I with the Buddha - 2 in Gujarati Motivational Stories by Jinil Patel books and stories PDF | બુદ્ધ સાથે હું - 2

Featured Books
Categories
Share

બુદ્ધ સાથે હું - 2

જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એને બીજા દ્વારા આદર મળે પરંતુ એને શું મળે છે? એનું ઉલટું.
દરેક વ્યક્તિ વિચારે છે કે એવું તે શું કરે કે બીજા બધા વ્યક્તિ એના વિષે સારું વિચારે અને એને સમ્માન આપે પણ તે અહિયા જ ભૂલ કરે છે કેમ કે એનો કોઈ ઉપાય નથી. પરંતુ તમે એક ઉપાય કરી શકો છો કે લોકો ગમે તે કહે એની અસર તમારા પર પડવી ન જોઈએ ,પછી લોકો તમને ગાળો જ કેમ ન કાઢે.
એક વાર બુદ્ધ, ચાર ભિક્ષુ અને હું એક ગામ માં ભિક્ષા માંગવા પોહચીએ છીએ પણ અમે ત્યાં પોહચ્યા કે તરત જ ત્યાંના લોકો અમને બધાને સારા-ખોટા કહેવા માંડ્યા. એ લોકો એ કહ્યું કે “ ક્યાંથી આવી જાય છે આવા, શરીરે તો તંદુરસ્ત છે છતાં પોતે કમાઈને નથી ખાતા અને ભીખ માંગવા નીકળી પડ્યા છે. ” ભિક્ષુઓએ અને મેં બુદ્ધ ની એક વાત યાદ રાખી હતી કે ‘અપશબ્દ નો કોઈ પ્રતિઉત્તર ના હોય.’ પાછા બીજા લોકો વધારે બોલવા લાગ્યા કે “ અરે! આ બુદ્ધ પણ એક પ્રકારનો બીક્કણ છે એ એની પત્ની અને બાળક ને છોડી ને આવ્યો હતો અને એ આ જ્ઞાનની શું વાતો કરશે? એતો લોકોને નપુંસક બનાવે છે .” આ સાંભરી અમે બધાતો ચૂપ જ હતા. ગામ નાં લોકોએ કહ્યું “ સાંભળી લ્યો તમને અહીંથી કોઈ પ્રકાર નું દાન નઈ મળે અને અહીંથી જતા રહો. ” આ સાંભળી અમે બધા બુદ્ધ પાસે ગયા અને પૂછ્યું “ બુદ્ધ આપને બીજી જગ્યા એ જઈને ભિક્ષા માંગી શકીએ? ” બુદ્ધે કહ્યું “ હા આપણે જઈ શકીએ છીએ પણ અહીંથી જવાનું કારણ શું છે? ” મેં કહ્યું “ અહીના લોકો આપણું અપમાન કરે છે અને અપશબ્દ બોલે છે જેથી અમને બઉ જ ખોટું લાગે છે. ” આ સાંભળી બુદ્ધ થોડું હાસ્યા અને કહ્યું “ જો બીજી જગ્યાએ અહીંથી વધારે અપમાન થશે તો તું શું કરીશ? ” આ સાંભળી અમે બધા ચુપ થઈ ગયા.
બુદ્ધે કહ્યું “ જે સમસ્યા થી તમે દુર જવાનો પ્રયત્ન કરો છો એ સમસ્યા તમારી પાછળ-પાછળ જ આવશે જો તમે એનો સામનો નઈ કરો તો. તમે જે કઈ કરો છો એ તે લોકોની સમજણમાં નથી એટલે એ લોકો તમારો વિરોધ કરે છે. એ લોકો પહેલા તમારૂ અપમાન કરશે પછી તમાર અપર હિંસા કરશે અને એમેને જ્યારે તમારી સચ્ચાઈ ખબર પડશે ત્યારે એ તમારા સાથે પ્રેમથી વર્તશે તમે થોડી ધીરજ રાખો. ” આ સાંભળી અમે બુદ્ધને માફી માંગી અને પછી બુદ્ધે કહ્યું “ કોઈ પણ નવી વાત લોકો એકદમથી સ્વીકાર નથી કરતા એને સ્વીકારવામાં સમય લાગે છે અને જ્યારે એમને તમારી વાત સમજાશે અને એમને તમારો નિર્ણય એમના માટે સાચો લાગશે તો એ લોકો તમારા પર ફૂલ વરસાવશે. ” આ વાત સાંભળી મેં કહ્યું “ બુદ્ધ અમે તમારી વાત સમજી ગયા. ” અને ફરીથી બધા ભિક્ષુ અને હું એ જ ગામમાં ભિક્ષા માંગવા ગયા અને કેટલાક લોકોએ પ્રેમથી ભિક્ષા આપી.
જ્યારે તમે લોકોની કલ્પનાથી ઉલટું કામ ચાલુ કરો છો તો લોકો તમારી વિરુદ્ધ હોય છે અને તમને ખોટો ગણે છે પણ તમારો ઈરાદો સારો હોય અને જ્યારે તમે એમાં સફળ થાઓ છો ત્યારે તમારી વિરુદ્ધ હતા એ જ લોકો તમારી વાહ! વાહ! કરે છે.

( આવી બીજી બોધ સાથેની વાર્તા 'બુદ્ધ સાથે હું ' માં ક્રમશ.)
( પ્રતિભાવ જરૂર આપજો.)