tamaro ane maro krishn in Gujarati Philosophy by Mital Ahir11 books and stories PDF | તમારો અને મારો ક્રિષ્ન...

Featured Books
Categories
Share

તમારો અને મારો ક્રિષ્ન...

Tamar ne Maro Krishna.....

👉 તમારો અને મારો ક્રિષ્ન....! નુ વાક્ય કાને uળતા જ તમારા વિચાર ના વુરનદા માં અનેક વિચારો નો વટોળ ઉદ્નભવ થતો હશે. કે તમારો અને મારો ક્રિષ્ન ....! એટલે ,? એટલે શું? તમારા અને મારા ક્રિષ્ન માં વિવિધતા કે વિશિષ્ટ તા છે.., શું....? તમારી પાસે રહેલો ક્રિષ્ન ..... હાથ માં વાશણી ને, માથા પર મોરીંપીછ ધરાવનાર છે. ને મારો ક્રિષ્ન ......મોર્ડન જીન્સ , કે શર્ટ .... માં છે. તો....ના.. ના.. એવું નથી . તમારો અને મારો ક્રિષ્ન ...,એટલે....,

તમારા વિચાર ના વુદાવન માં વસવાટ કરતો ક્રિષ્ન......!

તમારી લાગણી માં રહેલો ક્રિષ્ન......!

તમારા હદય ને મન, અને વર્તન માં વસેલો ક્રિષ્ન....!

તમે અનુભવે લો ક્રિષ્ન....! , તમારી ભક્તિ માં રહેલો ક્રિષ્ન....! , તમારી આત્મા માં રહેલો ક્રિષ્ન...!

અને". તમે પામેલો ક્રિષ્ન.....!

,👉 ક્રિષ્ન એક એવું વિશેષ ને અદભૂત અને અવર્ણનિય પાત્ર છે, જેને સંપૂર્ણ સમજવો કોઈ પણ માટે શકય જ નથી. તેને માત્ર અનુભવી શકાય છે.તેને માત્ર જીવી શકાય છે.ક્રિષ્ન ને તમે .., તમે જેવો ઇચ્છો છો, તેવા ચારિત્ર માં ઢાળી શકો છો. ક્રિષ્ન ખુદ તેનું પ્રમાણ ભાગવત્ત ગીતા મા આપે છે. કે, જે ભકતો જે ભાવે મારા શરણે આવે છે..., તેને હું તે રીતે ભજુ છું..., તે રીતે તેને હુ પ્રાપ્ત થાવ છું. તમે ક્રિષ્ન ને સુષ્ટી ના રચીતા કે.... પાલનહાર.... કે પછી .., એક પિતા તરીકે,.... કે માતા તરીકે..., કે એક યોગ્ય માગદર્શક ગુરૂ તરીકે... , એક ભાઈ તરીકે,,એક પ્રેમી કે જીવનભર સાથ નિભવનાર એક હમસફર તરીકે, કે સુખ માં પાછળ ને દુઃખ માં આગળ રહીને મુશ્કેલી માં ઢાલ બનનારો એક શ્રેષ્ઠ મિત્ર તરીકે..., પણ .... ભજિ સકો છો.., કે પછી..., કલ્પી કે અનુભવી સકો છો. કે એક અતૂટ સ્નેહ નો સબંધ પણ બાંધી શકો છો.

