અજીબ દાસ્તાન હે યે….
12
પાછળ ના પાર્ટ માં જોયું…..રાહુલ નિયતિ ની રાહ જોતો હોય છે અને જ્યારે નિયતિ આવે છે ત્યારે તે ખુશ થઈ જાય છે…..અને આ બાબત જ્યારે પરી નોટિસ કરે છે ત્યારે રાહુલ વાત ને ટાળીને પરી ને કોલેજ જવા કહે છે…..હવે આગળ…..
નિયતિ ને રોકતા રાહુલ એ કહ્યું…."એક મિનિટ ડોક્ટર મારે તમને કંઈક પૂછવું છે??"આ સાંભળીને નિયતિ ઉભી રહી ગઈ અને કહ્યું હા પૂછો…."શું વાત છે??"ત્યાં જ રાહુલ બોલ્યો…."હું ડિસ્ચાર્જ થયા પછી પણ અહીં આવી શકું??મને તમારી ખુશી સાથે ખૂબ જ ગમે છે…..આ પહેલા ક્યારેય કોઈ નાના બાળક પ્રત્યે આટલો લગાવ નથી થયો…...પણ ખુશી ને જોઈને એની સાથે સમય વિતાવવા નું મન થાય છે…..તો જો તમે હા કહો તો હું એને મળવા અહીં આવવા ઇચ્છું છું…"
આ સાંભળીને નિયતિ બોલી…."અરે હા તમે આવી શકો છો…..પણ એ પહેલાં તમારે એક દમ સાજા થવાની જરૂર છે…..ત્યારબાદ તમે ખુશી ને મળવા આવજો…..આજે એ સ્કૂલ એ થી વહેલી આવશે ત્યારે એની સાથે સમય વિતાવી લેજો….."આમ બોલી નિયતિ ચાલી ગઈ…..રાહુલ એને જતા જોઈ રહ્યો અને મન માં જ બબડયો……"મારે તો તમારી સાથે પણ સમય વિતાવવો છે…..પણ તમે બેસતા જ નથી……"આમ બોલી એ મોઢું લટકાવીને બેસી ગયો…..
થોડીવારમાં બપોર થતા રાહુલ ના મમ્મી પપ્પા એના માટે જમવાનું લાવી ને ઘરે થી આવી ગયા હતા…..રાહુલ એ સવારે પણ કઈ જ નાસ્તો નહતો કર્યો એ માટે એના પર ગુસ્સે થયા…..અને રાહુલ એ મન નહતું એવું કહીને વાત ટાળી દીધી…..ત્યાં જ મીરાબેન બોલ્યા…."હા વાંધો નહીં…..હવે અત્યારે તને ભરપેટ જમાડું છું….."આમ કહી એમને રાહુલ માટે લાવેલ ટિફિન કાઢ્યું અને બધું પીરસવા લાગ્યા….અને હજી તો રાહુલ જમવાની તૈયારી જ કરતો હતો ત્યાં જ ખુશી આવી અને બોલી…."અંકલ….."
રાહુલ દરવાજા પાસે જોવા લાગ્યો અને ખુશી ને જોઈને ખુશ થઈ ગયો…..અને એને પોતાની પાસે બોલાવી…..ખુશી દોડતી આવી ને રાહુલ ની બાજુમાં બેસી ગઈ…..રાહુલ તો જમવાનું ભૂલી એની સાથે વાતો એ વળગી પડ્યો…..આ જોઈ એના મમ્મી પપ્પા તો રાહુલ ને જોતા જ રહી ગયા…..ક્યારેય કોઈ નાના બાળકો ને બોલાવે પણ નહીં અને જો ભૂલથી પણ કોઈ જમવા ટાઈમે આવી જાય તો એને ડરાવીને ભગાડી દેનાર રાહુલ ને આજે ખુશી સાથે મીઠી વાતો કરતો જોઈને તો તેઓ ચોંકી જ ગયા…..ત્યાં જ બીજો આંચકો લાગ્યો જ્યારે રાહુલ એ કહ્યું કે…."ખુશી તું જમી??ચાલ હું તને જમાડું….
