ગામના લોકોની નિ:સ્પૃહતા અને નિષ્ક્રિયતાથી વિહવળ થઇ ઊઠેલા ઈકબાલ માસ્તર ક્રાંતિ કરવાને મથતા હતા પોતાના હાથમાં બળ નહોતું અને આંખો એ દગો દીધો હતો એટલે પોતે કંઈક કરે તેવી સ્થિતિમાં તો હતા નહીં પણ આ ક્રાંતિ નો મૂળ હેતુ તો પ્રજાનું કલ્યાણ થાય અને એ માટે સરપંચની સામે બળવો થાય તેના પડઘા રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચે તો જ નિવારણ થાય કારણ કે બાકીના બધા લોકો આ સરપંચની તરફેણમાં હતા પણ ઓ માટે આ વિચારો આંધળો માસ્તર કરે શું?પણ તેની પાસે સૌથી મોટી મિલકત હતી તેની દીકરીની આખરી ઈચ્છા પૂર્ણ કરવાનું 'ઝનૂન'.
"સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગે."
નર્મદ ની આ પંક્તિ ઈકબાલ માસ્તરના કાનમાં માત્ર ગૂંજતી જ નહોતી પરંતુ તેના રગેરગમાં વહેતી હતી પરંતુ આ ગામલોકો તેના આહ્વાનને ન સ્વીકારે વાત સ્પષ્ટ હતી નકામા કાયરોની વસ્તીમાં જેવી હાલત એક નબળા પણ છતાં હિંમતવાળા મર્દ માણસની થાય તેવી જ હાલત આ ઈકબાલ માસ્તરની થઈ હતી ભલે તેના હાથમાં જોમ નહોતું પણ તેની વાણીમાં સ્વયં સરસ્વતી બિરાજતા હતા જો તે આ ગામ લોકોને સમજાવવા બેસે સરસ્વતી દેવી નું અપમાન થશે કારણકે વિદ્યા કાયરો માટે નથી હોતી એમ સમજી ઇકબાલ માસ્તરે પોતાનું ગામ બદલાવી નાખ્યું અને ત્યાંની એક ટ્રસ્ટની શાળામાં શિક્ષકની નોકરી લીધી હજુઆ ઉંમરે પણ ઈકબાલ માસ્તર નોકરી કરી શકે છે તે વાત બિરદાવવા લાયક છે.
તેના વિદ્યાર્થીઓને આ ઇકબાલ માસ્તરે પહેલા અન્યાયી સરપંચની સામે લડવા તૈયાર કર્યા પણ જેવી આ વાતની જાણ તેના માતા-પિતાને થઈ કે તરત જ તેઓ આ માસ્તર અમારા સંતાનો ને ભડકાવી રહ્યો છે તેવો આરોપ નાખવા લાગ્યા અને આ માસ્તરને ગામ બહાર કરવાની વિનંતી કરવા લાગ્યા આથી સરપંચે તેને ગામ બહાર જવાનો હુકમ કર્યો પણ રડતી આંખે અને દ્રષ્ટિ ન હોવા છતાં પણ આ દુનિયાની સ્વાર્થવૃત્તિ પર કરડી નજર કરતો હોય તેમ માસ્તર બોલ્યા, "કંઈ વાંધો નહીં માનવતાના ભક્ષકો! હું તો માસ્તર છું બીજા ગામમાં જઈને નોકરી કરીશ પણ યાદ રાખજો કે આ અને વૃદ્ધ માસ્તરના હૃદયની 'હાય' તમારી અંદર પડેલી સ્વાર્થવૃત્તિ નો અવશ્ય નાશ કરશે આ દેશ માનવતાનો પાક ઉગાડે છે પણ તમારા સ્વાર્થ ના ખાતરે તેને બગાડી નાખ્યો છે ઈશ્વર તમને સૌને સદબુદ્ધિ નું દાન કરે અરે ના સદબુદ્ધિ ની ભિક્ષા દે."
આટલું બોલી આંધળા માસ્તરે ગામમાંથી વિદાય લીધી આખો દિવસ ઠોકરો ખાતા-ખાતા અંતે જાણે તેને સરસ્વતીમાતા પોતાની પાસે બોલાવતી હોય તેમ કોઈ બીજા ગામની શાળાએ જઈ ચડ્યો અને ત્યાં એમને એ જ વાત કહી કાઢી મૂકવામાં આવ્યો આવું અનેક વખત બન્યું આ માસ્તરના જીવનમાં અને અંતે કંટાળીને તેણે વિદ્યાર્થી તેની વાત સમજી તેનો સાથ આપશે એ વાતની આશા મૂકી દીધી.આટલા ગામ ફર્યા પછી બે કલાક અન્યાય વિરુદ્ધ લડવા માટેની સમજ આપ્યા પછી, આ ઉંમરે પણ આટલું જોશ બતાવ્યા પછી પણ જ્યારે ગામના કાયર ના પર્યાય સમા યુવાનોએ અને તેના માતા પિતાએ લડવાની ના પાડી ત્યારે આ માસ્તરને અંગેઅંગમાં અરેરાટી વ્યાપી ગઈ અને તેને રુવાટી રુવાટી એ કળિયુગનો સાક્ષાત્કાર થવા લાગ્યો.
