ચણોઠીનાં વન એટલે જીવન
પ્રકરણ 23
ભાવનગરથી સાંજે સાત વાગ્યે ફ્લાઈટમાં જ્વલંતનું કુટુંબ, ઉપેંદ્રભાઇનું કુટુંબ હ્યુસ્ટન જતું હતું ત્યારે અભિલાષ અને દેવ સાન્ફ્રાંસીસ્કો જતા હતા. એક અઠવાડીયામાં ધણું બધુ થઈ ગયુ હતું.ભાવનગર યાત્રામાં છાયા જોતી હતી પપ્પા ની ઉંમર દસ વર્ષ વધી ગઈ હતી. દીપ ધીમે ધીમે કુટુંબનો દીકરો બની રહ્યો હતો.શ્વેત અને શ્યામ કોલેજ્માં જવા થનગની રહ્યા હતા..
ઉપેંદ્રભાઇએ ભાવનગર એરપોર્ટ ઉપર રેખા બહેન ને વાત કરતા કહ્યું આજે જ્વલંતભાઈને વાત કરીયે. રેખાબહેન ની સંમતિથી છાયાને કહ્યું તારા પપ્પા સાથે વાત કરવી છે. આપણી સિંદુરી અને ગુલાબી સાથે શ્વેત અને શ્યામને માટે માંગુ નાખવું છે. ત્યારે છાયાએ આનંદીત અવાજ્માં કહ્યું મારી મમ્મીને તે બંને બહેનો મારા લગ્ન વખત થી ગમતી હતી. જ્યારે જાણ્યું કે તે બંને બહેનો મારા ભાઇઓથી બે વર્ષ નાની છે ત્યારે તો તેમણે મનોમન નક્કી કર્યુ હતું કે સિંદુરી શ્વેત માટે અને ગુલાબી શ્યામ માટે તે તમારી સાથે વાત કરશે. પણ તે પહેલા તો સુગરની ભોગ બની ગઈ.
ઉપેંદ્રભાઇ એ રેખાબહેન સામે જોયુ અને નક્કી કર્યુ આજે તક મળશે એટલે તે વાત કરશે. અને તે તક હ્યુસ્ટનની ફ્લાઈટનો બૉર્ડીંગ પાસ લેતા મળી ગઇ.
“ જ્વલંતભાઈ હું જાણું છું તેમ મારા ઉજ્વલની જેમ જ સિંદુરીને શ્વેત ગમે છે અને ગુલાબીને શ્યામ. તો આપણે હ્યુસ્ટન જઈને બેઉ છોકરાનું નક્કી કરીએ?”
જ્વલંત કહે “તમે હીનાની અને મારા મનની વાત કહી..પણ છોકરાઓને પુછીને નક્કી કરીએ તો?”
“ જરુર. છાયાને તે કામ સોંપીયે તો હમણાજ જવાબ મળી જશે.”
ઉપેન્દ્રભાઇએ ઉજવલ અને છાયાને બોલાવ્યા અને કહ્યું “સિંદુરી અને ગુલાબી સાથે વાત કરો કે શ્વેત અને શ્યામ માટે પપ્પા જ્વલંતભાઇ સાથે વાત કરી રહયા છે તેમને કોઇ વાંધો નથીને?”
ઉજ્વલ કહે “હીના મમ્મી અત્યારે હયાત હોત તો ખુબ જ ખુશ થતે.”
છાયાએ બંને ભાઇઓને વિશ્વાસમાં લીધા અને ઉજ્વલે બંને બહેનોને…ધારણા પ્રમાણે ચારે ચાર જણાની હા આવતા રેખાબહેને બંન્ને ભાઇઓને ચાંદલા કર્યા. ભાવનગરનાં પેંડા અને ગાંઠીયા કાઢ્યા. દીપ અને જેસીકાને પગે લાગી બંને બેનોએ તેમનું માન વધાર્યુ. આમેય હીનાની ગેરહાજરીમાં જેસીકા મોટી ભાભી બની એટલે તે માનાં સ્થાને છે એવું છાયા એ તેની બંને નણંદોને સમજાવ્યું. ફ્લાઈટ રાતનાં એક વાગે નીકળવાની હતી. હજી બે કલાક કાઢવાનાં હતા. દીપને મમ્મી યાદ આવી અત્યારે તે હયાત હોત તો દીપને સમજાવત કે વડીલ તરીકે આશિર્વાદ આપવાનાં હોય અને દાપુ પણ…
બંને ભાઇઓને કોંગ્રેચ્યુ લેશન કહીને બંને ભાભીને સૌભાગ્ય્વંતી બનો કહી જેસીકા પાસે બંને ને ૨૧ ડોલર અપાવ્યા.જેસીકા કહે “અખંડ સૌભાગ્યવતી કહેવાય..ખાલી ખાલી સૌભાગ્યવંતી બનો તેમ કહો તો અધુરુ અધુરુ લાગે.” બધા હસી પડ્યા પણ તે સાચી હતી. “હ્યુસ્ટન જઈને તમને બંને ને સન્માન સાડી અપાવીશ.”
જ્વલંતે તાળીઓ પાડીને જેસીકાને વધાવી..તેની સાથે દીપ અને ઉજ્વલ પણ જોડાયા. “ અરે વાહ! તને કહેવાની જરુર ના પડી..તું તો મોટા ખોરડાની વહુ છે.” દીપ કહે “હિંદી સીરીયલો અને એકતા કપુરની તાલિમ છે “
રાતનાં સાડા અગીયારે ચેક ઇન શરુ થાયું. સૌથી પહેલા લાઈનમાં ઉભેલા હતા તેથી ચેક ઇન તરત થઇ ગયું. જ્વલંત સાથે મેક્ષ બેઠો તેની પાછળ દીપ અને જેસીકા બેઠા. બાજુમાં છાયા અને ઉજ્વલ બેઠા તેની બાજુમાં ઉપેંદ્ર અને રેખા બેઠા.તેજ લાઇનમાં સિંદુરી અને શ્વેત બેઠા.તેની બાજુમાં શ્યામ સાથે ગુલાબી બેઠા.
