થોમસ આલ્વા એડિસન
થોમસ આલ્વા એડિસન જેઓનો જન્મ ૧૧ ફેબ્રુઆરી ૧૮૪૭માં અમેરિકામાં થયો હતો.તેમના પિતાનું નામ સેમ્યુઅલ એડિસન માતાનું નામ નેન્શી ઇલિયોટ હતું. તેમના સંતાનોમાં સૌથી નાના હતા.
એડિસન થોડા મોટા થતાં તેમનું નામા શાળામાં લખવી દીધું.પરંતુ થોડા સમય બાદ શાળા માંથી ફરિયાદો આવવા લાગી. નાનપણમાં એડિસન શાળામાં ખૂબ જ વધારે પ્રશ્નો પૂછતા અને તેમના આ વર્તનને લીધે સ્કુલ ના શિક્ષકો કંટાળી ગયા હતા.તેઓ તેમને તેમજ તેમની વિચારશ્રેણી ને સમજી શકતા ન હતા.તેઓ સમજતા કે તે તોફાની શરારતી બાળક છે,તેથી આમ કરે છે. ગણા તેમને મંદબુદ્ધિ બાળક છે તેમ પણ સમજતા નાનપણથી જ અન્ય બાળકો કરતા તેમને વર્તન વિચારવાની અને જિજ્ઞાસાવૃત્તિ અલગ હતી. તેમના મનમાં અલગ-અલગ વિચારો આવતા અને તે પ્રશ્નને પોતે ઉકેલવાનો પ્રયત્ન કરતા એક દિવસ તેમને એક પ્રશ્ન મન માં આવ્યો કે પક્ષી કેમ હવામાં ઉડે છે માણસ હવામાં કેમ નથી ઉડતા ? તેના પર સંશોધન કર્તા તેમને એવું લાગ્યું કે તે કીડા-મકોડા ખાય છે.તેથી તે હવામાં ઉડી શકે છે.તેમણે તેમના મિત્રને સવારે ગાર્ડનમાં ઊઠીને કીડા-મકોડા થી ભેગી કરેલ બોટલ પીવડાવી દીધી. હવે તેમને એવું લાગતું હતું કે, તેમના મિત્રો પક્ષીની જેમ ઉડશે પણ મિત્રો ઉડ્યો નહીં તે બીમાર થઈ ગયો અને તેથી તેમને ઘરે અને આજુ-બાજુમાં ઠપકો સાંભળવો પડ્યો,મારપણ ખાવો પડ્યો તેમના પર માતા પિતા દ્વારા કેટલીક પાબંદી લગાવવા માં આવી.
એક દિવસ એવું બન્યું તેઓ શાળા થી ઘરે આવ્યા કે કહયું કે તેમની શાળા માંથી એક કાગળ આપવામાં આવેલ છે આ ચિઠ્ઠી વાંચીને તેમની માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એડિસન તેમની માતાને પુછ્યું આમાં શું લખેલ છે મમ્મી આસું લૂછીને કહયું “ તમારો દીકરો ખૂબ જ હોશિયાર, જીનિયર્સ થી ઓછો નથી.અમારી સ્કૂલ લો લેવલ છે ટીચર્સ ટ્રેડ નથી જેથી અમે તેમને નહિ ભણાવી શકીએ તેને તમો પોતેજ શિક્ષા આપો” તે સમયે એડિશનની ઉંમર માત્ર નવ વર્ષની હતી.તેમની માતાએ તેમને ભણાવવાનું ચાલુ કર્યું તેમની પાસે રસાયણ વિજ્ઞાનની એક પુસ્તક હતી. એડિસન એટલા પ્રભાવિત થયા તેમણે તેમની ઘરમાં જ પ્રયોગશાળા બનાવી દીધી હતી. ત્યારબાદ તેમના મમ્મી તેમને ઠપકો આપતા તેમણે પ્રયોગશાળા એક રેલવેના ડબ્બામાં બનાવી હતી. રેલવેના ડબ્બામાં કેમિકલ ધોડાતા આગ લાગી ગઈ. એડિસનને ગાર્ડ દ્વારા જોરથી કાને લાફો મારવામાં આવ્યો ત્યારથી તેઓ કાને ઓછું સાંભળતા હતા. આ બાબતને પણ તેઓએ સકારાત્મક અભિગમથી સ્વિકારી ” સારું થયું હવે મને કોઈ બેકાર વાત નહીં સંભળાય “ તેઓ પોતાના કાર્ય પર વધારે ધ્યાન આપવા લાગ્યાં. તેઓ રેલવે સ્ટેશનના ન્યુઝ પેપર,ટિકિટ વેચતા હતા. ક્યારેક તો સ્વ લેખિત પેપર પણ પ્રકાશન કરીને વેચતા.