dikri rajba in Gujarati Motivational Stories by Jayshree Patel books and stories PDF | દીકરી રાજબા

Featured Books
Categories
Share

દીકરી રાજબા

રાજબા*


રાજબાની ઉમ્મર નવ પૂરા કરી દસમાવર્ષમાં જ

પ્રવેશી ને પિતા જોરાવરસિંહ નો શારદામાને હુકમ આવ્યો કે રાજબાના લગન લેવાય ગયા છે.તેઓને મોહાનગરના દરબાર ઠાકોરશા જોડે વિદાય કરવાના છે મહિના પછી.

તૈયારી શરુ કરી દો.શારદામાની આંખો ચૂઈ પડી..અરર કૂણી કળીનું શું થશે? રાજબાને ભણવાના કેટલાં ઓરતા! હવે શું થશે?

રાજબા એ માના એ બિંદૂઓને પોતાના નાના હાથથી લૂછી કહ્યું,” મા તમે જરાય ચિંતા ન કરો હું જરૂર ભણી લઈશ ,ત્યાં જઈને.”મા જાણતી હતી કે ઠાકુરોને ત્યાં ગયા પછી દીકરીઓ ઠકુરાઈન બની ગયા પછી પડદા પાછળ રહી ફક્ત હુકમ જ સાંભળવાના હોય છે.હુકમ કરવાના કે મનોઈચ્છાઓ જાહેર કરવાની નથી હોતી.

લગ્નની તૈયારીઓ થઈ ગઈ ને મહિનો પૂરો થતાં થતા તો રાજબા પાલખીમાં બેસી પોતાના ઘરે વિદાય થયા.જોરાવરતો પિતા હતા કેવી રીતે રડી શકે,પણ શારદામા તો બે દિવસ સુધી આંખોને ન રોકી શક્યા,ન જમી શક્યા.કળી જેવી દીકરી હજી ફૂલ પણ નહોતી બની શકી.

રાજબા નાનપણથી જ સંયમી ,તેઓતો હવેલીમાં જ

પ્રવેશતા જ જાણે કેટલાય વર્ષોથી અહીં રહેતા હોય તેમ ચારે બાજુ ફરી વળ્યા.ઠાકોરશા તો આ ઢીંગલી જેવી છોકરી ને જોતા રહેતા.પોતે પણ હજુ માંડ સોળ વર્ષના હતા.પણ રાજબા તેમની પત્ની છે એ જાણતા હતા.તેમના માસાહેબ રાજબાને જરાપણ એકલી મૂકતા નહિ.હવે તો એમને પણ વિલાયત ભણવા જવાનું હતું,તે જાય તે પહેલા જ રાજબાને તેમના પિયર વિદાય કર્યા કે ઠાકોરશા ભણીને આવશે પછી જ તેમને તેડવામાં આવશેએમ સમજાવવાનાં આવ્યા.

સાસરેથી આવેલા રાજબાએ માને કહ્યું તે પણ યુરોપ જવા માંગે છે.પિતા જોરાવરસિંહ આ સાંભળીને ખડખડાટ હસી પડ્યાને રાજબાને પાસે બોલાવી રસોઈ શીખવાનું કહી દીધું.રાજબાએ નક્કી કરી લીધું પોતે ભણશે.તેણીએ ધીરે ધીરે શાળાના માસ્તરને ઘરે બોલાવી ખાનગીમાં અંગ્રેજી,હિન્દી ને સંસ્કૃતનો અભ્યાસ

શરું કર્યો.જોત જોતાંમાં દીકરી તો મોટી લાગવા માંડી.સમજુને સંયમી રાજબાએ જોયું કે પોતાનું ભણતર પુરૂ થાય કે નહિ પણ પોતે હવે સારૂ લખી વાંચી શકે છે.

રાજબા વાંસળી પણ અદ્ભૂત વગાડતા હતા.છ વર્ષના વહાણાં વાયા રાજબા હવે સોળ વર્ષની સુંદર રજપૂત કન્યાની જેમ શોભી ઉઠ્યા.તેમણે પિતાથી છુપાવીને અભ્યાસ,સંગીત અને ઘોડેસ્વારી શીખી લીધા.હવે તેમની ઈચ્છા બાકી હતી ગાડી જે પિતાજી ક્યારેક જ બહાર કાઢતા તે શીખવાની.શારદામા તેમને તે નકરવાની

સલાહ આપતા.પણ અંગ્રેજ સુબેદારની દીકરી જોડે રહી તેમણે એ પણ બાકી ન રાખ્યું.

એક સવારે સમાચાર આવ્યા કે રાજબાને તેડવા ઠાકોરશા પધારી રહ્યા છે.આખી હવેલી શણગારવામાં

આવી,રાજબા પણ પોતાના પતિની આતુરતાથી રાહ જોઈ રહ્યા.ઠાકોરશા પણ ભણી ગણી સંસ્કારી થઈ દરબાર સંભાળવા લાગ્યા હતા.તેમને પણ મનમાં પેલી ઢીંગલી જેવી છોકરી ફરી રહી હતી.ઠાકોરશા હવેલીએ

પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત થવા આવ્યો હતો,હવેલીની બહાર બધા તેમના સ્વાગત માટે ઉભા હતા.પણ પેલી ઢીંગલી નહોતી દેખાતી..થોડીવારમાં એક સુંદર સ્ત્રી જેના

માથે ઘૂમટો હતો,વાળની કાળી લટો ઘૂમટામાથી ડોકાતી

હતી,શરમના માર્યા તે ઉંચે પણ નહોતી જોઈ શકતી.

