Vijeta - prem ane balidan in Gujarati Love Stories by Kiran Rathod books and stories PDF | વિજેતા - પ્રેમ અને બલિદાન

Featured Books
Categories
Share

વિજેતા - પ્રેમ અને બલિદાન

હું અમુક સમય લખતાં લખતાં અચાનક ક્યાંક ખોવાઈ જાઉં છું , છે કોઈ જે મને બદલી ગયું , મારું નામ બદલી ગયું, મારું સરનામું બદલી ગયું.

મારા માટે એ કોઈ વ્યક્તિ નહિ પણ એક બદલાવ હતો મારી જિંદગીમાં, કોઈક વાર તો વિચારમાં પડી જાઉં છું કે હું હું છું કે તું થઈ ગયો, આ સંક્ષિપ્તમાં સમજાવવા માં હું એટલો સક્ષમ નથી એટલે તમને વાત વિગતે કહું છું.

વાત વર્ષ 2011 ની છે જયારે હું મારા મનોરંજન માટે અને જ્ઞાન માટે વાર્તા અને કવિતા વાંચતાં વાંચતાં લખતાં શીખ્યો હતો, તે અરસા માં મારી કોલેજ માં એક પ્રતિયોગિતા યોજાઈ જેમાં મેં ભાગ લીધો હતો.

પ્રતિયોગિતા હજી અઠવાડિયા પછી હતી , હું એની પરવાહ કર્યા વિના મારી ધૂન માં જ રેતો હતો. અને દિવસો વીતતાં વીતતાં આજ પ્રતિયોગિતા નો દિવસ આવી ગયો. લેક્ચર પત્યા પછી કોલેજ ના હોલ માં પ્રતિયોગિતા શરૂ થઈ, બે જ લોકોના પરફોર્મન્સ જોઈ હું નર્વસ ફીલ કરવા લાગ્યો ત્યારે બાજુ માં એક છોકરી હતી એ બોલી કે " શું કામ આટલું ટેન્શન લો છો .? નર્વસ ના થઈ જાઓ.. તમે બેસ્ટ જ કરશો " અને આમ બોલતાં તે પણ નર્વસ લાગતી હતી એટલે મે પણ એને એમ જ કહ્યું કે " તમે પણ ટેન્શન ના લો , યું કેન ડુ ઇટ,
અને પછી એ હસી ને બોલી "બસ હવે જાઓ તમારો વારો આવ્યો" મારું નામ બોલવામાં આવ્યું ને .. હું હસતાં હસતાં સ્ટેજ પર ગયો તો મારા દોસ્તો બોલ્યા કે "ભાઈ કવિતા ની સ્પર્ધા છે અને અમને એવું કેમ લાગે છે કે તું જોક કહેવાનો છે..."
મેં જવાબ આપતાં કહ્યું કે " હા ભાઈ હા મને ખબર છે કે કવિતા ની સ્પર્ધા છે."

એ છોકરી ની વાતો ને વાગોળતા મે કવિતા ની શરૂઆત કરી.

" આમ અમસ્તાં કોઈ મને મળે એવી કલ્પના નોતી કરી,
આમ ચિંતાઓ ના વંટોળમાં હોઠો પર સ્મિત નો દીવો ઝળહળે એવી કલ્પના નોતી કરી,
આમ બે ઘડીની વાતો કોઈની, મારું મન આમ વાગોળે એવી કલ્પના નોતી કરી,
આમ તો છે ઘણા ખાસ દોસ્ત આજે પણ, પણ અજાણ્યું કોઈ ખાસ બને એવી કલ્પના નોતી કરી. "

આટલું કહેતાં મારો સમય પૂરો થયો અને એ છોકરી તરફ જોઈ હસતો હસતો હું મારી સીટ પર એટલે એની બાજુ જઈ બેઠો અને એણે કહ્યું કે "બઉ જ સરસ રચના હતી હાલ જ રચી લાગે છે." આ સ્પર્ધા માં મને કોઈ પ્રાઇઝ ની કંઇ આશા નહોતી પણ એણે બઉ જ સરસ કહ્યું એ પ્રાઇઝ આજે પણ સૌથી શ્રેષ્ઠ છે.

