શિકાર
પ્રકરણ ૩૯
શ્વેતલભાઇ એ તૈયારી શરૂં કરાવી દીધી , બે પેટી અલગ બનાવી એક માં આઠ લાખ હતાં અને એકમાં પચાસ લાખ પુરા ...આઠ લાખ એ રીતે ગોઠવ્યા હતાં કે પચાસ લાખ સમાન જ રહે નેવુ નોટની જગ્યા એ કાગળ ઉપર નીચે પાંચ પાંચ સાચી નોટ વચ્ચે ની ત્રણ લાઇન આખી ખોટા કાગળ ને પહેલી બે લાઇન સાચા બંડલની ....
તૈયાર થયા પછી શ્વેતલભાઇ એ બંને નું વજન ચેક કરી જોયું પણ લગભગ સમાન જ હતું થોડું વધારે વજન આઠ લાખ વાળી બેગ નું હતું ..
SD એ એમને પુછ્યું," પણ, શ્વેતલ બે બેગ કેમ તૈયાર કરી ?"
" તમારો વિચાર ફરે તો ..?"
"તું ય ખરો છે, તને લાગતું હોય કે એને પુરા રૂપિયા જ આપવા જોઈએ તો એમ કરીએ... "
"મારા લાગવા થી શું થશે ?... એણે કોઇ એવું હાઇજેક નથી કર્યું એ પત્તા ફેંકે છે દાવ નાંખી રૂપિયા લે છે ...."
" એણે હાઇજેક કર્યા છે આપણા દિમાગ .."
"હકિકત કહું SD આપણે એ કહે એમ કરતાં ગયા છીએ, જાણે સરન્ડર કરી લીધું હોય, મને ખબર છે કે રૂપિયા આપવા ના છે પણ એક મોકો શોધું છું એટલે બે બેગ તૈયાર કરાવી છે... "
"ઠીક છે જેમ તને યોગ્ય લાગે એમ.."
"જોઇએ એનો મેસેજ તો આવવા દો... "
"કોલ આવશે ને એના કહ્યા મુજબ તો ..."
"હા પણ કોઈક ત્રાહિત જોડે કરાવશે...."
"તેં બધી વ્યવસ્થા કરાવી? .."
હા એ કાર હાલ થી જ આપણાં વોચ હેઠળ છે અમદાવાદ સુધી માણસ તૈયાર રાખ્યા છે એ કંપની સુધી... "
"પણ, તું તો કહે છે એ કંપની વાળા નહી,બીજા જ કોઈક લઇ ગયા છે દિવાનની કાર.. "
" હા ધર્મરાજ સિંહે એમ કહ્યું હતું મેં નહી ..."
આ વાત ચાલતી હતી ત્યારે જ કોલ આવ્યો
"હેલ્લો ..."
"બોલો ..."
"તમારૂં કોઇ પાર્સલ મારે ફ્રન્ટી નંબર GJ****** માં લઇ જવાનું છે તો કાલ દસ વાગ્યા સુધીમાં એ ફ્રન્ટીમાં મુકાવી દેજો... "
"અને ન મુકાવીએ તો ...?"
"એ તમારો વિષય છે જે તે પાર્ટી જોડે ક્લિયર કરી લો... "
"કઈ પાર્ટી ? તમે કોણ..?? "
"એ તમારો વિષય નથી .."
"વિષય માય ફુટ ....નથી દેવા જા.... "
"ઓકે મને શું નુકસાન હોય મને લાખ રૂપિયા મળવાના હતાં જે તે કામના એને બદલે અઢાર લાખની ગાડી મળી જ ગઇ છે...પેપર સાથે..." જેની ગાડી છે એની સાથે તમે ફોડી લેજો..... "
"એટલે??? "
"તાત્કાલિક વેચી દેતા ય આઠ લાખ મળી જશે મને તો...."
"શ્વેતલ ... શાંતિ રાખ એની જોડે વિવાદ કરીને અર્થ નથી, તું બેગ મૂકી આવજે સવારે..."
"હમમમ સવારે ફોન કરવો પડશે?... "
"ના! લઇ જજો રેડ બેગ હશે જ અંદર ..."