બન્નેના મન આતુર હતા,ત્યા આગતાસ્વાગતાની

ઔપચારિકતા પતિ ને બન્ને એક ઓરડામાં એકલા પડ્યાકે ઠાકોરશા બોલ્યા કે,” બોલો તમને પહેલી મુલાકાતે શું ભેટ જોઈએ છે.”

રાજબાએ માંગ્યું કે ,”આપણાં ઘરે જઈને લઉં તો ! પણ વચન આપો કે તમે બદલાશો નહિ.”

ઠાકોરશાનેવચનથી બાંધી લીધા રાજબાએ .ધામધૂમથી તેણી વિદાય થઈ ને પારકે ઘરે જઈ ને બાપના ઘરની દીકરી મહેમાન બની ગઈ.તે રાત્રી બન્નેની આતુરતાથી વિતી.ઠાકોરશા સમજી ગયા હતા કે રૂપ તેવા ગુણ પણ આ વ્યક્તિમાં ભરેલા છે.બીજી સવારે રાજબા સાસરે વિદાય થયા.ઘરનું આંગણું કન્યા વિહોણું થયું.હવે તો રાજબા ના ઓરડા સૂના પડ્યા.

ગોમતી હવેલીમાં દિવાલો પણ બોલવા માંડી

રાજબાના રણકારથી.પહેલી રાત્રીએ પતિ ઠાકોરશા પાસે

રાજબાએ વચન માંગ્યું કે દીકરાને દીકરીમાં ક્યારેય કોઈ

ભેદભાવ નહિ રાખો.માસાહેબને પણ સમજાવજો.આ જો ઠાકોરશા યુરોપ ન જઈ આવ્યા હોત સમજમાં ઉતારવું અઘરું થઈ જાત એમના માટે,પણ પત્નીની સાદગી એમને

જચી ગઈ.

જીવનની નૈયા સંસારના દરિયામાં વહેતી થઈ.

માસાહેબ પણ રાજબાની કાર્ય કરવાની પદ્ધતિથી ખૂબ

સંતોષ પામ્યા.ઘરનાં નોકર ચાકર તો રાજબા રાજબા કરતાં થાકતા જ નહિ.રોજ સવારે ક્યાંકથી વાંસળીના સૂર આખા નાના એવા મોહાનગરને મોહક રીતે મગ્ન કરી

દેતા.લોકો સમજી શકતા નહિ પણ રાજબાના મંદિરમાંથી

આ સૂર રેલાતા.ઠાકોરશા રોજ દર્શને જતાં ને રાજબા વગાડતા.

આમને આમ પાંચ વર્ષે રાજબા ને ઠાકોરશાને ત્યા ઘોડિયું બંધાવાના સમાચાર આવ્યા.રાજબાએ પોતાનું વચન ઠાકોરશાને યાદ કરાવ્યું.માસાહેબને સંદેશો

કાશીએ મોકલાવ્યોને ,રાજબાના પિયરે પણ સંદેશો પહોંચ્યો.પૂરા મહિને સારામાં સારી દાઈને બોલાવામાં આવી ને હવેલીમાં જ રાખવામાં આવી.રાજબાને કંઈક વિચિત્ર ભાવના થતી કે પેટમાં એક નહિ બે પ્રવૃત્તિ અલગ અલગ થઈ રહી છે,તેઓ બે રીતની શ્વાસોચ્છવાસની ક્રિયા સંભળાતી.તેઓ દાંઈમા ને કહેતા

પણ કે મને બહુ ડર લાગે છે.શરદપૂનમની રાત્રીએ રાજબાએ દર્દ અનુભવ્યું ને એ રાતે ચાંદ જેવો દીકરો અવતર્યો ને ઠાકોરશા ને દાઈમાએ સમાચાર આપ્યાં

ને અડધો પ્રહર પણ નહિ વિત્યોને રાજબા ને ફરી દર્દ

ઉપડ્યું તે જ ક્ષણે દાઈમાં સમજી ગયા કે આતો રાજબા

કહેતા હતા તેમ બે જીવ હતા ગર્ભમાં..બીજી ચાંદ જેવી

દીકરી જન્મી..વધામણાં સાંભળી રાજબા તો ખુશ થઈ

ગયા.તેઓ મનોમન દીકરી ઝંખતા હતા..ને ઈશ્વરે મોકલી

આપી..

દીકરાનું નામ શરદ ને દીકરીનું નામ પૂનમ પડ્યું.

ગામ આખામાં આનંદ પસરી ગયો ને તે પણ નવી વહુઓ

એ રાજબાને આશીર્વાદથી નવાજ્યા કારણ ગામમાં હવે

“*દીકરીઓની ભ્રુણહત્યા થતી બંધ થઈને દરેક દીકરીને

દીકરા સમોવડી ગણી શિક્ષણની વ્યવસ્થા પણ શરું કરવામાં આવી.”*

ગામમાં નવાઈ તો ત્યારે લોકોને લાગી કે રાજબા ઠાકોરશાની ગાડી લઈ શરદ ને અને પૂનમને શાળાએ મૂકવા આવ્યા.રસ્તે ચાલતા અંગ્રેજ દંપતીએ કહ્યું કે..

“*Now we must leave India”*


જયશ્રી પટેલ

૨૨//૨૦૨૦