ઈકબાલ માસ્તરને થયું કે હવે પોતે જ શસ્ત્રો ઉપાડવા પડશે અને લડવું પડશે પાણી માટે અને એથી આગળ વધી દીકરીની ઈચ્છા પૂર્તિ માટે ઈકબાલ માસ્તર આંખે આંધળા હતા પોતે તો શું લઇ શકે પણ તેને એક ગામમાં ઉગ્રવાદીઓ નું મંડળ ચાલતું હતું તેમાં જોડાવાનું નક્કી કર્યું આ ઉગ્રવાદી આમ તો બેકારી ને લીધે થયા હતા અને તેનું કામ જ લોકોને ડરાવવા નું અને સરકાર સામે બંડ પોકારવાનું હતું આ ઈકબાલ માસ્તર ને જ્યારે આવા સંગઠનમાં જોડાવાનો ભયાનક વિચાર આવ્યો ત્યારે તો તેના માં રહેલા માસ્તરે ચિત્કાર કરી કરી ને ના પાડી કારણ કે આ માસ્તરે આજીવન અહિંસા અને ગાંધીજી ના પાઠ ભણાવ્યા છે.
પરંતુ આ દુનિયાના અન્યાયની સામે આજનો આ ગાંધી અને તેના સિદ્ધાંત ઝાંખા પડ્યા હતા અને એટલે જ કદાચ એક ઉપેક્ષિત અને દીકરીની ઈચ્છા પૂરી કરવા બંધાયેલો લાચાર બાપ એ માસ્તર પર ચડી બેઠો અને તે બાપે ઉગ્રવાદી સંગઠન માં જોડાવાનું નક્કી કર્યું તેણે આ ઉગ્રવાદી સંગઠન માં જોડાઈને અંધ હોવા છતાં પણ કેમ લડવું તેની તાલીમ લેવાની શરૂ કરી તેણે પોતાની આજીવિકા માટે કલમ ને પૂછી હતી તે માસ્તરે આજે તલવાર ઉપાડી લીધી કેવી નિષ્ફરતા અને નિષ્ક્રિયતા આ
સમાજની!
આજ સુધી અહિંસાને આત્મસાત્ કરતો આ માસ્તર આજે હિંસાની પરમ ટોચે પહોંચી ગયો,આનાથી વધુ સમાજની ક્રુરતા કેવી મોટી હોઈ! આ સમાજના વણ ઊપયોગી મૌને અને અન્યાયે માસ્તર ને મારી એક શૂરવીર યોદ્ધાને જન્મ આપ્યો.
હવે તો આ માસ્તર પેલા સરપંચની સામે લડવા બરાબર સજ્જ હતો એવામાં ખબર પડી કે એ જ સરપંચને પાણીના બદલે તેના ગામની એક દીકરીની આબરૂ લૂંટી ત્યારે આ માસ્તર ધગધગતો અંગાર બની ગયો અને જ્યારે એ વાતની જાણ થઈ કે આ દીકરીને તેના બાપે જ પાણી માટે સામેથી મોકલેલી ત્યારે એક ઇકબાલ માસ્તર ને બાપ માટે કમકમા આવ્યા અને માનવજાત માટે એક મોટો ધિક્કાર જમ્યો આમાં પાપી કોને ગણવો એ બાપને કે એ સરપંચ ને?
ના,આમાં પાપી છે પાણી ની તરસ!કદાચ આવા જ એક યુગ નું ઘડતર કરવા માટે આપણે પાણીનો અણધાર્યો અને બિનજરૂરી ઉપયોગ કરીએ છીએ કારણ કે આપણે સૌ કળિયુગને ચાહીએ છીએ પાછળથી ભલે આપણે કળિયુગની
પ્રત્યે અણગમો દાખવીએ પણ આપણને સૌને કળિયુગ ગમે છે!
ઈકબાલ માસ્તરને એ જ અરસામાં સંગઠનના કોઈ એક સભ્ય કહ્યું કે તે સરપંચ કોર્ટ પાસે આવેલ છે. આ કોર્ટ ગામની નજીક હતી. રોમેરોમમાં ઝનૂન ભરી, સરપંચ ને મારવા અધીરા હોય તેવી રીતે માસ્તરના પગ દોડયા. હાથમાં નાગી તલવાર લઈને માસ્તર જાણે સરપંચનો યમદૂત બની દોડ્યો.કોર્ટ ની પાસે જ સરપંચ ને જોયો કે તરત જ માસ્તરે અત્યાર સુધીની બનેલી તમામ ઘટના પર દૃષ્ટિપાત કર્યો અને તલવાર આરપાર ઉતારી દીધી પોલીસની દ્રષ્ટિ પડી કે તેણે તરત જ આ માસ્તરને ગોળીઓથી વીંધી નાખ્યો પણ જાણે માસ્તર હસતો હતો અને સામે રહેલી ન્યાય ની દેવી ની મૂર્તિ પણ એક અલભ્ય તૃપ્તિથી હસતી હતી!પછી તો સરપંચ નાખું ની આખી કાર્યવાહી થઈ અને ગામ લોકોને પાણી આપવામાં આવ્યું હવે આમાં માસ્તરને દોષિત ગણવો કે સરપંચને ન્યાયાધીશ માટે વિમાસણ હતી.
યમદૂત જ્યારે તેને લેવા આવ્યા હશે ત્યારે તે પણ આ માસ્તરને વંદી રહ્યા હશે કારણકે માસ્તરના પરાક્રમ પછી ગામ ના લોકોમાં નવી ચેતના ઉભરાય અને તેમણે આ 'જલેક્રાંતિ' કરનાર માસ્તર અને માસ્તરને વિચારબીજ નું દાન કરનાર તેની દીકરી ની પ્રતિમાનું અનાવરણ કર્યું આજે પણ એ પ્રતિમા માં એક દિવ્ય તેજ જણાય છે અને તે તેજ છે સત્યનું....અન્યાય સાંખી ન લેવાનું....કદાચ જલે ક્રાંતિ કરવાનું...
કદાચ તે પ્રતિમા પણ બોલતી હતી કે,
"હમ તો ચલે થે અકેલે હી મંજિલે 'મરીઝ',
લોક તો જુડતે ગયે સફર કટકે કટતે."