેના જવાબો રિદ્ધિ જ આપી શકે છે......

રિદ્ધિ:વિનાયક આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ આમ પણ અહીં આપણે વાત નહિ કરી શકીએ અને મને ખબર છે કે તારા મનમાં કેટલાય સવાલો છે....

વિનાયક:હમ્મ તું મારા ઘરે ચાલ મારી મમ્મી પણ તને મળવા માંગે છે...

રિદ્ધિ:ના તારી મમ્મી ને હું સાજી થઈશ પછી જ મળીશ...

વિનાયક થોડે દુર જાવેદભાઈ ને આવતા જોવે છે એટલે તે કહે છે...

"ઠીક છે તો આપણે તારા જાવેદભાઈ ની જીમ માં જઈએ....

રિદ્ધિ:(જાવેદભાઈ ને જોઈને)હું ઠીક છું હવે અને બહુ જલ્દી મારા પગ પર પણ ઉભી થઇ જઈશ તો તમે વધુ ચિંતા ન કરો

જાવેદભાઈ : મારે કાંઈ નથી સાંભળવું હું તને લેવા આવ્યો છું ..હું તને તારા ઘરે મૂકી જવું પછી તારે આરામ જ કરવાનો છે અને ત્યાં સુધી કોલેજ પણ બંધ.....

વિનાયક:સાચી વાત છે જાવેદભાઈ ની એ તને તારા ઘરે મૂકી જાય આપણે પણ પછી મળશું જાવેદભાઈ રિદ્ધિ ની વ્હીલચેર ને પાછળ થી પકડે છે અને તેને લઈ જવા જતાં હોય છે ત્યાં જ તેમને ફોન આવે છે .તેઓ ફોન માં જોવે છે તો સ્ક્રીન પર તેમની જ જીમમાં કામ કરતા માણસ નો ફોન ઉપાડે છે.

જાવેદભાઈ:હા બોલ વિનય કાઈ કામ હતું.....?

વિનય :(ફોન માં જ જવાબ આપતા) જાવેદભાઈ મારી મા ની તબિયત સારી નથી મારે હાલ જ હોસ્પિટલમાં જવું પડશે અને હાલ જીમમાં કોઈ છે નહીં પ્લીઝ તમે જલ્દી આવો ને!

જાવેદભાઈ: તું થોડી વાર સંભાળી લે હું બની શકે તેટલો જલ્દી આવવાનો પ્રયત્ન કરું છું ...

વિનય: મારે જલ્દી જવું પડે એમ છે તમે હાલ જ આવો...

જાવેદભાઈ:તું સમજ ને વિનય મારે રિદ્ધિ ને ઘરે મુકવા જવું પડશે અને પછી જ હું આવીશ તું એક કામ કર હાલ થોડી વાર પૂરતી જીમ બંધ કરી દે...

વિનય:પણ જાવેદભાઈ એ શક્ય નથી મોટું નુકસાન થશે અને....

જાવેદભાઈ: મેં કીધું ને એટલું કર તું નીકળ હાલ વાત પૂરી પછી મળીએ...

વિનય:ઠીક છે જેવી તમારી ઈચ્છા ભાઈ...

જાવેદભાઈ ફોન મૂકે છે અને રિદ્ધિ ને લઈ જાય છે અને ત્યાં જ વિનાયક તેમને વિનાયક રોકે છે.

વિનાયક :જાવેદભાઈ મેં તમારી ફોન પર વિનય સાથે વાત સાંભળી તમે જીમમાં જાવો હું રિદ્ધિ ને ઘરે મૂકી જઈશ.

રિદ્ધિ:તમારા ફોન નો અવાજ વધારે હતો એટલે મેં પણ સાંભળ્યું હવે તમે જાવો છો કે પછી...

જાવેદભાઈ:જાવું છું મારી બેન....પણ તારે તારું ધ્યાન રાખવાનું છે પ્રોમિસ કર...કે ઘરે જઈને આરામ જ કરીશ....

રિદ્ધિ:હા ભાઈ આઈ પ્રોમિસ હું મારું ધ્યાન રાખીશ ......હું જાણે નાની છોકરી હોવ ને એમ તમે લોકો પ્રોમિસ કરાવડાવો છો...

જાવેદભાઈ:હમ્મ સાચી વાત મારા માટે તો તું મારી નાની બેન જ છે અને હમેશા નાની ઢીંગલી જ રહીશ....ઠીક છે....હું નીકળું હવે..


જાવેદભાઈ વિનાયક ને ગાડી ની ચાવી આપે છે કે જેથી તે રિદ્ધિ ને લઈ જઈ શકે અને વિનાયક તેના બાઈક ની ચાવી જાવેદભાઈ ને આપે છે અને પછી ત્રનેય કેન્ટીન ની બહાર નીકળે છે.

વિનાયક રિદ્ધિ ને ગાડી માં બેસાડે છે અને તે ડ્રાઈવીંગ કરે છે...

રિદ્ધિ:વિનાયક તું સીટ બેલ્ટ પહેર હો....

વિનાયક:અને જો હું ના પહેરું તો તું શું થઈ જાય

રિદ્ધિ:સીટ બેલ્ટ હમેશા પહેરવો જ જોઈએ એ આપણી રક્ષા કરે છે...

વિનાયક:(હસતાં હસતાં)ખબર છે મને...

રિદ્ધિ:તો પછી તું પહેરતો કેમ નથી સીટ બેલ્ટ જલ્દી પહેર ...

વિનાયક: સારું હું પહેરું છું પણ તારે એક પ્રોમિસ આપવું પડશે...

રિદ્ધિ:કેવું પ્રોમિસ?

