call center - 20 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૨૦)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૨૦)


નગ્ન અવસ્થામાં જ વિશાલસર માનસીને બે હાથે તેડીને દરવાજા પાસેથી બેડ પર લાવ્યા.જાણે તે બંને સાથે કઈ બન્યું જ નથી.પાયલ વિશાલની પત્ની જ નથી.માનસી અને વિશાલસર સાથે પાયલને કોઈ લેવાદેવા નથી.કોણ પાયલ?કયું મેડીકોલ કોલ સેન્ટર? બધું ભૂલી આજ વિશાલ સર માનસીના શરીરમાં જુદા જુદા રંગ પુરી રહ્યા હતા,અને એ રંગથી જ માનસી આજ નાહી રહી હતી.


*****************************

આજ અમારી મીટીંગની ચોથો દિવસ હતો.સવારે નાસ્તો કરી બધા મીટીંગ રૂમમાં હાજર થઈ ગયા હતા.

થોડીજવારમાં વિશાલસર આવ્યા.આજનો અમારો વિષય હતો "વપરાશ કર્તાને આકર્ષિત કરો" આજના અમારા ગેસ્ટ હતા "જુનિયત કેર" તે બિઝનેસના મુંબઇમાં બાદશાહ કહેવાતા.વિશાલ સરે થોડીઘણી તેમના વિશે વાત કરી.એ પછી તેમણે તેની વાત રજૂ કરી.

બિઝનેસનો સીધો સાદો મતલબ હોય છે નફો કમાવવા દુનિયાના દરેક ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા છે.તો ત્યાં તમારે પણ એમાં સામેલ થવું પડશે તે સ્વભાવિક છે તમે કયો બિઝનેસ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી પણ તમને વ્યક્તિને આકર્ષિત કરવાની કલા આવડે છે કે નહીં તેનો પ્રભાવ તમારા બિઝનેસ પર પડે છે.

એક માણસે બહુ જોરશોરથી કોફી હાઉસ ની તર્જ પર ટી હાઉસ ની શરૂઆત કરી જ્યાં અનેક પ્રકારની ચા,ફ્લેવર વાળી ચા,તાજી લીલી પતિ સાથે ચા, વિવિધ રાજ્યમાં બનતી ચા વગેરે મળતી હતી કોઈપણ ચા ની કિંમત એમણે દસ રૂપિયા રાખી એમને આશા હતી કે એમનું ટી-હાઇસ કોફી-હાઈસને માન આપશે.વેલ ડેકોરેટ બેસવા માટે સોફા એસી,ઉપર એલસીડી અવાજ કરતાં જ ડ્રેસ વાળા વેઈટર હાજર થઈ જાય.એટલું સરસ હોવા સતા એમનું ટી હાઈસ થોડાક દિવસોમાં બંધ થઇ ગયું.

જ્યાં ચારથી પાંચ રૂપિયામાં ગરમાગરમ ચા મળતી હોય ત્યાં લોકો દસ રૂપિયા શા માટે આપે.લોકો સાધારણ કે કડક ચા પસંદ કરે છે,ફેલવર વાળી ચા દરેકને પસંદ નથી હોતી.જ્યાં સુધી રાજ્યોમાં બનાવટી પ્રોસિજરવાળી ચા સાથે દરેકને મતલબ નથી હોતો.બસ એને એક કપ ગરમાગરમ ચા જોઈએ. જેમાં દૂધનું પ્રમાણ યોગ્ય હોય સારી રીતે ઉકાળી હોય સ્વાદ મીઠો હોય સૌથી મોટી વાત ગરમા ગરમ હોય.

મહાશયનું ટી-હાઈસ તો બંધ થઈ ગયું પણ થોડા વર્ષો પછી મને એક જગ્યાએ આવું ટી-હાઈસ જોવા મળ્યુ, ફેર એટલો હતો ત્યાં લખ્યું તમે જેવી ચા માંગશો તેવી મળશે,વિવિધ રીતે બનેલી ચા દિલ્હી હરિયાણા ની બંગાળી પંજાબી કાશ્મીરી લખનવી ઈલાબાદ બનારસી ફીકી,ખાંડ વગરની ડાયાબિટીસના દર્દી માટે, ઉકાળેલા દૂધ હળદર વાળી ચા વગેરે તમે જેવી કહેશો તેવી ચા મળશે,એ ટી-હાઉસમાં ઘણી ભીડ હતી,ત્યાં બેસવાની પૂરી વ્યવસ્થા ન હતી,લોકો ફૂટપાથ પર ઉભા ઉભા મજાથી ચા પીતા હતા.

આ ટી-હાઉસના ચાલવાનું મુખ્ય કારણ હતું એ સામાન્ય ચાની દુકાન જેવું હતું,કિંમત પણ વધુ ન હતી સૌથી આકર્ષણ હતું તમારી પસંદગીની એટલે તમે જેવી ચા પીવા ઇચ્છો છો તે ચા મળશે અને કિંમત પણ ઓછી હશે.

જો તમારી પાસે વ્યક્તિઓને આકર્ષિત કરવાની કળા છે,તો તમે તેને પોતાની તરફ કોઇપણ રીતે આકર્ષિત કરી લે છે,માર્કેટમાં પોતાની ઓળખ બનાવી લે છે.

નફો વધારવાના જંગમાં ઉત્પાદનની કિંમત ગુણવત્તા બંને પર ધ્યાન રાખવું જરૂરી હોય છે,બે ત્રણ વસ્તુ ને તમે ઓછા નફે વધારે વેચીને વધારે કમાઈ શકો છો.
માનીલો તમે જે પ્રોડક્ટ નું નિર્માણ કરો છો માર્કેટમાં બીજી કંપનીઓના ઉત્પાદનની કિંમત ૮૦૦ રૂપિયા છે તમે તમારી પ્રોડક્ટ ૭૦૦ રૂપિયામાં માર્કેટિંગમાં વેચો તો તેને ટક્કર આપી શકો છો.