દિવસે તેઓ તે કામકર્તા રાત્રે પ્રયોગશાળા માં પ્રયોગકર્તા હતા. એડિસન ને યુનિવર્સલ સ્ટોપ પ્રિન્ટર તેમનું સૌપ્રથમ આવિષ્કાર હતું જે ખૂબ જ ઊચી કિંમતમાં વેચાયું.દસ હજાર વખત પણ વધુ અસફળ થઇ વિદ્યુત બલ્બની ૨૧ ઓગટોબર ૧૮૭૯ શોધ કરી.તે પ્રથમ બલ્બ હતો જે આખો દિવસ ચાલ્યો તેના દ્વારા તેઓએ દુનિયા તેમજ અમેરિકાવાસી ના જીવનમાં અજવાળું લાવવાના આમુલ પ્રયત્ન કર્યા તેમાં તેમણે ૧૦,૦૦૦ થી વધુ વખત અસફળતા રહ્યા ત્યારબાદ સફળતા મેળવી. તેમણે કહયું કે “હું અસફળ થયો નથી ૧૦,૦૦૦ એવા રસ્તા પસંદ કર્યા જે કામ આવ્યા નહી જે ગલત હતા “ તેઓ માનતા કે જ્યા સુધી સફળતાન મળે ત્યા સુધી સતત પ્રયત્નશીલ રહેવું આખરે એક દીવસ સફળતા ચોક્કસ મળશે.તેમની પ્રયોગશાળા માં ઘડિયાર નહતી તેવો દિવસ રાત મહેનત કરતા.તેમના દ્વારા આ ઉપરાંત જીવન જરૂરી ગ્રામોફોન, પંખા, પ્રિન્ટર,ટેલીફોન માં અવાજ વધારવાનું વગેરે જેવા ૧૦૯૩ આવિષ્કાર કર્યા અને આ સદીના સૌથી વધારે આવિષ્કાર કરનાર વૈજ્ઞાનિક તેઓ બન્યા.
એક દિવસ તેઓ પોતાના ઘરમાં જૂની વસ્તુ સંભાળીને મુકતા પેટીમાં તેમને તેમના શિક્ષક દ્વારા આપવામાં આવેલ ચિટ્ઠી પેટીમાંથી મળે એડિસનને ઉત્સુકતા થઈ કે તે પત્રમાં શું લખ્યું તે જાણવા તે સમયે તેમની માતા હયાત નહોતા તેમણે તે પત્ર ખોલી અને વાંચ્યો તેમાં લખ્યું હતું “આપનું બાળક મેન્ટલી વીક છે તને હવે ક્યારેય સ્કૂલમાં ન મોકલો ” આ વાંચી ને એડિસન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા તેઓ તેમની માતા નો ઉપકાર માનવા લાગ્યા. પોતાની એક ડાયરીમાં એડિસન લખ્યું કે “ એક મહાન માતા એ મેન્ટલી વીક બાળકને સદી નો સૌથી ગ્રેટ વૈજ્ઞાનિક હોવાનો ખિતાબ આપ્યો.” આ તેમની માતાનું સકારાત્મક વિચરનું એક પરિણામ હતું.
તેઓ પોતાના મૃત્યુ ૧૮ ઓક્ટોમ્બર ૧૯૩૧ થયું.. મૃત્યુ ને પણ પ્રયોગો માટે બીજી પ્રયોગશાળામાં જવાનું સમજવ્યું.મે મારૂ જીવનકાર્ય પુર્ણા કરી દીધું છે હવે હું બીજા પ્રયોગ માટે તૈયાર છું આ ભાવના સાથે તેમણે સંસાર છોડી દીધો.. અને છેલ્લે તેઓ લખીને ગયા હતા કે “ અહીંયા બધું જ ખૂબ જ સુંદર છે..
તેમની સકારત્મક વિચારને લીધે આખી દુનિયા બદલાઈ ગઈ.આપણે પરિસ્થિતી થી હારમાની લઈએ છીયે પરંતુ તેમનું માનવું એ હતુકે ફરી વખત પ્રર્યત્ન કરીયે જ્યાં સુધી સફળતા ન મળે ત્યા સુધી પ્રર્યત્ન કરવા ચોક્ક્સ થી સફળતા મળશે જ તેવો તેમનો એક કાર્ય પરનો સકારત્મક અભિગમ હતો તેવું તેમનું મંતવ્ય હતું.આમ એક સકારાત્મક વિચારને લીધે તેઓએ પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા તેની સાથે કરોડો વ્યક્તિના જીવનમાં પણ તેઓ પણ પરિવર્તન લાવ્યા.
સુનિલકુમાર શાહ (એડ્વોકેટ)
(B.COM,M.COM,Bed,LLB)