True Religion in Gujarati Motivational Stories by રોનક જોષી. રાહગીર books and stories PDF | સાચો ધર્મ

Featured Books
Categories
Share

સાચો ધર્મ

સાચો ધર્મ શુ છે? કયા ધર્મ ને સાચો ગણવો? શુ ધર્મ ના કોઈ માપદંડ હોય? શુ હિન્દુ ધર્મ સાચો? શુ મુસ્લિમ ધર્મ સાચો? શુ ખ્રિસ્તી ધર્મ સાચો? શુ શીખ ધર્મ સાચો?

ચાલો મિત્રો આજે આપણે સાચો ધર્મ શુ છે ધર્મ શુ શીખવાડે છે એના વિશે થોડું મારા વિચાર પ્રમાણે જણાવવા માંગુ છુ. હું અહીં મારી વાત ની શરૂઆત કરુ એ પહેલા એક વાત અહીં સ્પષ્ટ કરવા માંગીશ કે હું જે કાંઈ પણ લખુ છુ આ લેખમાં એ મારા વિચાર છે અને હું એના દ્વારા કોઈપણ ધર્મ ની લાગણી કે વિશ્વાસ ને ઠેસ પહોંચાડવા હેતુ થી નથી લખતો.

આપણે બધા જાણીએ છીએ કોઈપણ માણસ નો જન્મ જે ધર્મ માં થયો હોય એ માણસ એ પ્રમાણે ના ધર્મ નું પાલન કરતો હોય છે. હિન્દુ હોય તો હિન્દુ રીત રિવાજ અનુસરે, મુસ્લિમ હોય તો મુસ્લિમ રીત રિવાજ અનુસરે, ખ્રિસ્તી હોય તો એ એમના રીત રિવાજ અનુસરે બરાબર ને અને અનુસારવા પણ જોઈએ જ એમ હું પણ માનું છુ.

હવે વાત મારા મત મુજબની મારા મતે સાચી ધાર્મિકતાની કસોટી સમસ્ત માનવજાત પ્રત્યેના પ્રેમમાં, ઉદારતા અને માનવતામાં રહેલી છે.કોઈપણ ધર્મ વિશે કોઈ દિવસ વાદવિવાદ ન કરો. ધર્મ વિશેના તમામ ઝગડાઓ અને વિવાદો એટલું જ બતાવે છે કે આપણામાં આધ્યાત્મિકતા, ધાર્મિકતા, માનવતા નથી. ધાર્મિક ઝગડા હંમેશા સત્તાની લાલચે થાય છે. જયારે ધર્મ ભૂલી આપણે સ્વાર્થી બનીએ છીએ ધર્મ ના નામે ધતિંગ શરૂ થાય છે એટલે કોઈ સત્તા લાલચુ ના કારણે ધર્મ બદનામ થાય છે. કોઈપણ ધર્મ ના ધાર્મિક પુસ્તકમાં વેર-ઝેર, લડાઈ ઝગડા, પોતાના સ્વાર્થ માટે થઈ બીજાને તકલીફ પહોંચાડવી, કોઈનું પડાવી લેવું આમનું કશુ જ કોઈ ધર્મ નથી શીખવાડતો.

કોઈપણ ધર્મ નો ગ્રંથ વાંચશો તો ખ્યાલ આવશે કે ધર્મ ફક્ત પ્રેમભાવ, આત્મીયતા, કોઈના માટે કાંઈ કરી જવાની ભાવના આપણા કારણે કોઈનું દુઃખ દર્દ હળવું કઈ રીતે કરી શકીએ એ શીખવાડે છે. આપણે આપણી જાતને એક મહત્વનો પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શુ આપણે ધર્મ નું કોઈપણ કામ કરીએ છીએ ત્યારે નિસ્વાર્થ ભાવે કરીએ છીએ? જો જવાબ હા છે તો તમે સાચા માણસ છો અને તો તમે કદાચ મંદિર, મહાદેવ કે મસ્જિદ કે ગુરુદ્વારા જ્યાં પણ તમારા ધર્મ ના પ્રમાણે જતા હોવ ત્યાં કદાચ નઈ જઈ શકો તો પણ ભગવાન રાજી રહશે. હંમેશા પવિત્ર અને નિસ્વાર્થી થવા પ્રયત્ન કરજો. બધો ધર્મ એમાં જ આવી જાય છે.

આપણું જીવન સારુ, સાચુ અને પવિત્ર હોય તો જ દુનિયા સારી અને પવિત્ર થઈ શકે છે. માણસ પૈસા ને બનાવે છે કે પૈસો માણસ ને બનાવે છે? માણસ કીર્તિ ને બનાવે છે કે કીર્તિ માણસ ને બનાવે છે? ધર્મ ના ક્ષેત્ર માં પણ જે કાંઈ બાબત તમને નબળા બનાવે છે તે બધાનો ઘભરાયા વગર વિરોધ કરો. જો તમે કોઈ દુઃખી ના અશ્રુઓ ન લુછી શકો, કોઈ ભૂખ્યા ને રોટલો ના આપી શકો તમે કોઈ ને તકલીફ ના સમયમાં હૂંફ ના આપી શકો તો કોઈ ધર્મ ને અપનાવવાનો અધિકાર નથી.

આપણા દેશમાં કહેવાય છે ને "અહિંસા પરમો ધર્મ", માનવતા જ સૌથી મોટો ધર્મ છે. આ આજે આપણે સાર્થક કરવાની જરૂર છે. ધર્મ ના નામે ચાલતા ધતિંગ અને સત્તા લાલચુથી દુર રહી આપણે ધર્મનું પાલન કરવું પડશે તો જ સમાજમાં, દેશ - દુનિયામાં શાંતિની સ્થાપના થશે.

હમણાં મારા વ્હોટસ એપ પર આવેલ એક મેસેજ જે હું અહીં લખી રહ્યો છુ.

Mandir = 06 Words.
Masjid = 06 Words.
Church = 06 Words.

Geeta = 05 Words.
Quran = 05 Words.
Bible = 05 Words.

They all says same :- 6-5 = 1.

"God is One".

માણસ ભણી ગણી ડિગ્રી મેળવી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ઉદ્યોગપતિ વગેરે બને છે પરંતુ જે દિવસે માણસ નાત જાત ના વાડા ભુલી માનવતાને ધ્યાનમાં રાખી "માણસ" બનશે એ દિવસે દુનિયામાં શાંતિ ની સ્થાપના થશે. પરંતુ આ કરવા માટે પહેલા મનમાં નિસ્વાર્થ ભાવના, માનવતા પોતના કામ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠ, ઉદારતા, એક બીજા પ્રત્યે વિશ્વાસ, એકબીજાના સુખ દુઃખ માં ભાગીદાર થતા થવું પડશે.


માણસમાં માણસ ને જોશુ અને માનવતા ને અપનાવશુ તો ભગવાન રાજી થશે.નકારાત્મક વિચારો ને હંમેશા દુર રાખી રાગ દ્વેષ વેર ઝેર ભુલાવી એક માણસ તરીકે ની ભાવના પ્રગટ કરી જીવતા થઈશુ ત્યારે સાચા ધર્મ નું પાલન કરતા ગણાશુ.


"એક બનો નેક બનો".

"આભાર".

લેખક:-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.