મિલન- A Soul of Love Story Part - 1 in Gujarati Love Stories by NituNita નિતા પટેલ books and stories PDF | મિલન- A Soul of Love Story Part - 1

Featured Books
Categories
Share

મિલન- A Soul of Love Story Part - 1

મિલન- A Soul of Love Story Part - 1 💘💘💘

હોટલ ગોલ્ડન ક્રાઉન ફાઈવસ્ટાર હોટલ સામે તે લગભગ અડધા કલાકથી ઊભો હતો. તે વારેઘડીએ રોડની બંને બાજુએ જોતો રહેતો હતો, કારણકે એને ખબર નહોતી કે તેની પ્રેમિકા કઈ તરફથી આવશે. તેણે એમ કહ્યું હતું કે મોડું થશે, પણ કેટલું? તેનો જવાબ મળ્યો નહોતો. તેની અધીરાઇ તેના તંગ ચહેરા પરથી વર્તાઇ આવતી હતી. ચાલતી આવશે કે ઓટોમાં તે પણ નક્કી નહોતું. તેથી તે દૂરથી કોઈ સ્ત્રી આવતી હોય તો તેને પણ ધ્યાનથી જોતો હતો, નજીક આવતાં તે નથી તેમ લાગે પછી હળવો નિશા:શો નાખતો હતો. એને ઓળખવામાં તેને કશી તકલીફ પડે તેમ નહોતી. તેનો ચહેરો, એની આંખો જેમાં એ કેટલીયેવાર ડૂબકી લગાવી ચુક્યો હતો, ગોળમટોળ ગાલ, અલમસ્ત શરીર ! બધુજ તે મોબાઈલ પર અગણિતવાર જોઈ ચૂક્યો હતો. નવરો બેઠો તેને યાદ કરવા સિવાય તેના ચિત્ત પાસે બીજું કોઈ કામ જ ક્યાં હતું.
ડિઝાઇનર ડ્રેસ પહેરીને આવશે તે તો નક્કી હતું, કારણકે તેણે તેને હંમેશા ડ્રેસમાં જ જોઈ હતી, પણ આવી ચક્રમ આઇટમનું નક્કી નહીં, સરપ્રાઇજ આપવા કદાચ સાડીમાં પણ આવે, તે મનોમન હસ્યો. અચાનક જ મુલાકાત ગોઠવાઈ હતી. પહેલેથી જ તેને તારીખો યાદ રાખવા પ્રત્યે નફરત હતી, એટલે એને યાદ નહોતું કે બંને ક્યારથી સંપર્કમાં આવ્યાં. કદાચ એક વર્ષ થયું હોય ! કદાચ વધારે. તે ફેસબુકીઓ જીવ નહોતો. પણ નવું જાણવાના હેતુથી આઠ કે દશ વર્ષથી તેમાં સક્રિય અને નિષ્ક્રિય રહેતો. છેલ્લે કંટાળીને તેણે બધુ બંધ કરી દીધું હતું. અચાનક તેણે ફેશબુકમાં એક ચહેરો જોયો, એનું લખેલું વાંચ્યું. ઇનસ્ટામાં પણ એની તસવીરો જોઈ, એકબીજાના વિચારોમાં કઈક સામ્ય જેવુ લાગ્યું, ભાષામાં તાજગી અને સ્વત્રંતતા લાગી, જેનો તે ચાહક બની ગ્યો હતો. વિચારોની વધુ આપલે થતાં તેને લાગ્યું કે એનામાં દમ છે પણ દંભ નથી. નિખાલસ અને નિર્મળ હ્રદયી તેં અજાણી સ્ત્રીની તરફ એ ખેંચાણો. નાજુક ભાવોથી હૈયું રળિયાત થવા લાગ્યું. ઘણાં અવનવા વિષયે વિચારોની આપલે રોજ થવા લાગી, ગુજરાતમાં રહેતી એક સ્ત્રીમાં આટલી હદે જ્ઞાન અને સમજથી