ahaa jindagi - 1 in Gujarati Fiction Stories by વીર વાઘેલા books and stories PDF | અહા !!! જિંદગી - 1

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

અહા !!! જિંદગી - 1

હી ડુડ.. ક્યાં પહોંચ્યો...

હજુ તો આંખ પુરી ખુલી પણ નહોતી ત્યાં ઊંઘ બગાડવા નિશાંત નો ફોન આવી ગયો..

યા.. ડુડ જસ્ટ..ગેટિંગ રેડિ...

યાર.. જલ્દી કર.. બસ હમણાં આવી પહોંચશે... અને યુ નો.. એને જોયા વગર નો દિવસ કેવો નિરસ બની જાય છે..

રાત્રે મોડા સુધી ચેટિંગ કરવાનું અને સવાર માં વહેલા ઉઠવાનું.. ઓહ શીટ.. આ કોલેજ નો સમય બપોર નો કે રાત્રી નો હોત તો કેવી મજા આવે.. પથારી માંથી ઉભા થતા થતા રક્ષિત મન માં ને મન માં બબડી રહ્યો હતો..

એ ફટાફટ ટોઇલેટ માં ગયો.. રાત્રે મિત્રો જોડે થયેલી હોટ વાતો યાદ આવતા જ હે ગોટ હાર્ડ... અને ફાઈનલી હી ફિનિસડ.. તૈયાર થઈને નાસ્તો કર્યા વગર જ બેગ લઈને ભાગ્યો.. પાછળ એની મમ્મી બબડતી રહી ત્યાં સુધી તો એનું બાઈક સ્ટાર્ટ થઈ ચૂક્યું હતું...

ત્યાં પાછો નિશાંત નો ફોન આવ્યો.. ફોન ઉઠાવ્યા વગર જ એને બાઈક ને ભગાવી મૂકી અને બસ સ્ટોપ પર પહોંચ્યો ત્યારે નિશાંત કુદકા મારી રહ્યો હતો.. કમ ઓન ડુડ.. બાઈક બંદ ના કર..ભગાવ જલ્દી બસ હાલ જ નીકળી છે..

અને પછી શહેર ની ગીચતા ની પરવા કર્યા વગર રક્ષિત નું બાઈક જાણે હવા જોડે રેસ કરી રહ્યું હોય એમ ભાગવા લાગ્યું..

યાર..ના તો ચા પીવા દીધી ના સિગારેટ.. તું ભી યાર.. એને જોયા જ કરે છે રોજ.. બસ જોઈને ખુશ થયા કર..

કમ ઓન.. યાર જલ્દી ભગાવ .. તને ચા અને સિગારેટ બધું જ પીવડાવીશ..

ફૂલ સ્પીડ માં જતી બાઈક ની સામે સ્કૂલ બસ ની સ્પીડ બળદગાડી સમાન હતી અને થોડીક જ વાર માં બાઈક બસ ની લગોલગ પહોંચી ગયું..

બસ ની બરાબર મધ્ય માં બારી બાજુ જી સીટ પર એક તાજું જ ખીલેલી ગુલાબ પોતાની મહેક પસરાવી રહ્યું હતું.. એની સુવાસ અને સુંદરતા ને જોવા હવા નો ઝોકા પણ ખુલ્લા કાચ માંથી અંદર જવા પડા પડી કરી રહ્યા હતા.. એમાંથી કોઈને અંદર જવાનો મોકો મળી જાય એટલે એ નાજુક ગાલ ને સ્પર્શી કાળા ભમ્મર વાળો માં ફરીને એને બારી ની બહાર ઉડાડવાની રમત રમવાનું રખે ને ચુકતા.. એના બહાર લહેરાયેલા સુંવાળા વાળ ને સ્પર્શ કરી ને આવતા હવા ના ઝોકા ને શ્વાસો માં ભરીને નિશાંત જાણે કે એ વાળો માં હાથ ફેરવી રહ્યો હોય એવો અભાષ કરી રહ્યો હતો..