👉 તમારા વિચાર ના વુર્દાંવન માં ક્રિષ્ન કયા સ્વરૂપે બિરાજે છે? તમારી કલ્પના માં વસેલો ક્રિષ્ન કેવો છે? તમે ક્રિષ્ન ને કયા સ્વરૂપ મા ભજો છો? તમે ક્રિષ્ન ને કેવો અનુભવો છો? તમારા હદય અને વર્તન કે , ભક્તિ માં ક્રિષ્ન કયા સ્વરૂપે ઉદભવ્યો છે.? તમે ક્રિષ્ન ને કઇ રીતે ભજો છો?
👉. દરેક ના વિચારો માં વિવિધતા રહેલી છે. પણ તે વિવિધતા માં એકતા ના સ્વરૂપે ક્રિષ્ન પ્રગટે છે., મારા માં ક્રિષ્ન એ મારું સર્વસ્વ છે. મારા દિલ ની ખુબજ નજીક ને, મારા શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ , અને અતૂટ ને અખૂટ એવા સ્નેહ નો સ્ત્રોત ની વિશાળ ધારા ધરાવતો મિત્ર છે. જેની સાથે હું મારા જીવન ની હર એક વાતો ને મુશકેલી ને વ્યકત કરી શકું છું. જેની સામે મારે વ્યકત થવાની પણ જરૂર નથી રહેતી. મારા મોન ને પણ સમજી લે તેવો અંતર્યામી છે. જેને મારું સર્વસ્વ સોંપી ને ચિંતા મુકત જીવી શકું....તેવું હિલ સ્ટેશન છે. મારા જીવન ની સુખ ની જ્યોત માં દિવેલ પૂર્તિ નું કાર્ય એ મારો ક્રિષ્ન કરે છે., સુદામો હોય કે, પછી...., અર્જુન કે પછી.... એ ... દ્રોપતી ...સાથે ની મિત્રતા હોય.., 5000 વર્ષો પેહલા પણ તેને સ્ત્રી - પુરુષ વચેની મિત્રતા ની મર્યાાદા ને જળાવી રાખી ને દ્રોપદી સાથે ની મિત્રતા ને નિભાવી ને એક સ્ત્રી-પુરૂષ ની મિત્રતા નું શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપ્યું છે.
👉. "એઠા બોર માં મોહી ગયો મારો રામ,
તુલસીપાન સામે હારી ગયો મારો
શ્યામ,
ઠોકર વાગી ત્યાં તો હાથ પકડી લીધો
ને,
મારા દિલ ને ફરી જીતી ગયો કાળીયો
કાન... !"

ક્રિષ્ન ને તમે સવારે તમારા મોર્નિંગ વોક માં સાથે મોર્નિંગ વોક કરતા પણ કલ્પી શકો છો સવારે નાસ્તા ના ટેબલ પર ચા..., ને... ન્યૂઝ પેપર સાથે ....ચા ને શેર કરતા પણ કલ્પી શકો છો. તમારા કામ માં તમારી સાથે અનુભવી ને હળવા થય શકો છો. તમારી મુશ્કેલ કે કપરી પરિસ્થિતિમાં તમારો બેસ્ટ મોટીવેનલ સ્પીકર બની શકે છે ...., તેનું, .. શ્રેષ્ઠ ઉદહરણ ...... ભાગવત ગીતા માં અર્જુન ને મોટિવેટ કરતા ક્રિષ્ન નું સ્વરૂપ ને તો જોયું જ હસે. તમારા દુઃખ, હતાશા, કે, ડિપ્રેશન ના સમય માં જ્યારે ..., જીવન નીરથક લાગે છે ને, ત્યારે તેને સાર્થક બનવા માટે બેસ્ટ ફોલોસોફર ક્રિષ્ન...છે.
ક્રિષ્ન એ એવું અદભૂત પાત્ર છે. તમે માત્ર દુઃખ કે દર્દો જ વ્યકત કરી શકો એવું નથી.., પરંતુ તમારા આંનદ ની એક એક ‌‌ પળ માં સુખ નો ઉમેરો કરે તે ક્રિષ્ન..તેની સામે અને સાથે તમે દરેક બાબત ...ને ચિલ કરી શકો છો.કાફે ના સામેના કે પછી તમારા બાજુ ના ટેબલ પર કોફી શેર કરતા કરતા...ને વાતો કરતા કરતા કલ્પી શકો છો. મહાભારત ના યુદ્ધ માં પંચજન્ય શંખ ફૂકનાર જ નહિ. પરંતુ વાંસળી વગાળી ને ગોપીઓ ને માયા ને ઘેલું લગાળવાની લીલા કરે તે ક્રિષ્ન.તમે તેને DJ ના તાલ મા તમારી સાથે નાચતા ક૯પી શકો. તમારા રેપર song મા સાથે શબ્દો થી શબ્દો મેળવતો કલ્પી શકો છો .તમારા હર એક મનપસંદ ગીત સાથે ક્રિષ્ન ને જોડી શકો છો.લોંગ ડ્રાઈવ માં લાઉડ મ્યૂઝિક સંભાળતા ને સાથે એન્જોય કરતા કલ્પી શકો.