તે પ્રભાવિત થઈ ગયો અને એવું વ્યક્તિત્વ એની કલ્પના બહારની વાત હતી. આવું ટેલેંટેડ વ્યક્તિત્વ, તેજ દિમાગ અને તે પણ અભિમાન વિહોણું ! તે સાચે જ એક પ્રભાવિત રૂપવતી યુવતી હતી. પ્રેમાળ, સરલ અને નિખાલસ. હા, ભૂતકાળમાં તેણે હંમેશ આવા સાથીની જંખના કરેલ હતી પણ મળી જશે તેવી શક્યતા નહિવત હોવાથી બહુ મહત્વ આપેલ નહિ. આશાઓના મિનારા ચણીને એકબાજુએ રાખી દીધા હતા. જોત જોતામાં બંને પાક્કા મિત્ર બની ગયાં. એકબીજા પર સંપૂર્ણ ભરોશો કરવા લાગ્યાં ત્યાં સુધી કે અંગત વાતો પણ શેર કરવા માંડ્યા અને એક દિવસ અચાનક વિડીયો કોલ પર એને નિહાળી, આમ તો એ એક સામાજિક કાર્યકર્તા હતી, એટલે ન્યુઝ મીડિયામાં જોયેલી હતી. પણ આજે વાત અલગ હતી. એના મુક્ત હાસ્ય અને નિર્મળ આંખોથી તે ઘાયલ થઈ ગયો. એણે તેને જોઈ અને તેણે એને જોયો, ને બન્નેની આંખ મળી ગઈ. નજરથી નજરને વાતો કરી ગઈ. સામે હતી ગાંડિતુર ધસમસતી, ઉછળતી-રેલાતી નદી અને બીજે છેડે સામે હતો યૌવનના ઉછાળાથી ભરપૂર એ નદીને સમાવી લેવા આતુર પણ ગંભીર - ઊંડો દરિયો! કાચ જેવી આંખોવાળો! કોઈપણ જુવાનડીને ડૂબી જવાનું, સમાઈ જવાનું મન થાય એવા છલકાતાં જોબનના ગહન પાણી જેવો! એ સ્ત્રી એનામાં ધીરે ધીરે સમાવા લાગી, એનું અસ્તિત્વ હવે કઈ અલગ ન રહ્યું એ સ્ત્રી પણ પરણિત હતી, એની માફક જ સ્તો! બંને આમ તો પોતપોતાની દુનિયામાં ખુશ અને બિન્દાસ્ત રીતે જીવતાં હતા, કારણ કે જીવનને જીવતાં તેમને બખૂબી આવડતું હતું. બંને પોતપોતાની કે એકબીજાની મર્યાદાઓ સમજતાં હતા. ખુલ્લા મને વાતો કરવી તેમને માટે સહજ હતું. વોટ્સએપ પર એકબીજાને પ્રેમ આપતા, કોઈ દિવસ છૂટા ન થવાના કોલ આપતા, રાત્રિની માદક પળોમાં વિડીયો કોલ કરી મૌનની પરિભાષામાં એકબીજાની ભાવનાઓ વ્યક્ત કરતાં. આ વ્યક્તિ તે યુવતીના મનડામાં રમવા લાગ્યો. મનના વનમાં ભમવા લાગ્યો! તે વિચારવા લાગી કે ગમવા જેવો માણસ ગમી તો જાય જ ને ! એ પુરુષ એને કહેતો કે તમે તો કરોડોમાં એક છો, અરે! ડાયમંડ છો! તેમનામાં ક્યારેક આંખો મળ્યાનુ સુખ હૃદયમાં રમતું. બન્ને વચ્ચે પ્રેમનો મજબૂત બ્રિજ બંધાઈ ગયો હતો. આત્મિક રીતે બન્ને એટલા નજીક આવી ગયા હતા કે, હવે એકબીજામાં ભળી જવું હતું, સમાઈ જવું હતું. બન્નેના શ્વાસ એકબીજામાં સમાવી લેવા આતુર હતા. તડપ શું ચીજ છે હવે બન્નેને ખ્યાલ આવવા લાગ્યો હતો.
