love triangle - 6 in Gujarati Fiction Stories by Kishan Bhatti books and stories PDF | પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 6

Featured Books
Categories
Share

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 6

સંગીતાબેન : કિંજલ આવી હતી ઘરે તારું કામ હતું તેમ કહેતી હતી મને ! તું તો કિનજલને મળવા ગઈ હતીને ?
ભૂમિ : હા મમ્મી હું કિંજલને જ મળવા જતી હતી ત્યાં એક કૉલેજની મિત્ર મળી ગઈ હતી તો તેની સાથે વાત કરવા ઉભી રહી ગઈ હતી .હું અને મારી મિત્ર કિરણ ત્યાથી તે મને શોપિંગ કરવા માટે મને સાથે લઈ ગઈ એટલે હું કિંજલને કહેતા ભૂલી ગઈ અને ઘરે આવતા મોડું થઈ ગયું.
સંગીતાબેન : સારું બેટા કાઈ વાંધો નહીં પણ એક વાર કિંજલને ફોન કરી લેજે.
ભૂમિ : હા મમ્મી .ભૂમિ મનમાં બોલે છે આ કિંજલીને પણ આજે જ ઘરે આવવાનું હતું હું કહું ત્યારે તો કોઈ દિવસ ઘરે આવતી નથી સારું થયું મને બહાનું મળી ગયું નહીં તો આ કિંજલીની દીકરી મારી જાન લઈને જ છોડત મને આજે.
સંગીતાબેન : બેટા જમવાનું તૈયાર છે . રાતના આઠ વાગ્યા છે પપ્પાને પણ કોલ કર્યો હતો રસ્તામાં જ હતા તે પણ આવતા જ હશે તું એક કામ કર ફ્રેશ થઈને નીચે આવ ત્યાં સુધીમાં તારા પપ્પા પણ આવી જશે. તું ઝડપથી જા પછી આપણે બધા સાથે જમીએ .
ભૂમિ : હા મમ્મી . હું થોડીવારમાં ફ્રેશ થઈને આવું.
ભૂમિ પોતાના રૂમમાં જઈને ફોન પોકેટમાંથી બહાર કાઢે છે અને પ્રતિક ને મેસેજ કરે છે હું ઘરે પહોંચી ગઈ છું. અને ભૂમિ પોતાનો ફોન બેડ ઉપર મૂકી ફ્રેશ થવા જતી રહે છે .
આ બાજુ પ્રતિકના મોબાઈલમાં મેસેજ આવતા તેના મોઢા પર એક સ્માઈલ આવી જાય છે ભૂમિનો મેસેજ જોતા . પ્રતિક ભૂમિના મેસેજનો રીપ્લાય આપે છે .ઓકે ભૂમિ કોઈ પ્રોબેલ્મ તો નથી થયો ને ઘરે પહોંચતા એટલું મેસેજ ટાઈપ કરીને મેસેજ મોકલી આપે છે .
ભૂમિ ફ્રેશ થઈને બહાર આવે છે તે મોબાઈલ હાથમાં લેતા પ્રતિક નો મેસેજ આવી ગયેલો જોવે છે અને મનમાને મનમાં મુસ્કુરાય જાય છે અને પ્રતિકને ફરી એક મેસેજ ટાઈપ કરે છે ના કોઈ પ્રોબેલ્મ નથી થયો લખીને ફરી જવાબ આપે છે .
પ્રતિક : જમી લીધું ભૂમિ તે ?
ભૂમિ : ના પ્રતિક અને તે જમી લીધું?
પ્રતિક : ના બસ હમણાં ટીફીનવાળા કાકા ટિફિન આપવા આવે એટલે જમી લઈશ.
ભૂમિ : ઓકે પ્રતિક . જો મમ્મીએ રસોઈ તૈયાર રાખી છે હું ફ્રેશ થવા આવી અને તને મેસેજ કર્યા હમણાં પપ્પા પણ આવી જશે હું પણ જમવા નીચે જાવ જ છું. મારો ફોન રૂમમાં હશે એટલે હું જમીને આવીશ એટલે તને મેસેજ કરીશ.
પ્રતિક : ઓકે ભૂમિ . રાહ જોઇશ તારા મેસેજની .
ભૂમિ. : બાય પ્રતિક
પ્રતિક : બાય ભૂમિ.
ભૂમિ પોતાનો ફોન ચાર્જમાં મૂકી નીચે જમવા જતી રહે છે .
હવે આગળ,
ભૂમિ , ભૂમિના પાપા હરેશભાઇ,મમ્મી સંગીતાબેન અને નાનો ભાઈ અંશ જે ધોરણ 11 સાયન્સમાં છે બધા સાથે જમવા બેસે છે .
હરેશભાઇ : સાંભળ સંગીતા હું હમણાં એક અઠવાડિયા માટે બિઝનેસના કામથી મુંબઈ જવાનો છું તો કાલે રાત્રે હું નીકળી જઈશ તો મારો બધો સામાન પેક કરી રાખજે . એક વિદેશથી કલાઇન્ટ આવવાના છે તેને મળવાનું છે તેમને આપણી કંપનીની પ્રોડક્ટ ગમી છે તે માટે તે મુંબઈ આવે છે તેના કોઈ કામથી તો તેણે મારી સાથે પણ મિટિંગ ગોઠવી છે. સાથે બીજા પણ મુંબઈના કામ છે તે પણ પતાવી લઈશ.
સંગીતાબેન : આમ અચાનક કેમ ?
હરેશભાઇ : મને પરમદિવસ ખબર પડી પણ હું તને તે દિવસ રાત્રે મોડો આવ્યો અને કાલે પણ કામમાં હતો એટલે ભૂલી ગયો .