AFFECTION - 39 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 39

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 39









"તો મારો ફેંસલો એમ છે કે...તમારા ગામના મુખી...વિરજીભાઈ જે મારા સસરા હતા...પણ પહેલા તમારા ગામના મુખી હતા...મેં લોકો ને એમની ઈજ્જત કરતા જોયા છે...અને બહુ સારી રીતે ખબર છે કે..તમારા લોકોના દિલમાં કેટલું માન છે...વિરજીભાઈને લઈને...તો હું રતન અને એના ભાઈ સંજયને ગામલોકોના હવાલે કરવા માંગીશ...ગામલોકો ને મારા કરતાં વધારે હક છે...આ દોષીઓને સજા દેવાનો...પણ એક સવાલ મારો સંજયની પત્ની મીનળબેનને...એ જ્યાં હોય ત્યાંથી એમને અહીંયા હાજર કરો...પંચાયત સમક્ષ"મારુ એટલું બોલતા જ એક માણસ હવેલી ગયો અને મીનળબેનને બોલાવી લાવ્યો...

મીનલબેન એમના કેતન અને અંકિતા સાથે ત્યાં આવ્યા..

me : મીનળબેન..તમે તમારા પતિ ના આટલા કર્મો પછી..હવે એમના તરફ કેવું વલણ ધરાવો છો??શુ હજુ પણ તમે એમને સાથ આપવા માંગો છો???

ગામલોકોને ખબર નહોતી પડી રહી કે હું શું કરી રહ્યો છુ..એટલે તે એકબીજા સામે જોઇને પૂછી રહ્યા હતા..

મીનળબેન એક તો એમના છોકરો નમન મરી ગયો એટલે હજુ શોકમાં હતા...
મીનળબેન : મારે જે કાંઈ પણ છે...અને રહેશે તે ફક્ત મારા પુત્ર કેતન અને અંકિતા પ્રત્યે જ રહેશે...નમન આવું કામ કરશે એની મને નહોતી ખબર...પણ જેની પાછળ હું જ જવાબદાર છુ..મારા વરની લાલચ હતી હવેલી ઝડપવાની...એના લીધે જ મારો નમન મરી ગયો...નમને ભલે સંજયના સંસ્કાર લીધા હશે...પણ હવે હું મારા બીજા બાળકો પર આનો પડછાયો પણ નથી જોવા માંગતી..મને છૂટી કરો...હું મારા પિયર જતી રહીશ...બાળકોને લઈને...એ લોકો સાચવી લેશે મને...

ત્યાં ઉભેલી અમુક સ્ત્રીઓ મીનળનું દર્દ સમજી શકતા હતા..એટલે એમની આંખો જરાક ભીની થઇ ગઇ હતી.

me : મારા પોતાની મિલકતમાંથી...દસ કરોડ મીનલબેનને...અને એમના બાળકોની સાચવણી માટે હું મારાથી બનશે એટલા પ્રયત્ન કરીશ.....અને મીનળબેન તમારે તમારા પિયર પર નિર્ભર રહેવાની જરૂર નથી...તમે જ્યાં ઇચ્છો ત્યાં રહી શકો છો...તમને મારો સાથ રહેશે..અને આ કોઈ ઉપકાર નથી...એટલે હું હવે તમારા મોઢે કાઈ સાંભળવા નથી માંગતો...તમારા છોકરાની ક્રિયા પતાવીને તમે જેમ ઇચ્છો એમ કરી શકો છો..

બધા એમ વિચારતા હતા...કે આ છોકરો શુ આટલો બધો અમીર છે કે..એને આવો ફેંસલો આપ્યો..સનમ વિચારતી હતી....કે આટલા કરોડ હું કાઢીશ ક્યાંથી..

મીનળબેન મારા તરફ જોતા જોતા જતા રહ્યા...અને હવે મામલો પાછો રતનબેન અને સંજયભાઈ આવ્યો..તો ગામલોકોને સોંપી દીધા હતા...મેં તો...કારણ કે જે મારે કરવું હતું...એ હું કરત તો લોકો મને ક્રૂર અને દયા વગરનો સમજત....કે જો સગી સાસુને મારી નાખી...

