હું રુહી...મારા આ સફરમાં હવે હું રાજ્ય માં આવી ગયું છું શત્રુ ના રાજ્યમાં...હવે કદાચ આ સફર નો અંત નજીક જ છે...મારી સાથે એક વિરાટ શૈતાન આવી ને ઉભો છે..ખબર નહિ કોણ છે..તો ચાલો પાછા રણ ભૂમિ માં જઈએ...
.............................................★..............................................
અમારી સામે વિરાટ શૈતાન આવી ને ઉભો રહી ગયો છે...આ શૈતાન તો આકાશ સમાન વિરાટ છે.. તેની સામે તો અમે કીડી થી પણ નાના દેખાઈ રહિયા છે..હવે ખબર નહિ હું કઈ રીતે આ શૈતાનનો સામનો કરીશ..
પોપટ : રાજ કુમારી હવે આ સફર ને સફળ બનાવતી ક્ષણ આવી ગઈ છે...આપણે જે શૈતાન ને મારવા આવ્યા હતા એ આપણી સામે છે..પણ પરિસ્થિતિ કઠિન છે..સમય છે તમારી અંદર ની શક્તિઓ ને જાગૃત કરવાનો.. આખો બંધ કરી ધ્યાન કરો અને ઓળખો તમારી અંદર રહેલી શક્તિ ને..અને આ શૈતાન ના આકાર જોઈને ડરશો નહિ....કેટલીક વાર મોટી દેખાતી સમસ્યા નો ઉકેલ નાની અમથી વાત થી થઈ જાય છે..તો હવે બધું ભૂલી મેં પોતાની ઉપર વિશ્વાસ રાખી આગળ વધો..
હું આખો બંધ કરી ધ્યાન ધારું છે..ઉડા શ્ર્વાસ સાથે પોતની ઉપર વિશ્વાસ કરું છું..હું કરી લઇશ..આ કરો કે મરો ની જંગ છે...જે કઈ થાય આજે કા તો હું અહી થી મારા ભાઈ ને સુરક્ષિણ લઈ જઈશ તેમજ પ્રજા ની રક્ષા કરીશ કે લડતા લડતા વીરગતિ પ્રાપ્ત કરીશ..
હું હાથ માં તલવાર સાથે આગળ વધી છું... મન માં આકાશ સમાન વિરાટ બનાવના વિચાર કરું છું..ત્યાં તો મારા કદ માં વધારો થાય છે..ને હું એ શૈતાન સમાન થઈ જાવ છું.. હવે ખરેખર મને મારી શક્તિ નો એહસાસ થાય છે..
મારા અને શૈતાન વચ્ચે ભારે યુદ્ધ થાય છે.. પણ મારા પ્રહારો ની તેના ઉપર કોઈ અસર હતી નથી..હું તેને મારુ ને એ પાછો જીવિત થઈ જાય છે..મને પણ કઈ ખાસ અસર નહિ થતી ..પણ મને આપવામાં આવેલી જડીબુટી ની અસર થોડા સમય માં પુરી થવાની છે.. એ પછીનું કદાચ આટલી તાકાત થી નહિ લડી શકું..
ત્યાં મને એક પ્રકાશિત ઝાડ દેખાય છે...અજીબ છે..ચારેય બાજુ ઉજ્જડ ને અંધારું રણ ને અહીં આ ઝાડ કઈ રીતે..ત્યાં મને કઇ યાદ આવે છે.. વિરાટ થી વિરાટ શૈતાનની આત્મા તેના શરીરમાં નહિ હોય ..તે એક પ્રકાશિત વૃક્ષ ની મધ્ય માં હોય છે..જ્યાં સુધી કોઈ તે વૃક્ષ ને મધ્ય ભાગથી કે જે રીતે વૃક્ષના ચાર ભાગ થાય તે રીતે કાપે નહિ ત્યાં સુધી કોઈ તે શૈતાન ને કઈ નહિ કરી શકે..
મારુ બધું ધ્યાન પેલા શૈતાન થી હઠી પેલા વૃક્ષ તરફ જાય છે..ગમે તે થાય હવે આ વૃક્ષ ને મધ્યમાંથી કાપવો છે જેથી તેના ચાર ભાગ થાય અને પેલા શૈતાન ની આત્મા ત્યાં થી મુક્ત થાય..હવે સમય છે પવિત્ર એવા આપણાં રાજ્ય ના ધનુષ્ય નું આવાહન કરવાનું. હું આખો બંધ કરી ને ધનુષ્ય ની સ્મરણ કરું છું ને પવિત્ર ધનુષ્ય મારા હાથ માં આવી જાય છે.
હું હવે એકાગ્રતા થી ધનુષ્ય લઈ ને તૈયાર છું. મારી નજર પેલા વૃક્ષને તરફ છે . હું હવે ધનુષ્યમાંથી બાણ ને મુક્ત કરું છું..એ જ આશા સાથે કે નિશાન સાચી જગ્યાએ લાગી જાય..અને ખરેખર માં નિશાન એની જગ્યાએ લાગી જાય છે..વૃક્ષના ચાર ભાગ થાય છે ને મધ્યમાંથી એક પ્રકાશિત વૃક્ષ માંથી આત્મા મુક્ત થાય છે ને શૈતાન ત્યાંજ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે ને તેનો નાશ થાય છે ..સાથે જ તેની વસાવેલી શૈતાની દુનિયા નો પણ અંત આવે છે..ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ જાય છે..વૃક્ષ પાછા જીવિત થઈ જાય છે ને ચારેય બાજુ હરિયાળી છવાઈ જાય છે..દુઃખી પ્રજા પણ સુખ અનુભવે છે.
મારા ભાઈ ને મારા આવાની ખબર થતા ને તે મારી પાસે આવી જાય છે..હું અને પોપટ ખૂબ ખુશ છીએ..બધું જ સારું થઈ ગયું..કોઈ પણ નુકશાન વગર.
હું ,મારો ભાઈ અને પોપટ હવે અમારા રાજ્ય તરફ જાવા નીકળી ગયા છે..અમારી સફળતા ની જાણ થતાં પિતાજી તેમજ રાજ્ય ના બધા લોકો ખૂબ ખુશ થાય છે. તે અમારા સ્વાગત માટે આવે છે..ચારેય બાજુ મારી વાહ વાહી થઈ રહી છે..ત્યાં
" Happy birthday to you.. happy birthday to u dear ruhi.."
અવાજ સંભળાય છે ..ને મારી આંખો ખુલે છે..મારી આજુબાજુ મમ્મી, પાપા ને ભાઈ ઉભા છે તે મને birthday wish કરી રહિયા છે...અને આ શુ આ આખી સફર તો મારુ એક નવીન સપનુ હતું...!
..........................................★..................................................
ચાલો રુહી ની આ સફર તો ..sorry આ સપનું તો આખો ખુલતા પૂરું થઈ ગયું ..અને અહીં આ story પણ..
વાંચવા બદલ આભાર...જો કોઈ ભૂલ હોય તો એ બદલ માફ કરવા વિનંતી
અને કઈ સુધારવા લાયક હોય તો જરૂર જણાવજો..હું next time ધ્યાન રાખીશ.
Thank you......!☺️☺️