Love is a Dream chapter 1 in Gujarati Fiction Stories by Chandresh N books and stories PDF | Love is a Dream Chapter 1

Featured Books
Categories
Share

Love is a Dream Chapter 1

Chapter-1

મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે મેં તેને પહેલી વાર જોય હતી, હું 11th સ્ટાન્ડર્ડમાં હતો, સાંજના 7 થયા હતા, લીલા ઝાડવા નીચે આથમતા સુરજે હું મારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્યારેજ અમારી આગળની 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી રહી હતી, બસ તેજ છોકરીઓના ગ્રુપમાં મેં તેને પહેલી વાર જોય હતી, તેણે લીલા કલરના સલવાર કમીજ પહેરેલ હતા, તેને જોતાજ હું તેના ઉપર મોહી ગયો, હું તેને એક નજર નિહાળવા માટે દરરોજ એજ જગ્યાએ અને એજ સમયે આતુરતાથી રાહ જોતો હતો, મારા માટે તે બે ઘડીનો સમય નવી તાજગીની જેમ કામ કરતો, થોડા દિવસો પછી મને તેનું નામ જાણવા મળ્યું જે ખોટું હતું પણ પછી સમય જતાં ખબર પડી કે તેનું નામ રિદ્ધિ છે અને તે દ્વારકા સોસાયટીમાં રહે છે, હું મારા બાઇક પર તેના ઘરની શેરીની લટાર મારતો થય ગયો અને થોડા સમયમાં એ પણ મને નોંધ કરતી થય ગય, આમજ થોડા સમય ચાલ્યા કર્યું, સમય પસાર થતો ગયો પણ હું ક્યારેય તેની પાસે જય મારા મનની વાત કરવાની હિમ્મત ન કરી શક્યો અને સમય સાથે બધુ ભૂલાવા લાગ્યુ, હું સ્કૂલ પૂરી કરી કોલેજ કરવા માટે પેલા રાજકોટ અને પછી અમદાવાદ નિકડી ગયો પછી તો ભાગ્યેજ મારે મારા જૂના શેહર વીપરલામાં આવવાનું થતુ હતું.

*

હું એમબીએની છેલ્લા સેમેંસ્ટરની પરીક્ષા આપવા વીપરલાથી અમદાવાદ મહાસાગરની રાતની 11 વાગ્યાની બસમાં જય રહ્યો હતો, બંને શહેર વચ્ચેનું અંતર અંદાજિત 570 કિલોમીટર હતું અને ટ્રાવેલિંગ સમય અંદાજિત 9 કલાકનો. મને ક્યારે નીંદર આવી ગય એની ખબરજ ના રહી જ્યારે આંખ ખૂલી અને સમય જોયો તો રાત્રિનો 1 વાગ્યો હતો અને બસ વિરામ માટે રસ્તામાં ઓનેસ્ટ હોટલ આગળ ઊભી હતી, મેં ઝડપથી મારા બુટ પહેર્યા અને બસ નીચે ઉતરી ગયો. ફ્રેશ થયા પછી કેન્ટીનમાંથી ચા અને સેન્ડવિચ લયને લોકોની વચ્ચેથી પસાર થતા નાસ્તા માટે સામે રાખેલા ટેબલ તરફ ચાલવા લાગ્યો, જેવી મેં ચા અને સેન્ડવિચ સ્ટીલના ઉચા ટેબલ ઉપર મૂકી, મારુ ધ્યાન મારાથી ત્રણ ટેબલ આગળ ઊભેલી બે છોકરીઓ પર ગયું કે જે ચિપ્સ સાથે ચાની ચૂસકીઓ લઈ રહી હતી, એમાની એક છોકરી મારી સામે એકી નજરે જોય રહી હતી, પૂરા પાંચ વર્ષ પછી ફરી આજે મેં તેને જોય હતી, હું તો બસ તેને નિહાળતો જ રહી ગયો, તે આજે પણ એવિજ લાગી રહી હતી જેવી મેં તેને પહેલી વાર જોય હતી, સમુદ્રથી પણ ઊંડી તેની આંખો, ગુલાબી ચમકદાર હોઠ, તેની મોહક કરી દેતી કાયા અને પીળા રંગની કુર્તિમાં તો તે ખૂબજ સુંદર લાગી રહી હતી. સૌથી સુંદર તો તેના હોઠો ઉપર રહેલુ સ્મિત હતું કે જેની સાથે તે મારી સામે જોય રહી હતી. થોડી વારમાં તેની બાજુમાં ઊભેલી છોકરી કાગળની નાસ્તાની પ્લેટ સાથેજ સામે ઉભેલી પટેલ ટ્રાવેલ્સની બસ તરફ ચાલવા લાગી પણ રિદ્ધિ તો હતી ત્યાજ ઊભી રહી.