એટલે મેં...રતનબેન ના પરાક્રમ અને સનમ પર કરેલા અત્યાચાર...અને સેજલ અને મારા બીજા સભ્યોને ભગાવી મુકવાના આરોપ માં..ગામલોકો પાસેથી ઢોરમાર ખવડાવી...અને પછી મેં જ એ લોકોને રોકાવા કહ્યું...અને....ગામમાંથી તડીપાર થવાનો આદેશ આપ્યો..છતાં પણ ગામલોકો ના માન્યા અને આખલાઓના પગની નીચે ચગદાવી નાખ્યા...અને તે લોકોએ આખલાઓની લાતો અને શીંગડાઓ ખાઈ ખાઈને લોહીલુહાણ થઈને જીવ છોડયો..

એમનો એક માણસ બોલ્યો કે,"અમારા ત્યાં બહુ પહેલા એવું થતું કે...મુખી પર હુમલો કરવાના આરોપમાં જનાવર ના મારથી મોત દેવામાં આવતી...પણ આ તો અમે તમારો ન્યાય જોવા માંગતા હતા...કે નવા મુખી કેવા છે...અને ખરેખર તમે એક સારો નિર્ણય આપેલો..."

એ બંને ને...બધા સામે આખલા નીચે ચગદાતા જોઈને શરીરમાં અરેરાટી વ્યાપી ગઇ હતી...પણ એક તરફ વિરજીભાઈ ના મોતનો બદલો લીધાનો સંતોષ પણ હતો...

લોકોએ એમના સાથે નમનનો શબ પણ લઈને...તાત્કાલિક અંતિમ સંસ્કાર પણ કરાવી દીધા...મને ગામલોકો નો એમના જુના મુખી પ્રત્યેની ઈજ્જત જોઈને ખરેખર છાતી છપ્પનની થઈ ગઈ...

મારા મિત્રોમાં થોડોક ડર આવી ગયો હતો કે અહીંયાંની પ્રજા સનકી લાગે છે...મારવા હોય તો ગોળી મારો...આવા ખતરો કે ખિલાડીના સ્ટંટ શુ કામ કરાવે છે...તે લોકો સનમ પાસે આવ્યા..હું તો ચારેબાજુ ગામના મોટા લોકોથી ઘેરાયેલો હતો...વાતો ચાલતી હતી..

હર્ષ : કાર્તિક તો યાર...બહુ વ્યસ્ત થઈ ગયો છે...અત્યારે...એને કોઈ સમજાવો કે..ત્યાં પાર્ટી અધ્યક્ષ એની રાહ જોઈ રહ્યો છે એને MLA બનાવવા..

સનમ : શુ વાત કરે છે તું??મને સમજાવો તો ખરા...આ કાર્તિક ત્યાં શુ કરીને આવ્યો તો પેલીને દસ કરોડનો ફંડ આપ્યો..

પછી બધા સનમને બધી વાત એક પછી એક બોલે છે...સનમ માથે હાથ મુકીને બોલે છે કે,"આય હાય...એટલે કાર્તિક હવે આરોપી નથી...અને એને MLA બનવાનું છે...પછી..પચીસ હજાર કરોડ તો મફતના લેશે..આ તો ભગવાને વરદાન આપી દીધા હોય એવું લાગે છે મને તો.....ચક્કર આવી જશે હવે તો મને."

ધ્રુવ : પણ તે અહીંયા મુખી બની ગયો એનું શું??કૈક કર તો એને લઈને આપણે નીકળીએ...

સનમ : તે તો બધું મેનેજ કરી લેશે...હવે એની કાબેલિયત પર શક ના કરવો જોઈએ...તમારી કાબેલિયત પર શક કરવો જોઈએ હવે તો...

ધ્રુવ : કેમ અમે શુ કર્યું??

સનમ : એ જ ને...તમે કાર્તિક પર શક કરવા સિવાય બીજું શું કર્યું...જાવ હવે...એક તો સાંજ પડી ગઈ છે..આ બધું કરવા માં...હવે ઘરભેગા થઈએ બધા..

ધ્રુવ મને બોલાવવા આવ્યો...

એક વડીલ બોલ્યા,"મુખી આ કોણ છે??તમને નામ લઈને બોલાવે છે...કાના આને કંઈક શીખવાડો...ગામના મોભિયાઓને કેમ બોલાવવાના હોય..."

