Back to Happiness 🌺 ભાગ:1
આ ધારાવાહિક ના બધા પાત્ર કાલ્પનિક છે.જેનો કોઈ માણસ કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી..અરે રે આ બધું વાંચી વાંચીને અને સાંભળીને કંટાળી ગયા હશો ને..
એટલે જ હું લઇ ને આવી છું સત્ય ઘટના પર આધારીત.જિંદગી માં ખુશી તરફ પાછા લાવનારને સમર્પિત..
આશિયા નામ જેવી જ અલગ હતી..પાતળો બાંધો..કાળી ભમ્મર આંખો..ને ખુબસુરત કહી શકાય એવો દેખાવ..ને
એના ચશ્માં ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવતા હતા..આખા ઘરમાં બધાની લાડકી હતી..સ્વભાવ એવો કે તેના લીધે આખા ઘરમાં બસ બધા હસતા જ રહે એની વાતો થી.. અને એના કરતાં વધારે એના નાટક થી.
ત્યાં અમ્મી નો અવાજ આવે છે. બેટા, હવે ઉઠી જા..તારે કોલેજ જવામાં મોડું થઈ જશે...
આશિયા: હા..અમ્મી પાંચ મિનિટ..
(મનમાં આજે મોડું થઈ ગયું છે જલ્દી જવું પડશે)
આશિયા રસાયણશાસ્ત્ર માં માસ્ટર ડિગ્રી ના બીજા વર્ષ માં અભ્યાસ કરે છે..
અરે રે અમ્મી મને આજે પણ મોડું થઈ ગયું છે..આજે તો ઘરે જ 8:30 થઈ ગયા છે મારી આજે 8:30ની બસ તો છૂટી જ ગઈ સમજો..તો પણ ચાલો અમ્મી હું નીકળું છુ જે મળશે એમાં જતી રહીશ(દોડતાં દોડતાં)
અમ્મી: આ છોકરી દરરોજ આવુ જ કરે છે.હા.. કોલેજ પહોંચીને ફોન કરજે.ટિફિન બરાબર જમી લેજે.અને હા સાંજે નીકળતા ફોન કરજે..
(આશિયા જતાં જતાં હસતાં હસતાં અમ્મી તારે દરરોજ એકનુ એક વાક્ય બોલવું પડે છે તો રેકોર્ડિંગ રાખ ને હું બસ માં બેસીને આખા 1:30 કલાક ના રસ્તા માં એ જ સાંભળીશ..)
અમ્મી: આટલી વાતો કરે છે હવે મોડું નથી થતું..
આશિયા: ચાલો બાય..બાય..
( ચાલતા ચાલતા મનમાં આજે તો ખરેખર મોડું થઈ ગયું છે..કંઇક તો મળી જ જશે..)
બસ સ્ટોપ પર પહોંચતા જ બસ આવે છે..
આશિયા: (મનમાં) સારું થયું બસ મળી ગયી આજે તો લાયબ્રેરી માં પણ જવાનું છે..
આરામ થી હેન્ડસ્ફ્રી ભરાવીને બેસી જાય છે..favourite song વાગે છે ને આશીયા ધીરે ધીરે સોંગ ઘણઘણે છે...
" ધડકન યે કહેતી હૈ દિલ તેરે બિન ધડકે ના,
એક તું હી યાર મેરા..મુજકો ક્યાં દુનિયા સે લેના..
હિસ્સા હે તું અબ તો મેરે દિલ કે જજબાતો કા..
તું લફઝ હૈ ઠેહરા હુઆ ..બસ મેરી બાતો કા..
આંખે યે કહેતી હૈ..તું સામને મેરે રેહના..
એક તું હી યાર મેરા..મુજકો ક્યાં દુનિયા સે લેના.."
બસમાંથી ઉતરીને આશિયા લાઈબ્રેરી માં જાય છે..આજે તો કોઈ સારી બુક લઈ જઈશ...syllabus ની બુક લેવી પડશે..આ વખતે કોઈ material નથી એટલે નોટસ તો બનાવી જ પડશે..
લાયબ્રેરી માં પહોંચી ને બુક જોવે છે એમાં હંમેશા ની જેમ
નોવેલના પાર્ટમાં પહોંચી જાય છે..થોડીવાર વાંચ્યા પછી બસ હવે મોડું થઈ ગયું છે કાલે જોઈ લઈશ.
લાયબ્રેરી થી ડિપાર્ટમેન્ટ નું અંતર 5 મિનિટ જેટલું હતું..
આશિયા ચાલતા ચાલતા જઇ રહી છે..ત્યાં અચાનક પાછળ થી કોઈ આવી ને હોર્ન વગાડી ને હેરાન કરે છે...આશિયા મનમાં આ કોણ છે..એ તો બસ પાછળ પાછળ જ આવે છે ને હોર્ન વગાડે છે...
આશિયાને હવે સખત ગુસ્સો આવી જાય છે..એટલે એ બરાબર સંભળાવી દેવાના ઈરાદા થી પાછળ ફરીને જોવે છે.
બાઇક પર સવાર એક છોકરો કોઈ કૉલેજ બોય જ લાગતો હતો અને મોઢું કવર કરેલું હતું અને હેલ્મેટ પહેરેલું હતું...ત્યાં સામેના રસ્તા પરથી કોઈ એકટીવા પર સવાર થયેલ છોકરી સામે આવીને જ એકટીવા ઉભું રાખે છે.દુપટો મોંઢે હોય છે.હજી પણ આનું હોર્ન મારવાનું બંધ જ નહોતું થયું..આશિયા થોડી ડરી જાય છે..મનમાં વિચારે છે કોણ છે આ લોકો??
(કોણ છે આ છોકરો..??..આશિયા ને કાઈ હેરાન કરશે??..આશિયા શુ કરશે??..એકટીવા પર આવેલી આ છોકરી કોણ છે??..શુ તે આશિયા ની કોઈ મદદ કરી શકશે...કે પછી એ છોકરો અને આ છોકરી સાથે મળેલા છે??.)
આ બધું જોઈશું નવા ભાગમાં...
To be Continue.........
~🌺 M@nsi G@ndhi 🌺