રિદ્ધિએ ઊંડા સ્મિત સાથે મારી સામે ફરીથી જોયું અને જરાક જેટલુ ડોકુ નીચે હલાવીને મને તેના ટેબલ તરફ આવવા ઈશારો કર્યો. આટલી વારમાં તો મારી હાલત સાવ કફોડી થય ગય, બીજા કોય આસ પાસ ઊભા છે કે નય તેનો કાય ખ્યાલ જ ના રહ્યો, મારા દિલના ઊંડા ધબકારા મારા પોતાના કાન સાંભળી રહ્યા હતા અને આંખો તો બસ એક જ જગ્યાએ ચોટેલી હતી, હું સેન્ડવિચની ખાલી પ્લેટને ડસ્ટબિનમાં ફેંકી ચાના કપને હાથમાં લઈ હિમ્મત સાથે તેના ટેબલ તરફ ચાલવા લાગ્યો.

હું વિચારતો હતો કે આજે મેં ગ્રે ટ્રેક અને આખી બાયના ગ્રીન ટીશર્ટ કરતા કોઈ સારા જીન્સ અને શર્ટ પહેર્યા હોત તો સારું, હું એમા વધારે હેન્ડસમ લાગેત પણ પછી વિચાર આવ્યોકે ક્યાક રિદ્ધિ મને બાજુમાં બોલાવીને ગારોતો દેવા નથી માંગતી ને?

“HI!” રિદ્ધિએ મને એના ટેબલે ઉભેલ જોઈ ધીમા અવાજે હોઠ ઉપર સ્મિત સાથે કહયું.

“Hi!” મેં ધ્ર્જ્તા અવાજે તેની આંખમાં જોતાં કહ્યું.

“આજે ઘણા સમય પછી મેં તને જોયો છે, ક્યાં જા છો?” મારી ટેબલ ઉપર રાખેલ અને ધ્રુજી રહેલી આંગળીઓ તરફ જોતાં રિદ્ધિએ પૂછ્યું, તેની આંખો મોતીની જેમ ચમકી રહી હતી.

“મહાસાગરમાં અમદાવાદ, ત્યા એમબીએ કરું છું બસ આ છેલ્લા સેમેંસ્ટરની પરીક્ષા આપવા જાવ છું.” મેં ચાનો ખાલી કપ ટેબલ ઉપર રાખી બસ સામે ઈશારો કરતાં કહ્યું અને તેને પણ પૂછી લીધું “અને તું?”

“અરે!, હું પણ એજ મહાસાગરમાં અમદાવાદ જાવ છું, માસીની દીકરીએ ત્યા બુટિક ચાલુ કર્યું છે બસ તેના વિશે થોડુ જાણવા-સમજવા જાવ છુ” રિદ્ધિએ પોતાના દિલ ઉપર હાથ રાખીને ઉત્તશાહ પૂર્વક કહયું “કેમકે મારે આપણા શહેર વીપરલામાં બુટિક કરવાની ઈચ્છા છે”

“અરે વાહ!” મારાથી બોલાય ગયુ એ બીજું કાય આગળ બોલે એ પેહલાજ.

હજી તો અમે થોડી ઘણી મિનિટોજ વાત કરી હશે ત્યાજ અમારી બસેથી અવાજ આવ્યો “અમદાવાદ વાળા આવી જજો, બસ ઉપડે છે!!”

રિદ્ધિએ બાજુની દુકાનમાંથી બિસલેરીની પાણીની બોટલ લીધી અને અમે બસ તરફ ચાલતા થયા.

