કૈં ક આફતો વચ્ચે મુલાકાત થતી હશે
ત્યારે જ તો પ્રેમની શરૂઆત થતી હશે!
મિલન હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર રૂમની બહાર વ્યથિત મન સાથે,બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે.મિલનને જોતા જ એવું લાગે કે જાણે એનું કોઈ પ્રિય સ્વજન જિંદગી સામે જંગ લડી રહ્યુ હોય અને મિલન એના માટે ભગવાન પાસે એની જીતની પ્રાર્થના કરી રહ્યો હોય.
એવામાં અચાનક એક શબ્દ એના કાને પડ્યો.આ અવાજ ઘણા વર્ષો પછી સાંભળવા મળ્યો હોય એવું લાગ્યું.આ અવાજ એના સ્કુલનો મિત્ર કરણનો હતો.કરણને જોતા જ એના આંખમાંથી આંસુની ધારા છુટી પડી ગયી.કરણ એને શાંત પાડતા પુછવાં લાગ્યો શું થયુ છે એ તો કે? એટલે મિલને એને આખી વાત કહી સંભળાવી,
મારી પોતાની એક સ્ટેશનરીની દુકાન છે એટલે હું રોજ દુકાન જવાં માટે નીકળું એટલે આ છોકરી જે ઓપરેશન રૂમમાં છે એ હું જે બસ સ્ટોપ પરથી બસમાં બેસતો એ પણ ત્યાંથી અને એ પણ અમે બન્ને એક જ બસમાં બેસતાં.દરરોજની સાથેની મુસાફરી એટલે અમારી બંન્નેની આંખો ઘણી વખત મળી જતી પણ કોઈ દિવસ અમે વાત નથી કરી.મે એનો ચહેરો પણ હમણાં જ જોયો કેમ કે એ દરરોજ મોઢું બાંધીને જ આવતી અને મારું ઉતરવાનું સ્થળ પણ એના પહેલા આવે એટલે કોઈ દિવસ ચહેરો જોયો જ નથી.એના મનમાં મારા પ્રત્યે કઈ છે કે નહી એ પણ હું નથી જાણતો પણ જ્યારે મારી આંખો એની આંખો થી મળી ત્યાંરથી જાણે મને એના પ્રત્યે એક ખાસ પ્રકારની લાગણી ઉત્પન થઈ છે.કરણે એને વચ્ચે રોકતાં જ પુછ્યું નામ તો ખબર હશે ને? એટલે મિલને કહ્યું નામ પણ હું નથી જાણતો.એટલે કરણે એને આગળ વાત કરવા કહ્યું,મિલને કહ્યું એટલે આજે પણ અમે રોજની જેમ જ સાથે બસમાં જતા હતા અને હું જ્યાં દરરોજ ઉતરુ છું ત્યાં જ ઉતરી ગયો અને ક્યારેય નહી આજે આ પણ મારી પાછળ જ બસમાંથી ત્યાં જ ઉતરી.એટલે હું એને દેખી જ રહ્યો કે આજે આ ઉતરી અને આમ કઈ બાજું એ જાય છે એટલે એ રોડ ક્રોસ કરી અને પેલી બાજું ના રસ્તે જવા માટે ગાડીઓની અવરજવર બંધ થાય એની રાહ જોઈ અને ઊભી રહી.ગાડીઓની અવરજવર બંધ થઈ એટલે એ રસ્તો ક્રોસ કરવાં માટે નીકળી પણ ફુલ ઝડપે રોન્ગ સાઈડથી આવતાં એક કાર વાળાએ એને ટક્કર મારી એટલે એ થોડી દુર જઈને પડી એટલે હું ત્યાંથી દોડ્યો અને બીજ આજુબાજુ વાળા પણ ત્યાં ભેગા થઈ ગયાં અને મે ઝડપથી જઈને જોયુ તો હજુ શ્વાસ ચાલું હતો એટલે જેટલી ઝડપથી થઈ શકે એટલી આને હોસ્પિટલમાં લાવ્યો અને આની હાલત બહું ગંભીર હતી એટલે ડોક્ટરે ઓપરેશન માટે લઈ ગયાં છે.
મિલન આટલી વાત પુરી કરે કે તરત જ ઓપરેશન રૂમનો દરવાજો ખોલ્યો અને ડોકટર બહાર આવ્યાં મિલન ઝડપથી ડોક્ટર સામે ગયો અને પુછ્યું શું થયું ડોક્ટર સાહેબ? ડોક્ટરે કહ્યું ચિતા કરવાની કોઈ જરૂર નથી હવે કોઈ ખતરો નથી પણ ચહેરા પર ગંભીર ચોટ આવી છે એટલે ચહેરો થોડો બગડી ગયો છે પણ બીજી રીતે હવે તેઓ ઠીક છે.એટલે મિલને કહ્યું ડોક્ટર હું એમને મળી શકું? ડોક્ટરે એમને રજા આપી પણ બોલવાની ના પાડી ખાલી જોઈ શકો એમ કહ્યું એટલે બંન્ને મિત્રો સાથે અંદર ગયા અને ચહેરો જોઈ અને કરણના પગ પાછા પડી ગયાં પણ મિલન એ જ સ્વસ્થતાથી પાસે ગયો અને ધીમેથી આઈ લવ યુ બસ એટલું કહી અને બહાર નીકળી ગયો એટલે પાછળ કરણ પણ આવ્યો.પછી કરણે એને પુછ્યુ કે મિલન ચહેરો એનો કેવો બગડી ગયો છે છતાં તુ એને પ્રેમ કરીશ? ત્યારે મિલને કહ્યું કે મિત્ર મે એનો ચહેરો તો પહેલાં પણ નતો જોયો છતાં હુ એના તરફ આકર્ષાયો હતો અને એના પ્રેમમાં પડી ગયો હતો, એટલે તરત જ કરણે મિલનને પુછ્યું આ તો કેવો પ્રેમ કહેવાય મિત્ર,
ત્યારે મિલને ચહેરા પર થોડી મુશ્કુરાટ લાવીને કહ્યું કે આને તો પહેલી નજરનો પ્રેમ કહેવાય વ્હાલાં!