કારણ ઓછી કિંમત હોવાને કારણે તમારી પાસે વધારે ગ્રાહકો આવશે પ્રત્યેક પ્રોડક્ટ પર તમારો નફો ઓછો હોવા છતાં વધારે વેચાણના કારણે તમે વધારે કમાઈ લીધું માર્કેટમાં પોતાની ઓળખ પણ મેળવી લીધી ગ્રાહક પોતાના સર્કલમાં હંમેશા ઉલ્લેખ કરશે કે ફલાણી બ્રાન્ડ લેજો તે સસ્તી પણ છે સારી પડશે પોતાની તરફથી ગેરંટી પણ આપશે હું ઉપયોગ કરું છું કોઈ મુશ્કેલી નથી.

ગ્રાહકને આકર્ષિત કરવા માટે ફ્રી સેમ્પલ પણ એક સારો ઉપાય છે,શેમ્પુ,તેલ,ટુથ પેસ્ટ,કન્ડિશનર ક્રીમ વગેરેના તમે નાના પાઉચ તમે પત્રિકા સાથે ફ્રીમાં વહેચી શકો છો,તેના માટે તમે પેપર કે પત્રિકા સાથે સંપર્ક કરી શકો છો કે આપણી સેમ્પલ ને બદલે બ્રાંડની જાહેરાત મફતમાં અથવા તો ઓછા રેટમાં આપો તેના માટે પેપર,પત્રિકા રાજી થઇ જાય છે,કેમ કે એનાથી એમને પણ પસાર મળે છે.

એક સાથે એક ફ્રી ઓફર ૫૦% એક્સ્ટ્રા,રેપર લાવો અડધા પૈસા પાછા લઈ જાવ.ફ્રી હોમ ડિલિવરી જેવા ઉપાયો અજમાવી તમે વ્યક્તિને આકર્ષિત કરી શકો છો.મોંઘવારીના જમાનામાં છૂટવાળી ઓફર લાવો.
તો ઓછી આવકવાળા વ્યક્તિઓ પણ આનો લાભ લઇ શકે છે,આખો સેટ મોંઘો છે,તો સેટના એક એક પીસને તમે વહેચી શકો છો,માનીલો કે કોઈ કલર સેટ મોંઘો છે,અને ગ્રાહકો એને ખરીદી શકતા નથી,એવામાં તેને એક એક કરીને પણ તમે વહેચી શકો છો.

મુંબઈ જેવા શહેરોમાં કેટલાક દુકાનદારોએ ૪૯-૯૯ ની ફોર્મ્યુલા અપનાવી તેમણે કોઈ પણ માલની કિંમત ૪૯-૯૯ સુધી રાખી.ગ્રાહકને તે ઘણી સારી લાગી કેમ કે તેને મનપસંદ વસ્તુ ૪૯-૯૯ રૂપિયામાં વેચાઈ રહી હતી,આજકાલ લોકો ઓનલાઇન શોપિંગને બહુ મહત્વ આપે છે,કેમકે મેટ્રો શહેરમાં લોકોની પાસે સમયના અભાવને કારણે માર્કેટમાં જઈને ખરીદી કરવાનો તેમની પાસે સમય નથી,તેવામાં તેઓ ઓનલાઈન ખરીદી કરવા લાગ્યા છે,તમે પણ તમારી બ્રાન્ડને ઓનલાઇન વેચી શકો છો,તેના માટે તમારે ઈ-કોમર્સ વેબસાઈટ અથવા ફોન પર મંગાવી માલનું વેચાણ કરી શકો છો.

મારે જે તમને કહેવાનું હતું એ તમને મેં કહી દિધું.તમે મારી વાતનો મેડીકોલ કોલસેન્ટરમાં સારી રીતે ઉપયોગ કરી શકશો.આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.અમે બધા એ ઉભા થઈને તેમનો આભાર માન્યો.થોડીવારમાં જ વિશાલસર સ્ટેજ પર આવ્યા અને "જુનિયત કેર" નો આભાર વ્યક્ત કર્યો.

અમે એક સાથે બપોરનું ભોજન લઇ અમારી રૂમ તરફ ગયા.ધવલના ધબકારા આજ વધી રહ્યા હતા ધવલને ડર હતો કે આ બધી માથાકૂટમાં માનસી જલ્દી વિશાલસર સાથે લગ્ન ન કરી લે,જો તે લગ્ન કરી લેશે તો મારી પરિસ્થિતિ ખરાબ થઈ જશે.કાલ રાતથી મને નિંદર નથી આવી રહી.એ જાણીને કે વિશાલસરને માનસી એટલો બધો પ્રેમ કરે છે.મારુ તો માનવામાં નથી આવી રહ્યું કે માનસી એક પરણિત વ્યક્તિને આટલો બધો પ્રેમ કેવી રીતે કરી શકે.ધવલ બેડ પર બેસીને તે બંનેના વિચારોમાં ખોવાયેલો હતો.

હાય,પલવી શું તું મારી સાથે અત્યારે હોટલની બહાર આવી શકે?પલવી એ મેસેજ જોઈને તરત જ રીપ્લાય આપ્યો.

યસ..!!!કેમ નહિ હું તૈયાર થઈને થોડીવારમાં તને મેસેજ કરુ.

ઓકે હું તારા મેસેજની રાહ જોશ..!!!

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)