Sky Has No Limit - 33 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-33

Featured Books
Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-33

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-33
બધાં મિત્રો ડ્રીંક પાર્ટી કરી રહ્યાં હતાં. એમાં મોહીતને ગેમ સુજી અને બધાએ રમવી ચાલુ કરી ગેમ રમ્યા નહીં "ગેમ થઇ ગઇ. સોનિયા ફાલ્ગુનનું હજી પુરુ શમ્યું નથી અને મલ્લિકાનાં ફોન પર રીંગ આવી.
મલ્લિકાએ ખૂબ પીધુ હતું. મોહીતને આજ સ્થિતિ જોઇતી હતી એને એમ હતું કે નશાની કેફમાં મલ્લિકા મગજ પર કાબૂ ગૂમાવશે અને જે સત્ય હશે એજ બોલશે... એને એવું કરવા હું ઉશ્કેરીશ.. હજી મોહીત વિચાર કરે ત્યાં જ મલ્લિકાનાં ફોનમાં રીંગ રણકી.. એ કેફમાં ચઢેલી મલ્લિકાનાં હાથમાં ફોન રહેતો નહોતો ફોન હાથમાંથી સરકી જતો હતો અને મેરીએ એની સ્થિતિ જોઇને હેલ્પ કરવા પ્રયત્ન કર્યો.
મેરીએ મલ્લિકાનાં હાથમાં ફોન નહોતો રહેતો એટલે વાત કરવા માટે એનાં ફોનનુ સ્પીકર ઓન કરી દીધુ. અને મલ્લિકાની મંમીનો ફોન હતો. એ લોકોએ જે વાત થઇ રહી હતી એ સાંભળીને બેઠેલાં બધાં જ અને મોહીત હેબતાઇ ગયાં... આ કઇ જાતની વાત છે ? મલ્લિકા અને એની મોમ શું કરી રહ્યાં છે ? મારી પીઠ પાછળ શું રંધાઇ રહ્યું છે ? મને શું ખબર નથી પડી ? મારાંથી છૂપૂ શું ચાલે છે ? એની પાપાની સફળતા પાછળ એની મોમ.. આ બધુ શું છે ?
મલ્લિકા ભર નશામાં પણ ગભરાઇ એના હાથમાં ફોન રહેતો નહોતો એને સ્પીકાર બંધ કરયું હતું. અરે ફોન જ ડીસકનેક્ટ કરવો હતો એનાંથી કાંઇ કંટ્રોલ થતું નહોતું એણે ફોન જ ઉપાડી દૂર ફેંકી દીધો.
મોહીતથી સહન જ ના થયું માનસિક ચક્કર જ ખાઇ ગયેલો મોહીતે મલ્લિકાને જોરથી બૂમ પાડીને કહ્યું "તું મારી પીઠ પાછળ તારી માં સાથે મળીને શું ચરિત્ર કરી રહી છું ? મોહીત પણ નશામાં હતો એને પણ જાણીને આધાત લાગેલો આ બધુ શું ચાલી રહ્યુ છે ? અને હું બેવકૂફ બની રહ્યો છું.
મોહીતે એનાં મિત્રોની હાજરી હતી એનાં માટે સભાન હતો આમ પણ ગેમ પ્રમાણે એલોકોનો જ વારો હતો. ના ચિઠ્ઠી ઉપાડવાની આવી ના કંઇ નહીં સીધો જ "વારો" શરૃ થઇ ગયો.
મોહીતે મેરીને મલ્લિકાનો ફોન લાવવા કહ્યું અને મેરી દોડીને દૂર પડેલો ફોન લેવા ગઇ... મલ્લિકા હોશ હોવાસ ખોઇ બેઠી હતી... એ જોઇ રહેલી કંઇ બોલી જ નહોતી રહી.
મિત્રોને ખબર પડી ગઇ કે હવે આ સીન બરાબર ચાલવાનો છે આટલાં સુખ સગવડ વચ્ચે પણ બે વ્યક્તિ વચ્ચે આવી અદ્રશ્ય ખાઇ હોઇ શકે ? અત્યાર સુધીનાં એમનાં સુખી લગ્ન જીવનનાં દાખલા અપાતાં હતાં. બધાંની એમનો પ્રેમ અને પ્રઝેસીવનેસ જોઇને ઇર્ષ્યા આવતી હતી. ખાસ કરીને બધાંને મોહિત માટે લાગણી થઇ આવી હતી. મોહીત આટલો પ્રેમ કરે, મહેનત કે બધાં સુખ આનંદ મલ્લિકાનાં પગમાં લાવીને મૂક્યાં અને મલ્લિકાએ આવું કર્યું ?
