Can today's youth become self-reliant ??? in Gujarati Human Science by Dr kaushal N jadav books and stories PDF | શુ આજનો યુવા આત્મનિર્ભર બની શકશે???

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

શુ આજનો યુવા આત્મનિર્ભર બની શકશે???

શિર્ષક: "શુ આજનો યુવા આત્મનિર્ભર બની શકશે???"

અષાઢ સુદ એકાદશી એટલે કે દેવ પોઢી એકાદશી,આ દિવસથી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ થાય અને એવું કહેવાય છે કે આ ચાર મહિના માટે ભગવાન પોતે સુઈ જાય છે ને ચાર મહિના પછી એટલે કે કારતક મહિનાની અગિયારસ એ તેની પૂર્ણાહુતિ થાય છે.

જેમ કોઈ વ્યક્તિ આખો દિવસ કામ કરીને થાકેલા પાકેલા ઘરે આવે છે અને તેમને આરામની જરૂર પડે છે એવી જ રીતે આખા વિશ્વનું સર્જન કરનાર અને વિશ્વનું સંચાલન અને પ્રભુને પણ આરામની જરૂર પડે છે.

હવે આપણે વાત કરીશું કે આપણા જીવનમાં ઊંઘનું એટલે કે સૂઈ જવાનું મહત્વ કેટલું હોય છે.ઘણી બધી વખત એવું થાય કે કોઈ વિષયમાં રસ ન હોય અથવા તો કંટાળાજનક વસ્તુ કે ચલચિત્ર જોતી વખતે પણ ઘણા લોકો સૂઈ જાય છે.ઘણી બધી વાર એવું થાય કે વિષયવસ્તુની નવીનતા કે વિષયમાં રહેલા વૈવિધ્યનો અભાવ પણ સુષુપ્તિ નું કારણ બને છે.

જેવી રીતે કોઈ એક ને એક પિકચર દિવસમમાં વારેવારે જોઈએ તો આપણે કંટાળી જઈએ છીએ અને આપણે સુઈ જઈએ છીએ તો એવું જ આપણા જીવન સાથે થાય છે.જેમ કે આપણું જીવન એક મૂવી એટલે કે ફિલ્મ જોવું છે જેમાં દરેક વખતે રોજ એક ને ચિત્ર ચાલ્યા કરે છે.જેમ કે સવારે ઉઠવું,દાંત સાફ કરવા, સ્નાન કરવું,ચા નાસ્તો કરવો અને દીવસ દરમિયાન બીજા અન્ય કામ કરી પરવારીને રાતે ફરી સૂઈ જવું.તો આ એક ને એક પિક્ચર આખી જિંદગી ચાલતું રહે એના કરતાં જીવનને વૈવિધ્યપૂર્ણ અને રસયુક્ત બનાવવું જોઈએ.

આવી જ સમાન ઘટના ભગવાન સાથે થાય છે રોજ ઘણા બધા વ્યક્તિઓ તેમની પાસે જાય છે અને માગણની જેમ ભગવાબ પાસે માંગ્યા કરે છે.એક તુચ્છ માણસ આવી બાબતો થી કંટાળી જતો હોય તો ભગવાનને પણ એવું નહી થતું હોય કે આપણે પણ થોડીવાર માટે સુઈ જઈએ???

હા,ભગવાન પાસે કોઈ વસ્તુ માંગવામા કાંઈ ખોટું નથી અને ભગવાન આપણે જે માગીએ છીએ તે આપે પણ છે પરંતુ ભગવાન આપણા કર્મ મુજબ જ ફળ આપે છે.

પરમપિતા ભગવાનને પણ આનંદ થાય એના માટે આપણા જીવન ની વિશાળતા એવી હોવી જોઈએ કે "કર્મ કરતી વખતે સજાગ બની ને જાગતું રહેવું અને ફળ મળે અથવા તો ફળ મેળવવાનો સમય હોય ત્યારે અજાણ બની ને સુઈ જવું"આમ કરવાથી ભગવાન પણ ખૂબ રાજી થાય છે.