હું મારી સીટ પર જઈ બેઠો ને થોડી જ વાર માં સ્ટેજ પરથી હોસ્ટે એ છોકરીનું નામ લઈ કહ્યું કે "હવે આપણી કોલેજ ની પ્રથમ વર્ષ બી.એ. ની સ્ટુડન્ટ વિજેતા આપણી સમક્ષ કવિતા રજૂ કરશે."

અને વિજેતા ઊભી થઈ સ્ટેજ તરફ ગઈ. ખરેખર એ નામ પ્રમાણે વિજેતા જ લાગતી હતી. મને ઘડીભરમાં જીતી ગઈ.
સ્ટેજ પર જઈ એણે કવિતા ગાવાનું શરૂ કર્યું કે -

" આમ રસ્તો ભટકેલા રાહી ને મંજિલ જેમ, તેમ તમે મને મળશો એવી કલ્પના નોતી કરી,

આમ તો આંખો મળી મારી ઘણી આંખો થી પણ કોઈના વિચારોમાં સામ્યતા મળશે એવી કલ્પના નોતી કરી,

આમ સ્થિતિ ગંભીર બને અને છતાં હોઠે સ્મિત જ જોવા મળે એવી કલ્પના નોતી કરી. "

અને આમ વિજેતા નો પણ સમય પૂરો થાય છે , લોકો એ તેની કવિતા ને તાળીઓ થી વધાવી . અને તે પછી અભય પાસે જઈ બેસી.. થોડી વાર પછી પ્રતિયોગિતા પૂરી થઈ . વિજેતા અને અભય પણ એકબીજા ને સ્માઇલ આપી પોતપોતાના દોસ્તો સાથે ચાલી પડ્યા.

દિવસો વિતતા ગયા અને બેઉ મળતા ગયા, કોઈ દિવસ બગીચામાં કોઈ દિવસ કોફી શોપ માં ,. આ મુલાકાતો નો એમનો વિષય મુખ્યત્વે કવિતાઓ જ રહેતો. બંને સાથે બેસી વાતો વાતો માં કવિતા રચતા. રચના એક હોય અને રચનાકાર બે , જેમ જેમ દિવસો વિતતા રચના એક અને પેલા બે હૈયા પણ એક થવા લાગ્યા. બંને હવે પોતાના નામ એ રચનાઓ માં વિજય લખતાં ( વિજેતા નો વીજ અને અભય નો ય = વિજય). બંને પ્રેમ નો ઈઝહાર તો કવિતાઓ રચીને કરી ચૂક્યા હતા એટલે પ્રેમ ના આ સંબંધ ની રચના લાગણીઓ અને વિશ્વાસ થી સરસ થઈ હતી.

સમય વીતતાં અભય બાદ વિજેતા પણ કોલેજ પૂર્ણ કરે છે. અને હવે બંને તેમના સંબંધ ની જાણ પોતપોતાના પેરેન્ટ્સ ને કરે છે , પણ એ જ જૂની જ્ઞાતિ ની સમસ્યા . બંને ના પરેન્ટ્સ આ સંબંધ નો અસ્વીકાર કરે છે, અભય અને વિજેતા પોતાની મરજી વિરુદ્ધ એકબીજા ને મળવાનું બંધ કરે છે પણ જ્યાં સાચી લાગણીઓના સંબંધ બંધાય ત્યાં એક ક્ષણ પણ એકબીજા વિના રહેવું મોતથી બદતર હોય છે. કવિતા ની રચના હવે બંધ થઈ અને બંને હૈયા વિરહમાં વલોપાત કરવા લાગ્યા.

હવે આ પારેવા પાંજરે પુરાય એ શક્ય નહોતું , બંને એક દિવસ પેરેન્ટ્સ ની મરજી વિરુદ્ધ લગ્ન કરી લે છે.

બંને એકબીજા ની જવાબદારી સમજી અને એકબીજાના સહારો બની જીવવા લાગ્યા. જીવન બઉ સરસ વિતી રહ્યું હતું.