હજી બધાં અધકચરાં જ્ઞાનમાં હતાં. હજી તો ઘણું જાણે ખૂલવાનું બાકી હતું. મેરીએ ફોન લાવીને મોહીતને આપ્યો. મોહીતે જોયું ટેકનોલોજી ઘણી આગળ વધી છે સાધનો સારી કવોલીટીનાં બની રહ્યાં છે આટલાં ટેન્શનમાં એનાં હોઠ પર સ્મિત આવી ગયું એની મોમનો ફોન હજી ચાલુ હતો પણ બોલતાં નહોતાં.
અચાનક એમનો અવાજ આવ્યો. અરે બેટા મલ્લુ શું શું આ બધાં મોટાં અવાજો શેનાં આવ્યાં ? તું બરાબર છું ને ઓકે છું ને ? શું થયું કંઇક બોલ તો ખરી...
મોહીત મલ્લિકા સામે જોયું મલ્લિકાનું તો જાણે નૂર ઉડી ગયેલું એનો ચહેરો મ્લાન થઇ ગયેલો. મોહીતે કહ્યું "હાં બોલો કાલીન્દી આન્ટી.. હેલો કાલી આન્ટી હું મોહીત..
મલ્લિકાને આશ્ચર્ય થયુ કે મોહીત મંમીની જગ્યાએ નામથી કેમ બોલાવે છે ? પુરા નશામાં પણ મોહીતને સંપૂર્ણ હોંશ હતો. સામેથી મલ્લિકાથી મોમે કહ્યું "હાં હાં દિકરા એ પડી તો નથી ગઇને ?
મોહીતે કહ્યું "આંટી તમારી દીકરી એકદમ સહીસલામત છે એક ખરોચ નથી આવી તમારી શાર્ગીદ હોય અને એને શું થાય ? હાં તો આંટી તમે કંઇક કહી રહેલાં.. મલ્લિકાની તબીયત.. મોહીતને એટલે કે મને કંઇ ખબર તો નથી પડી ગઇને ? શું વાત છે ? જે મને ખબર ના પડવી જોઇએ ? અને વિજયઅંકલની સફળતા પાછળનાં શું ભેદ છે ?
સામેથી અચાનક ફોન કટ જ થઇ ગયો. મોહિતે જોરથી હસી પડ્યો. મલ્લિકા તારી મોમને મારાં પ્રશ્નો એકપણ ગમ્યાં જ નહીં જોને માંડ બે પ્રશ્ન પૂછ્યાં અને ફોન કાપી નાંખ્યો. હવે આ પ્રશ્નોનાં જવાબ તારે આપવાનાં છે. એમને પ્રશ્નો ના ગમ્યા ફોન કાપી નાંખ્યો. પરંતુ તને ગમે કે ના ગમે તારે બધાની સામે જવાબ આપવા પડશે હવે કોઇ ત્રાગા કે નાટક નહીં ચાલે... આમ પણ આપણો વારો શરૂ થઇ ગયો છે.
મોહીતે આગળ વધતાં કહ્યું" તને જરૂર હોય તો સોનીયાભાભી મદદ કરે ? એમણે પણ એમનાં કબૂલાતનામામાં તારુ જ નામ લીધાં કર્યું છે. તારાં માટે કોઇને ઇર્ષ્યા થઇ હોય એ સમજી શકાય પણ તારાં સાચાં "હમરાઝ" તો એજ છે ને ? એમણે પણ તારાં માટેની વફાદારી બતાવીને ખાલી "સળી જ કરી છે કંઇ સત્ય ઉજાગીર નથી જ કર્યું.
સોનીયા અને મલ્લિકાએ એકબીજાની સામે જોયું અને મોહીતે આગળ કહ્યું "બોલો મેડમ મલ્લિકા તમે કંઇક તો બોલો. પૂરા નશામાં ચક્કર મલ્લિકા એક જ નજરે ટગર ટગર મોહીત સામે જોઇ રહી હતી એની આંખો અશ્રુથી ઉભરાવા માંડી હતી એક હીબકુ ખાંધા વિના એ રડી રહી હતી. શું બોલવું એને સમજાતું નહોતું.
