ભવ્યા મિલાપ (ભાગ 13)
(પ્રેમલાપ-2)
ગતાંક માં તમે જોયું કે ભવ્યા અને મિલાપ નો પ્રેમ પાંગરતો જાય છે અને સમય જતાં એક વર્ષની રાહ જોવાતો વેલેન્ટાઈન પણ આવી જાયછે.. ભવ્યા ખુબજ ઉત્સાહિત હોયછે.અને એના મનમાં ઊર્મિઓનું ઘોડાપુર દોડતું હોયછે કે મિલાપ ની મુલાકાત આ વખતે તો થશે . અને સ્વપ્નની દુનિયામાં રાચે છે..
આ બાજુ મિલાપ કામની વ્યસ્તસ્તા માં.બેદકરકારી કહો કે લાપરવાહી એ ભવ્યાને વેલેન્ટાઇન વિશ કરવાનું ભૂલી જાયછે ભવ્યા એ બધું ભૂલીને સામેથી કોલ કરેછે અને મિલાપ ના કોલમાં બીઝી ટોન વાગે છે.. લગભગ 10.30 એ કરેલો કોલ 12 વાગ્યા સુધીમાં પણ એજ બીઝીટોન વાગતી હોયછે જેથી ભબ્યા નું સપનું તૂટી જાયછે..એ દુઃખી થયી જાયછે.
મિલાપના આવા બેદર્દી અને બેજવાબદાર વર્તનથી ભવ્યા શોક લગેછે અને દુઃખી હૃદયે વલોપાત કરેછે. અને લાસ્ટ મેસેજ કરીને ફોન ઓફ કરીને સુઈ જાયછે..
સવારે એની રડી રડીને સુજેલી આંખો ધોઈને વ્યર્થ નોર્મલ બનવાનો પ્રયત્ન કરેછે..
હવે જોઈએ આગળ...
ભવ્યા ફોન ઓન કરેછે અને મેસેજ ચેક કરેછે.. ઓફ હોવાથી ફોન માં મેસેજ નો વરસાદ થાયછે અને એકપછી એક મેસેજ વાંચીને જરુર ન હોય એ મેસેજ ડીલીટ કરેછે
હજુ મિલાપનો એકપણ મેસેજ નથી.. ના તો એણે ભવ્યાનો મેસેજ વાંચ્યો છે.. ભવ્યા ની આંખમાં આંસુ આવી જાયછે .જેને કોઈ જોઈ ન જાય એ રીતે લૂછીને ફ્રેશ થવા જાયછે..
બાથરૂમમાં એ ખુબજ રડેછે.. અને પછી થોડું મન હળવું થતા પછી રેડી થયીને જોબ પર જાયછે. જોબ માં પણ એનું મન નથી લાગતું બધા એને ગુડમોર્નિંગ અને વેલેન્ટાઈન વિશ કરેછે અને એક યાદગીરી રૂપે ફોટો પાડે છે પણ એના ચહેરા પર ફેક સ્માઈલ એની ઉદાસીની ચાડી ખાયછે..
બધા એનું કારણ પુછેછે.. તો તબિયતનું બહાનું બતાવી ટાળી દેછે.. ફરી એકવાર મેસેજ ચેક કરેછે..
મિલાપ નો જ મેસેજ હોયછે..
***
મિલાપ : સોરી કાલ મારો ફોન મમી પાસે હતો એ બેન જોડે રાતે વાત કરતા હતા એમનો ફોન બગડેલો હતો. પણ તુતો મહાન છો એટલી નાની વાતને આટલી સિરિયસ લઈને કેટલો લાંબો લાસ્ટ મેસેજ કર્યો..હું તને એમ થોડી જવા દેવાનો. મારે તારી જરૂરત છે..અને હા, મારો ઈરાદો તારું દિલ દુભાવનું નહોતો. નાઉ સ્માઈલ😊
ભવ્યા: ઇટ્સ ઓકે
તું પ્રેક્ટિકલ મારી લાગણીઓને ક્યાંથી સમજે
(ભવ્યા કહેવા માંગતી હતી કે ..એણે તો રડી રડીને સુજી ગયેલી પણ એ ના કહી શકી)
મિલાપ : હેપી વેલેન્ટાઇન મારી ભવ્યું🌹💓
ભવ્યા : હેપી વેલેન્ટાઇન માય મિલું..
મને શું ગિફ્ટ આપીશ?
મિલાપ : હું કોઈને ગિફ્ટ આપતો નથી તારે મને આપવી હોયતો કેજે હું આવીશ લેવા🤣
ભવ્યા : હુહ..વેરી ફની,
મારે ગિફ્ટ જોઈએ
આપડા પ્રેમના ઉત્સવ નો એક વર્ષ થયું
આજે એટલે ગિફ્ટ તો બનતી હે..
મિલાપ : હું પણ એજ કઉછું કે ગિફટ મને પણ મળવી જઈએ રિટર્ન ગિફ્ટ..
ભવ્યા :ઓહ , શું જોઈએ તારે
મિલાપ : જોઈએ તો ઘણું બધું..પણ...જવા દે
ભવ્યા : પણ શું..?
