મારી માઈક્રો ફિક્શન..
૧) *લક્ષ્ય* માઈક્રો ફિક્શન... ૨-૩-૨૦૨૦
એક નામાંકિત સર્જન ડોક્ટર હિરેનભાઈ ...
સવારે ચાલવા જતાં કાંકરિયા એક ગાડીએ ટક્કર મારી..
બેભાન થઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા પણ કોમામાં જતાં રહ્યાં...
છ મહિના પછી ભાનમાં આવ્યાં ત્યારે પહેલો સવાલ પુછ્યો હું કોણ છું???
મારું લક્ષ્ય શું છે આ જિંદગી જીવવાનું???
મારું સગપણ શું છે તમારી સાથે..
મારી સગાઈ શું તમારી સાથે???
આવાં અનેક સવાલો પૂછીને..
પરેશાની ભોગવતાં
હિરેનભાઈ મનમાં જ આવાં લક્ષ્ય વિહોણા જીવનનો ફાયદો શું???
અનેક ઉદભવતા સવાલો ની વિસામણમાં એક અલગ દુનિયામાં જતાં રહ્યાં..
ભાવના ભટ્ટ અમદાવાદ...
૨) લાગ્યો ઝટકો માઈક્રોફિક્શન....
મંજરી ને બે વખત ઈલેક્ટ્રીક સોટ અપાવા પડ્યા કંઈ ભૂલ વગર રોજ એને માર પડતો અને રોજ બપોરે એના જેઠાણી અને એનો પતિ રૂમમાં છનાછપતિયા કરતાં હતાં એ ઉભી થઈ અને બાજુવાળા નો ફોન માંગી એના જેઠ ને ફોનમાં વાત કરી આવી. બીજા દિવસે બપોરે મંજરી ના જેઠ આવ્યા અને રૂમનો દરવાજો ખખડાવ્યો અને બન્ને ને અસ્તવ્યસ્ત હાલતમાં જોયાં અને એક એક લાફો બન્ને ને માર્યો ને મંજરી ની જેઠાણી ને લાગ્યો ઝટકો.... મંજરી ના જેઠે બન્ને ને ઘર બહાર કાઢી મુક્યા અને આ નર્ક જેવી જિંદગી થી દૂર મંજરી ને એના પિયર મુકી આવ્યા અને નવું જીવન જીવવાના આશિર્વાદ આપી આવ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ....
૩). *માસુમ સવાલ* માઈક્રો હફિક્શન
આવતાં વેંત જ દફતર નીચે નાંખી અક્ષય બોલ્યો કે હે પપ્પા આપણે દાદા ભેગા કેમ નથી રેહતા..
માસુમ સવાલ સાંભળીને રાકેશ ની આંખો સામે એ દ્રશ્ય તરવરયુ ધક્કો મારી કાઢ્યા હતા.. મનમાં જ બબડતાં..
બેટા દાદા ને નાનાં કાકા બહું વ્હાલા છે ને એટલે એમ કહી રાકેશ આંખના આંસુ લૂછી રહ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ....
૪) અનેરો પ્રેમ... માઈક્રો ફિક્શન...
મેઘલે પોતાના પિતા ને લાગણીઓ થી ખખડાવી નાખ્યા...
રાજુભાઈ અને મેઘલ બન્ને વચ્ચે અનેરો પ્રેમ હતો...
મેઘલે પિતાને લાગણીઓ થી જમવા માટે ખખડાવ્યા કે સરખું ધ્યાન રાખી જમતાં નથી..
મા વગર ની મેઘલ..
સમજણી થઈ ત્યારથી જ રાજુભાઈ ની મા બની ગઈ હતી..
મેઘલના બોલવાથી રાજુભાઈ ને લાગણી એટલે શુ તે સમજાયું...
એક દિવસ એક પ્રસંગ માં રાજુભાઈ ને એમના નાના ભાઈ પરેશે નજીવી વાતમાં ખખડાવ્યા
ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડાવાત જોઈ ને..
પરેશે ને કહ્યું કે કાકા મારા પપ્પા ને ખખડાવવાનો તમને અધિકાર નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ....
૫) *આલિંગન* માઈક્રો ફિક્શન..
આયેશા કોલેજમાં ભણતાં નિલય જોડે પ્રેમ માં પડી અને જવાની દિવાની ના જોરમાં એક ભૂલ થઈ ગઈ અને હવે એણે નિલયને વાત કરી .. નિલય તો ફૂલનો રસ ચૂસી ઉડી ગયો.. રૂઢિચુસ્ત પરિવાર ની આયેશા આત્મહત્યા કરવા નિકળી અને રેલ્વે ના પાટા નીચે પડતું મૂકવા જતી હતી ત્યાં એક પ્રોઢ પુરુષે એને બચાવી લીધી અને આયેશા ને આલિંગન માં લઇ ને કહ્યું કે આવનારા બાળકના બાપ તરીકે હું મારું નામ આપીશ...
ભાવના ભટ્ટ અમદાવાદ...
૬) *એક કથા* માઈક્રો ફિક્શન...
એન્જિનિયર માસ્ટર ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયેલો લોકેશ..
જિંદગી માં પરિશ્રમ થી કંઈક બની બતાવવામાં અને વિધાતાએ લખેલા છઠ્ઠી ના કલમ થી કાગળ ના લેખ બદલવામાં માનતો હતો.
કોલેજમાં થી જ સાથે ભણતી આનલ ને ખુબ પ્રેમ કરતો હોય છે અને આનલ પણ.. લોકેશ ની પ્રેરણા મૂર્તિ હતી આનલ. આનલ નો પ્રેમ જ લોકેશ ની દુનિયા સામે લડવાની તાકાત હતી..
લોકેશે અલગ અલગ સર્કિટ બનાવી ને નામનાં મેળવી હતી અને ઈસરો માં પણ નોકરી કરતો હતો.
આનલ અને લોકેશ ના લગ્ન લેવાયાં અને હાથે મીંઢોળ બંધાયાં
અને આનલ બ્યુટી પાર્લર માં તૈયાર થવા ગઈ અને સીડી માં પગ લપસ્યો અને માથામાં ખુબ ઈજા થઈ એ બચી શકી નહીં..
આ આઘાતમાં લોકેશ જતો રહ્યો અને નોકરી છોડી દીધી અને સર્કીટ બધી તોડીફોડી નાંખી અને હતાશામાં ઉતરી ગયો...
ભાવના ભટ્ટ અમદાવાદ.....