પ્લેને મુંબઇ છોડ્યું બરોબર રાતનાં એક વાગ્યે અને સવારનાં છ વાગે દુબાઈ ઉતર્યુ…હવે સવારનાં નવ વાગે હ્યુસ્ટનનું પ્લેન હતુ.બધા શાંતિ થી ઉંઘ્યા પણ શ્વેત અને શ્યામ સિંદુરી અને ગુલાબી સાથે વાતો કરતા રહ્યા હતા.ક્યારેક હસતા અને કયારેક ધીમા અવાજે ગપસપ ચાલતી હતી. બંને યુગલો રાજી હતા તે વાતે ઉજ્વલ અને છાયા શાંતિ અનુભવતા હતા.
હ્યુસ્ટન એરપોર્ટ ઉપર હુબર (ટેક્ષી) કરીને સૌ પોતપોતાના ઘરે પહોંચ્યા,,,,,,,
સંવનન સમય છ મહીનાનો હતો. હૉલ બુક કરી લગ્ન લેવાની તારીખ નક્કી કરવાની હતી. વીણા અને વસુધા ભારતથી સહ્કુટુંબ આવવાનાં હતા. તેઓની સાથે વડોદરાની ભાખરવડી અને લીલો ચેવડો આવવાનો હતો.એંબેસેડર ની બંગાળી મિઠાઈઓ આવવાની હતી.
જેસીકાએ છાયા સાથે હીલક્રોફ્ટ કાપડની દુકાને જઈને સન્માન સાડીઓ નક્કી કરી.લેતા પહેલા છાયાએ સિંદુરી અને ગુલાબીને બતાવી અને પુછ્યું તને ગમે તો જ લેજે. બેઉ બહેનોએ શ્વેત અને શ્યામને ગમે તો જ લેશે વાળી વાત કરી ત્યારે જેસીકાને થયું ભાઇઓ એક્જ બીબા ઢાળ છે..દીપ પણ આવું જ કરતો હતોને? સિંદુરી અને ગુલાબી વચ્ચે પાંચ મિનીટ નો ફેર હતો જ્યારે શ્વેત અને શ્યામની વચ્ચે સાત મીનીટનો ફેર હતો .શ્વેત અને શ્યામ કરતા બંને બહેનો બે વર્ષે નાની હતી.પરંતુ તેટલોજ તફાવત પરિપકવતામાં નહોંતો. ચારે જણા બધીજ રીતે સરખા હતા.
હીલ્ક્રોફ્ટ પર આવેલ હીલ્ટોન હોટેલ નક્કી કરી સાથે સાથે લગ્નની તારીખ પણ નક્કી થઈ જેને કારણે હવે લગ્નની તૈયારી શરુ થવા માંડશે.. કંકોત્રી જાન ને ઉતારો અને બહારગામ થી આવનારા મહેમાનો માટે મોટેલ નક્કી થઈ. એડ્વાંસમાં પૈસા અપાઈ ગયા. લગ્ન નું ફુડ સ્વામીનારાયણ મંદિરમાંથી આવવાનું હતું. છાયા અને ઉજ્વલ બંને પક્ષે નિર્ણયો લેતાં એટલે ક્યાય વિવાદ કે મનદુઃખનો પ્રશ્ન થતો જ નહોંતો.
દીપ પણ મોટાભાઇ તરીકે ક્યારેક શું ચાલી રહ્યું છે અને જરુરત પ્રમાણે માંગે તો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો. આમેય છોકરાનાં લગ્નમાં કામતો કરવાનું હોતુ નથી તે ન્યાયે પ્રસંગની તૈયારીઓ માણતો.
છાયા અને ઉજ્વલ લગ્ન પ્રસંગે ખાસા વ્યસ્ત હતા.
લગ્ન લેવાયા ત્યારે જ્વલંત આખરી જવાબદારીમાં થી મુક્તિ મળી કહીને ધર્મ માર્ગે ચઢવા માંડ્યો.છાયા ને ત્યાં બેબી આવી ત્યારે મોક્ષ્દર્શી મહારાજ સાહેબ સાધના માર્ગે આગળ વધી રહ્યા હતા.અઠ્ઠઈ અને માસક્ષમણ જેવા તપોથી શરીર સુકવી નાખ્યુ હતું.
પહેલુ ચોમાસુ હેમલતાશ્રીજી સાથે આ વરસે પાટણ હતા. કોઇ સધાર્મિક હ્યુસ્ટન થી ગુજરાત ગયા હશે. તેમને જોયા ત્યારે તો બોલ્યા ..” ધર્મ માર્ગે તમારો વિકાસ જોઇને હીના બહેન યાદ આવ્યા. બહુ સારુ કર્યુ તમે સંસાર છોડીને…”
“ તેમણે સંસ્કાર આપ્યા અને અમે તેનું પાલન કરી આત્મ કલ્યાણ નાં માર્ગે ચઢ્યા…”
હેમલતાશ્રીજી એ કહ્યું હજી તેઓનું કામ તો માત્ર શરુ થયું છે પણ તેઓતો એમના જેવા કેટલાય આત્માઓને ચારિત્ર માર્ગે ચઢાવશે.
******