આગળ જોયુ તેમ ધાની અને મારુ કન્વર્ઝેશન...
હું :- શું થયુ?
અદિતી :- ધાની....
ધાની :- મારે નહિ કહેવુ તમને કંઈ. હું શું કામ કહુ તમને? હું જીદ્દી છુ તો છુ સિમ્પલ વાત છે. (રડતા રડતા) પહેલીવાર કીધુ હતુ મેળામાં જવાનુ. હવે નહિ કહુ ક્યારેય મારે ક્યાંય જવુ પણ નથી.
હું :- ધાનુ... આઈ અન્ડરસ્ટેન્ડ પણ તારે બી તો સમજવું જોઈએ ને કે ઈમ્પોર્ટન્ટ ના હોય તો હું ક્યારેય ના પાડુ છુ તને?
ધાની :- આખી દુનિયા ફરવા જાય છે અને હું કહુ ત્યારે જ તમારા પાસે ટાઈમ ના હોય. હવે નહિ કહુ. કર્યા કરો કામ તમારુ.
હું :- (ધાનીને હગ કરીને) નેક્સ્ટ સન્ડે જવાનુ જ છે ને. એમાં આટલો બધો ગુસ્સો કેમ?
ધાની :- મારે નહિ આવવુ.
હું :- ઓકે તો તુ કહીશ ત્યાં જઈશુ બસ.
ધાની :- મારે તમારા જોડે ક્યાંય જવુ જ નથી. 😢
હું :- ઓહહહ, તો હું તારા પાસે પણ ના આવુ ને?
અદિતી :- તમને બંનેને શોર્ટ કરવાનુ કીધુ છે વધારવાનુ નહિ.
ધાની :- સોરી, ફાઈનલ થઈ ગયુ તમારે જવુ હોય ત્યાં જજો હું ઘરે રહીશ.
અદિતી :- ધાની... નાવ યુ આર ઓવર-રિએક્ટિંગ.
હું :- નહિ અદિતી, શી ઇઝ રાઈટ. ભૂલ મારી છે. હું આ જ વાત શાંતિથી કરી શકતો હતો પણ નહિ...
ધાની :- હા તો સોરી બોલો.
હું :- આઈ એમ સોરી બેટા.
હું ત્યાંથી જવા લાગ્યો, અદિતીએ રોકવા બૂમ પાડી પણ મેં અનસુની કરી, આગળ વધ્યો. એટલામાં અદિતીએ ધાનીના નામની ચીસ પાડી. હું દોડતો દોડતો પાછો વળ્યો. અદિતી ધાનીને પકડીને ઉભી હતી અને ધાનીની આંખો બંધ હતી.
હું એને જગાડવાની કોશિશ કરવા લાગ્યો. મારી હાર્ટબીટ 180 સ્પીડ પર હતી. માઈન્ડ બ્લેન્ક હતુ. જીભ બોલતા અચકાતી હતી. અચાનક જ ધાની આંખો ખોલી મને જોઈને હસવા લાગી. એ સિચ્યુએશનમાં હું પાગલ થઈ ગયો. એકદમ ગુસ્સામાં ઉભો થઇ ગયો, આમતેમ ફરી...
ધાની પાસે જઈ ગાલ પર એક ઝાપટ મારી દીધી. ચાર આંગળી પુરી છપાઈ ગઈ. પછી એને જ હગ કરી રડી પણ લીધુ.
ધાની :- (રડતા રડતા) કેમ માર્યુ?
હું :- તો એવી મજાક કેમ કરી? (અદિતીને) તું પણ હસે છે હજુ.
ધાની :- તમે વાત અડધી મૂકીને જતા હતા એટલે.
અદિતી :- Calm Down રિખીલ. પેલા બંને શાંત થઈ જાઓ. પાણી પી લો.
ધાની :- નો ભાભી.
હું :- અહિંયા મારી જાન નીકળી ગઇ હતી એનુ શું? ના પાડી છે ને તને એવી મજાક નહિ કરવાની.
ધાની :- 😭 સોરી... 😭
હું :- ઓકે. બટ લાસ્ટ ટાઈમ છે તારા માટે.
અદિતી :- આમ જોવો તો ચાર આંગળી ચોખ્ખી દેખાય છે આખો ગાલ લાલ થઈ ગયો છે.