કાનો હસતા હસતા ધ્રુવના ખભે હાથ મારીને બોલ્યો,"એય જુવાનિયા અમારા મુખીને ઈજ્જત આપીને બોલાવવાના..."

હું હસ્યો...ધ્રુવ શુ બોલવું એ વિચારતો હતો...ત્યાં જ કાનો બોલ્યો...
કાનો : ધ્રુવ આજે મુખી બનવાની ખુશીમાં બીજલમોટાએ કસુંબાની રંગત જમાવવાનો નિર્ધાર કર્યો છે...આજુબાજુના ગામમાંથી પણ અમુક મોભિયાઓને બોલાવ્યા છે...તો હવે મુખી અહીંયાંથી આખી રાત હલી પણ નથી શકવાના....તમે લોકો પણ આવી શકો છો...પણ સનમને બોલતા નહિ....અત્યારે નહિતર...તે અહીંયા આવીને કસુંબા ઊંધા નાખશે..

ધ્રુવને કાઈ ખબર તો ના પડી...પણ એને એટલી ખબર હતી...કે કસુંબો નશો કરવા માટે વપરાય છે....અને એટલે...આ હર્ષ અને નૈતિક સાથે આવી ગયો...સનમને કહ્યું હતું કે ત્યાં કંઈક કામ છે...એટલે કાર્તિક નહિ આવે એટલે સનમ પણ હવેલીએ જતી રહી..

બીજલભાઈ આમ તો ગામના મોભી હતા...પૈસા સાથોસાથ ઈજ્જત પણ સારી એવી કમાયેલી હતી...આખા પંથકમાં એમની ઓળખાણ હતી...એટલે વાતે વાતે મહેફિલ જમાવવાની ફિરાકમાં રહેતા...આજે મને જોઈને એમને પોતાની જુવાની યાદ આવી ગઈ હતી એવું બોલેલા...અને મને મહેફિલમાં આવવાનું કહેલું..

મોડી રાત્રે જ્યારે એક પછી એક અલગ અલગ સોનગઢ જેવા બીજા ગામોમાંથી ત્યાંના મુખીઓ અને બીજા મોભીઓ આવતા હતા ત્યારે હું...વચ્ચે વચ બીજલભાઈ સોરી....બીજલમોટા ની બાજુમાં બેઠેલો..હા ઈજ્જત બક્ષવી પડે...મુખીપણું નિભાવવાનું છે...

બધાને કસુંબો બીજલમોટા પોતે જ પીરસતા હતા...સ્પેશિયલ પિત્તળના વાસણમાં પીવાથી એનો અલગ જ નશો છે એવું તે બોલતા હતા...હોકો ફરતો હતો મહેફિલમાં..અમે લોકોએ ગામની આ બાજુ પહેલી વાર જોયેલી હતી...

પહેલા તો એમ થતું કે આ તો ઉકાળો લાગે છે...પણ પછી પછી દારૂ પણ ફિકો લાગવા લાગ્યો..લાલ રંગનું પાણી....અફીણ ભેળવેલું માદક દ્રવ્ય....લોકો એકમેકના કિસ્સા બોલતા જતા હતા...

લોકો મને આવીને મળતા હતા...થોડી ઘણી પૃચ્છા કરીને હોકો તાણવા લાગતા...ધ્રુવને જરાક નાકમાં ચડી ગયો હતો કસુંબો તો તેને બહારની તરફ ઉલટી કરાવવા નૈતિક લઈ ગયો...

વાત વાતમાં વાત નીકળી કે હમણે થોડાક મહિના પહેલા...અમુક લોકો આપણા ગામની છોડીને ભગાવીને લઈ ગયા છે...અને તે આપણા સોનગઢ ની બદનામી છે..

તો બીજલમોટા ગુસ્સે થયા એ વડીલ પર અને તાડુક્યાં કે,"આવી વાતો બીજા ગામના લોકો સામે કરવાની શુ જરૂરત છે તારે..."

તે લોકો કસુંબો પીને...પાછું...અફીણના કટકા ગળતા હતા અને એમ એમ નશામાં એકબીજા પર આરોપ લગાવવા લાગ્યા..અને બીજા ગામના પણ બોલ્યા કે,"અમને ભાઈઓ નથી ગણતા તો શું કામ બોલાવો છો??તમારા ગામની છોડી તો કાબુમાં રહેતી નથી તમારાથી..."