ફોન કપાઈ ગયો , સ્પિકર ફોન માં બીપ બીપ અવાજ ચાલુ હતો.. શ્વેતલભાઇ એ બંધ કરી SD તરફ ફરીને કહ્યું , " કઇ બેગ મુકશું? "
"આઠ લાખ વાળી જ તો.."
"હમમ! "
"પણ કાર ને છેક સુધી ટ્રેસ કરવાની છે, એ ધ્યાન રહે ક્યાંય રોકવાની નથી કોણ રૂપિયા લે છે એ જ જોવાનું છે... "
"એમ જ થશે,પણ રૂપિયા લે એને તો..."
"શ્વેતલ આ મેટરમાં તારે કે મારે ઈન્વોલવ થવાનું નથી ક્યાંય એ યાદ રહે , માણસો જોડે જ કામ કરવાનું છે અને આપણને એ ય ખબર નથી એ આ બધું કેમ કરી ને જાણે કે ઇવન કેટલું જાણે એ ય ક્યાં ખબર છે??? "
"હા! એમ જ થશે..."
સવારે આઠ લાખ ભરેલી પચાસ લાખ ભરેલી લાગે એવી રેડ બેગ શ્વેતલ ભાઇએ પોતાના હાથે જ મુકાવી દીધી ફ્રન્ટીમાં અને પછી રાહ જોતા ઊભા રહ્યા દિવાનસાહેબની આમ તો વાત થઇ ગઇ હતી કે આવો કોલ આવ્યો હતો ને કાલે આમ વાત થઈ હતી ને સવારે હું રોકડ ભરેલી બેગ મૂકી જઇશ એમ એ પ્રમાણે મૂકી ને એમની રાહ જોતાં હતાં ...
"શ્વેતલ! આવો ઓફિસમાં.... બહું ખંધો માણસ લાગે એ પણ તમારે ગાડી ની સામે એટલા બધાં આપવાની જરૂર નથી .."
"ગાડીની સામે ક્યાં આપ્યા છે ?"
"જો કે, એ ય છે પણ આમ ક્યાં સુધી ? તમારે રોકાવું જોઇએ આખરે ક્યાં સુધી ટાળશો??? સામનો તો કરવો પડશે ને? "
"હા! કદાચ આ છેલ્લું સમજો ..."
"ગાડીની પાછળ ...."
"હા એ વ્યવસ્થા થઇ ચુકી છે ..."
"સરસ! કાંઇ પણ ક્લુ મળે તો કહેજો , જો કે મને એવું લાગે છે કે એ પોતે ઈન્વોલવ નહી જ થાય ...."
"કોઈક તો થશે ને?? કોઇ કડી તો મળે ને "
"આમ તો વ્યક્તિ ઓળખવો એ ઉકેલ નથી SD ને કહો માણેકભુવન સાથેની બધી મેટર જ પતાવે એ જ યોગ્ય ઉપાય છે.."
"શ્વેતલ જોઇ રહ્યો ,વાત એકદમ સટીક હતી દિવાનસાહેબ ને ધર્મરાજસિંહ કેમ આટલું માન આપે એ ય સમજી ગયો , એણે દિવાનસાહેબ ના હાથમાં હાથ રાખીને કહ્યું ,"એકદમ ખરૂં આની પાછળ સમય બગાડવો એના કરતાં એ જ કરાય... "
દિવાનસાહેબ મનમાં મરકી રહ્યાં બહાર થી ગંભીર રહીને, મનમાં તો એ જ કહ્યું કે , "હવે આમેય લીલા સંકેલવી જ છે.. "
શ્વેતલ ગાડી લેવા બે માણસ આવ્યા ત્યાં સુધી રાહ જોતો રહ્યો, ધર્મરાજસિંહનો આદેશ હતો કે ગાડી લેવા આવે એમને પોતાની ઓફિસમાં મોકલવા પછીજ ગાડી આપવી ત્યાં સુધી ગાડીની ચાવી આપવી નહી...
બે માણસ આવ્યાં એમને લઇ જવામાં આવ્યા ... ધર્મરાજસિંહની સામે...
બે છોકરાઓ હતાં ઓગણીસ વિસ વર્ષ ના
"શું નામ છે? ..."