ખાલી જગ્યા શેની..કેમ.બોલતો નથી
મિલાપ: બસ બોવ નહિ ફિલહાલ તો એક કિસ😘 જોઈએ..
ભવ્યા : ઓહ , નોટી..
જા જા છાનોમાનો..😢 કોઈ ના આપે
મિલાપ : હાહાહા...મને હતું જ તું આવું જ કાઇશ એટલેજ ગિફ્ટ નો આઈડિયા પોસ્ટપોન રાખીએ🤣
ભવ્યા : હા કંજૂસ મારવાડી..
તારી જોડે આ જ આશા હતી
મિલાપ : 🤣🤣 ઓકે બાય પછી વાત કરું..
ભવ્યા : બાય.. અને મનોમન ભવ્યા મિલાપ ના ગિફ્ટ ના પ્રસ્તાવ ને યાદ કરીને ખુબજ રોમાંચિત થયી જાયછે. પછી કામ માં પરોવાઈ જાય છે
(આમને આમ બન્ને નો દિવસ કામમાં વીતી જાયછે અને ભવ્યા નું મળવાનું પ્લાનિંગ બનતા પહેલાજ સફળ નથી થતું)
***
રાતે ભવ્યા ને મેસેજ આવેછે છે
ભવ્યાં: બોલો મહાશય, નવરા થયા
મિલાપ : હા, તને ખબર તો છેને
મારી જોબ એટલે બીજું કે, ...શુ કરેછે?જમી?
ભવ્યા : હા જમી ને હવે સુવાની છું.
મિલાપ : ઓહ આટલી જલ્દી ?
હજુ તો મારે વાત કરવાની છે
આજે તો સ્પેશ્યલ દિવસ ને એટલે..
ભવ્યા : હાસ્તો આજનો દિવસતો
સપોઇલ થયી ગયો ના કોઈ કોલ કે
ના મળવાનું પછી ગિફ્ટની તો શું આશા રાખું,😢
મિલાપ : પત્યો નથી હજુ તો 3 કલાક ની
વાર છે 12 વગવામાં આજે 3 વગાડશું
વાત કરવામાં😉
ભવ્યા : ના હો, મારે નથી જાગવું .
કાલે ઓલરેડી જાગીને આંખો જલે છે
તમે તો બીઝી બીઝી..🙄
મિલાપ: અરે એવું નહિ મમીએ ફોન કરેલો...એટલે.
જવા દે એ વાત મારી રિટર્ન ગિફ્ટ નું શુ કર્યું?
મિલાપ : યાદ કર સવારે કિધેલું ને એ?
ભવ્યા : જાને ,શેતાન😖
તારી એ ગિફ્ટ ક્યારેય નય મળે.
સુઈ જા
મિલાપ : અરે રૂબરૂ ના મળ્યા તો ફોન
માં આપી દેને મને કોઈ પ્રોબ્લેમ નથી
ભવ્યા : ના હો સુઈ જા મારે ઉઠવાનું
લેટ થાય છે પછી સવારે
(અને ભવ્યા ઓફલાઇન થયી જાય છે
મિલાપ વીડિયો કોલ કરેછે, ભવ્યા તરત જ કટ કરેછે અને મેસેજ કરેછે)
ભવ્યા : સુઇજાને મારા બાપા જાગી જશે
તો મારું ને તારું અયી બનશે.
મિલાપ : એક કિસી આપી દે પછી
મસ્ત વેલેન્ટાઈન ની યાદગીરી
ભવ્યા : ઓકે પણ પછી હેરાન ન કરતો
😘💓
લવ યુ ,મિલું બાય ગુડનાઈટ😍
(મિલાપ પણ કિસ ના ઈમોજી મોકલીને ગુડનાઈટ કહીને સુઈ જાય છે.. સમય રેતની જેમ સડસડાટ પસાર થાયછે ભવ્યા અને મિલાપ પ્રેમના સાગર માં લાગણીઓની હોડીમાં ધીમે ધીમે સવાર થયી રહ્યા છે)
***
આ સમયગાળો સોનેરી હતો બન્ને નો હવે આગળ જોઈએ કેવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન આવશે એમની ગાડી સીધા ટ્રેક પર જશે કે પાછું એજ બ્રેકઅપનો ફાટક નડશે..?
જોઈએ આગળના અંકમાં
ત્યાં સુધી આવજો આ ચેટ તમને કેવી લાગી એ કહેજો.. લગભગ તમને તમારી જ સ્ટોરી લાગતી હશે કમેન્ટ જરૂર કરજો તમારી લવસ્ટોરીમાં આવા અપ્સ એન્ડ ડાઉન આવેછે કયી રીતે હેન્ડલ કરોછો..
ચાલો લોકડાઉન નો સદુઉપયોગ કરીને આજે મેં કાલ પસારીત કરવાની સ્ટોરી આજ એડવાન્સ કરી જેથી તમે વાંચી શકો ખાસ વેલેન્ટાઈન નો એપિસોડ કેવો લાગ્યો..એ કહેજો.
અને હા ઘેર રહો, સેફ રહો..આવજો