દેવપોઢી એકાદશી થી દેવઉઠી એકાદશી સુધીના સમયગાળા દરમિયાન આપણે એવી કલ્પના કરીએ છીએ કે આ સમય દરમિયાન ભગવાન સૂઈ ગયા હોય છે હવે પૃથ્વીનું સંચાલન કોણ કરશે? આ સૃષ્ટિ નો વ્યવહાર કોણ ચલાવશે???

પરંતુ એવું નથી આ ઋતુ દરમિયાન પૃથ્વીની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે અને એવા અસંખ્ય ફેરફાર થાય છે કે જે આપણી પૃથ્વીને નવી સુંદરતા બક્ષે છે.

આ પર્વ નો બીજો હેતુ એવો પણ છે કે જે આપણામાં આત્મવિશ્વાસ નામના ગુણોનું સિંચન કરે છે.જેમ એક પિતા આરામદાયક ઊંઘ ત્યારે જ મેળવી શકે જ્યારે એમને પોતાના સુયોગ્ય સંતાન પર ભરોસો હોય અને એ સંતાનને પોતાના પર આત્મવિશ્વાસ હોય.

એવી જ રીતે આપણે તો પરમ પિતા પ્રભુના સંતાનો છીએ તો આપણે પોતાની જાતને એટલી સુયોગ્ય બનાવીએ કે ભગવાન આપણી કાંઈ પણ ચિંતા કર્યા વગર એટલા વિશ્વાસથી શકે કે મારું સંતાન હંમેશા યોગ્ય કાર્ય કરશે અમે પોતાના આત્મવિશ્વાસ થી પોતાના જીવનને ખરે અંશે આત્મનિર્ભર બનાવશે.

આ વાત પરથી આપણને એવો પણ સંદેશ મળે છે કે આપણે આપણું કામ કરવામાં એટલા વિલુપ્ત અને એટલા મગ્ન થઈ જવું જોઈએ અને ફળની આશા વગર જ કાર્ય કરતા રહેવું જોઈએ.અને હા જ્યારે કામ નું ફળ મળે ત્યારે કોઇ પણ જાતના અહમ વગર ભગવાન નો આભાર માગવો જોઈએ.

"જ્યારે કોઈ વ્યકતિ કોઈ પણ કામ કરતા કરતા લુપ્ત થઈ જાય છે ત્યારે તે તેના પોતાની કૃતિ અને પોતાની જાત ને શ્રેષ્ઠ બનાવે છે".-કૌશલ એન જાદવ

સૃષ્ટિ એ ખૂબ જ સુંદર છે કારણ કે તેના સર્જક એટલે લઉં ભગવાન એમાં એકરૂપ બની ગયા છે અને ભગવાન નો કણકણમાં વાસ છે. જેવી રીતે વેદ લખનાર ઋષિ-મુનિઓએ વેદોમાં પોતાના નામનો ઉલ્લેખ જ નથી કર્યો એટલે જ તો આ ચારે વેદ ભારતિય સંસ્કૃતિ અને હિંદુ સંસ્કૃતિના પાયા છે.

એવી જ રીતે ભગવદ્દ ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણ એ ક્યાંય સહી નથી કરી પરંતુ ભગવાન પરની શ્રધ્ધા અને પોતાના વ્યક્તિત્વ પરનો આત્મવિશ્વાસ જ આ માનવજાતી ને ખરે અંશે આત્મનિર્ભર જીવન જીવવા માટે હજારો વર્ષોથી પ્રેરીત કરે છે.

અને અંતમાં એટલુ જ કહેવું કે આજના દિવસે ભગવાન શયન કારવા જઈ રહ્યા છે તો ભગવાનને એક ચિંતામુક્ત અને આરામદાયક ઊંઘ આપવા માટે આપણે પોતાની જાતને સામર્થ્યવાન,ગુણવાન,ચારિત્ર્યવાન અને આત્મનિર્ભર બનાવીએ કે જેથી ભગવાન પોતે પોતાના સંતાનો પર વિશ્વાસ કરીને શાંત મને સુઈ શકે.

-કૌશલ એન જાદવ (9909470483)
રાજકોટ શહેર

"કામ કરવાની તત્પરતા અને ભગવાન પર રહેલો વિશ્વાસ જ માણસ ને ખરે અંશે આત્મનિર્ભર બનાવે છે."

-કૌશલ એન જાદવ