ધાની :- સોરી...
અમે થોડીવાર ચૂપ બેસી રહ્યા. ધાની રડતી હતી. રડતા રડતા ઉંઘી ગઈ. હું ખરેખર ડિસ્ટર્બ થઈ ગયો હતો. જે થવાનું હતું એ તો થઈ ગયુ પણ જે થયુ એ ખરાબ થયુ. એને સુધારવુ કેવી રીતે એ સમજમાં નહિ આવતુ હતુ.
હું ઈશાનને કોલ કરી મળવા ગયો એને બધી વાત કરી. ત્યાં એટલો ઈમોશનલ થઈ ગયો કે રડાય ગયુ.
ઈશાન :- રિખીલ, રડ નહિ, શાંત થઇ જા. ઘરની પ્રોબ્લેમ તો આપણે સોરીથી પણ સોલ્વ કરી શકીએ ને. અને ધાનીને સમજાવીશુ તો સમજી પણ જશે.
હું :- આઈ નો એ તો સમજી જશે પણ હું ખુદને કેમ સમજાવુ. મારા મમ્મી પાપાને હું શું કહીશ? મેં આવુ કેમ કર્યું? મારો બીજો ગુસ્સો નાની બહેન પર ઉતાર્યો મેં એમ?
ઈશાન :- અત્યારે તારે ધાનીને જ સમજાવવાની છે. એને તારા પ્રેમની, લાગણીની જરૂર છે. યુ હેવ ટુ ડુ સમથીંગ ફોર હર.
હું :- હમમ. પણ શું કરુ?
ઈશાન :- ચલ ઘરે જ જઈએ વાત કરીએ.
અમે ઘરે આવ્યા. અદિતીએ 🤫 (અવાજ ના કરવા) કહ્યું. અમે બંને ઉપર જઈ બેઠા આમાં શું કરવુ એ ડિસ્કસ કરવા લાગ્યા. અદિતી કોફી બનાવી આપવા આવી.
ઈશાન:- ભાભી, ધાનીને કેમ સમજાવીશુ?
અદિતી :- એ તો નહિ ખબર પણ અત્યારે એને કંઈ કહેવાય એવુ જ નથી. તાવની અસર પણ છે.
હું :- તો અત્યારે તો એ જાગશે પણ નહિ ને?
અદિતી :- હમમ. કાલે વાત કરીશુ ને.
બીજા દિવસે રવિવાર હતો એટલે ધાની જાગી નહોતી. ટેમ્પરેચર ચેક કર્યુ થોડી અસર હતી એટલે અમે પણ ના જગાડી. 10:30 વાગ્યે કોઇ છોકરો (યશ) આવ્યો ધાનીનુ કામ હતું એને.
અદિતી :- શું કામ છે ધાનીનુ?
યશ :- ટ્યુશનના સરે ઝેરોક્ષ આપી છે અને મારે બૂક લેવાની છે. એડ્રેસ પણ સરે જ આપેલુ.
અદિતી :- ઓકે ઓકે.
અદિતી ધાનીને જગાડવા ગઈ પણ એ જાગે? એટલે યશને ઉપર બોલાવ્યો.
અદિતી :- ધાનુ, યશને ટ્યુશન બૂક જોઈએ છે આપી દે ચલ.
ધાની :- હમમમ. બેગમાં છે તમે આપી દો. હું નહિ ઉભી થાઉ.
અદિતી :- આમાં કઈ છે એ તો કે મને.
હું :- ધાનુ, ચલો નાસ્તો કરવા બેટા. પછી રીડિંગ પણ તો કરવાનુ છે.
ધાનુ :- નહિ.
હું :- ગરમ તો હજુ પણ છો. જલ્દી જલ્દી ચલ ઉભી થઈ જા.
અદિતી :- ધાનુ મને નહિ મળતી આ લે બેગ શોધી આપ.
ધાનીને પણ ના મળી.
ધાની :- ભાઈ, પેલી બૂક પાસ કરો મને.
હું :- આ જ છે લે. આખા રુમમાં બૂક પાથરી છે તે. ક્યારેક એને પણ જગ્યા પર મૂક.
ધાની :- હમ. (ફરી સૂઈ ગઈ.)