પણ હવે એ પ્રેમ ભરી કવિતા ની રચના બંધ જ થઈ ગઈ હતી. એક દિવસ વાતો વાતોમાં વિજેતા કહે છે કે " અભય આપણે કેટલા બધા સપનાં જોયા હતાં નહિ..? તું એક દિવસ એક મોટો લેખક એક કવિ બનીશ અને પરિસ્થિતિ જો કેવી ઊભી થઈ છે, તું મારા માટે જોબ પર લાગી ગયો અને હું ઘરકામ માં લાગી ગઈ, મારો તો આખો દિવસ બસ તારી રાહ જોતાં જ વિતે છે, અભય આવું ક્યાં સુધી રહેશે..?"

અભય જવાબ આપતાં કહે છે કે " બધું સેટ થઈ જશે પણ હવે કાવ્ય રચના માટે સમય નહિ મળે,. મારા ખ્યાલ થી એ કવિતાઓ તો આપણને મળાવવા માટે નિમિત્ત માત્ર હતી, અને હું તારા માટે નહિ પણ આપણા માટે જોબ કરું છું હવે તું હું નહિ આપણે છીએ સમજી ગાંડી...? હવે તું બઉ વિચારીશ નહિ , ચલ સૂઈ જા ."

પણ વાત સપનાં ની હતી તો માણસ શાંત કેવી રીતે બેસી શકે..? વિજેતા હવે રોજ એ વિચારતી કે "મારા કારણે અભયે કવિતા રચવાનું બંધ કર્યું જો હું ન મળી હોત તો એ આજે એક સારો સાહિત્યકાર હોત ."

હું તમને એક વાત કહીશ કે વિજેતા પણ કવિતા રચવામાં અભય થી કંઇ ઓછી નહોતી, પણ એને તો અભય ને એક શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે જોવો હતો એટલે એણે પોતે પોતાની કળા નું પ્રેમ માટે બલિદાન આપ્યું હતું અને અભયે પણ કામ અને જવાબદારી ને બસ થઈ બલિદાન આપ્યું હતું.

એક દિવસ એવું બને છે કે વિજેતા અચાનક ઘર છોડી તેના પિયર જતી રહે છે અને અભય તેને પાગલ ની જેમ આમ તેમ શોધે છે પણ એ વિજેતા ના પરિવાર ના લોકો ને એના વિશે નથી પૂછતો કેમ કે તે જાણતો હતો કે કંઇ પણ થાય વિજેતા એના મમ્મી પપ્પા ના ઘરે નહિ જાય.

24 કલાક બાદ અભય વિજેતા ના ગુમ થયા ની ફરિયાદ પોલીસ સ્ટેશન માં નોધાવે છે, પોલીસ છાનબીન કરી કહે છે કે "વિજેતા તેના મમ્મી પપ્પા ના ઘરે છે" આ વાત નો અભય વિશ્વાસ નથી કરતો અને કહે છે કે " એ શક્ય ન બને એ ત્યાં જાય જ નહિ તમે વ્યવસ્થિત છાનબીન નથી કરી , તમે મને સાચું નથી કહી રહ્યા કે તે ક્યાં છે...?"

પોલીસ અધિકારી એને કહે છે કે -" તમને જે લાગતું હોય તે પણ એક બીજી વાત કે તમારી પત્ની વિજેતા એ તમારા પર માનસિક ત્રાસ નો કેસ કર્યો છે તો તમારા પર કાનૂની કાર્યવાહી થશે."

આ વાત સંભાળી અભય ગુસ્સા માં કહે છે કે - " તમે એમનેમ મનઘડંત કહાની સંભળાવી તમારી બેદરકારી ના છુપાવો."

પોલીસ અધિકારી અભય ને ઊંચા આવજે બોલી કહે છે કે - " ચૂપ ! ગુનો કરી એને છુપાવવા અમારા ઇલજામ ના લગાવ , અને કોન્સ્ટેબલ ને કહે છે કે આને લોકઅપ માં નાખ."

થોડા દિવસ બાદ વિજેતા પોતાનો કેસ પરત લે છે અને કહે છે કે - " મારે આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી રાખવો" અને આ બાબતે અભય કંઇ કહ્યા વગર વિજેતા ને ડિવોર્સ આપી દે છે. હવે અભય તે બધા જ વ્યસન કરવા લાગે છે જે તેને ખુદ ને પણ પસંદ નહોતા.