આમ કહી તે પોતાનું જમવાનું ખુશી ને જમાડવા લાગ્યો….અને ખુબજ ખુશ થવા લાગ્યો…..ખુશી પણ એના હાથ એ થી જમવા લાગી અને અચાનક જ બોલી……"મારા પપ્પા પણ મને આમ જ જમાડતા….."આ સાથે જ અચાનક રાહુલ થોડો દુઃખી થઈ ગયો…..અને ત્યાં જ નિયતિ ખુશી ને શોધતી આવી ગઈ…..અને ખુશી ને રાહુલ ના હાથ એ થી ખાતી જોઈ એને પણ અંગત યાદ આવી ગયો…..અને એ પણ હેરાન થઈ ગઈ કે 1 વર્ષ પછી ખુશી આ રીતે કોઇ ના હાથ થી હસતા હસતા જમે છે…...અને એ પણ એક અજાણ્યા વ્યક્તિ ના હાથથી જમતી હતી…..
નિયતિ ખુશી પાસે ગઈ..અને થોડા ગુસ્સા સાથે બોલી.."ખુશી મમ્મા ક્યારની તમારી રાહ જોવે છે અને તું અહીં છો…..મમ્મા ને કહેવા તો અવાય ને કે તું અહીં અંકલ પાસે આવી છો…..અને આ રીતે એમનું જમવાનું જમવા લાગી…."
આ સાંભળીને રાહુલ બોલ્યો….."અરે તમે આ રીતે ગુસ્સે ન થાવ…અને એને જમવા દયો..મેં જ એને કહ્યું જમવાનું…...અને આમ પણ હું આટલું નહિ જમુ…..એને અહીં જ રહેવા દો…..એ હોઈ છે તો મારો પણ સમય નીકળી જાય છે…."નિયતિ ખુશી ને લઈ તો જવા માંગતી હતી પણ રાહુલ ના કહેવા થી ન લઈ ગઈ…..અને ખુશી ને કહ્યું કે…."અહીં કોઈ ને હેરાન ન કરતી…..શાંતિ થી રહેજે…."અને નિયતિ ચાલવા લાગી ત્યાં રાહુલ નિયતિ ને રોકતા બોલ્યો…"ડોક્ટર નિયતિ તમે પણ નહીં જમ્યા હોય ને તો અહીં જ જમી લો ને….?કે પછી તમે પેશન્ટ સાથે ટિફિન શેર નથી કરતા…."?
આ સાંભળીને નિયતિ બોલી…."ના હું ઘરે થી ટિફિન લઈને જ આવી છું….તમે લોકો જમી લો…."નિયતિ પોતાની કેબીન માં ચાલી ગઈ….આ સાથે જ રાહુલ ના મમ્મી પપ્પા એક બીજા સાથે વાત કરીને રાહુલ ને સંભળાવવા લાગ્યા….."હું શું કહેતી હતી કે મને એવું લાગે છે કે એકસિડેન્ટ સમયે કદાચ આપણા રાહુલ ને માથા પર પણ ઇજા થઇ લાગે છે……"મીરાબેન એ થોડા સિરિયસ થતા કહ્યું…..રાહુલ નું ધ્યાન ખુશી સાથે વાતો કરતા કરતા એના મમ્મી પર ગયું…..ત્યાં જ રમેશભાઈ બોલ્યા…"મને પણ એવું લાગે છે કે કદાચ એનું મગજ કામ કરવાનું બંધ થઈ ગયું લાગે છે…..કેમ કે આ પહેલા આપણે તો એને કોઈ નાના બાળક સાથે આમ જોયો નથી….."રાહુલ ચુપચાપ સાંભળી રહ્યો હતો….પછી બોલ્યો…"હવે તમારા બંને નું થઈ ગયું પૂરું??"ત્યાં જ મીરાબેન બોલ્યા…"અમે ક્યાં કાંઈ કહ્યું??અમે તો એક બીજા સાથે વાતો કરી છીએ….."
"હા ખબર છે મને વાતો તમે એક બીજા સાથે કરો છો….પણ બધું જ મને સંભળાવો છો…..રાહુલ મોઢું બગાડતા બોલ્યો……"એને જોઈને રમેશભાઈ બોલ્યા…હા તો એમાં ખોટું શું છે??જે કહ્યું એ સાચું જ છે…..બે દિવસ માં તારા માં ઘણો ફેરફાર આવી ગયો છે…..આટલો શાંત અને ચૂપ પહેલા ક્યારેય નહીં જોયો…..અને નાના બાળકો થી તો તને સખ્ત નફરત હતી ને?અને અત્યારે તું પહેલા આ બાળકી ને જમાડે છે…..અને તે તો ક્યારેય અમને પણ જમવાનું નહીં પૂછ્યું…..અને આજે આ ડોક્ટર ને સાથે જમવા બોલાવે છે…..તો હવે આને અમે શું કહીએ??"