"અધૂરામાં પૂરું આ જુવાનીયાને ગામની ગાદી આપી દીધી છે....ખબર નહિ...વિરજીભાઈને પગની ધૂળ બરાબર પણ છે કે નહીં....હવે સોનગઢ વાળાની ઈજ્જત જ શુ છે"

અંદરો અંદર પીને ઝઘડા કરવા..એ માણસની ફિતરત છે...પછી ભલેને દારૂ પીધો હોય કે....બે કોડીની બીડી...

આ આજુબાજુના ગામના મુખીયા અને એમના મોભીઓ પણ અભિમાની કમ નહોતા....એકબીજાને સંભળાવીને..પછી....હોકા અને કસુંબાને લાત મારી...બધા નીકળી ગયા...બીજલમોટા અને બીજા ગામલોકો માથે હાથ દઈ ઈજ્જત ખોવાના લીધે શાંત થઈને પોતપોતાના ઘરે સુવા ચાલ્યા ગયા..અને બીજલમોટા ત્યાં જ લાંબા થયા....

હું હસતો હસતો ત્યાંથી ઉભો થયો...અને ધ્રુવને તબિયત પૂછી...એને કસુંબો હજમ નહોતો થયો....હું અને ધ્રુવ,નૈતિક અને હર્ષ ત્રણેય હવેલી તરફ ચાલતા થયા....કાનાને કીધું કે તું પણ ઘરે જઈને સુઈ જા.

રાતના ત્રણ વાગે...તે લોકો બબાલ કરીને ભાગ્યા...આટલા ઘરડા છતાં પણ આવી રમતો...અમે લોકો તે જ વિચારતા વિચારતા ઘરે ગયા..અને જઈને સુઈ ગયો...સવારે ઉઠીને બધાએ મને જવાની ઈચ્છા કીધી..

મેં કાનાને મારી પરિસ્થિતિ કહી દીધી કે...હું અહીંયા સ્થાયી તો નહિ થઈ શકુ....કારણ કે મારે કેશવ વર્માની પાર્ટી જોઈન કરવાની છે..પણ અઠવાડિયામાં રવિવારે અહીંયા આવતો રહીશ..તે પણ વાત માની ગયો..

હું અને સનમ બીજી કારમાં આવવાના હતા...કારણ કે મારે હજુ બીજું કામ પણ પતાવવું હતું...મારા મિત્રો તો શહેર તરફ રવાના થઈ ગયા હતા..

મેં મારી કાર એક રસ્તામાં આવતા એ ખેતર તરફ વાળી....જ્યાં એક દિવસ હું બેભાન થઈને પડ્યો હતો...અને ત્યાંના ખેડૂત ડોશી અને એના પતિ શામજી એ મારો જીવ બચાવ્યો હતો...હજુય યાદ છે...ગાજર ખવડાવ્યા હતા..એમની પરિસ્થિતિ એવી હતી કે ઝુંપડીમાં રહેતા હતા...તે પણ ખેતરમાં બાંધીને..

જ્યારે જાનકીને હું સુરજ કે જે સૂર્યો જ હતો તેને મળાવવા લાવ્યો હતો તો એ લોકો એ મને દગો દઈને મને મારવાના કાવતરા કર્યા અને કાનાએ બચાવવા માટે મને ફક્ત બેભાન કરીને આમના ખેતરમાં ફેંકી દીધો હતો..

સનમને મેં કહી દીધું હતું કે મારે આ લોકોની મદદ કરવી છે..એ લોકો મને ખરા સમયે કામ આવ્યા હતા..