ખાલી નિશાંત જ નહીં પણ એ રસ્તે થી આવતા મોટા ભાગ ના બોયસ જે મોંઘી ગાડીઓ અને બાઇકો લઈને આવતા હતા એમને બસ માં મુસાફરી ચાલુ કરી દીધી હતી.. સ્ટેશને બસ રોકાય ત્યાં પહેલા ચડીને એની ઝલક જોવા થતી ધક્કામુક્કી થી હવે તો બસ અને એનો દ્રાઈવર કંડકટર પણ ટેવાઈ ગયા હતા..

પણ પુષ્પ ને આ બધા ની ક્યાં પરવા હોય છે. બસ એ તો એની મસ્તી માં જ ખીલે છે.. એની મસ્તી માં હવા સાથે વાતો કરે છે અને એની મસ્તી માં જ લહેરાયા કરે છે..

બાજુ માં ખોદ કામ કરતા કે પાણી રેડતા માળી ની ક્રિયાઓ વચ્ચે પણ સ્થિતિ પ્રજ્ઞ રહીને બસ પોતાની જ ધૂન માં ખીલતા પુષ્પ ની માફક જ બસ માં થતા ઘોઘાટ અને ધક્કામુક્કી ના શોર બકોર માં પણ સ્થિતિ પ્રજ્ઞ રહીને મુસાફરી કરવાની અજીબ રીત હતી એની.. આટલા શોર બકોર માં પણ બહેનપણીઓ સાથે ધીંગા મસ્તી માં મશગુલ રહેવાની ગજબ ની આવડત હતી..

નિશાંત ક્યાંય સુધી એ પુષ્પ ની સુંદરતા જોઈ રહ્યો અને હજુય એ જાણે સમાધિ માં લિન થઈ ગયો હોય એમ ખોવાયેલો જ હતો ત્યાં જોરદાર બ્રેક સાથે એ રક્ષિત સાથે જોર થી ટકરાયો.. એના નાક પર જોરદાર વાગ્યુ.. એને રક્ષિત ને મુક્કો માર્યો..

શુ યાર બ્રેક મારતા પહેલા કહેવું તો જોઈએ ને..

અને એના દર્દ ની પરવા કર્યા વગર જ રક્ષિત ખડખડાટ હસવા માંડ્યો અને નિશાંત કઈ બોલે એ પહેલા બાઈક ને સ્ટેન્ડ કરીને સામે ની ચા ની લારી પર પહોંચી ગયો..

રક્ષિત ની પાછળ પાછળ નિશાંત ભી નાક દબાવતા દબાવતા પહોંચી ગયો..

કોલેજ ની બહાર આવેલી આ ચા ની દુકાન પર સવાર માં બહુ ભીડ રહેતી... લગભગ ભાગ્યે જ અહીં સવાર માં બેસવા માટે જગ્યા મળે.. ઉભરાતી યુવાની નું કેન્દ્ર બની ગયેલી આ ચા ની દુકાન અનેક સારા નરસા સંસ્મરણો સંઘરીને બેઠી હતી.. પણ જેમ શિક્ષક ક્યારેય ઘરડો નથી થતો એમ બે પેઢી વહી જવા છતાં દુકાન ની યુવાની રોજ રોજ ખીલતી જાતિ હતી..

સાંજે પતિ પ્રિયતમ ના વિરહ માં ઝુરતી યુવતી ના જેવી નિરાશ લાગતી.. સુમસામ બેચેન.. ચૂપચાપ બેસી રહેતી આ હોટલ સવાર પડતા જ ગુલાબ ની માફક ખીલી ઉઠતી.. વર્ષો ના વિરહ પછી પ્રિયતમ ના મિલન થી પ્રિયતમા ના ગાલ પર છવાતી લાલી ની માફક દુકાન યુવાની ના રંગો થી રંગાઈને સજેલી દુલ્હન જેવી બની જતી....

ક્રમશઃ