The Author Dharvi Thakkar Follow Current Read અસ્તિત્વનું ઓજસ - 5 By Dharvi Thakkar Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books नया नज़रिया बाल कहानी - नया नज़रियाझारखंड के एक छोटे से कस्बे में एक बाल... शुभम - कहीं दीप जले कहीं दिल - पार्ट 21 शुभम - कहीं दीप जले कहीं दिल ( पार्ट -२१)बहुत सारे सवाल और ज... अपराध ही अपराध - भाग 2 (अध्याय 2) “बहुत अच्छी बात है, ‘पानीपत युद... ऋषि की शक्ति ऋषि की शक्ति एक बार एक ऋषि जंगल में रहते थे। वह बहुत शक्तिशा... बुजुर्गो का आशिष - 9 पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dharvi Thakkar in Gujarati Fiction Stories Total Episodes : 19 Share અસ્તિત્વનું ઓજસ - 5 (5) 936 3k પ્રકરણ ૫ “તું શું કહેવા માંગે છે દીકરા મન ખોલીને વાત કર” “ હા દીદી, તમે મને ઓળખતા નથી છતાંયે તમે મને મદદ કરી” “ મે તારી મદદ નથી કરી અંકિતા ખરી મદદ તને ઈશ્વરે કરી છે હું તેમાં માત્ર નિમિત્ત બની હતી.” “ પરંતુ દીદી..." થોડી વાર અટકી એ તેને રાધિકા ની સામે જોયું પછી ફક્ત એટલું જ બોલી " હું તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું” “ એક બાજુથી દીદી કહે છે ને બીજી બાજુ ઉપકાર પણ ગણે છે” હવે અંકિતા ફસાઈ તેને આગળ શું બોલવું તે જ ખબર ના પડી તે જોતી રહી તેને તેટલા માં તે તેની કાર પાસે પહુંચી ગયાં હતાં. “શું જુએ છે ? તારે હજુ કશું કહેવું છે ?” તેણી એ હકાર માં માથું ધુણવ્યું “ અરે તો કહેને” રાધિકા કશું સમજે તે પહેલા તો અંકિતા એ તેના બંને ગાલ પર પપ્પી કરી લીધી. “ તમે અતિ ખૂબસૂરત છો” આટલું બોલતાં રાધિકા ખડખડાટ હસી પડી તેના ગાલ પર નાના એવાં ખંજન ઉપસી આવ્યા જે તેના ચહેરા ને વધુ ખૂબસૂરત બનાવતા. આ વાત રાધિકા માટે નવી ના હતી. તેના વર્ગ ના બાળકો પણ આમજ કરતા અને રોજ છૂટવાના સમયે બધાં છોકરા તેને પગે લાગીને જતા તે પણ સામે સારો પ્રતિભાવ આપતી કોઈવાર ઘરે આપેલું કામ ના થયું હોય તો તે માફ કરી દેતી અને બદલાં માં ફરી વાર આવું નહિ કરે તેવું પ્રોમિસ લઇ લેતી. બહુ સરળતા થી આ બધું સંભાળી લેવાની ગજબ ની આવડત હતી તેની પાસે. તેણીએ કાર ચાલુ કરી અંકિતા પણ બેસી ગઈ ને ગાડી મેઈન ગેટ તરફ લઈ લીધી. નેન્સી ત્યાં જ ઊભી હતી રાધિકા એ કાર ઊભી રાખી અંકિતા એ અંદર થી પાછળ નો દરવાજો ખોલ્યો નેન્સી ની સાથે સાથે કોમલ અને રીંકી પણ ગોઠવાયા. “ તને ક્યાં ઉતરવાનું છે અંકિતા ?” રાધિકાની નજર રસ્તા પર જ હતી. “ પોલીસ હેડક્વાર્ટરમાં દીદી” “ ઓહ..! હું ભૂલી ગયેલી” રાધિકા બીજું કંઈ પૂછે તે પહેલાં રીંકી બોલી અંકિતાા "તારા પપ્પાને કહીને આ નેન્સી ને એક દિવસ પુરાવી દેને” “ ઓ મેડમ મે જહાં મે વહાં તુમ… તને પણ સાથે જ લેતી જઈશ” નેન્સી એ કહ્યું “ સાસરે પણ ..?” રીંકી એ તેની ટીખળ કરતા કહ્યું. “ ના રે… હું પણ રાધુ જોડે જવાની” હેં ને રાધુ...?” રાધિકા ના મનમાં સેંકડો વિચારો આવી અને ચાલ્યા તેણીએ બધાં વિચારો ખંખેરી તરત જવાબ આપ્યો. “તમારા બંને કરતા મારી કોમલ ડાહી કશું બોલે છે તેને પણ ખબર છે કે ગાડી ચલાવતાં ચલાવતાં વાતો ના કરાઈ નહીં તો અકસ્માત થાય." રાધિકાની નજર હજુ રોડ પર જ હતી. " જો આ અકસ્માત માં તારું દિલ કોઈ બીજા જોડે ભટકાતું હોઈ તો મને મંજૂર છે." હજુ તે આગળ બોલે એ પવન વેગે એક જિપ્સી તેની ગાડી ને કરી ને આગળ વધી ગઈ બંને ગાડીઓ વરચે એક વેત નું અંતર ના હોત તો અકસ્માત થઈ જાત. નેન્સી તરત તે ગાડી તરફ જોઈને બોલી " અભણ ડ્રાઇવરો ... ચલાવતાં નહિ આવડતી હોઈ કે " " કુલ નેન્સી મે તેનો નંબર નોટ કરી લીધો છે " અંકિતા એક સ્મિત ની સાથે બોલી. તેણીએ એ કાચ ની બહાર જોયું ત્યારે રાધિકા યુ ટર્ન મારી અને સામેની સાઈડ ગાડી લેતી હતી. દીદી જ રાખી દો હું ચાલી જઈશ તમારે બહુ ફરવું પડશે. "કંઈ વાંધો નહિ અંકિતા" રાધિકા એ પોલીસ હેડક્વાર્ટર ના ગેટ ની બરાબર સામે જ ગાડી ઊભી રાખી અંદર લઈ લઉં ગાડી..? " " ના ... ના ... દીદી અમારું ઘર પહેલી જ વીંગ માં છે" અંકિતા ઉતરી અને રાધિકાની વિન્ડો પાસે ગઈ “દીદી એક રેકવેસ્ટ હતી. તમે માનશો ખરા…?” “ એ તો સંભાળ્યા પછી ખબર પડેને” તેની આદત હતી કોઈ પણ સવાલ ના જવાબ સવાલ પૂરો થાય પછી જ આપવા કોઈની વાત કાપવી નહિ. સામે વાળા ની વાત સંભાળ્યા પછી જો તે માંગે તો જ તેને અભિપ્રાય આપવો. આ સ્વભાવ ના લીધે તે બધાની વહાલી બની જતી. “તમે બધાં આવતાં રવિવારે મારી ઘરે આવશો…? પ્લીઝ દીદી ના નહિ કહેતાં મારે મારા મમ્મી પપ્પા ને મળાવવા છે તમને”હજી તે આગળ બોલે તે પહેલાં જ નેન્સી કહ્યું “પહેલાં પી. એ. પાસેથી અપોઇમેન્ટ તો લઈ લો. પછી જ મેડમ ને જવા દેવામાં આવશે હો “ઠીક વાત છે તો શું આપ મેડમ સાથે આવતા રવિવાર ની મુલાકાત માટેની પરવાનગી આપશો..?” “ જા બચ્ચાં તેરા કામ હો જાયેગા” નેન્સી આશીર્વાદ દેતાં હોય તે પોઝ માં કીધું “ આગે કા ફોન પે દેખા જાયેગા” તેનું બોલવાનું પૂરું થયું ને રાધિકા એ તરત ગાડી સ્ટાર્ટ કરી “બાય અંકિતા ધ્યાન રાખજે તારું” … બાય દીદી અંકિતા એ પણ કહ્યું અને ગાડી તરત ત્યાંથી ચાલી ગઈ અંકિતા બે ક્ષણ એ ગાડી ની પાછળ જોઇ રહી. તરત જ તે તેના પગથિયાં ચડી અને તેના ફ્લેટ પાસે પહોંચી ડોર બેલ વગાડે તે પહેલાં જ તેની મમ્મી એ દરવાજો ખોલી નાખ્યો હતો. અંદર પ્રવેશીને સીધી