"ચિંતન દેસાઇ ને આ શુભમ ભોગલે ..."
"આમ તો કોલેજીયન લાગો ..."
"કોલેજીયન જ છીએ પુણે અભ્યાસ કરીએ છીએ ડ્રાઇવિંગ કરી જ ફી કાઢીએ છીએ ટાટાના હેવી વિહિકલસ ચેસીસ લઈ ને આવ્યા હતાં રાજકોટ રીટર્ન ખાલી હતાં તો આ ગાડી લઈને જઇશું... "
"કોણે સોંપ્યું આ કામ? ..."
"એ તો પૂણે ટાટા મોટર્સ પાસે કોઈ ગયુ હશે અમારા મુકાદ્દમ પાસે ..."
"એનું નામ નંબર .."
"એ તો તમારે ફોન આવ્યો જ હશે ને ..? એ જ નંબર ..."
ધર્મરાજસિંહ એ દિવાનસાહેબ સામે જોયું દિવાનસાહેબ એ પછી શ્વેતલ સામે .... શ્વેતલ એ આંખ નમાવી સહમતી દર્શાવી ...
"સારૂં લઇ જાવ કાર, પણ અમારી કાર ક્યારે પાછી આવશે ..?"
"એ અમને ન ખબર હોય સાહેબ પણ કહ્યું હશે તો આવી જ જશે ..."
"એ ખાતરી કેવી રીતે આપે છે ખબર ન હોય તો? "
"અમારૂં કામ જ વાહનો ચલાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું,કહ્યું છે તો એમના લિસ્ટમાં હશે જ.. "
"સારૂં આમને ચાવી અપાવી રવાના કરો ..."
બે ય છોકરાઓ ગાડી લઈને ગયાં પાછળ પાછળ શ્વેતલભાઇ એ મુકેલા માણસ પણ.....
જે બેગ ગાડીમાંથી નીકળી ચુકી હતી એની રખવાળી કરવા .......શ્વેતલભાઇ એ ત્યાંથી જ SD ને બધી બીના કહી દીધી ધર્મરાજસિંહની ઓફીસમાંથી જ ફોન કરી ને ....પછી રવાના થયો
પણ કલાક પછી જ દિવાનસાહેબ ને ખબર પડી ગઈ હતી કે પહેલીવાર હવે સામે પ્રતિકાર મળ્યો છે .... ખાલી આઠ લાખ જ હતાં બાકી કાગળીયા કોરા કટ.....
પણ રાહ જોવી જરૂરી હતી વળતો હુમલો કરવા માટે ... એ ઓફિસ માંથી નિકળી એક રિક્ષામાં બેસી રેસકોર્સ તરફ ઉપડ્યા ત્યાંથી રીક્ષા બદલી આકાશના ફ્લેટ ભણી .... પાછળ કોઈ નથી એની ખાતરી કરીને......
આકાશ રાત્રે મોડો પહોંચ્યો હતો તે સુતો હતો... એમણે ડોર ખખડાવ્યું
"ઓહ મામા તમે સીધા જ આવી ગયાં ...?"
..
"કાંઈ સિરીયસ ?"
"કેમ હજી હવે ઉઠે છે?? "
"હા! અમદાવાદ થી આવતાં રાત્રે અઢી વાગ્યા હતાં તો... "
"સારૂં તૈયાર થઇ જા હવે આ બધું પુરૂં કરવાનું છે તને મુક્ત કરી દેવાનો છે હવે મારા બંધનમાથી ..."
"એટલે????? "
એ બહું ચોક્કસ નથી હજી પણ ક્યાં રાજેશ દિવાન અથવા તારા મામા બેમાંથી એક મરી જશે ... હું આણંદ જઈ રહ્યો છું બે દિવસ પછી છેલ્લાં દાવ ખેલ્યા પછી.... પછી આગળ કાંઈક નક્કી કરીશું.. તું SD ની ઓફીસમાં જા બધો ખેલ જો ખાલી .... સાંજે મને મળજે હું મારી ઓફિસમાં તારા આવવાની ગોઠવણ કરી દઉં છું.. "
(ક્રમશઃ...)