Love Blood - 22 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - પ્રકરણ-22

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

લવ બ્લડ - પ્રકરણ-22

લવ બ્લડ
પ્રકરણ-22
બોઇદો અને જોસેફ જૂલી સાથે કોલેજનાં પહેલાં દિવસે આવ્યાં કલાસમાં જવા માટે જોસેફ જૂલીની કેડમાં હાથ નાંખી અંદર જવા લાગ્યો જૂલીને જોસેફ પસંદ હતો એટલે એને ગમ્યું કંઇ બોલી નહીં પરંતુ બોઇદાએ પણ જ્યારે કેડમાં હાથ નાંખ્યાં જુલી ખૂબજ અકળાઇને બંન્નેનાં હાથ છોડીને અંદર કલાસમાં જતી રહી.
જોસેફે બોઇદાને ધીરજ રાખવા કહ્યું અને બોલ્યો થોડી પટાવી લેવાં દે પછી સાથે જમણ જમીશુ અને ગંદા ઇશારા કરતાં બોલી રહેલાં અને એમની જ પાછળ ઉભેલી વ્યક્તિની આંખો જોઇ રહી હતી અને કાનથી સાંભળી રહેલી જે બોઇદા અને જોસેફને ખબર નહોતી. સાંભળનાર વ્યક્તિ પણ ગુસ્સામાં આવી ગઇ પણ ચૂપ રહી.
બોઇદો અને જોસેફ એમનાં મૂડમાં હતાં અને બોઇદાએ જોસેફને ક્હ્યુ તું આજે સર્વે કરી લેજે કેટલાં એડમીશન થયાં કેટલા મુર્ગા ફસાવવાનાં છે આપણાં માટે ખૂબ જ અગત્યનું છે.
ધીમે ધીમે કલાસરૂમ ભરાઇ રહેલો. સીટી કોલેજ આમ પણ ભણતરમાં કંઇ કાઠુ કાઢ્યું નહોતું અને મવાલી અને નબળા વર્ગનાં છોકરાઓનાં એડમીશન થયેલાં હતાં. અગાઉ પણ સીટી કોલેજ રાજકારણનાં રંગમાં રંગાઇને બદનામ થઇ ચૂકેલી હતી.
જોસેફ બોઇદા પાસેથી ઉઠીને જૂલી પાસે ગયો અને એની સાથે બેસવા માટે પ્રયત્ન કર્યો પણ જૂલીએ એની આંખમાં આંખ પરોવીને કહી દીધું જોસેફ હું તારી ફેન્ડ છું અને પસંદ કરું છું. એનો મતલબ એવો નથી કે તારાં કોઇપણ લોફર ફ્રેન્ડ મને સ્પર્શ કરે જાણે હું કોઇ ખરીદેલી ચીજ હોઊં હું ફોરવર્ડ છું ખુલ્લા વિચારો ધરાઉ છું પણ તમે સમજો છો એવી પણ નથી તારાં ફ્રેન્ડને કહી દે જે સીધો રહે નહીં તારી સાથે પણ દોસ્તી નહીં રહે તને પહેલીવારમાં જ વોર્નિંગ આપું છું.
એણે આગળ વધતાં કહ્યું "તને ખબર છે ને મારુ બેકગ્રાઉન્ડ ? મારાં એક ઇશારે એ બોઇદાને મારો બાપ બાંધી દેશે અને મારો બાપ કંઇ કરે એ પહેલાં મારી માં જ એનો ઘડો લાડવો કરી દેશે. મારી માંને ઓળખે છે ને ? બામ્બી ડીસોઝા... અને મોમની ફ્રેન્ડ તારી મધર છે એટલે આપણે નજીક છીએ.. એટલે આટલામાં સમજી લેજે.
મારાં પાપા ટોમ ડીસોઝાનું નામ કાફી છે તારાં દોસ્તને સમજાવી દેજે. અને એની સાથે જ બેસ અહીં જરૂર નથી.
જોસેફ જૂલીને અવાક થઇને સાંભળી રહ્યો. એનાં મોઢાંમાં જાણે જીભ સીવાઇ ગઇ.. એણે વિચાર્યું અને લોકો પછી બોલ્યાં એ એણે સાંભળ્યું હોત તો શું થાત ? એ ઉતરેલા મોઢે પાછળ બોઇદા પાસે આવીને બેઠો. બોઇદાએ એને પુછ્યું "શું થયું ?