વિનાયક:તું મને પ્રોમિસ આપ કે તું મને ક્યારેય છોડીને આવી રીતે નહિ જાય ક્યારેય.....પણ નહીં...

રિદ્ધિ:બસ આટલી જ વાત...

વિનાયક:આટલી જ વાત ના રિદ્ધિ આ આટલી જ વાત નથી તને ખબર છે છેલ્લો એક મહિનો મેં તને પાગલો ની જેમ શોધી છે મને તો એમ જ લાગ્યું હતું કે હું તને પણ મારી બેસ્ટ ફ્રેન્ડ સિદ્ધિ ની જેમ ગુમાવી દઈશ...(રડી જાય છે)

રિદ્ધિ:શાંત થા વિનાયક મને ખબર છે સિદ્ધિ નો રોડ પર એક્સિડન્ટ થયો હતો...અને એટલે જ કહું છું કે સીટ બેલ્ટ પહેરી લે આ બધું આપણી સલામતી માટે હોય છે....અને હું પ્રોમિસ આપું છું કે હું તને છોડીને ક્યાંય નહીં જાવ બસ...

વિનાયક :(સીટ બેલ્ટ પહેરતા)બસ પહેરી લીધો હવે ખુશ...

રિદ્ધિ :બહુ જ ખુશ....એક વાત પૂછું?

વિનાયક:બિન્દાસ પુછ....

રિદ્ધિ:હમ આપકે હૈ કોન?

વિનાયક:એટલે....?

રિદ્ધિ:એ સરસ મુવી છે નહીં .સલમાન ખાન નું..

વિનાયક:હમ્મ મસ્ત મુવી છે ને આમ પણ ભાઈજાન તો મારો ફેવરિટ છે...

રિદ્ધિ:જાવેદભાઈ ને પણ એ બહુ ગમે...

વિનાયક:રિદ્ધિ તારો ફેવરેટ હીરો કયો...?

રિદ્ધિ:હાલ તો બે હીરો મારા ફેવરિટ છે....

વિનાયક:કોણ કોણ છે નામ તો કે

રિદ્ધિ:એક તો મારા પપ્પા અને જાવેદભાઈ...

વિનાયક:શું તું પણ તેઓ થોડી હીરો કહેવાય...

રિદ્ધિ:હમ્મ તેઓ તો સુપર હીરો છે મારી લાઈફ ના...ટી.વી.માં આવે એ હીરો ને તો એની કરેલી મહેનત ના બદલામાં નામ,ફેન,પૈસો,ઈજ્જત અને બીજું ઘણું બધું મળે પણ મારા પપ્પા તો મારા બેટર ફ્યુચર માટે રાત દિવસ મહેનત કરે છે જેથી મને કોઈ તકલીફ ના પડે. અને એ પણ કોઈ પણ જાત ની અપેક્ષા રાખ્યા વગર તો મારા માટે તો એ જ મારા સુપરહીરો છે સમજ્યો...


વિનાયક:સારી રીતે સમજાઈ ગયું હો હવે આપણે ટોપિક ચેન્જ કરીએ....


રિદ્ધિ:ઠીક છે તું મને એમ કહે કે હું એક મહિનો ગાયબ એટલે કે હોસ્પિટલમાં હતી ત્યારે તે મને શોધવાનો પ્રયત્ન કેમ કર્યો...

વિનાયક:એતો તું મારી દોસ્ત છો ને એટલે..

રિદ્ધિ:સાચે તે મને દોસ્તી હતી એટલે જ શોધી ને...

વિનાયક:ના તું મને બહુ જ ગમે પણ તો છે...

રિદ્ધિ:શું કહ્યું તે હું તને ગમું છું એમ જ ને....

વિનાયક: ના એટલે એમ નહિ તું જાવેદભાઈ ના કેતી નહિતર હું પણ તારી જેમ વ્હીલચેરમાં આવી જઈશ..

રિદ્ધિ:(હસતાં હસતાં) વિચારું છું એમને કહી દવ પછી આપણે સાથે વ્હીલચેરમાં આવશું ને...

વિનાયક: જેવી તારી ઈચ્છા ઘર આવી ગયું ચાલ હું તને અંદર મૂકી જાવ ...

રિદ્ધિ :ઠીક છે...

વિનાયક રિદ્ધિ ને વ્હીલચેરમાં બેસાડે છે અને તેને પાછળ થી પકડે છે અને તેના કાન તરફ જઈને હળવેકથી તેના કાન માં કહે છે કે I LOVE YOU.

રિદ્ધિ તેના મોઢેથી આ ત્રણ શબ્દો સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે પણ તે તેની ખુશી મનમાં જ રાખે છે અને કહે છે..

રિદ્ધિ:થોડો સમય જોઇશે તારા આ પ્રસ્તાવ ના જવાબ માટે...

વિનાયક: તારે જેટલો સમય જોતો હોય તેટલો લઈ લે પણ જવાબ માં ના નહિ પાડતી અને હું ઘરડો થઇ જાવ તેની પહેલાં કહેજે...

રિદ્ધિ:ઠીક છે....આપણે ઘર માં આવી ગયા તારા માટે પાણી મંગાવું...

વિનાયક:ના ચાલશે મારે તને પૂછવું હતું કે તારી આવી હાલત કઈ રીતે થઈ??


રિદ્ધિ જવાબ આપવા જ જતી હોય છે પણ ત્યાં જ તેના પપ્પા આવી જાય છે...



રિદ્ધિ ની હાલત પાછળ કોણ જવાબદાર હશે......?


જવાબ સાથે બહુ જલ્દી મળીએ......


દોસ્તી પ્રેમ અને પાગલપન ની અનોખી દાસ્તાન......


સિદ્ધિ વિનાયક માં...................