બંનેમાં મિલનની ભૂખ એવી હતી કે આવી હરકતોથી કઈ વળે તેમ નહોતું. વિરહમાં હૈયું હચમચે છે, આક્રંદ કરે છે અને ગમે છે તે જ મનમાં રમે છે. હવે તો સ્વપ્નમાં પણ મુલાકાત થવા લાગી અને ત્યાં તો વાત ખૂબ આગળ નીકળી જતી. હવે એ સમય પણ નજીક આવી રહ્યો હતો કે બધું હકીકતમાં ભજવાય જવાનું હતુ અને એકબીજામાં સમાઈ જવામાં પણ ક્યાં વાર હતી! બસ થોડીજ મિનિટો! તે આવી પહોચે એટલી વાર. સૂર્ય હવે તેની અસર દેખાડતો હતો, તે એક વૃક્ષની નજીક સરક્યો. તેની છાયામાં થોડી ઠંડક લાગી.
હોટેલના ગેટ પાસે એક કાર આવીને ઊભી રહી, એટલે તેનું ધ્યાન તે તરફ ખેંચાયું. અંદરથી ચાર પાંચ વ્યક્તિઓ નીકળ્યા અને પગથિયાં ચડવા લાગ્યાં, જે હોય તે... અચાનક પાછળથી કોઈએ તેના માથા પર ટપલી મારી, ચકલા... એવો શબ્દ સંભળાયો. તે સમજી ગયો, એની મનની માનીતી આવી પહોંચી હતી. તેનું હ્રદય બે - ચાર ધબકારા ચૂકી ગયું. તે પાછળ ફર્યો, બ્લેક ગોગલ્સમાં અને પંજાબી બ્લ્યુ ડ્રેસમાં તે ઊભી હતી, ચહેરા પર એજ મુક્ત, નિષ્કપટ હાસ્ય.. એનો પ્રેમ, એનો જીવ, એનો આત્મા સામે ઊભો હતો. પેલી સ્ત્રી હાસ્ય વેરતી રહી અને એ જોતો જ રહ્યો તે કઈ સમજે તે પહેલા તેને બાથ ભરી ઊચકી લીધી. પેલી સ્ત્રી અચરજ, ક્ષોભ, આનંદ અને શરમિંદગી જેવા કઈક ભાવોમાંથી ક્ષણવારમાં પસાર થઈ ગઈ. રાહદારીઓ પણ આ દ્રશ્ય વિસ્મયતાથી જોવા લાગ્યા અને હોટલનો દરવાન તો ખટખડાટ હસી પડ્યો. ઉમળકો જરાક ઓસર્યો પણ અંતરમાં સાતેય દરિયા ઉછાળા મારવા લાગ્યા. બંને પોતાની ઊર્મિઓ પર જેમતેમ કાબૂ રાખતાં હોટેલના સ્ટેપ્સ ચઢી રહ્યાં હતા. અંતરની ઊંડી ગલીઓમાં સમાજના બંધનો ડોકીયા કરી રહ્યાં હતા, તેઓના મન જોકે એવા વિચારોને માન્યતા આપતા નહોતાં પરંતુ સમાજના અને સ્નેહીઓના દાયરામાં તેઓની લાગણી ન દુભાય તેવો ખ્યાલ ચોક્કસ હતો. કોઈ એકજ ક્રિયા જુદા જુદા સંજોગોમાં અને સમાજમાં સારા કે ખરાબનું લેબલ મેળવી જતી હોય છે. દારૂનું સેવન કર્ણાટકમાં માન્ય છે પણ ગાંધીના ગુજરાતમાં નહીં અને પરમિટ હોય તો માન્ય ભલે પછી પરમિટ લેવા લાંચ આપી હોય, દેખાય છે તે સત્ય નથી હોતું. આમ બંને પ્રેમ કરતા હતાં તે કુદરતના હિસાબે કુદરતી સત્ય હતું. પરંતુ સમાજની દ્રષ્ટિએ એક અમાન્ય દુરાચાર, પાપાચાર જે લેબલ આપો!
To be cont........