live life but how?? in Gujarati Motivational Stories by Patel anjali books and stories PDF | live life but how??

Featured Books
Categories
Share

live life but how??

સૌથી પહેલી વાત એમ છે કે બધા જ પોતાનું જીવન મજા થી જીવતા હોય છે. પણ ક્યારેય કોઈએ એમ વિચાર્યું કે આપણે આ જીવન કેવી રીતે જીવવું જોઈએ ? બધા જ પોતાની દુનિયામાં, કામમાં વ્યસ્ત થઇ ગયા છે. ક્યારેય કોઈએ પોતાના માટે સમય નીકાળ્યો?

તમારી પાસે પોતાના માટે જ સમય નથી તો પછી આ જીવનનો શું અર્થ??

જીવનને સુખદ બનાવવા માટે તમારી પાસે સમય હોય કે ના હોય પરંતુ દિવસમાં એક વાર પોતાના માટે 5-10 મિનિટ જરૂર નીકાળજો. પુરા દિવસમાં તમારાથી કેટલા સારા કામ થયા છે, કેટલી ભૂલો થઇ છે, તમારા લીધે કોઈને ખોટું તો નથી લાગ્યું ને આ બધું વિચારવાના ઘણા ફાયદા છે. તમને એજ દિવસે તમારી ભૂલનો અહેસાસ થશે અને સંબંધ તૂટતા કે કઈ પણ ખરાબ થતા અટકી જશે.

અત્યારના સમયમાં જોવા જઈએ તો લોકોની પાસે પડોશી શું કરે છે?, ક્યાં જાય છે? , કોની જોડે જાય છે?, એ કેવું જીવન જીવે છે? આ બધું ધ્યાન રાખવાનો સમય હોય છે બસ એક પોતાના માટે જ નથી હોતો.

બીજી વાત એમ છે કે તમે ખરેખર જોવા જાવ તો તમારી અંદર એક ડરે ઘર બનાવી દીધું છું. અને એ ડર છે સમાજનો.
હું આવા કપડાં પેહરીશ તો લોકો શું વિચારશે ? , હું અહીંયા ફરવા જઈશ તો લોકો શું કહેશે? અને હા, હોટેલમાં જમવા જવુ હોય તો એમાં પણ ડર. લોકો એમ કહેશે કે આતો મિડલ ક્લાસ ફેમિલિ છે છતાંય હોટેલોમાં જમવા જાય છે, મજા થી ફરે છે વગેરે.....

નોકરી તમે કરો છો, પૈસા તમારા, પરિવાર તમારું, ખુશી તમારી તો પછી સાંભળવાનું લોકોનું કેમ?? લોકોનું તો કામ જ છે બીજાને દુઃખી કરવાનું. જો એ પોતે જ સમજી શકતા હોત તો એ પણ મજા થી એમનું જીવન જીવત. પરંતુ એમને કઈ સમજવુ પણ નથી અને એમનાથી કોઈની ખુશી દેખાશે પણ નહિ.

આજકાલના માં બાપે લોકોના ડરથી, સમાજના ડરથી પોતાના છોકરાઓનું જીવન નર્ક જેવું બનાવી દીધું છે. હા, સાંભળવાથી ખરાબ જરૂર લાગશે પરંતુ આજ હકીકત છે.
બીજા છોકરાઓને જોઈને કંઈક શીખો, એમના જેવા બનો અરે આતો કઈ વાત થઇ?? બીજાને જોઈને શું કરવા શીખવાનું?? શાયદ એમના કરતા કંઈક વધારે આવડતું હોય તમારા છોકરાઓને. પરંતુ ઘરના એવા વાતાવરણથી એ કંઈ જ જીવનમાં કરી શકતા નથી. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે બીજાની નકલ ના કરો. હા, એનામા કંઈક સારુ શીખવા જેવું હોય તો શીખો પરંતુ પુરેપુરા એના જેવા ના બની જશો એના કરતા કંઈક અલગ કરો શાયદ તમે એના કરતા વધારે આગળ જઈ શકો.

તમને જે ગમે છે તમે એજ કરો. બીજાનું વિચારવાનુ છોડી દો.પોતાના મનની ખુશી અને શાંતિથી વધારે મહત્વનું આ દુનિયામાં બીજું કઈ જ નથી. જો તમે પોતે ખુશ રેહશો તો બીજાને પણ ખુશ રાખી શકશો.

સમાજ એ આપણો પોતાનો જ છે હું એમ નથી કેહતી કે એમનાથી દૂર ભાગો. બસ તમે તમારું જીવન તમારી પસંદગીથી જીવો નાકે બીજાની.

છેલ્લે હું બસ એટલું જ કહીશ કે એક નવા જીવનની શરૂઆત સૌપ્રથમ પોતે જ કરવી પડશે પછી જ આપણે બીજાને શીખવાડી શકીશું. આમાં કંઈ પણ મારાથી ભૂલ થઇ હોય તો મને માફ કરી દેજો. મારે તો બસ જીવન કેવી રીતે જીવવું જોઈએ એજ શીખવવું હતું. હવે બધું જ તમારા હાથમા છે કે તમારે જેવું છે એવું જ રાખવું છે કે પછી આગળ વધવું છે.