ey, sambhad ne..! - 8 in Gujarati Fiction Stories by Akshay Mulchandani books and stories PDF | એય, સાંભળ ને..! - ભાગ 8 - ચાય ડેટ

Featured Books
Categories
Share

એય, સાંભળ ને..! - ભાગ 8 - ચાય ડેટ

ભાગ 8 : ચાય ડેટ


ગયા ભાગમાં તમે માણી અમારી નાની એવી ચાય ડેટની શરૂઆત. સોરી, ડેટ નહોતી એ..! પણ શું થાય, સાલા આ "ડેટ" શબ્દ વાપરવામાં મજા આવે. "કોફી ડેટ" , "ચા ડેટ" આમ પેલું શુ કહેવાય, પેલા શરીરમાં ઝણઝણીયા બોલી જાય. અંગ્રેજીમાં એને કોઈક મસ્ત નામ આપ્યું છે. ઉમમમ...હા જુઓ, યાદ આવ્યું, "ગુઝબમ્પઝ"

"મોનિશા બેટા, ગુઝબમ્પસ બોલો, ધીસ ઝણઝણાટિ ઇસ સો મિડલ કલાસ..!"


હવે આગળ..

એ ડોલતો એવો હિંચકો, હાથમાં એ ચાનો કપ અને સાથે જ એકમેકની સામે દે હિંચકા સાથે જ ડોલતી નજરો. હા, સાથે જ વાત શુ કરવી એ બાબતની અસમંજસ તો બંનેના દિલ ઓ દિમાગમાં ચાલતી જ હતી , એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.

"બોલ, કેવું ચાલે જીવનમાં દીપલી..?" મેં એ જ ઘીસોપીટૉ સવાલ કરીને શરૂઆત કરી. શરૂઆત વાતની પણ અને ચૂસકી લઈને એ ચાની પણ.

"ચાલતું તો કશું ખાસ નથી રે, બસ ઝીંદગી જંડ બની પડી હૈ..! તું બોલ, તારું જીવન કેવુક ચાલે..?" હિંચકાને ડૉલાવતી ને ચૂસકીઓ લેતા લેતા એ પણ બોલી.

"કઈ ખાસ નહિ, જો તેરા ચલ રહા હૈ, વોહી મેરા..!" થોડો ફોર્મલ થઇને જવાબ આપ્યો મેં.

"બોલ બીજું...! અંજલિ શુ કરે ?" ચાના બીજા સિપ સાથે એનો બીજો પ્રશ્ન આવ્યો.

"કોણ અંજલિ..!" ચા નો બીજો સીપ લેતા લેતા હું પણ જવાબ અકપવાનો હતો, પણ એનો આ સવાલ સાંભળીને ચૂસકી પહેલા જ ચાની પ્યાલી હોઠો પાસે જ અટકી પડી, અને સવાલ સામે જવાબ નહિ, સવાલ જ થયો. હા હા 🤦🏻‍♂️

"અરે એ જ, જે તારી બધી જ પોસ્ટની લાઈક લિસ્ટમાં હોય છે." બસ, મેડમની ગાડી ચાલુ થઈ ગઈ હતી.

"બસ, મજા કરે..!" વાતને ટાળવા મેં આમ જ જવાબ આપી, રફદફા કરવાનો પ્રયાસ કર્યો. (અલા, રફાદફાને ગુજરાતીમાં શુ કહેવાય ?)

"આપણા કલાસમાં જ હતી ને એ તો ?"

"હા, ભેગી જ હતી આપણી સાથે એ ..!"

"અચ્છા, બરોબર..!"

"હમ્મ..!"

હાશ...અચ્છા બરોબર સાથે એણે ટોપિકને અલ્પવિરામ આપ્યો ને હમ્મ કરીને મેં તેને પૂર્ણવિરામ.

"અચ્છા ને પેલી તારી ગર્લફ્રેન્ડ ?" આજે લાગે છે લડી લેવાના મૂડમાં હતી. હજુ તો આ અડધી ચાની પ્યાલીની પણ 3 સિપ માંડ થઈ હતી.

'કોણ વળી ?"

"અરે પેલી કૃતિ યાર..!"

"અરે મારી માં એ છે કોણ ?"

"અરે આપના ભેગી ટ્યુશન આવતી યાર. તને બવ ગમતી એ .!"

"અરે હા, યાદ આવી. કૃતિ. એ તો ખબર નહિ ક્યાં હશે. પણ ગમતી બમતી તો નહીં હો..!"

"જા ને હવે..!"

"પણ સાલી કમિની કુતરી તું મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બેઉ પર સ્ટોક કરે છે, તો આ ફ્રેન્ડ રિકવેસ્ટ કે ફોલો રિકવેસ્ટ મોકલવામાં શુ બળ ચડતું હતું ?"

"લે, તું પણ મને મોકલી શકતો હતો..!"

"તાંબુરો..! તું મળવી તો જોઈએ ને ! ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને ઈવન ટ્વિટર પર પણ ગોતવાની કોશિશ કરી."

"તુને ટીન્ડર પર ઢુંઢા થા ક્યાં ?" એ ફરી બોલી ઉઠી.

"બસ હો..ખોટી હોશિયારી. તને ખબર છે તારા નામથી તો મેં તને સમજીને બીજી બે છોકરીને રિકવેસ્ટ મોકલી દીધી હતી.🤦🏻‍♂️🤦🏻‍♂️"

"અચ્છા જી, બતાવ બતાવ..! મારા નામે નવી છોકરીઓ જોડે લાઈન મારશ એમ..?"

