Love ni Bhavai -30 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | લવ ની ભવાઈ - 30

Featured Books
Categories
Share

લવ ની ભવાઈ - 30



😊 લવ ની ભવાઈ - 30 😊


અવની મોલ માંથી ગુસ્સો કરતી કરતી પોતાના ઘરે જતી રહે છે. અહીં બેઠેલા નીલ , સિયા અને દિવ્ય પોતાની વાત ચાલુ રાખે છે.


દિવ્ય - ભાઈ.. તમે અવનીનું ખોટું ન લગાડો. મારે અને સિયાને બસ તમારા દિલ ની વાત જાણવી છે બસ.


અને હા પ્લીઝ ખોટું ના બોલતા. મને તામારા વિશે ઘણી બધી ખબર છે.


નીલ - ના દિવ્ય એવું કશું નથી..


સિયા - ભાઈ પ્લીઝ જે હોય એ બધુ કહો.. પ્લીઝ..


અમને ખબર છે બધી. તો તમારા દિલમાં જે હોય એ કહો પ્લીઝ.


નીલ - હા .. હું અવની ને હજી પ્રેમ કરું છું અને એની સાથે રહેવા માંગુ છું પણ હવે આ વાત નો ફેર અવની ને પડે એમ નથી. અમે જ્યારે છૂટા થયા ત્યારે એમને મેં બોવ જ સમજાવી હતી પણ એ સમયે એ સમજી ન હતી.


મને નથી લાગતું કે હવે અવનીને મારા પ્રત્યે પ્રેમ હોય , તે પ્રેમ કરતા વધુ નફરત કરે છે મને. તે મારી સાથે રહેવા જ નથી માંગતી. બાકી એટલો સમય ગયો છે મને એક મેસેજ તો કરી જ શકે ને ?


મેસેજ ની વાત તો દૂર રહી એક વાર મને એને સરખો જોયો પણ નથી. અમે બંને એ એક બીજાની ઘણી વાર સામે આવ્યા છીએ, સામે મળ્યા છીએ પણ એક વાર પણ એને મારા તરફ જોયું નથી.


સિયા - ભાઈ હું સમજી શકું છુ. તમારા ઉપર શુ વીતે છે.


દિવ્ય - ભાઈ... પ્લીઝ આમ ઉદાસ ન થાવ.. મને કહેશો કે શું પ્રોબ્લેમ થયો હતો તમારા બંને વચ્ચે ?


નીલ - યાર અમારી વચ્ચે બધું તો નોર્મલ જ હતુ પણ ખબર નહીં ક્યારે શુ થયું ,


ક્યારે ઝઘડાઓ થવા લાગ્યા,


ક્યારે વાત કરતા બંધ થઈ ગયા ,


એ ખબર જ ના પડી.


અમે પહેલા દરરોજ વાત કરતા , એક બીજા સાથે મસ્તી કરતા , બહાર જતા , હરતા ફરતા અને ખુશ ખુશાલ રહેતા , હું અવનીને સરપ્રાઈઝ આપતો , એના માટે કેટલુ બધુ કરતો, કોઈ બોયફ્રેન્ડે એમની લવર માટે નહીં કર્યું હોય એટલુ મેં એમના માટે કર્યું છે ..


યાર શુ વાંક હતો મારો ?? ( આંખમાં ઝળઝળિયાં આવી જાય છે )


મેં એને ખુદ થી વધુ ચાહી છે , સવારમાં ઉઠતાની સાથે હું મોબાઈલ જોતો કેમ કે મારા મોબાઈલના વોલપેપર માં અવની નો ફોટો હતો. સવારે ઉઠતાની સાથે હું એ ફોટો જોતો અને પછી સૂરજ દાદા ને. કામ પૂરું થાય એટલે જમવા પહેલા એને કોલ યા મેસેજ કરતો પછી જ જમતો.. શુ આ વાંક હતો મારો ????


જ્યારે એ ના જમી હોય ત્યારે હું પણ ના જમતો , એ દુઃખી હોય ત્યારે મને ભી ના ગમતું , એની સાથે વાત કરતો , ખુશ રાખવાના પ્રયત્નો કરતો , એના દુઃખમાં ભાગ લેતો , શુ આ જ મારો વાંક છે ???


જ્યારે એ ખુશ ના હોય , દુઃખી હોય ત્યારે એને મનાવવા કેટ કેટલું કરતો , એની એક ઝલક જોવા માટે હું કેટલી મહેનત કરતો , મારા જોબ માંથી રઝા મૂકીને એને જોવા ગયો શુ એ વાંક હતો મારો ???


યાર....................