હું મનમાં પ્રાર્થના કરતો હતો કે આ બસમાં અત્યારે પંચર પડી જાય!, બસ ચાલુ ના થાય તો સારુ! તો મને થોડોક વધારે સમય રિદ્ધિ સાથે વાત કરવા મળી જાય અને હું તેને વધારે જાણી શકુ. રિદ્ધિ બસમાં ચડવામાં મારી આગળ હતી, બસમાં ચડતાની સાથેજ તે નીચે જમણી તરફ આવેલા બીજા નંબરના ડબલના સોફાના કેમ્પાર્ટ્મેંટમાં બેસી ગય અને હું મારા સોફા તરફ ચાલતો થયો જે છેલ્લેથી બીજો હતો, બસ ચાલુ થય ગય અને હું બેઠો-બેઠો મારી જાતને ગારો દેતો હતો કે થોડીક હિમ્મત કરીને એનો નંબર તો લય લેવોતો ત્યાજ મને મારા સોફાના લાલ પડદાની બારની બાજુએથી અવાજ સંભળાયો “રિશી! રિશી!”, મેં પડદો હટાવ્યો તો રિદ્ધિ ત્યાજ ઊભી હતી, હું આશ્ચર્ય સાથે તેની તરફ જોયા કર્યો.

“હું આગળ CD નંબરના ડબલના સોફામાં બેઠી છુ, ત્યા જગ્યા છે, તું ત્યા આવીશ? જો તને કોય પ્રોબ્લેમ ના હોય તો ?” રિદ્ધિએ ધીમા અવાજે પૂછ્યું જેથી આજુ-બાજુના કેમ્પાર્ટ્મેંટમાં સૂતેલા લોકોને ડિસ્ટરબ ના થાય.

“હા. OK. આવું છું” હું બસ આટલું બોલી શકયો અને મનમાં આનંદ સાથે ફટાફટ મેં મારી બેકપેક હાથમાં લય લીધી અને તેના સોફા તરફ તેની પાછડ-પાછડ ચાલવા લાગ્યો.

*

લાલ કલરના ડબલના સોફામાં અમે બંને ગોઠવાય ગયા, રિદ્ધિ બારીની બાજુમાં લાંબા પગ કરી લાકડાના પાર્ટિશનને ટેકો લઈને બેસી હતી અને હું તેની બાજુમાં થોડી જગ્યા રાખીને તેની સામેની સાઇડમાં તેના આખા ચહેરાને જોય શકુ તેમ લાંબા પગ રાખીને ટેકો લઈ બેસી ગયો. બસની સ્પીડ અંદાજિત 70ની હતી, રસ્તાઓ ઉપર અવર-જવર કરતાં બીજા વાહનોની હેડ લાઇટનો આછો પ્રકાશ કાચની બંધ બારીમાંથી રિદ્ધિના ચહેરા ઉપર પડી રહ્યો હતો, એના ચહેરા ઉપર હજી એ જ મંદ હાસ્ય છવાયેલુ હતું. મારુ મન તો તેની સાથે કેટ કેટલીય વાતો કરવા માટે તૈયારીઓ કરી રહ્યું હતું પણ શરૂઆત ક્યાથી કરુ એ મુંજવણ હતી.

“મને અંધારામાં ડર લાગે છે એટલે તને અહિયાં બોલાવાનું વિચાર્યું”” રિદ્ધિએ નજર બારીથી મારી તરફ ફેરવતા વાતની શરૂઆત કરતાં કહ્યું “મારી મોટીબહેન રામી મારી સાથે અમદાવાદ આવાની હતી, તેણે જ ડબલનો સોફો બૂક કર્યો હતો પણ તેને ઓચિંતું કામ આવી જતા પ્લાન કેન્સલ કરવો પડ્યો.” તેની બાજુમાં રહેલ પિન્ક બેગને સરખું કરતાં ફરી કહ્યું “તો રિશી! આટલો સમય તે લાઇફમાં શું કર્યું?” તેની આંખો ઉપરથી લાગી રહ્યું હતું કે ખાલી હું તેને જાણવા ઉત્સુક નથી, તે પણ મને જાણવા માંગે છે.

“બસ! સ્કૂલ પૂરી કર્યા પછી BBA કરવા રાજકોટ જતો રહ્યો અને ત્યાથી એમબીએ માટે અમદાવાદ! અને હા, મને પણ તારી જેમજ પોતાનો બિજનેસ શરૂ કરવાની ઈચ્છા છે.” મેં મલકાતા કહયું.

“અરે વાહ!” રિદ્ધિએ ધીમી તાળીઓ પાડતા કહયું.