"આયા આય બતાવું..!"

ચા તો ચુસ્તીઓ મારી મારીને પુરી કરી દીધી હતી, પણ કપ તો હજુ હાથમાં જ રાખીને ચાય પે પંચાત કરી રહ્યા હતા.

મેં ફોનમાં ફેસબુકમાં એ એના નામે બનાવેલી બે સો કોલ્ડ "ફ્રેન્ડ્સ" ની પ્રોફાઈલ ખોલી ને એ પણ હિંચકમાંથી ધબળ ઉતરીને મારી તરફ હિંડોળા બાજુ આવી ને "બતાવ તો..બતાવ તો..!" કરવામાં મેડમના હાથમાંથી કપ છૂટીને પડ્યો મારા પગ પાસે ને ધડામ ભૂકો. કપમાંની ચા તો પી લીધી હતી પણ તળિયાની જે ભૂકી વધેલી ચા હોય એ આખી મારી કેપરી ઉપર.

( મિડલ કલાસ થીંગ્સ યુ નો, ચા ગાળવાની છાણીમાં ચા ગળતી વખતે જે ભૂકી રહે, એ ભૂકીમાંથી ચમચી વડે છાણીને દબાવીને ટીપે ટીપે જેટલી નીકળે એટલી ચા ને કપમાં નાખવાની પ્રક્રિયા, ભલે પછી એની જાતને છાણીની જારી તૂટી જાય. છાણીમાં કાણા ભલે પડતા, પણ ભૂકીમાંથી ચા વેસ્ટ ન જવી જોઈએ.)

ને પગ પાસે કપ તૂટતા હાથમાંથી ધડામ ફોન પણ પટકાયો. (ના ના એકતા કપૂરની સિરિયલની જેમ સ્ક્રીન તૂટીને ફોન બંધ નથી થઈ જતો, ખાલી નાનો એવો, એમ તો એટલો બધો પણ નાનો નહિ, પણ ક્રેક પડ્યો, એ ય સ્ક્રીન ગાર્ડ પર..સો ચિલ..!)

"ઓય્યય્યયય...!" કરતા હું ફોન ને કપ ઉપાડવા નમ્યો.

"આઉચ...!" દિપાલી બોલી પડી.

હા, જરીક અમથું કપનું કટકું મેડમને ખૂંચ્યું હતું.

"દિપુ, પેલી બાજુ ચલ..!"

"પણ આ કચરો.."

"અરે તું ચલ ને..!"

દીપલીને હાથ પકડીને અંદરની બાજુએ હોલમાં લઈ ગયો ને સોફા પર બેસાડયો.

"અહીં જ છે ને , કે બીજે પણ છે ?" મેં એના એક પગનાં ભાગ, કે જેમાં હલકું એવું લોહી નીકળતું હતું, ત્યાં હાથ રાખીને પૂછ્યું.

"હા યાર, અહીં જ..! બળે છે યાર..!"

"બળે તો ખરું જ ને, હરખ પડુંડી..! ફોટા જોવાતા..!"

થોડી મશ્કરી કરતા કરતા મેં એનો પગ મારા ખોળામાં લીધો અને હળવેકથી કાચની કણી ખેંચી કાઢી.

"રાડો ન પાડતી ગાંડી..નીકળી ગયું જો..!"

"અરે નિધિ એ તરફ નહિ જતી, કાચ તૂટ્યો છે. ધ્યાનથી..!"

બાળકની તરફ જઈ રહી નિધીને જોતા એનું ધ્યાન દોરી રોક્યો. નિધિની નજર અમારી તરફ પડી ને એક પળ માટે તે આ દ્રશ્ય જોઈ થોડી વાર જોતી રહી ગઈ.

"અરે, શુ થયુ આ દિપાલી બેન..!"


વધુ આવતા અંકે..


બસ, ઘણું થયું રે આ વખતે. પણ યાર હજુ તો "ડેટ" શરૂ થઈ હતી ને કાંડ થઈ ગયા. નો ચોલબે રે, નો ચોલબે. કઈ નહિ, ધીરે ધીરે થવાનું હશે એ થવાનું જ છે.

ઓમ પણ, હજુ તો સાડા પાંચ પણ નહોતા થયા. 12 વાગ્યે તો હજુ આવ્યા હતા ને..! આવતાની સાથે જ એ ભીની આંખો ને જૂની યાફો વાળું એ આલિંગન થઈ ગયું. પછી અચાનક જ એક નાનો એવો લોચા એ ઉલ્ફત પણ થઈ ગયો ને ડાઇનિંગ ટેબલ પર એનું સમાધાન પણ 😁 પછી સાંજે તુમ મળ ઔર દો કપ ચાય વાળી હિંડોળે ડોલતી પાર્ટી પણ થઈ ગઈ.આને જ તો સંબંધ કહેવાય ને દોસ્ત. એક સાથે વિવિધ પરિસ્થિતિઓ સાંભળવી પડે.

અને હજુ તો સાંજ પણ નથી વીતી. આગળ ખબર નહિ, શુ શુ જોવાનું છે. કઈ નહિ, જે હશે સાથે મળીને કહીશ જ ને !

હા, બીજી વાત..! તમને તમારી જૂની દિપાલી મળી કે નહીં ? હા, કૃતિ મળે તો પણ શોધવાનો પ્રયત્ન કરજો હો..! હા..હા.હા..! કોઈ ના..ફિલહાલ ચલતા હું. તો મળીએ પછી 🤷🏻‍♂️

ત્યાં સુધી, આવજો..!


ઇમેઇલ : akki61195@gmail.com