ક્રિષ્ન એવું પાત્ર છે, જે, .... દરેક સ્ત્રી ની સૌથી નજીક રહેલુ છે. 5000 વર્ષ્ પહેલા પણ તે દરેક સ્ત્રીના દિલની નજીક વસવાટ કરતો ને.... ધેલુ લગાડતોને આજના સમયમાં પણ દરેક સ્ત્રીના દિલની નજીક ક્રિષ્ન રહેલો છે. કેમ કે, દરેક સ્ત્રી તેના પતિ કે પ્રેમી માં ક્રિષ્ન નું સ્વરૂપ જ જોવા માંગે છે કેમ કે સ્ત્રી એ ....પ્રેમ, ને... સ્વમાન ની ભૂખી છે. અને જ્યારે ક્રિષ્ન એ સ્નેહ કે પ્રેમ અને સ્વમાન ની મૂર્તિ છે. દરેક સ્ત્રી ની લાગણી ને .., સ્વમાન, પ્રેમ, ને ...અભિમાન , તન , મન ને ભક્તિ કે શ્રધા ને સ્ત્રી ના અસ્તિત્વ ને અણસાર આપવી ને જાળવા નુ કાર્ય એક ક્રિષ્ન જ કરી શકે છે.તેને સેહલાવું ને સચવા નું કાર્ય એક ક્રિષ્ન જ કરી શકે છે. બાકી દુનિયા ના કોય પણ જેવા- તેવા પુરુષ નું તે કામ જ નથી. એતો માત્ર એક ક્રિષ્ન માટે જ શકય છે.

દેવકી ના ઉદર માં રહી ને ...., યશોદા ના લાલો બનવાની લીલા કરે તે ક્રિષ્ન....., યશોદા ને નદરાય ના બાણુલાખ ના ગોરસ ને છોડી ને ગોપીઓ ના ઘરની મટકી ફોડી ને તેના ગોરસ ને પ્રસાદ બનાવાની ની લીલા કરે તે ક્રિષ્ન... , ગોપીઓ ના ચીરહરણ કરી ને..., દ્રોપદી ના ચીર
પૂર્તિ કરી ને તેના સ્વમાન ની રક્ષા કરવાની લીલા કરે તે ક્રિષ્ન..., રુકમણી ના પતિ બની ને રાધા ના દિલ માં વસી ને તેના પ્રેમ નું સન્માન જાળવી રાખે તે ક્રિષ્ન.... અરે..અરે..! ગાંધારી ના શાપ ને પણ આશીર્વાદ રૂપે . સ્વીકારે તે ક્રિષ્ન છે.

ક્રિષ્ન એ છે જે....તમારો કોઈ પણ પરિ્થિતિ માં તમારો સંપૂર્ણ સ્વીકાર કરે છે. ક્રિષ્ન એ એવું ખુલું અવકાશ છે ., જ્યાં તમે સ્વતંત્ર રીતે ફરી શકો છો. ક્રિષ્ન ને તમે "તું" કહીને પણ સંબોધી શકો છો. ક્રિષ્ન પાસે તમે તમારા દિલ ની A to z વાતો કરી શકો છો. તમારી લાગણી કે પ્રેમની , તમારા પેચઅપ થી લઇને બ્રેકઅપ ની વાત પણ શેર કરી શકો છો. તમારા સુખ , દુઃખ , પ્રેમ, સંઘર્ષ કે દ્વેષ કે ઇર્ષ્યા ને, કે તમારા સપના, શોખ કે સંકલ્પો પણ વ્યકત કરી શકો છો.
અંતે તો એજ કે તમે તેને કય રીતે ચાહો છો? તમે તમારી કલ્પના ની દુનિયા માં તેને કઇ રીતે કલ્પો છો. ? કે તમારી હૃદય માં કયા સ્વરૂપ મા બિરાજે છે? તમારા વિચાર મા કેવો અનુભવો છો? તમે તમારા જીવન ની દરેક વાતો ને સમસ્યા ઓ ને ક્રિષ્ન ના કયાં સ્વરૂપ સામે રજુ કરો છો.....? તમે જે રીતે તેને ભજંસો ને...તમને તે રીતે જ તે પ્રાપ્ત થશે. Choice' તમારી છે....., તમે જે ચાહો તે સબંધ ને સ્થાપિત કરી શકો છો.

અંતે તો :. તમારા સ્વભાવ અને ભાવ પ્રમાણે જ તમે તેને ઓળખી શકશો અને પામી શકશો.


My Beats:-.
જીવન ની આ જ્યોત ઓ ક્રિષ્ન....
તારા ભરોસો દીપાવી રે.,
તે દીપક માં દિવેલ પૂર્તિ નું કાર્ય ...
તુજને ભરોસે સોંપ્યું રે.