જોસેફે ટૂંકમાં કહ્યું "કંઇ નહીં બગડી છે હમણાં છંછેડવા જેવી નથી નહીંતર કાયમ માટે હાથથી જશે.. એમ કહીને ચૂપ થઇ ગયો. બોઇદો એની સામે જોઇ રહયો પછી જાણે એને આંખોથી માપી રહ્યો. એને વિચાર આવ્યો હમણાંથી બધાં પાસા ઊંધા જ કેમ પડે છે ?
કલાસમાં બધા જ આવી ગયાં પછી બોઇદો પ્રેઝન્ટસ લેવાની રાહ જોઇ રહ્યો એની મૂઠીઓ ક્યારની ગરમ થતી હતી પણ છતાંય કાબૂ કરીને બેસી રહ્યો.
બોઇદાએ કલાસ પુરા થયા પછી બધાંને મળવાનું ચાલુ કર્યું. બધા સાથે હાય હેલો કર્યું. પણ એને ખાસ મજા ના આવી એણે જોસેફને કહ્યું "યાર આજે મજા ના આવી આમ સભ્યો નહીં બને આતો કંટાળાજનક કામ છે મારે બીજો રસ્તો અજમાવવો પડશે.
જોસેફે કહ્યું તું ધીરજ રાખ આજે સંખ્યા જોઇ લીધી એક દિવસમાં થોડું બધું કામ પતી જાય ? થઇ જ્યાં ધીમે મારાં પર છોડે બધી જવાબદારી.
બોઇદાએ કહ્યું "એક છોકરીતો પટાવી શકતો નથી તારાં પર શું જવાબદારી છોડું ? એમ કહીને હસવા લાગ્યો ત્યાંજ કલાસમાંથી જૂલી બહાર નીકળી એ બીજી કોઇ છોકરી સાથે વાતો કરતી કરતી નીકળી એની નજર બોઇદા અને જોસેફ પર પડી અને એણે મોં ફેરવી લીધુ અને મોં મચકોડીને આગળ નીકળી ગઇ.
બોઇદાએ કહ્યું "જોયું કેવું મોઢું કર્યું ? જોસેફ કંઇ બોલ્યો નહીં અને જૂલીને જતી જોઇ રહ્યો.
બોઇદાએ કહ્યું "ચાલ બાઇક લઇલે આજે સાલો મૂડ જ નથી ક્યાંક જઇએ બજારમાં કે અડ્ડે ક્યાંક જઇએ અને બે ચાર પેગ મારીએ નહીતર મારો તો મૂડ ઠીક જ નહીં થાય પરંતુ જોસેફનાં મગજમાં બીજો પ્લાન ચાલશે હતો એણે ક્હ્યુ "તું જા આજે મારે ઘરે જવું પડશે નહીંતર પાપા બગડશે તો મારી કલાસ લઇ લેશે.. અલ્યા પછી તને મળું છું એમ કહીને બોઇદાને વિચારમાં મૂકીને બાઇક સ્ટાર્ટ કરીને નીકળી જ ગયો. બોઇદાને થયું આજે આ શું થઇ રહ્યુ છે ? એને કંઇ સમજ જ ના પડી. એણે વિચાર્યું ચાલ હું જ જઇ આવું કાલે વાત આજ કોઇ મૂહૂર્ત સારાં નથી.
જૂલી એની ફ્રેન્ડ સાથે ઘરે પાછી જઇ રહી હતી એ બંન્ને જણાં ચાલતાં ચાલતાં બસસ્ટેન્ડ તરફ જઇ રહેલાં. જૂલીએ કહ્યું "આજે હું મારુ એક્ટીવા ના લાવી પેલા જોસેફ સાથે આવેલી પણ હવે મારું એકટીવા લઇને જ આવીશ ચાલ આજે સાથે બસમાં જ ઘરે પહોંચી જઇએ. એની ફ્રેન્ડે કહ્યું "અરે તો પછી જોસેફે સાથે કેમ ના ગઇ ?
જૂલીએ કહ્યું "કંઇ નહીં મને મન નહોતું અને ત્યાંજ બસ આવી ગઇ અને બંન્ને જણાં બસમાં બેસી ગયાં અને એમની પાછળ એક વ્યક્તિ પણ બસમાં ચઢી ગઇ.
જૂલી અને એની ફ્રેન્ડ ત્રીજી રોમાં સીટ ખાલી હતી એમાં બેસી ગયાં અને એની બરાબર પાછળની સીટ પર પેલી ફોલો કાનાર વ્યક્તિ બેસી ગઇ. જુલી અને એની ફ્રેન્ડની વાતો સાંભળવા લાગી.