યશ :- (ઝેરોક્ષ આપતા) આમાં પ્રોજેક્ટ લીસ્ટ છે નેક્સ્ટ સેટરડે આપવાનુ છે.
હું :- ધાનુ, સાંભળે છે તુ?
ધાની :- હમ. કરી લઈશ પણ અત્યારે મને સૂવા દો ને.
યશ જતો રહ્યો.
હું :- સાચુ કેજે, વીકનેસ જેવુ ફીલ થાય છે?
ધાની :- હા.
અદિતી :- ઉઠી જા ચલ. મેડિસિન લઈને સૂઈ જજે ફરી. હમણાં ફોઈને એ આવવાના છે તો મારે ફ્રી પણ થવુ પડશે ને.
ધાની :- નો...
હું :- કેમ?
ધાની :- હું નીચે નહિ આવુ. મને શરમ આવે.
હું :- 😂😂 ચલને બેટા. અમારે પણ નાસ્તો બાકી છે. તારા વગર હું નહિ ખાઉ.
અદિતી :- મેં પણ.
ધાની :- પણ મને તો શરદી થઈ ગઈ છે. ટેસ્ટ જ નહિ આવતો.
અદિતી :- નાસ્તો કરીને વીક્સ લગાવી આપીશ એટલે થોડુ સારુ લાગશે.
ધાની ફ્રેશ થઈ ત્યાં મેં બૂક્સ ગોઠવી આપી અને અમે નીચે આવ્યા નાસ્તો કર્યો. શરદીમાં તો ફેસ પણ મૂડલેસ લાગે. ત્યાં ગેસ્ટ આવ્યા. અદિતી એમની મહેમાન નવાઝી કરવા લાગી. ધાની મારા પાસે આવી ગઇ. પાંચ વર્ષની છોકરીની જેમ બેસી ગઇ. માંડ માંડ હસે.
ફોઈ બોલાવે પણ એ જાય નહિ. ઉપરથી દવાની અસર. એના રુમમાં ફોન વાગતો હતો બધાએ કીધુ ના ગઈ મને પણ ના જવા દીધો. બધા સામે ઉપર પણ ના જવાય એટલે કિચનમાં ગઈ.
ધાની :- મમ્મા...
અદિતી :- હમમ. ખાવુ છે કંઈ?
ધાની :- નહિ.
અદિતી :- તો.?
ધાની :- (આંખમાં પાણી આવી ગયા) કંઈક થાય છે મને?
અદિતી :- શું થાય છે? થોડીવાર આરામ કરી લે.
ધાની :- મારા પાસે જ રહો ને તમે.
અદિતી :- હું અહિંયા જ છુ દિકા. 😘 તું થોડીવાર આંખ બંધ કરીને સુઈ રે. હું ક્યાંય નહિ જવાની અહિંયા જ છુ.
(મને બોલાવી) આને સંભાળોને થોડીવાર રડે છે.
હું :- શું થાય છે બેટા? સૂઈ જવુ છે?
ધાની :- (ના માં માથુ હલાવી).
હું :- તો?
ધાની :- નહિ ખબર.
હું :- ઓકે ઓકે. ચૂપ થઈ જા. રડ રડ ના કર તબિયત વધુ ખરાબ થશે. હું અહિંયા જ છુ.
થોડીવાર તો રડવા દીધી પછી ત્યાં જ ઉંઘી ગઈ. હું બહાર પણ નહીં જઈ શકતો હતો. અદિતી આવી પછી હું બહાર ગયો. અદિતી કિચનનુ કામ પતાવી ધાનીને જગાડી બહાર લઈ આવી.
ફોઈ :- શું થયુ છે ધાનીને?
હું :- શરદી, તાવ...
ફોઈ :- અત્યારે વાતાવરણ ખરાબ છે થોડુ ધ્યાન રાખજો.
હું :- આજે તો રવિવાર છે કાલે બતાવી દઇશુ.
ફુવા :- હમણાં શાંતિ હતી ને.
હું :- હા હો. એ સારી એટલે અમે પણ સારા.
ફોઈ :- જા ધાની સૂઈ જા થોડીવાર.
અદિતી :- એકલી નહિ જાય. હું એને સુવડાવી આવુ.
