ભાગ 1
અરે દિપાંશી તુ હિંમત ન હારીશ તારામા બધુ કરવાની હિંમત છે એવુ દિપાંશીની મોટી બહેન જયના એ તેને આશ્વાસન આપતા કહયુ... દિપાંશી અને જયના બંને સગી બહેનો હતી... તેનો પરિવાર મધ્યમવર્ગનો હતો... પરિવારમા તેના મમ્મી રીના બહેન, પપ્પા રમેશભાઈ, બંને બહેનો અને દાદી ચંપાબહેન હતા...બંનેને એક વાતે ખોટ હતી કે ભગવાને તેમને ભાઈ નહોતો આપ્યો છતા તે બંને માટે એકબીજાનો પ્રેમ જ પુરતો હતો.. પરિવારમા ખુબ સંપ અને પ્રેમ હતો... પણ અત્યારે પરિસ્થિતિ જ એવી ઉભી થઈ હતી કે બહુ જ વિચારો મગજમા વિચરતા હતા. તેના મમ્મીને આખો દિવસ ખુબ કામ રહેતુ અને ઉપરથી દાદી પણ ઊંમરલાયક થવાને લીધે કંઈ કામ કરી શકતા ન હતા ઉપરથી તેને સંભાળવામા મમ્મીનો સમય જતો... અને પપ્પા એક જ કમાતા હતા તેથી આર્થિક ભીંસ દિવસે ને દિવસે વધતી જતી હતી...જયના કોલેજના બીજા વર્ષમા હતી જ્યારે દિપાંશીએ બારમા ની પરિક્ષા આપી આ વર્ષે...બંને ભણવામા ખુબ હોંશિયાર હતી.. જયનાને તો અન્ય કામો પણ ફાવતા તેથી તે ટયુશન કરાવી, સિવણકામ કરી પરિવારને મદદરૂપ થતી. પણ હવે તો કંઇક કરવુ જ પડશે કેમ કે દિપાંશી ભણવામા ખુબ હોંશિયાર હતી અને તેને મનથી ડોકટર બનવાની ઇચ્છા હતી પણ તે આ વાત કેમ કરીને કોઇને કહે! કેમ કે તે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રીતે જાણતી હતી. પણ તેની મોટી બહેન જયના તેની બહેનની મનની ઈચ્છા વગર કહે જ જાણી ગઈ તેથી તે કામ વધુ કરીને પૈસા જમા કરવા લાગી.. જયના ખુબ સમજદાર હતી જયારે દીપાંશી થોડી ચંચળ અને તેજ સ્વભાવની હતી પણ બંને દિલની બહુ સાફ હતી. વેકેશનમા દિપાંશી પણ તેને થોડુ બ્યુટી પાર્લરનુ કામ ફાવતુ હતુ તેમાથી કામ કરીને પૈસા જમા કરતી હતી.. બંનેનો ધ્યેય પૈસા જમા કરવાનો એ જ હતો કે દીપાંશી તેનુ ડોકટર બનવાનુ સપનુ પુરુ કરી શકે કેમ કે પપ્પા તો ઘરનુ ભરણપોષણ માંડ કરી શકતા હતા તેથી તે બંને જાણતી હતી કે હવે આગળ તો કોઇ એક બહેન જ અભ્યાસ કરી શકશે બંને એકબીજા માટે પોતાના સપનાને છોડવા તૈયાર હતી કેમ કે બંને એકબીજાને ખુબ પ્રેમ કરતી હતી.. અંતે જયના એ અભ્યાસ છોડી દઈ અન્ય કામ કરી ઘરમા અને દીપાંશીના અભ્યાસ મા મદદરુપ થવાનો નિર્ણય લઇ લીધો અને જયના એ આ વાત તેની બહેન દીપાંશીને જણાવી જ દીધી કેમ કે તે દીપાંશીના ચહેરા પરની વ્યથાને જાણી ગઈ હતી.. આ વાત સાંભળી દીપાંશીના આંખમાથી તો આંસુ નીકળી આવ્યા. કે તેની બહેન તેના માટે આટલુ સમર્થન આપે છે જવાબમા જયના એ કહયુ તુ હિંમત ન હારીશ તુ બધુ કરી શકે છે તુ પૈસાની ચિંતા ન કર તુ માત્ર આગળની પ્રક્રિયા વિશે બધુ જાણી લે. આમેય થોડા દિવસોમા તારુ રીઝલ્ટ પણ આવવવાનુ છે. અને મને પુરો વિશ્વાસ છે કે તારુ પરિણામ ખુબ સારુ આવશે.. બંને બહેનો થોડીવાર તો ખુબ ભાવાવેશ બની ગઈ.
આમ ને આમ થોડા દિવસો વીતે છે અને દીપાંશીના પરિણામ નો દિવસ પણ આવી ગયો. તેનુ પરિણામ ખુબ જ સારુ આવ્યુ હતુ તેથી તેને આગળ ભણવા માટે ડોકટરની લાઇન લીધી. માંડ કરીને ફીના પૈસા જમા કર્યા.. તેમ જ દીપાંશી પણ રાત દિવસ અભ્યાસભા ખુબ મહેનત કરતી હતી.. જયના પણ આ જોઇને ખુબ ખુશ થતી..
(વાંચકમિત્રો, તમારા સાથ-સહકારથી જ આ બીજી ધારાવાહિક પણ આવી ચુકી છે તો તમારા અમુલ્ય પ્રતિભાવો આપવાનુ ચુકશો નહી. ખુબ ખુબ આભાર )