સિયા - ભાઈ .... બસ....... તમારો કોઈ જ વાંક નથી. વાંક અવનીનો છે કે એ તમને સમજી ન શકી , તમારો પ્રેમ તો ખરેખર સારો જ છે જે કોઈ ન કરી શકે. મને તમારા અને તમારા પ્રેમ વિશે ખબર છે.


દિવ્ય - ભાઈ મને વધારે તો નથી ખબર પણ સિયા તમારા વખાણ જરૂર કરતી હોય છે. મારી બહેન કેવી છે એ મને ખબર છે , એ બોવ જ જિદ્દી છે , એમને જે જોઈએ એ એ મેળવી જ લે છે.


એ દિલ ની સારી છે પણ ખબર નહીં એને તમારી સાથે શુ પ્રોબ્લેમ હોઈ શકે ?


નીલ - કઈ નહીં.. જવા દો યાર ... કઈ કરવું નહીં.. જે ચાલે છે એ બધું એમ જ રહેવા દો. બસ મારુ માનો અને તમે બંને ખુશ રહો. તમે બનેં તમારી લાઈફમાં આગળ વધો. અમારી વાતોમાં ન પડો. જે થાય છે એ કદાચ સારા માટે જ થતું હશે ને ?? તો પછી બસ....ચાલવા દો....


સિયા - ભાઈ... પણ તમે ખુશ રહેશો... ? એના વગર .. તમે ભલે અમને કઈ કહેતા નથી પણ અમને તમારો પ્રેમ દેખાય છે, તમે અવનીને કેટલો પ્રેમ કરો છો , કેર કરો છો , એને ચાહો છો એ બધું દેખાય છે.


નીલ - યાર જે હોય તે.. મુકો હવે બધુ...


સિયા ચાલ હવે ઘરે જઈએ અને દિવ્ય.... ભાઈ તું પણ ઘરે જા, આ બધી વાત ને ભૂલી જા , કઈ કરવું નથી , તારા સંબંધ તારી બહેન સાથે જેવા છે એવા જ રાખ. હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા સંબંધમાં કઈ ફેર પડે.

દિવ્ય - ભાઈ પણ... સાંભળો તો ખરી..

નીલ - દિવ્ય... એક વાર કીધું ને..... બસ.......

નીલ અને સિયા પોતાના ઘર તરફ નીકળી જાય છે ને દિવ્ય પણ પોતાના ઘર તરફ નીકળી જાય છે. જેમ તેમ બપોરનો સમય વીતી જાય છે. સાંજે સિયા અને દિવ્ય કોલ પર વાત કરતા હોય છે.

દિવ્ય - યાર... આજે જે પણ કહી થયું એ બદલ સોરી.. મારી જ જીદ હતી કે હું નિલભાઈ અને અવનીને મનાવું.

સિયા - ના .. હવે .. એમાં તારો શુ વાંક છે ? તે જે કર્યું છે એ તો સારા માટે જ કર્યું છે ને.. આજે મને પણ એવું ફિલ થયું કે નીલ ભાઈને ખરેખર મનાવવા જોઇએ અને અવની અને ભાઈ ને મળાવવા જોઈએ .

દિવ્ય - હા.. યાર મને પણ એવુ લાગે છે પણ આજે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં અવનીને જોઈ હતી એ પણ ખૂબ ઉદાસ હતી. એક તરફ જોયું તો મને પણ એવું લાગ્યું કે અવનીને હજી પણ નીલ ભાઈ પ્રત્યે પ્રેમ છે.


સિયા - ઓહ હો... શુ વાત કરે છે...??

દિવ્ય - હા .. અવનીને જોતા તો એવું જ લાગતું હતું પણ પછી ખબર નહીં કે એના મનમાં શુ ચાલતું હોય એ.....

સિયા - હા.... આજે નીલ ભાઈને ઉદાસ જોઈને મને પણ બોવ જ ખરાબ લાગી રહ્યું હતું કે કોઈ છોકરો એક છોકરી ને એટલો પ્રેમ કરે છે અને સામે વાળા ને કદર નથી..

ખરેખર દિવ્ય આવું કેમ હોય છે હે.. કે જેને આપણે જેટલો વધુ લવ કરીએ એ જ આપણને એટલું વધુ દુઃખ આપે..??

દિવ્ય - હા વાત તો સાચી છે પણ સિયા આપણે શું કરી શકીએ યાર...

સિયા - oye... આપણે પહેલા ની જેમ કઈક કરીએ તો....

દિવ્ય - એટલે..

સિયા - એટલે એમ કે........

ક્રમશઃ

આગળ ના ભાગ જલ્દી થી આવશે..
More Updates...

instagram
@dhaval_limbani_official

જ્યાં તમને જોવા મળશે અવનવા quote , મારા અવાઝમાં રેકોર્ડ થયેલી કવિતાઓ..... તો આજે જ ફોલો કરો...