ધાનીને સુવડાવી અદિતી નીચે આવી. અમે બધા બેઠા હતા. એ લોકો રોકાવાના હતા એટલે પછી જમવાની તૈયારી કરવા લાગ્યા. હું સામાન લેવા બહાર ગયો. બપોરે હું આવ્યો ધાની નીચે આવી પેન લેવાનુ કહેવા. એટલી વારમાં અવાજ પણ ચેન્જ થઈ ગયો હતો.
હું :- અત્યારે જ જોઈએ છે કે પછી લાવુ તો ચાલશે.
ધાની :- જોઈએ છે અત્યારે મારે લખવુ છે.
હું :- તાવ ઉતરી ગયો? ચેક કરવા દે મને અહિંયા આવ.
ધાની :- તમે સવારે ઝેરોક્ષ ક્યાં મૂકી?
હું :- દિકા તાવ તો હજુ પણ છે. બૂક્સની બાજુના શેલમાં જ છે.
ધાની :- ઉંઘ નથી આવતી એટલે. અને હા, ઉપરના ફોનમાં કોઈ કોલ કરીને તમારુ પૂછ્યા કરે છે એકવાર આવોને.
હું :- હવે આવે એટલે કેજે મને.
બપોરે ફોઈના રિલેટિવ્સ આવી ગયા. એ ગામથી આવેલા હતા. એ પણ રોકાવાના હતા થોડીવાર. એમના જોડે ત્રણ-ચાર છોકરાઓ પણ હતા. બે છોકરી ઉપર ગઈ ધાનીના રુમમાં. બધુ અડ અડ કરતી હતી અને પેલી ગુસ્સામાં લાલ લાલ.
બધાને જમાડી હું કિચનમાં ધાનીને જમાડતો હતો. એક છોકરી ધાનીનુ કટલેરી બોક્સ લઈ આવી એના મમ્મીને બતાવવા લાગી અને ધાની જીવ બાળે. કિચનમાં આવી બોલી, આટલી મોટી થઈ ગઈ તો પણ ખવડાવે છે એને.
પેલીને કંઈ કહેવાય તો નહિ એટલે અદિતીએ બહાર મોકલી આપી. આ બાજુ ધાની રડવા લાગી. માંડ માંડ જમાડી ઉપર મોકલી ત્યાં મહેમાનની છોકરી પાછળ ગઈ. એસી ચાલુ કરી સુઈ ગઈ. એસી ચાલુ કરી એટલે બારી દરવાજા બંધ કર્યા. વરસાદ પણ ચાલુ હતો.
ધાનીએ એસીની ના પાડી તો પણ ચાલુ કર્યું. ધાની બંધ કરી દે તો પણ પેલી ફરી ચાલુ કરે. બંધ રુમમાં ધાનીને સફોકેશન થવા લાગ્યુ એટલે એણે બારી ખોલી ત્યાં કોલ આવ્યો એટલે હાંફતા હાંફતા મને બોલાવ્યો.
હું :- કેમ હાંફ ચડી?
ધાની :- અંદર બહુ સફોકેશન થાય છે ક્યાંક ખુલ્લામાં જવુ છે.
હું :- એસી બંધ કરી દો બારી ખોલી નાખો.
ધાની :- (મને બાલ્કનીમાં લઈ જઈ) આને ઉપર કોણે મોકલી? એસી બંધ નહિ કરતી, ફેન પણ ચાલુ નહિ કરવા દેતી. મને સફોકેશન થાય છે.
હું :- તું ચલ મારા જોડે ઉપર થોડીવાર.
અમે ઉપર જતા રહ્યા. ફોન લગાવી મને આપ્યો.
હું :- હલ્લો, શું કામ છે મારુ?
સામેથી જવાબ આવ્યો, કામ તો તમારુ જ છે દર્શન આપો તો. મેં સામે સવાલ કર્યો, કોણ છો તમે? નામ શું છે તમારુ?
જવાબ મળ્યો, ખબર જ હતી તમને યાદ જ નહિ હોય. બાય ધી વે ઘણા વર્ષો પછી આજે રુબરુ જોઈને દિલ ખુશ ખુશ થઈ ગયુ. અને જોડે ધાની પણ છે ને?
હું :- ઓહહહ તેરી, તું...
કોલ કોનો હતો અને એ કોણ હતુ એ નેક્સ્ટ પાર્ટમાં આવશે.