Afsos maro hath uthi gayo in Gujarati Moral Stories by Alpa Maniar books and stories PDF | અફસોસ! મારો હાથ ઊઠી ગયો!!

Featured Books
Categories
Share

અફસોસ! મારો હાથ ઊઠી ગયો!!

હુ માસૂમ પટેલ ઉંમર 21 વર્ષ
કાલ રાત થી મારી માઠી દશા બેઠી છે
ક્યારેય રાતે બહાર જતો નથી પરંતુ કાલે બેેત્રણ મિત્રો જબરદસ્ત આગ્રહ કરી ને બહાર શેરી ના નાકે લઇ ગયા
અને બરાબર ત્યારે જ પોલીસ પેટ્રોલિંગ માટે નીકળી
મને અને મારા મિત્રો ને બરાબર ના પકડ્યા અને લોકડાઉન ના ભંંગ બદલ ધમકાવવા લાગ્યા મારો એક મિિત્ર દલીલ કરવા ગયો તોોવધારે ગુસ્સો કરી અમને બધા ને બે ત્રણ ડંંડા માર્યા
અમે ભાગી નેે પાછા આવી ગયા
ઘરે મમ્મી પપ્પા કે દાદા દાદી નેે તો આ વાત કરાય નહિ નહિતર પાછુ એમનુ પ્રવચન ચાલુ થઈ જાય
ચૂપચાપ રૂમ મા જઇ સૂવા નો પ્રયત્ન કર્યો પરંંતુ ડંડા નો દુુુુખાવો અસહ્ય હતો અને તેના થી વધુ અસહ્ય હતુ એ
અપમાાન જે આજે મિત્રો ના કારણે મારા કોઈ વાંંક વગર થયુ હતું પોલીસ ના શબ્દો કાન મા વાગતા હતા .આખી રાત અજંપા માજ પૂૂૂૂરી કરી. સવારે માંડ માંડ આંખ લાગી અને ત્યા જ દાદાાદાદી ના ભજન કીર્તન ચાલુ થઈ ગયા. ઓશીકું કાન પર દબાવી હુું પાછો સૂૂૂઈ ગયો.
મમ્મી એ ગુસ્સામાં જગાડ્યો ત્યારે તો ઓફિસ માટે મોડુ
થઈ જ ગયુ હતું. ફટાફટ તૈયાર થયો પરંતુ તે દરમિયાન પપ્પા અને દાદા ના લાપરવાહી અંગે ના પ્રવચન ચાલુ જ રહ્યા હુું ચાાનાસ્તો કર્યા વગર જ ઘર ની બહાર નીકળી ગયો
એવુ લાગતુ હતુ જાણે ઘર નામના ટૉર્ચર રૂમ મા થી આઝાદી મળી પણ પાછુ ત્યા જ જવા છે એ વિચાર માથા મા સણકા મારી રહ્યો હતો.
ઓફિસ ના દરવાજા મા દાખલ થતાં જ એ વિચારવાનું બંધ કરી મારા ટેબલ પર પહોંચ્યો
ગઈ કાલે બાકી રહેલા પડતર કામ ફટાફટ પૂરા કરી નજર બહાર કાઢી પૂરા 2 કલાક થઈ ગયા હતા
લંચ ટાઇમ થાય એની રાહ જોવામાં બીજો અડધો કલાક નાના મોટા કામ કરી પસાર કર્યો. ત્યાં જ બોસ ની ઓફિસ માથી લંચ પછી પૂરા સ્ટાફ ની મીટીંગ છે એવી ચીઠ્ઠી આવી.
ઉતાવળ ને ઉતાવળ મા ઘરે થી ટીફીન બોક્સ લાવવાનુ તો રહી જ ગયુ હતું એટલે બહાર નુ જ ખાવા નુ હતુ
કોરોના ના ડર ને લીધે એ તો ગળા નીચે ઉતરવા નૂ નહતુ એટલે બિસ્કિટ ના બે પેકેટ ખાઈ પાણી પી લીધુ .
લંચબ્રેક પૂરો થયો અને ઓફિસમાં મીટીંગ ચાલુ થઈ.
બોસ ભારે મોઢા સાથે કોરોના લોકડાઉન અને મંદી વિશે વાત ચાલુ કરી અમારી બધા ની હાલત ગંભીર થઈ ગઈ ડર પણ લાગવા મંડ્યો કે પગાર નહીં મળે કે નોકરી જશે!