******************
જોસેફ બાઇક લઇને કોલેજની બહાર નીકળ્યો અને જૂલીને શોધવા લાગ્યો પણ જૂલી એને ક્યાંય જોવા ના મળી એણે બીજી બધાં સ્ટુડન્ટને પૂછવા પ્રયત્ન કર્યો પણ બધાં નવા હોઇ જૂલીને ઓળખતાં નહોતા એને કોઇ માહિતી હાથનાં લાગી અને એ નિરાશ થઇને ત્યાંથી નીકળી ગયો.
****************
શહેરનો બદનામ એરીયા ગોવાદીયા ટેંક અને આસ્મા બસ્તી એમાં છડેચોક ચાલતો દારૂનો અડ્ડો અને શહેરનો કુખ્યાત બુટલેગર અને એની વાઇફ બામ્બી ટોમ ડીસોઝા અને બામ્બી ડીસોઝા બંન્ને આખાં સીલીટ્સ વિસ્તાર અને બંગાળમાં કુખ્યાત હતાં એને ત્યાંથી છડે ચોક દેશી દારૂ ઇંગ્લીશ શરાબ, વાઇન બધુ જ વેચાતું પીવાતું એ લોકોની એટલી હાક હતી કે પોલીસવાળા પણ ઊંચી આંખ કે ચૂં કે ચા નહોતાં કરતાં નિયમત હપ્તા પોલીસ બેડામાં, ઉપરી અધીકારી, પ્રધાનો સુધી પહોચતાં હતાં. કોઇ બોર્ડર પર માલ રોકાતો નહીં. અહીંથી બીજા દેશમાં દારૂ, ડ્રગ્સની હેરાફેરી થતી અને ટોમ ડીસોઝા બે નંબરી ધંધામાં મોટું નામ હતું એટલો પૈસો હતો કે ના પૂછો વાત.. ટોમ કરતાં એની વાઇફ બામ્બી વધુ ક્રૂર હતી મગતરાં જેવાં પોલીસવાળાને ગાંઠતી નહોતી એનો બે હાથની થપ્પડ ખાધાનાં ઘણાં દાખલાં હતાં. પૈસાનાં હપ્તાં અને દારૂની ખેપ બે રોકટોક ચાલુ હતાં.
આ બંન્નેનું ફરજંદ એટલી જૂલી... જૂલી નાનપણથી એની નાની સોમા ફરનાન્ડીઝ પાસે જ ઉછરી હતી એ એનાં નાનાં નાં ઘરે જ રહીને ઉછરી હતી એનાં નાનાં ગૂજરી ગયાં હતાં નાની એની પોતાની છોકરી બામ્બી સાથે બનતું નહતું એને એ બામ્બી આઉટ લાઇનમાં ગઇ આવાં બેનામી ધંધાદારી ટોમ સાથે પરણી બીલકુલ ગમ્યું નહોતું. એણે નાનપણથી જૂલીને પોતાની પાસે રાખી હતી ઉછેરી હતી.
બામ્બી ડીસોઝા જૂલીને એની માં ને સોપીને નિશ્ચિત થઇ ગઇ હતી અંદરખાને એને ગમ્યુ હતું કે જૂલી અમારાંથી દૂર છે સારુ છે પણ ધ્યાન ખૂબ રાખતી પોતાની માંને અઢળક પૈસો, સીક્યુરીટી અને ગાડી આપી રાખી હતી સોમા ફરન્ડાઝીને ના પાડી કે મારે જરૂર નથી પરંતુ એની છોકરી જૂલીનાં નામે બધુ સ્વીકારવા મજબૂર કરી હતી.
જૂલીને મોટાં થયાં પછી બધી જ ખબર પડી હતી કે નાની ખૂબ સારી છે પણ એની માં અને પાપાનો પૈસો ભોગવવો ગમતો હતો એને પોતાનાં સ્વાર્થ માટે સંબંધ ગમતો હતો એ લોકોનું કામ ગમતું નહીં..
બોઇદાની બાઇક અડ્ડે આવીને ઉભી રહી અને એ બાંધેલા ટેન્ટ જેવા અંધારીયા ભાગમાં અંદર ગયો અને થોડો વખત અંધારામાં ચાલ્યા પછી એ ખૂલ્લા બગીચામાં આવી ગયો હોય એવો માહોલ આવ્યો ત્યાં ટેબલ ખુરશી પડેલાં ત્યાં જઇને બેઠો અને ઓર્ડર લખાવ્યો.
થોડીવારમાં ટેબલ પર લાર્જ પેગ બનીને આવ્યો સાથે સલાડ અને શીંગ અને એની નજર દૂર પડી...
વધુ આવતા અંકે--- પ્રકરણ-23