મોહીતે મેરી-જેસેફને કહ્યું "તમે અંદર બધાં માટે જમવાની તૈયારી કરો અને અંદર બેસો. હું કહુ એટલે ડાઇનીંગ ટેબલ પર ડીશો તૈયાર કરજો. એ બંન્ને જણાં અંદર જતાં રહ્યાં. ભાષા ના સમજાતી હોવા છતાં જાણે એલોકોને બધી જ સમજ પડી રહી હતી.
મોહીતે બધાં દૂર દૂર હતાં એ બધાને નજીક આવી બેસી જવા કહ્યું. હીમાંશુ અને શિલ્પા તો બાજુનામાંજ હતાં પણ સોનીયા ફાલ્ગુન દૂર હતાં એ નજીક આવી ગયાં. મલ્લિકા એની જગ્યાએ જ બેસી રહી.. એની નૈયા ડૂબવાની તૈયારીમાં હોય એવું લાગી રહેલું.
મોહીતે ધીમાં છતાં મજબૂત અવાજે કહ્યું "મલ્લિકા આપણાં મિત્રો સમક્ષજ તારે બધી જ કબૂલાત કરવાની રહેશે અને એકપણ ભેદ બાકી રહ્યો તો હું એવાં નિર્ણય પર આવીશ કે પછી તારી પાસે કોઇ રેસમાં નહીં રહે.
મલ્લિકાનું હવે ધુસ્કુ હવે છૂટી ગયું.. શિલ્પા એની નજીક જવા ગઇ તો મોહીતે ઇશારો કરી સખતાઇથી ના પાડી.
મલ્લિકા થોડીવાર રડતી રહી. સોનીયાનાં ચહેરામાં સ્પષ્ટ સમજાઇ રહેલુ કે એને મજા આવી રહી છે. મોહીત બધુજ મનોમન નોંધી રહેલો. અને વિચાર કરવા માંડેલો.
મલ્લિકા થોડી સ્વસ્થ થઇ નશો તો હતો જ છતાં પરિસ્થિતિમાં વળાંકે એનો નશો ઉતારી નાંખેલો એને હવે ખબર પડી ગઇ હતી કે જવાબ આપ્યાં વિનાં હવે નહીં ચાલે.
મલ્લિકાએ બોલવાનું ચાલું કર્યું અને બધાંનાં કાન સરવા થઇ ગયાં. સૌથી વધારે નવાઇ સોનીયાને લાગી રહેલી કે મલ્લિકા બધુ જ કહી દેશે ? કબૂલ કરી લેશે ? આટલામાં જ હાર માની લેશે ? આતો મારાં કરતાં પણ પોચકી નીકળી. પકડાઇ ગયાં તો શું થયું બચી જતાં નથી આવડતું ? આમતો મોટી નંગ અને કાફર છે... સોનીયા મનમાંને મનમાં જાણે બબડી રહી હતી.
શિલ્પાને વિચાર આવ્યો કે મલ્લિકાએ આ શું કરી નાંખ્યું ? કેટલું સુખ સગવડ અને આટલો સારો પતિ.. અરે પ્રેમી હતો પળ પળ એને પ્રેમ કરનારો એણે પોતાનાં જ પગ પર કુહાડો મારી દીધો ? આ શું થઇ ગયુ એક બે કલાકમાં બધી જીંદગીઓ જ બદલાઇ ગઇ. જયાં હસીખુશી આનંદ હતાં ત્યાં માતમ ફેલાઇ ગયો આવુ કશુ કરવાનું જ નહોતું જેમ હતું. એમ ચાલવા દેવાનું હતું... ખોટું થઇ ગયું બધું.
મોહીતને થયું ભારેલા અગ્નિ જેવાં દિવસો હતાં હવે જે હોય સામે આવી જાય આમ અંધારામાં તીર નથી તાંકવા સત્ય જે હોય સ્વીકારીને આગળ જીંદગી જીવવી છે આમ મુખવટા વાળી જુંદગી નહીં જીવાય.
મલ્લિકાએ બધાંની સામે જોયું બધાંનાં ચહેરાં આધાતથી ભગ્ન થયેલાં અને ઉતરેલાં હતાં ક્યાંય આનંદ રહેતો એણે સોનીયાની સામે જોયું થોડીવાર જોઇ રહી... એની આંખમાં તિખારો આવ્યો બધાંએ સ્પષ્ટ જ જોયો.
સોનીયા પણ મલ્લિકાની નજર ના સહી શકી એ નીચું જોઇ ગઇ અને મલ્લિકાએ સોનીયા તરફથી તિરસ્કારની નજર નાંખી અને પછી બોલી...
વધુ આવતાં અંકે - પ્રકરણ-34