અનકહી સી સ્ટોરી !લવ સ્ટોરી ?
નામ એનું આરઝુ , દેખાવ માં ઠીક ઠાક , પણ બીજી વાતો માં તેનો જોટો ન જડે .પોતાના વિશે વિચારવા પહેલા બીજા વિશે વિચારવું આ તેનો ગુણ ગણો તો ગુણ અને અવગુણ ગણો તો તે હતો .તેણે હમણાં જ કોલેજ પુરી કરી અને ફેમિલી ના સપોર્ટ માટે જોબ ચાલુ કરી . તે ભલી અને તેનું કામ ભલું , તેને બીજા કોઈથી કઈ મતલબ નહીં . તેને જોબ તો ચાલુ કરી પણ સાથે સાથે વિચાર્યું કે સરકારી પરીક્ષા આપીને સરકારી નોકરી કરું તો ! આથી તેણે સાથે સાથે પરીક્ષા ની પ્રિપરેશન પણ કરવા લાગી . અત્યાર સુધી તો આરઝુ ની લાઈફ સારી જ ચાલતી હતી . તે તેનું કામ , તેની ફેમિલી અને તેના ફ્રેન્ડ , પણ કહેવાય છે ને ક્યારેય લાઈફ એક જેવી નથી જતી , એમ આરઝૂ ની લાઈફ માં પણ એક નવા મોડે એન્ટ્રી લીધી .
એક દિવસ તે ફ્રી હતી તો સોશ્યિલ મીડિયા યુજ કરતી હતી , ત્યાં જ એક મેસેજ આવ્યો , તેને થોડીવાર તો મેસેજ ન જોયો પણ પછી જોયો તો તેના કોલેજ ના ભાઈ મિલન નો હતો . મતલબ કી તેણે કોલેજ માં જેને ભાઈ બનાવ્યો હતો તેનો હતો . તેને મેસેજ વાંચ્યો તો થોડીવાર તો શોક થઇ ગઈ કેમ તે મેસેજ બીજા કોઈનો હતો જે તેના ભાઈ થકી મોકલાવ્યો હતો . હવે મેસેજ કોનો હતો તેની વાત કરીયે તો તે રાજ નો હતો , જે આરઝુ ની સાથે કોલેજ માં હતો .
રાજ , સિમ્પલ છોકરો , તે પણ આરઝુ ની જેમ જ દેખાવ માં ઠીક ઠાક હતો . તેણે આરઝુ ના કોલેજ વાળા ભાઈ ને વાત કરી કે મને આરઝુ ગમે છે એ પણ કોલેજ પુરી થઇ ગયા ના બે વર્ષ પછી . આરઝુ નો ભાઈ તેનો પણ ફ્રેન્ડ હતો એટલે જ તો . તેણે આરઝુ ને વાત કરી કેમ તે જાણતો હતો રાજ ડાહ્યો છોકરો છે પણ તમે તો જાણો છો આરઝુ ને . તે તેની આગળ હંમેશા તેની ફેમિલી ને રાખતી હતી , આથી ડાયરેક્ટ ના પાડી દીધી . થોડા દિવસ તો બધું બરોબર ચાલ્યું ત્યાં પાછો મીલન નો મેસેજ આવ્યો શું વિચાર્યું રાજ વિશે . આ વખતે પણ આરઝૂ એ ના પાડી દીધી .
આમ જ થોડા મહિના ગયા કે મિલન નો પાછો મેસેજ આવ્યો . હવે તો આરઝુ નું મગજ છટક્યું તેને ડાયરેક્ટ કહી દીધું તે કેવી રીતે મને પસંદ કરવા લાગ્યો , કોલેજ માં હું કોઈ દિવસ તેની સાથે નથી બોલી , તે મારી સાથે કોઈ દિવસ બોલ્યો નથી , અમે ફ્રેન્ડ પણ ન હતા ને એમ જ કહી દીધું મને ગમે છે . મિલને આરઝૂ ને સમજાવવાની કોશિશ કરી પણ આરઝુ જેનું નામ , મિલને તો મેરેજ સુધી ની વાત કરી હતી પણ તોય આરઝૂ ન માની અને રાજ ને મેસેજ કરીને તેની કૅન્ડીશન કહી દીધી કે તેની ફેમિલી ની હાલત બહુ સારી નથી અને તે તેની ફેમિલી ને સપોર્ટ કરવા માંગે છે . રાજે તેને સમજાવવાની કોશિશ કરી કે તે તેના ફેમિલી ને સપોર્ટ કરવા માં સાથ આપશે પણ આરઝૂ ને લાગ્યું કે તેનાં ફેમિલી એ તેની પર જે વિશ્વાસ મુક્યો છે તે તૂટી જશે આથી તેને ના પાડી દીધી .
આરઝૂ ની ફેમિલી બહુ સારી હતી , જ્યાં છોકરીયું ઉપર આટલી પાબન્ધી લાગે છે ત્યાં આરઝુ ને બધી છૂટ આપેલી હતી , અને એવું પણ ન હતું કે આરઝુ રાજ વિશે વાત કરે તો તેની ફેમિલી ના પાડી દે કેમ કે રાજ પણ તેની જ જાતિ નો હતો અને બંને ની ડિગ્રી પણ સેમ જ હતી તોય આરઝૂ ને લાગતું હતું કે તેના ફેમિલી નો વિશ્વાસ તૂટી જશે . આથી જ તે ના પાડતી હતી .
આરઝૂ ને લાગ્યું પણ હતું કે રાજ તેના વિશે જણાવવાથી અને તેને બીજી છોકરી જોડે મેરેજ કરી લે તેમ કહેવાથી તે આ વાત અહીંયા જ પુરી કરી દેશે , ના પણ આરઝૂ એ વિચાર્યું એવું કઈ થયું ન હતું કેમ કે એક વર્ષ થઇ ગયું હતું તો પણ રાજ આ વાત ભુલ્યો ન હતો . પાછો થોડા સમય પછી મિલન નો મેસેજ આવ્યો રાજ વિશે શું વિચાર્યું છે . આરઝુ એ સામે પૂછ્યું તું દર વખતે મેસેજ કરીને કે છો તે એમ જ કે રાજ પૂછવાનું કહે છે . મિલને જવાબ આપ્યો રાજ કહે છે એટલે જ કહું છું .
આ સાથે જ આરઝૂ વિચારમાં પડી ગઈ કેમ કે તે થોડો થોડો રાજ ને જાણતી હતી , ડાહ્યો છોકરો છે પાછો હોશિયાર અને વિવેકી પણ છે તોય આરઝૂ કોઈ નિર્ણય પર ન પોહચી શકી તો તમારું શું માનવું છે આરઝૂ ને શું કરવું જોઈએ , તેને રાજ વિશે તેના ફેમિલી ને જણાવવું જોઈએ ? રાજ ને મેરેજ માટે હા પાડવી જોઈએ ? કે પછી રાજ ને સમજાવીને તેને હંમેશા માટે ભૂલી જવો જોઈએ .
તમારું જે પણ માનવું હોય તે કોમેન્ટ કરીને જણાવજો ત્યારે જ આપણે આ સ્ટોરી આગળ વધારીશું .