badlaav - 2 in Gujarati Classic Stories by Dipak Dudhat books and stories PDF | બદલાવ - 2

Featured Books
Categories
Share

બદલાવ - 2

મિત્રો આશા રાખું છું કે બદલાવ ભાગ ૧ તમને પસંદ આવ્યો હસે ગયા ભાગ માં આપણે જોયું કે સમર દીવ ફરવા માટે ની પરવાનગી એના પિતા પાસેથી લઇ લે છે. હવે આગળ
સમર અને વિક્રમ દીવ જવા માટે રવાના થાય છે જતી વખતે સમર ના મમ્મી એ એને ઘરે થી જ ઘણો નાસ્તો પેક કરીને આપ્યો હતો

દીવ જતી વખતે રસ્તામાં ઘણો એવો વિસ્તાર હતો જેમાં ફકત ને ફક્ત જંગલ જ હતું સમીર ને આ કુદરતી વાતાવરણ જોવું ખૂબ ગમતું. દીવ ના ફરવા લાયક સ્થળો એણે પેહલે થી જ સર્ચ કરી લીધા હતા. ક્યારે કઈ જગ્યા પર જવું બધું એણે મનોમન નક્કી કરી લીધું હતું. હોટેલ પણ એણે એવી જગ્યા પર જોઈ હતી કે એક દમ સેન્ટ્રલ માં ત્યાંથી લગભગ બધી જ જગ્યા પર સહેલાઇ થી જઈ શકાય અને એમાં એક સારી રૂમ બુક કરી લીધી ઓનલાઇન ના જમાનામાં બધું જ સરળ થઈ ગયું હતું અને એનોજ લાભ લઈને સમરે બધું જ એના મોબાઇલ માંથી જ કરી લીધું હતું.
હોટેલ નજીક હતી સામે મીટર કાંટા માં જોયું તો પેટ્રોલ પૂરું થવાની તૈયારી માં હતું વિક્રમ રસ્તામાં પેટ્રોલ પંપ શોધતો હતો ત્યાંજ એને ૫૦૦ મીટર પર પેટ્રોલ પંપ છે એવું બોર્ડ દેખાયું વિક્રમે કાર ની સ્પીડ થોડી વધારી થોડા જ સમય માં પેટ્રોલ પંપ આવી ગયું વિક્રમે પેટ્રોલ ની ટાંકી ફૂલ કરાવી લીધી અને ત્યાંથી હોટેલ તરફ કાર ચલાવી આમતો સમર ને પણ કાર ચલાવતા આવડતું પણ એને કાર ચલાવવું ગમતું નહિ હોટેલ આવી ગઈ હતી. હોટેલ જઈને રિસેપ્શન પર રૂમ ની ચાવી લીધી અને રૂમ તરફ આગળ વધ્યા સમર અને વિક્રમ પોતાનો સામાન લઈને રૂમ માં પ્રવેશ્યા રૂમ માં પ્રવેશતાની સાથેજ રૂમ માં એક મીઠી સુગંધ પ્રસરી અને એમને મધુરમય બનાવી ગઈ રૂમ જોતા જ સમર અને વિક્રમ આશ્ચર્યચકિત થઈ ગયા જાણે રાજ મહેલ માં આવી ગયા હોય એવો વૈભવ રૂમ હતો આ જોઈને વિક્રમ થી રેહવાયું નઈ એટલે એણે સમર ને કહ્યું કે વેરી બ્યુટીફુલ રૂમ bro અરે બ્યુટીફૂલ જ નઈ આતો સ્વર્ગ ની અનુભૂતિ કરાવે એવો રૂમ છે.
ચાલ હવે ફ્રેશ થઈ જઈએ મોડું ના થાય અને સમયે પાછા આવી જવાય એ હેતુ થી સમર એ વિક્રમ ને કહ્યું.
સમર અને વિક્રમ ફ્રેશ થઈને બહાર આવે છે આજે સમરે એ નો ફેવરિટ પરપલ કલર નો શર્ટ પહેર્યો હતો અને વિક્રમે રેડ કલર ની t-shirt પેહરી હતી.
બંને જણ ફરવા જવા માટે ઉત્સાહી હતા ભાઈ હું ગાડી લઈને ગેટ પાસે આવું છું તું જલ્દી નીચે આવજે . વિક્રમ અને સમર એ બંને મિત્રની જેમ જ રેહતા એટલે વિક્રમ એને તુ કહીને જ બોલાવતો.
વિક્રમ ગાડી લઈને આવે છે અને સમર પણ રૂમ લોક કરીને ગેટ પાસે આવી ગયો હતો .બંને ગાડીમાં ગોઠવાય છે.
ભાઈ તો આપણે સૌથી પેહલા કઈ જગ્યા પર જઈએ? વિક્રમે કંઇક વિચારતા સમરને પૂછ્યું. આપણે પેહલા તો દીવ નો કિલ્લો જોવા જઈએ. વિક્રમે ગુગલમેપ માં જોઈને રસ્તો નક્કી કરી ને ગાડી ચલાવી કિલ્લો નજીક આવતા જ જોયું કે કિલ્લાની બહાર એક સોડા વાળો હતો. એ બૂમો પાડી પાડી ને ગ્રાહકો ને બોલાવતો હતો કે આવો આવો સોડા સરબત ઠંડી ઠંડી સોડા વિક્રમ ને સોડા બોવ ભાવતી તો એને ત્યાં કાર પાર્ક કરી અને બંને સોડા પીવા ગયા વિક્રમે કહ્યું કે એક લીંબુ સોડા આપો સમરે લીંબુ સરબત નો ઓર્ડર આપ્યો બંને જણ સોડા પી ને કિલ્લા તરફ આગળ વધે છે કિલ્લાના ગેટ ને જોઈને જ સમરને કંઇક અલગ જ મેહસૂસ થયું એણે આની પેહલા ક્યારેય કોઈ કિલ્લા નો દરવાજો નોહતો જોયો એક દમ મજબૂત લાકડા માંથી બનાવેલો એ દરવાજો અને એને બંધ કરવામાં પણ કદાચ મુશ્કેલી થતી હસે અેવો એને વિચાર આવ્યો. પછી પાછો વાસ્તવિકતા માં આવ્યો અને આગળ વધ્યા .

