ખાખી નો રંગ બહુ ખારો શું એટલે જ લાગે છે નકારો.
મારો લાલ ક્યારે આવશે એવી ચિંતા કરનાર મારે પણ એક માં છે.
મમ્મી ,આજે પણ પપ્પાને રજા નથી?
એવું પૂછતાં વલખતા મારે પણ સંતાન છે.
પાંચ મિનિટ પૂછપરછ માટે ઉભા શુ રાખ્યા એમાં દુઃખ થવા લાગ્યું અને અમે આ બે મહિનાથી ધોમ ધખતા તાપમાં ઊભા છીએ તમારા માટે બસ નીકળી પડો છો શાકભાજીના બહાને દવા લેવાના બહાને જૂઠું બોલતા શરમ નથી આવતી અમે પણ માણસોને ઓળખી જતા હોઈએ છે એમ કહીને મિસ્ટર રાઠોડે બે-ત્રણ ડંડા બાઇક લઇને આવેલા છોકરાને ફટકારી દીધા.
બહાર નીકળતા લોકો ને બહાર નીકળતા બંધ કરવા દાખલો બેસાડવા માટે જો બહાર નીકળશો તો તમારી પણ હાલત આવી જ કરવામાં આવશે.
એટલામાં તો સામેથી એક ગાડી આવતી દેખાઈ હાથ કરીને મેં ઊભી રખાવી કેમ બહાર નીકળી પડ્યા છો lockdown છે ખબર નથી.
"તમે મને પૂછવા વાળા કોણ હું કોણ છું તમને ખબર છે."
"જેમ કોરોના વાયરસ કોઈ નો ભેદભાવ નથી રાખતો એમ મારી લાઠી પણ કોઈ ભેદભાવ નથી કરતી"
આવો જવાબ સાંભળીને ગાડીમાં બેઠેલ વ્યક્તિએ નીકળી જવાનું મુનાસીબ માન્યું.
અહીં તો મારા દેશના લોકોની જિંદગીનો સવાલ છે આખરે હાર માનીને પાછી પડે એ ખાખી નહીં..
આખો દિવસ આવી ધમાચકડી માથે લીધા પછી સાંજ પડતાં ઘરે જવાનો વારો આવ્યો જતા જતા રસ્તા માં ફૂટપાથ પર બેસેલ એક ભિખારી દેખાયો lockdown માં આજે ભિખારીને ખાવાનું નહીં મળ્યું હોય.
તેના માટે જમવાની વ્યવસ્થા તો કરવી જ પડશે એક જગ્યાએ થી જમવા નું પાર્સલ મંગાવી ને તેને આપવા જતા તેના લંબાયેલા હાથ અને તેની અમી ભરેલી આંખો જોઇને મારો આખા દિવસ નો થાક ઉતરી ગયો.
ઘરે પહોંચીને દરવાજો ખોલતા જ મને આવેલ જોઈને પિંકુ દોડીને સામે આવી" પપ્પા "શબ્દ સાંભળીને હાથ લંબાયેલા ફરી પાછા રોકાઈ ગયા અને બોલી જવાયું બેટા હમણાં નહીં.
આટલી નાની બાળકી ને કોણ સમજાવે કે તને તારા પપ્પા ખૂબ જ વહાલ કરે છે.
"કવિતા પિંકુ ને લઈને જાતો તેની પત્ની ને અવાજ લગાવતા કહ્યું તે પણ ફટાફટ પીંકુ ની પાછળ જ આવતી હતી.
મિસ્ટર રાઠોડ એ કવિતા ને આંખો માં લાચારી ભરી નીગાહથી જોયું અને" બોલી ખબર નહીં આવું ક્યાં સુધી ચાલવાનું છે ,અમારો શું વાંક !?
બાથરૂમમાં બધું તૈયાર છે નાહીધોઈને તમારા રૂમમાં બેસો હું જમવાનું મૂકી દઉં છું.
મિસ્ટર રાઠોડ નક્કી કર્યું હતું કે તેઓ જ્યારે પણ નોકરીથી ઘરે આવશે પછી તેઓ જાતે જ પોતાની જાતને કરણ tile કરશે કેમ કે તેમના પરિવારની જિંદગીનો સવાલ હતો તેઓના માટે તો ઘરની સાથે દેશની પણ ડબલ જવાબદારી નિભાવવાની હતી.
એક સામાન્ય સંજોગોમાં જો કોઈ હિંસા જેવી
વારદાત થાય તો બચી પણ શકાય કેમ કે દુશ્મન સામે હોય છે . 'કોરેના 'તો છૂપો દુશ્મન છે. તેનાથી બચવું પણ કઈ રીતે.!
બ્લેક ઓફ માઈન્ડ ડર હંમેશા રહે છે મારા માટે, મારા પરિવાર માટે ,અને મારા દેશ માટે આમ વિચારો કરતા કરતા સવાર પડી ગઈ કરી મારી ખાખી વર્દી નો રંગ ચઢાવા ની સવાર આવી ગઈ.
હોય ગુજરાત જો શાંતિનો પર્યાય,
તો હું તેનોમૂળઆધાર છુ.
હું ખંતીલો ખાખીનો ધરનાર છુ.
આવા તો પહાડ મુશ્કેલીના ઘણા આવ્યા
છતાંય "ગજબ "હું હામ ધરનાર છું.
ખુલ્લો આવકાર છે પડકાર ને ,
હું ખાખીનો ધરનાર છું.
હોય શત્રુ માનવતાનો ,
સફળ એને નહીં થવા દઈએ..
અમારી કદર કોઈ કરે કે ના કરે ..
પણ જે ઓળખ છે વર્દી ની,
તેના માટે જાન આપવા પણ તૈયાર છું.
ચાલો આપણે સૌ સાથે મળીને ગુજરાત પોલીસને સાથ આપીએ .
કોરોના ની મહામારી સાથે લડાઈ લડી રહેલ ગુજરાત પોલીસના યોદ્ધાઓ ના સમર્થનમાં સૌ ઘરમાં રહીને સાથ આપીયે.
જય હિન્દ.