મગજ કામ કરતૂ બંધ જ થઇ ગયુ. બોસ ધીમે ધીમે મુદ્દા પર આવ્યા અમારા માંથી 30 ટકા સ્ટાફ ની નોકરી ગઇ !સદનસીબે મારુ નામ એ લીસ્ટ મા નહતુ પરંતુ નોકરી ગઇ એ લોકો ની સામે જોઇ ને પણ દુઃખ થતુ હતુ. હવે આવી અમારી વારી
, બોસે અમારા પગાર માં પણ 30ટકા નો કાપ મૂકવાની જાહેરાત કરી અને મીટીંગ પૂરી કરી.
સાલુ સમજાતું જ નહોતુ કે નોકરી બચી એટલે ખુશ થવું કે પગાર ઘટ્યો તો દુઃખી થવુ. જેમતેમ કામ મા મન પરોવી દીધું ત્યાં 4:30 ના બોસે કેબીન માં બોલાવ્યો .નવા ડર સાથે કેબીન મા દાખલ થયો, બોસે આશ્વાસન આપતા કહ્યુ કે તારા માટે મારો અભિપ્રાય સારો છે પણ પગાર તો ઘટાડવો પડે તેમ હતુ પરંતુ તુ ટારગેટ પૂરા કરશે તો તને અલગ થી incentive અપાવી દઇશ .મારા જાન માં જાન આવી અને ખૂબજ ખુશી થઈ. આખરે તો મારા દાદાજી ના સંસ્કાર અને મારી મહેનત નો રંગ દેખાઈ આવ્યો. ઘરે ફોન કરી જાણ કરવા ની ઇચ્છા થઈ આવી પણ પછી રૂબરૂમાં વાત કરી એમના ચહેરા પર નો આનંદ જોવા ની લાલચે ફોન ના કર્યો (મારી સૌથી મોટી ભૂલ!)
ઓફિસ ની નજીક મારુ ભાવી સાસરુ છે ભૂખ ખૂબ લાગી હતી તો થયુ ત્યા થઈ બધી વાત કરી મસ્ત નાસ્તો કરી ઘરે જઉ .
ત્યા તો મારી પહેલા મારા પગાર ઘટાડા ના સમાચાર પહોચી ગયા હતા અને બધા મારી સામે મોરચો ખોલી ઉભા હતા
કોઈ મારી વાત સાંભળવા તૈયાર જ નહોતુ, વાત અધુરી જ મૂકી હું ત્યાથી ચાલી નીકળ્યો.
ઘર મા પગ મૂક્યો તે સાથે જ પપ્પા અને દાદા ગુસ્સો વ્યક્ત કરવા લાગ્યા. મારા સાસરે થી ફોન આવી ગયો હતો વાત પૂરી ના કરી એ માટે એ લોકો મને અભિમાની કહી માફી ના માંગુ તો સંબંધ તોડી નાંખવાની ધમકી આપી અને માફી માંગુ પછી પણ "પગાર ના વધે ત્યાં સુધી તો લગ્ન નહિ જ " ની શરત મૂકી
મારી સમજ મા જ નતુ આવતુ કે મારી પૂરી વાત સાંભળ્યા વગર જ બધા કેવી રીતે આવુ વર્તન કરી શકે.
બસ અમારી દલીલો વધી ગઈ અને વાત ચડસ પર આવી ગઇ. પપ્પા અને દાદા ખબર નહિ કેટલુ બોલી રહ્યાં પરંતુ મારી વાત તો નાજ સાંભળી
હુ મારી ધીરજ તો ક્યાર નો ખોઈ ચૂક્યો હતો પણ હવે તો હું મારા જ કંટ્રોલ મા નહોતો રહ્યો અને આવેશ ની એ ક્ષણે મારો હાથ મારા દાદા પર ઉઠી ગયો
એ દિવસ પછી કેટલાય આંસુ સાર્યા અફસોસ કર્યો
દાદા પપ્પા એ માફ પણ કરી દીધો પરંતું એ એક ક્ષણ માટે હું કદાચ મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકુ!!
પણ શું હું ખરેખર એટલો ખરાબ માણસ છું??