“રિદ્ધિ! તું શું વીપરલામાં જ હતી કે પછી બીજે ક્યાય? હું ક્યારેક વિપરલા આવતો હતો અને તારી ફ્રેન્ડ્સને જોતો પણ તું ક્યારેય દેખાતી નહતી?” મેં રિદ્ધિને સવાલ કર્યો પણ પૂછી લીધા પછી એમ થયું કે આવુ કાય થોડી કોય છોકરી ને પૂછાય, એ કેવુ વિચારશે મારા વિશે?

“હું પણ રાજકોટ હતી ! ત્યા બીકોમ કરતી હતી” રિદ્ધિએ હસતાં કહયું, “અને ત્યાર પછી વીપરલામાં જ છુ”

“ઓહો! તો પણ આપણે ક્યારેય રાજકોટમાં મળ્યા નય કેવુ પડે હો!” મે આશ્ચર્ય સાથે રિદ્ધિ સામે જોતા કહ્યું.

“મળ્યા નય? અરે હું તને મળી હોત ને તો પણ તું મને ના બોલાવેત,” રિદ્ધિએ તેની બાજુમાં મારા લાંબા રાખેલ પગ ઉપર હળવી થપ્કી મારતા સ્મિત સાથે કહયું. તેના મોઢામાંથી શબ્દો હવે માખણની જેમ વહી રહ્યા હતા.

હું વિચારતો હતો કે રિદ્ધિને હજી પણ એ સ્કૂલના દિવસો યાદ છે જ્યારે હું તેને દરરોજ તાકીને જોતો હતો છતા પણ ક્યારેય તેની પાસે જયને વાત કરવાની હિમ્મત નોતી કરેલ, મને લાગે છે કે આજે તે એ જ ફરિયાદ કરી રહી છે કે મેં તેને ત્યારે શુકામ બોલાવી ના હતી.

રાત અંધકારમય થતી ગય અને અમારી વાતુંઓનો ખજાનો ખુલતો ગયો જેમ બે જિગરી મિત્રો ઘણા સમય બાદ મલ્યા હોય અને વાતુંઓ પૂરી જ ના થાય.

*

“ગર્લફ્રેંડતો હશે તારે કે નય? અમદાવાદમાં સ્ટડિ કરતાં હોય અને ગર્લફ્રેંડ ના હોય એ તો શક્ય નથી” રિદ્ધિએ પાણીની બૉટલને તેના હોઠોથી લગાવતા મને પૂછ્યું અને પછી એ જ બૉટલ મને આપવા માટે આગળ લંબાવી.

હવે એને કોણ સમજાવે કે તારા જેવુ કે તારાથી થોડુક નીચે ઉતરતું બીજુ કોય મળ્યુ જ નહીં કે જેને એકી નજરે જોતાજ બધુ મળી ગયુ હોવાનો અહેસાસ થાય.

“હા, મને પણ એમ જ હતું કે અમદાવાદમાં હોય એને ગર્લફ્રેંડ તો હોય જ પણ મને લાગે છે કે એ પરંપરા મેં તોડી નાખી છે!!.” મારા બોલતાની સાથેજ રિદ્ધિએ હસવાનું શરૂ કરી દીધું અને તેને જોયને હું પણ હસી પડ્યો. મેં પાણીની બોટલમાંથી ઘૂટ લગાવ્યા જેમા રિદ્ધિના હોઠનો સ્પ્રશ હતો, આજે પહેલી વાર મને પાણીમાં મધનો સ્વાદ હોય એવું લાગતુ હતુ.

થોડી વાર માટે વાતાવરણ એકદમ શાંત થય ગયુ અને અમે બસ એક બીજા ને તાકી રહ્યા હતા જેમ પાંચ વર્ષ પેહલા એકબીજાને જોતા હતા, બસની બંધ બારીમાંથી પ્રકાશ નહિવત આવી રહ્યો હોવા છતાં પણ રિદ્ધિની આંખની કીકીઓ કાળા કલરમાં મારી સામે ચમકી રહી હતી.

*

“ઓહ 4:30,” રિદ્ધિએ એના હાથમાં રહેલ ફોન તરફ જોતાં કહ્યું. “હવે તારે સૂઈ જવુ જોઈએ રિશી! તારે થોડા દિવસોમાં પરીક્ષા છે ને? ક્યાક તારી તબિયત બગડી ના જાય!” રિદ્ધિએ મારા પગને સ્પ્રશીને મીઠા સ્વરમાં કહયું.