કિલ્લા માં એને જોયું કે જૂના જમાના ની તોપ એટલી વ્યવસ્થિત રીતે એવી તો લાઈનમાં ગોઠવેલી છે કે જાણે એ હમણાજ ઉપયોગ માં લેવાશે એને જોઈને એને રાજા મહારાજા તથા અંગ્રેજો ની યાદ આવી કે પેહલા લોકો આ ટોપ થી યુદ્ધ કરતા હસે કેટલી વજનદાર એ તોપ હતી એને જોઈને અંદાજો આવીજ જાય .

ત્યાંથી આગળ વધીને એ ઉપર તરફ વધે છે ત્યાં એક મોટો હોલ જેવી જગ્યા જોવે છે ત્યાં બંને અંદર જઈને જોવે છે કે એ કદાચ ચર્ચ ની જગ્યા હતી ત્યાં એવું મેહસૂસ થયું કે સામેજ ભગવાન ઇસુ ને લટકાવેલી મૂર્તિ છે એવી જગ્યા જોઈને એમજ થાય કે એ પોતે જ અંગ્રેજો ના સમય માં પહોચી ગયો છે જાણે હમણાં જ બધા ચર્ચ માં આવી ને પ્રાર્થના કરશે.

પછી એ ત્યાંથી આગળ વધે છે અને છેક ઉપર જાય છે અને ત્યાં દીવા દાંડી જોવે છે દીવા દાંડી ઉપર જવાની ઈચ્છા તો થઈ પણ અમુક કારણસર એ બંધ હતી.પછી બંને ભાઈઓ એ ત્યાં સેલ્ફી ફોટા પાડ્યા અને ઘણા વિડિયો પણ બનાવ્યા.

કિલ્લો જોઈને સમર અને વિક્રમ બંને ખુશ થયા.

સમરની ખુશી ક્યાં સુધી કાયમ રેહસે એ જોવા માટે આગળ નો ભાગ બદલાવ ભાગ ૩ જોતા રહો.