અભય જીવતી લાશ બની જીવવા લાગે છે , થોડા વર્ષ આમ જ વિત્યાં અને એક દિવસ તે વિજેતા ની મોત ની ખબર સાંભળે છે , તેને તે વાત નો બહું જ આઘાત થવા છતાં તે આ વાત થી કંઇ ફરક નથી પડતો એવો દેખાવ કરી જીવતો જાય છે.

વિજેતા ના મૃત્યુ નું કારણ ડિપ્રેશન હતું એ તેને જાણવા મળે છે પણ તે એમ માનતો કે મને હવે કંઇ ફરક નથી પડતો કે તે કેમ અને કેવી રીતે મૃત્યુ પામી.

થોડા દિવસ બાદ વિજેતા નો જન્મદિવસ આવ્યો, અભય વિજેતા ના ગયા જન્મદિવસ ની યાદોમાં ખોવાઈ જાય છે અને એકાએક તે તેના ઘરમાં વિજેતા સાથે જોડાયેલ બધી યાદો મિટાવવા માટે વિજેતા સાથે જોડાયેલ દરેક વસ્તુ ને શોધી શોધી ને સળગાવી દે છે અને આમ શોધતા શોધતાં તેને વિજેતા ની ડાયરી મળે છે જેના પર લખ્યું હતું વિજેતા ની ડાયરી જે એકદમ કોરી હતી માત્ર પહેલા પેજ માં જ એને કંઇક લખ્યું હતું, અને તે અભય વાંચે છે કે " અભય લવ યુ સો મચ , જો તને આ ડાયરી મળી હસે તો તું હવે મને ભૂલવા ના પ્રયત્ન કરી રહ્યો હોઈશ પણ તને હું મારી છેલ્લી શ્વાસ સુધી ચાહતી રહીશ , હું તને આમ તારું સપનું મારા કારણે છોડી દેતા જોઈ શકી નહિ ,. અને મારું પણ સપનું હતું કે તું એક પ્રખ્યાત લેખક બને પણ જ્યાં સુધી હું તારી પર બોઝ બની ને રહીશ તું આ નહિ કરી શકે એટલે હું તને છોડી ને જાઉં છું, મને ખબર છે કે તું મારા વિના ગાંડો થઈ જઈશ અને હું પણ તારા વિના કેમ જીવી શકીશ . હું આ નિર્ણય પર જો મારો જીવ જાય તો પણ અડગ રહીશ , જો આપણા નસીબમાં ફરી મળવાનું હસે તો જરૂર મળશું અને ત્યારે હું જેટલી ખુશ હોઈશ એટલું આ દુનિયામાં કોઈ જ નહિ હોય,
સારું તારી સાંભળ રાખજે .

લી.
તારી કવિયત્રી
વિજેતા.. "

આ પેજ વાંચ્યા પછી અભય બહુ જ રડે છે , બહુ જ વલોપાત કરે છે, પણ હવે તે તેની દુનિયામાં એકલો જ હતો તેની જીવનસાથી તેને આશ્વાસન આપનાર હવે કોઈ નહોતું.

રડતાં રડતાં એ પોતાની જાત ને સાંભળી લે છે, એને શરાબ ની બઉ ખરાબ આદત પડી ગઈ હતી, પણ હવે બસ, અભય વિજેતા ના સપનાં ને પૂરું કરવા નશા મુક્તિ ની સારવાર લે છે અને તે દરમિયાન એ " વિજેતા - પ્રેમ અને બલિદાન " નામે વાર્તા લખે છે . અને હવે તે પોતાનું નામ કવિ - વિજેતા લખે છે.

અને એ વિજેતા આજે બધું જ જીત્યો પણ એની વિજેતા ને હારી ગયો, તે અભય વિજેતા બની જીવે છે. નામ બદલાયું , સરનામું બદલાયું અને હવે જિંદગી પણ બદલાઈ.

પ્રેમ એટલે બલિદાન , પ્રેમ એટલે પ્રિય પાત્ર ના મોત પછી પણ એના સપનાં કાજે જીવવું.

- વિજેતા ને વાંચવા બદલ આભાર,