હજી તો રાહુલ બોલવા જતો હતો ત્યાં જ પરી પાછળ થી બોલી……"હા અંકલ તમે એક દમ સાચું કહો છો….બે દિવસમાં રાહુલ માં ઘણા બદલાવ આવી ગયા છે…..અને હું કહું તો મારા પર તો ગુસ્સે જ થાય…..તમે પણ નોટિસ કર્યું ને આ??હવે એ શું કહેશે….."રાહુલ એ પરી ની વાત સાંભળીને થોડો ગુસ્સે થતા કહ્યું….."આવો આવો મેડમ તમારી જ કમી હતી…..મારો મજાક બનાવવા નો ફુલ પ્લાન બધાં એ સાથે મળીને જ બનાવ્યો લાગે…..ઉડાવો મજાક…..મારી મજબૂરી નો ઉઠાવો ફાયદો…..ખૂબ સરસ….."ત્યાં પરી બોલી…."જોયું આંટી વાત બદલવાની ટ્રાઈ કરે…..આપણને આ નહીં પહોંચવા દે…..પોતે તો હમેશા સાચો જ રહેશે…..હવે સાચું કે તો રાહુલ આ બધું શું છે??"
રાહુલ ગુસ્સે થતા બોલ્યો…"અરે કાંઈ જ નથી…બસ આ ખુશી મને જોઈને જ ગમી ગઈ….અને આટલી માસૂમ છોકરી કોને ન ગમે?અને આટલી સમજદાર…..અને તોફાની પણ નથી…..આ કારણે જ મને આના થી આટલો લગાવ થઈ ગયો છે…..હવે તમારા લોકો ના પ્રશ્ન પુરા થઈ ગયા હોય તો હું જમી લવ….."ત્યાં જ પરી મન માં જ બબડી…."માત્ર ખુશી થી જ લગાવ થયો છે કે એની મમ્મા થી પણ…..એ તો હવે સમય જ કહેશે….."રાહુલ એ જમવાનું ચાલુ કર્યું…..ખુશી પણ પોતાના હાથે થી રાહુલ ને જમાડતી હતી અને રાહુલ ખૂબ જ ખુશ થતો હતો…..આ જોઈને એના મમ્મી પપ્પા તો ખુબજ ખુશ હતા….બસ એક પરી ને જ કોઈ ન સમજી શકે એવી ફીલિંગ્સ થતી હતી…..એને એનો રાહુલ પોતાના થી દુર જતો લાગવા લાગ્યો હતો…..આ કારણે એ દુઃખી અને જલન ની ફીલિંગ્સ અનુભવતી હતી….
ખુશી ને રાહુલ જમી ને ફરી વાતો કરવા લાગે છે…..અને વાત વાત માં ખુશી રાહુલ ને પોતાને સ્કૂલમાં એક પણ ફ્રેન્ડ નથી એવું પણ જણાવે છે…..આ સાંભળીને રાહુલ એને સમજાવે છે કે ખુશી જિંદગી માં ફ્રેન્ડ્સ તો ખૂબ જ જરૂરી છે…...અને બધા ફ્રેન્ડ્સ ખરાબ અને તોફાની ન હોય….અમુક ફ્રેન્ડ્સ સારા પણ હોય…..જે આપણી જિંદગી માં હમેંશા આપણી સાથે રહે છે…..અને આપણા દરેક સુખ દુઃખ માં આપણી સાથે ઉભા રહે છે…....અને જિંદગી માં ફેમિલી પછી જો કોઈ હોય તો એ ફ્રેન્ડ્સ જ હોય છે…..રાહુલ ખુબજ પ્રેમ થી ખુશી ને આ સમજાવે છે…..આ સાંભળીને ને ખુશી વિચારમાં પડી જાય છે…..અને એ રાહુલ ને કહે છે કે….."અંકલ મેં કંઈક વિચાર્યું છે…..શું હું તમને કંઈક કહું તો તમે મને હા કહેશો??"
વધુ આવતા અંકે…..
શું વિચાર્યું હશે ખુશી એ??
શું રાહુલ ખુશી ને હા કહેશે??
જાણવા માટે વાંચતા રહો…...અજીબ દાસ્તાન હે યે….