હુતો મારા મનમાં પોતાને કહી રહ્યો હતો કે બેટા આજે તું સૂઈ ગયો ને તો લાઇફની સૌથી મોટી ભૂલ કરિશ, તું સ્કૂલ સમયમાં જે છોકરીના સપનાઓ જોતો હતો એ આજે તારી સામે છે એને કહીદે કે તું એના માટે આજે પણ એ જ અનુભવે છે જે તું એ સમયે કરતો હતો પણ શું કરું એટલા પ્રેમથી એણે મને કીધુને કે હું કઈ આગળ બોલીજ ના શક્યો.

“રિશી! તારી પાસે ઇયરફોન છે? હું ઘરે ભૂલી ગય છું, મને હંમેશા બસમાં નીંદર કરવામાં થોડીક તકલીફ થાય છે પણ ગીતો સાંભળતા નિંદર આવી જાય છે!”

“હા છે ને!” મેં બાજુમાં રાખેલ મારા કાળા કલરના બેકપકના આગળના ખાનામાં હાથ નાખીને ગ્રીન કલરના ઇયરફોન કાઠીને રિદ્ધિના હાથમાં આપી દીધા અને મે ખોટું બોલતા કહ્યું “મને પણ ઇયરફોન હોય તોજ નીંદર આવે છે!“

રિદ્ધિએ ઇયરફોનનો પ્લગ કાનમાં ભરાવતા કહ્યું “તો તારે સાંભળવું છે?”

“ના, ના, તું જ સાંભળ” થોડી વાર રહીને પછી મેં હસતાં કહ્યું “એક-એક ઇયરફોન, જો તને પ્રોબ્લેમ ના હોય તો?”

“એક કામ કર! અહિયાં આવીજ!” રિદ્ધિએ હસતાં કહયું અને મને તેની બાજુમાં આવી ને બેસવા માટે ઈશારો કર્યો.

હું મારી જગ્યાએથી ખસીને સામેની બાજુએ ટેકો લઈને રિદ્ધિની એકદમ અડીને બેસી ગયો, શું કરુ! આજ કાલ ના ઇયરફોન જ એટલા નાના આવે છે, રિદ્ધિએ ઇયરફોનનો એક છેડો પોતાના જમણા કાનમાં ભરાવ્યો અને બીજો મારા ડાબા કાનમાં, તેણે ફોનમાં લવ નામથી સેવ કરેલ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કર્યું અને ગીત ચાલુ થયું “અભિ ના જાઓ છોડકર કે દિલ અભિ ભરા નહી”, ગીતની પેલી પંક્તિ સાંભળતાજ અમે બંને ધીમેથી મલકાયા અને રિદ્ધિએ મારા ખંભા ઉપર એનું માથુ ટેકવી દીધુ, થોડી જ વારમાં એ ઉંધી ગય અને હું પણ તેના માથા ઉપર મારું માથુ ટેકવીને ઊંઘી ગયો.

*

“હવે પછીનું સ્ટેશન ઇસ્કોન! ઇસ્કોન!” બસ હેલપરના અવાજથી મારી નિંદર ઉડી ગય, ઊઠીને મેં મારી સેઇકો ઘડિયાળમાં નજરકરી તો સવારના 7 વાગ્યા હતા અને મારુ માથુ રિદ્ધિના ખંભા ઉપર ઢળેલું હતું, મેં માથુ સીધુ કર્યું અને રિદ્ધિ સામે જોયું, તે બારીની બહાર વેલી સવાર ને નિહાળી રહી હતી જેવી તેને ખબર પડી કે હું તેને જોય રહ્યો છું તે મારી તરફ ફરી અને સ્મિત સાથે બોલી “ગૂડ મોર્નિંગ રિશી!”

“ગૂડ મોર્નિંગ!, આપણે અમદાવાદ પહોંચી પણ ગયા” (મને ખ્યાલ આવતા કે હું હજી તેના ખંભાને અડીને બેઠો છું, તેને અજુગતું ના લાગે એ માટે બંને વચ્ચે થોડુ અંતર રાખવા હું એનાથી થોડો દુર ખસ્યો)

“હું ઇસ્કોન ઉતરવાની છું રિશી, હેભા મને લેવા ત્યા પહોંચતી જ હશે.” રિદ્ધિએ તેના વાળને સરખા કરતાં કહ્યું. “તારે ક્યા ઉતરવાનુ છે?”