જ તે તેના બેડરૂમ માં ચાલી ગઈ લગભગ પંદર મિનિટ પછી તે બહાર આવી ત્યારે તે તેના પિન્ક નાઈટ ડ્રેસ માં હતી. તે પોતાના મમ્મી ને સોફા પર બેઠેલા જોઈ ને સમજી ગઈ હતી કે તે પોતાની રાહ જોઈ રહ્યા છે. “ કેમ આટલું મોડું થયું તું તો આર્યન સાથે ગઈ હતીને તે તો એક કલાક પહેલાં જ ઘરે આવી ગયેલો” “ હા મમ્મી” અંકિતા એ પહેલેથી આખી વાત કહી સંભળાવી” તેને ઘરમાં પહેલેથી જ અમુક રીત ની છૂટછાટ મળેલી એનું કારણ તેના મમ્મી- પપ્પા નો પોતાના પ્રત્યે નો વિશ્વાસ કહી શકાય. આમ પણ અંકિતા એ રોહિણી બહેન અને અશ્વિન ભાઈ નું એકનું એક સંતાન હતી અને છતાંયે તે સમજદાર ભણવા માં હોશિયાર અને પાછી લાડકી તો ખરી જ. અંકિતા એ તેના મમ્મી એટલે કે રોહિણી બહેન ને પુરે પૂરી વાત કહી સંભળાવી કે કેવી રીતે રાધિકા એ તેની મદદ કરી થોડી વાર માટે તેઓ પણ વિચાર માં પડી ગયા. તેઓ કેરલા ના હોવાથી થોડા શ્યામ વર્ણ ના હતાં છતાંય તેમના ચહેરો અતિ સોમ્ય હતો તેમની આંખો પરથી તેવું લાગતું કે તેઓ અત્યંત જ્ઞાની છે તેમને જોઈને કોઈ એવું ના કહી શકે કે તેઓ એક પોલીસ ઓફિસર ના પત્ની છે. "તે ઉપર તેને મળવા કેમ ના લાવી " "હા મમ્મી મે કીધું છે એમને આવતા રવિવારે આવવાનું હવે ખબર નહિ એ આવશે કે નહિ " "ઓહ અરછા...! શું નામ છે એમનું ...?" "રાધિકા દીદી... બીજી મજાની વાત એ છે કે એ આપણા ઘર પાસે પેલી શાળા છે ને તેમાં જ શિક્ષિકા છે. અને કાર માં પાછળની સીટ જે બેઠાં હતા એ એના સ્ટુડન્ટ હતા તેમાં એ નેન્સી તો તેમની પાસે બચપણ થી ભણે છે કાશ આપણે પણ અહીંયા વહેલાં આવી ગયા હોત તો એ દીદી મને વહેલાં મળી જાત " “ હવે મારે કોઈ અજાણ્યા ને મિત્ર બનાવવાની જરૂર નહિ પડે કેમ કે રાધિકા દીદી પણ ભણાવે છે " તે સોફા પર જ તેની માં ના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ રાધિકા નું ઉઠવું બેસવું નેન્સી ને રીંકી ના જગડા કોમલ વિશે કેટલી વાતો કરી રહી હતી. રોહિણી બહેન પણ રાધિકા વિશે વિચારી રહ્યા હતા. બીજી બાજુ રાધિકાની ગાડી પણ નેન્સી ના એપાર્ટમેન્ટ ની સામે ઉભી હતી સામે બધા જેન્ટ્સ ખુરશી નાખીને બેઠાં હતા જેમાંના એક રાધિકાના પપ્પા પણ હતાં. સુનિલભાઈ ઘણી વાર આવી રીતે બેસતા ખાસ કરીને રવિવારે બધાં યાર દોસ્તોની મહેફિલ જામતી. અને બધી સ્ત્રીઓ " દિવ્યમ વિલાસ " એટલે કે નેન્સીના એપાર્ટમેન્ટ ની અગાશી પર બેસતાં ત્યાંથી જ તો કોમલ અને રિંકલ સાથે રાધિકાની ઓળખાણ થઇ હતી. આજે પણ બધી સ્ત્રીઓ ભેગી થઇ હતી. રાધિકાએ ચાવી તેના નેન્સી ના હાથ માં આપી અને તેણી એ સુનીલ ભાઈ ને દેવા કહ્યું. નેન્સી પણ સુનીલ ભાઈ તરફ ગઈ અને કહ્યું “ થેંક યૂ અંકલ” સુનીલ ભાઈ એ ચાવી લેતા પૂછ્યું “ ફરી આવ્યાં …? મજા પડી …?” “ મજા તો પડી જ હશેને સુનીલ ભાઈ એમાં વળી પૂછવાનું શું ગજબનો નો રંગ લગાડ્યો છે તમારી રાધિકા એ મારી કોમલ તો હવે અમારા ભેગી ક્યાંય આવતી જ નથી ને” ચમન શેઠ બોલ્યાં. ચમન ભાઈ એટલે કે કોમલ ના પપ્પા વેપારી હતા એમની મેઈન બજાર મા જથ્થાબંધ કરિયાણાની દુકાન હતી. તેથી તેમને બધાં ચમન શેઠ કહીને બોલાવતા. “ હા સાવ સાચી વાત છે તમારી ચમન શેઠ જુઓ ને આપણી કાબરો ની કલકલ ક્યાં બંધ થાય છે હજુ” દિનેશ ભાઈ બોલ્યાં. “ હા કાકા મજા પડી રાધી હોઈ પછી એમને શું ચિંતા આજ તો અમારી મેડમ પણ આઇસ્ક્રીમ ખાધો એ પણ મારી પસંદ નો... ભગવાન આવી ટીચર બધાં બે આપે જે ફરવા એ લઈ જાઈ” આટલું બોલી અને ઓવારણાં લેતી હોઈ તેવી એક્ટિંગ કરી. એની આ હરકત જોઈ બધાં ના ચહેરા પર સ્મિત રેલાયું. નેન્સી બિન્દાસ રહી શકતી બધાની વરચે પણ તે બોલવાની હિંમત રાખતી એટલે જ તો તે બધાની લાડકી હતી. ત્યાં સુધીમાં રીંકી અને કોમલ બંને ત્યાં પહોંચી ગયાં હતાં. નેન્સી ફરી કોમલ સાથે વાતો કરવા માં મશગુલ થઈ ગઈ. રાધિકા પાસે રીંકી આવી ને ઊભી રહી તેણી ને જોઈ અને સુનીલ ભાઈ એ સવાલ પૂછ્યો. “ રિંકલ આજ પ્રેમ નથી દેખાતો…? બહાર ગયો છે કે હજુ જ્વેલર્સ એ જ છે ?” “ હા સુનીલ કાકા ભાઈ બે દિવસ થી અમદાવાદ ગયાં છે ત્યાં કોઈના લગ્ન છે તો અમને ઘરેણાં ની તાત્કાલિક જરૂર હતી. તે આવતીકાલે આવી જશે” રીંકી એ કહ્યું. રિંકલ ૩ વર્ષ ની હતી ત્યારે જ તેના મમ્મી પપ્પા એક અકસ્માત માં મૃત્યુ પામેલા. તેના ભાઈ ભાભી પાસે જ તે મોટી થયેલી. “ ઓહ… હા…! પ્રેમ એ કહ્યું હતું હું જ ભૂલી ગયેલો. કંઈ કામ પડે તો કહેજે” “ જી કાકા અમે ઉપર જઈએ બધા પાસે” રીંકી એ કહ્યું “ નેન્સી તું પણ જા અને પાણી લાવી આપ. તારી મમ્મી ને મે કીધેલું પણ એ ભૂલી ગઈ લાગે છે આ બાઈઓ ભેગી થાય એટલે અલકમલકની વાતો માં એવી તે ગુચવાઈ કે કંઈ યાદ જ ના રહે” દિનેશ ભાઈ એ કહ્યું. એમની વાત સાચી હતી રવિવારે દિવ્યમ વિલાસનું પાર્કિંગ અને અગાસી ની રોનક અલગ જ જોવા મળતી. કેમ કે નીચે પુરુષો અને ઉપર મહિલાઓ મિટિંગ જામતી “ સારું પપ્પા હમણાં લેતી આવું ચાલ કોમલ” તે અને કોમલ આગળ લિફ્ટ તરફ ચાલતાં થયાં, રાધિકા અને રીંકી પણ તેની પાછળ દોરવાયા. હજુ લિફ્ટ ખુલી જ હતી તરત જ તેમાંથી રિંકલ ના ભાભી બહાર આવ્યાં અને સીધાં તેમનાં એપાર્ટમેન્ટ માં જતાં રહ્યાં. કદાચ તેનાં આંખ માં આંસુ હતા. તેમની પાછળ રિંકલ પણ દોડી ત્યાં બેઠેલાં બધાં પુરૂષો પણ અવાક બની રહ્યા. ( ક્રમશઃ ) ‹ Previous Chapterઅસ્તિત્વનું ઓજસ - 4 › Next Chapter અસ્તિત્વનું ઓજસ - 6 Download Our App