“હું પણ ઇસ્કોન ઉતરવાનો છુ, મારો ફ્રેન્ડ લેવા આવશે.” મેં મારી નજરને એના ચહેરાથી બારીની તરફ ફેરવતા ધીમા અવાજે જવાબ આપ્યો.

“રિદ્ધિ તું મને તારા ફોન નંબર આપીશ ?” મેં મારો ફોન ખિસ્સામાંથી કાઢીને રિદ્ધિની આંખોમાં જોઈ હીમ્મત કરીને પૂછી લીધુ.

‘હા! કેમ નહિ એ પણ કાય પૂછવાની વાત છે!” રિદ્ધિએ હસતાં ચહેરે કહી તેનો નંબર લખાવ્યો અને મને મિસ કોલ કરવા કહ્યું.

“આ રાખીદે તારા બેગમાં” રિદ્ધિએ ઇયરફોન મને હાથમાં લંબાવતા કહયુ.

“ના, હમણા તું રાખ જ્યારે આપણે પાછા મળીએ ત્યારે મને આપી દેજે” મેં તેના હાથને મારા હાથથી જરા ધકેલતા કહ્યું. ખબરનય આવી તાકાત મારામાં ક્યાથી ઓચિંતી આવી ચડી હતી, હું મારી જાતને પૂછતો પણ હતો કે અત્યાર સુધી તું ક્યા હતો?, રિદ્ધિએ કયપણ કહ્યા વગર ઇયરફોનને પોતાના ઓરેંજ કલરના પર્સમાં રાખી દીધા.

ત્યાજ ઇસ્કોન આવી ગયુ, તેણે ખંભા ઉપર પર્સ ચડાવ્યુ અને પોતાની બેગ હાથમાં લીધી, મેં મારુ બેકપેક ખંભે લટકાવ્યું અને અમે બંને બસની નીચે ઉતરી ગયા, ઉતરતાની સાથે જ મેં થોડા ડર સાથે તેને પૂછી લીધુ “તે કીધું કે તું 2 દિવસ જ અમદાવાદમાં છે પણ શુ તું થોડો ફ્રી સમય કાઠીને મળી શકીશ?”

“હા! હું ચોક્કસ પ્રયત્ન કરીશ, હું કોલ કરીશ, હું પણ તને ફરી મળવા માંગુ છુ!” રિદ્ધિએ ઉત્સુક્તાથી જવાબ આપ્યો જાણે કે એ મારી પૂછવાની રાહ જોયને બેઠી હતી. રસ્તાની સામેની બાજુએ કારમાં બેઠેલી છોકરીને જોયને રિદ્ધિએ કહ્યું “હેભા ત્યા સામે રાહ જોય છે.”

“તો.. બાય, ફરી મળીશું” કહી હું તેના તરફ થોડો નમ્યો પણ પછી વિચાર બદલતા હાથ મિલાવવા હાથ આગળ કર્યો.

રિદ્ધિએ મારા લંબાવેલા હાથ ના બદલે મારા ચેહરા તરફ મલ્કાતા જોયું, મને સમજી ગયી હોય તેમ રિદ્ધિએ એક પગલું મારી તરફ આગળ લંબાવ્યુ અને પછીની ક્ષણે અમે બંને એક બીજાની બાથમાં હતા, એના શરીરની મીઠી સુગંધ મારા દિલમાં સમાય ગય, એના ગુલાબી મુલાયમ ગાલ મારા ગાલને સ્પરશી રહ્યા હતા, એના કાળા વાળ ની લટ મારા ચહેરા ઉપર ફરી રહી હતી, મને લાગ્યું કે સમયની ગતિ ઓચિંતી ઓછી થય ગય છે, રિદ્ધિએ તેના ગુલાબી હોઠ થી મારા ગાલને કિસ કરતા કહ્યુ “બાય, રિશી” અને તે હેભાની કાર તરફ ચાલતી થય ગય અને હું થોડીવાર મુર્તિ ની જેમ એજ જગ્યાએ ઊભો રહી ગયો,

(ક્રમશ......)

*