એ લોકો હજુ પણ એ જ ખરાબ હાલતમાં હતા...પહેલા તો મને ઓળખી પણ ના શક્યા..પણ પછી મેં સરખું યાદ અપાવ્યું તો એમને યાદ પણ આવ્યું....અમે આશીર્વાદ લીધા...અને મેં એમને હવેલીએ આવતા રહેવા કહ્યું...કારણ કે હું જો અઠવાડિયે એક વાર આવતો રહીશ..તો ડોશીમા અને શામજી બંને ત્યાં રહીને ઘરને જીવંત રાખી શકે છે...એટલે કોઈને લાગે તો ખરા કે ઘરમાં કોઈ રહે છે...કારણ કે મીનળબેન તો જતા રહ્યા હતા...કાનો એમને સારી જગ્યાએ મૂકી આવ્યો હતો...જ્યાં હું ટૂંક સમયમાં પૈસા દેવા જવાનો હતો..તો હવે કોઈ વધ્યું જ નહીં..

પણ એ નહોતા માનતા...એ એમની ખેતીકામ અધૂરું નહોતું મુકવા માંગતા...મેં બધું મારા માણસો સાંભળી લેશે..એવી ખાતરી દિધી...અને સોનગઢ જતા રહેવા કહ્યું..કાનાને મેં પહેલે જ વાત કરી દીધી હતી...આ બધી..એટલે વ્યવસ્થા બધી હતી જ..

સનમ ખુશ હતી...મારા વર્તનથી...બસ..કાર જતી હતી પછી તો અમારા નવા ફાર્મ હાઉસ તરફ...હું અને સનમ બંને ઉત્સાહી હતા તે જોવા માટે..પેલા લોકો તો પહોંચી ગયા હશે....

બપોરના બે કે ત્રણ આસપાસ પહોંચ્યા...મસમોટું ઘર..બંગલો...ફાર્મ હાઉસ જે બોલો તે...નીચે મોંઘીદાટ કારો અને બાઇકો પાર્ક કરેલી...

મોબાઈલ ફોન ટાવરમાં આવતા...તરત જ હર્ષનો કોલ આવતો હતો...તે ક્યારનો પ્રયત્ન કરતો હશે...મેં એનો ફોન કાપ્યો....અને ફાર્મ હાઉસમાં પ્રવેશ્યો...

ત્યાં એ લોકો સામે જ બેઠા હતા...બહાર ની તરફ ના ગાર્ડનમાં તે લોકો બેઠા બેઠા ગંભીર મોઢા બનાવીને ઉભા હતા..મને જોતા જ તરત બોલી ઉઠ્યા...

હર્ષ : પેલો ગની પકડાય ગયો...હવે તે બધું જ બોલી નાખશે...

me : તો એમાં ચિંતાની શુ વાત છે??

હર્ષ : અરે તે એનજીઓ વિશે અને એની કિંમત વિશે પણ બધું બોલી નાખશે..તો સરકાર એ જપ્ત કરી લેશે...

me : એ હાલ ક્યાં છે..??

નૈતિક : ટીવીમાં બતાવે છે...કે એને હાલ કંડલા એરપોર્ટ પરથી પકડી પાડ્યો છે...હાલના જ સમાચાર છે..

me : હવે રાત સુધી...કંડલા પોલીસ એને પોતાની હસ્તક રાખશે...સવારે એને અહીંયા લઈ આવશે...જ્યાં સુધી મને અંદાજો છે...તો મારે સવાર પહેલા જ એનજીઓ જઈને ખાલી કરી નાખવું જોઇએ...

સનમ : તો તું અત્યારે જ જઈશ???

me : હા...હાલ નીકળી જવું પડશે...હજુ તો લોકેશન ગોતવી પડશે....

હું પછી બહુ લાંબી લપ કર્યા વગર એકલો જ નીકળી ગયો...નૈતિક અને એ લોકો બોલતા રહ્યા કે અમે આવીએ...પણ મેં ચોખ્ખી ના જ પાડી દીધેલી...

હું નીકળી પડ્યો...પેલો દસ્તાવેજ લઈને...કે જે મને જગન્નાથે સહી કરાવીને આપ્યો હતો...તે સબૂત હતું કે હું એ એનજીઓનો ભાગ છુ..

ત્રણ ચાર કલાક રખડયા પછી..માંડ મને એ એનજીઓ બીજા શહેરના એક વેરાન ખૂણે મળ્યું...કે જેમાં એનજીઓમાં લખ્યું હતું....લક્ષ્મી એનજીઓ..

મેં કીધું વંદન છે નામ રાખવા વાળાને...અંદર ગયો તો...સાવ સાદું એનજીઓ હતું...જેવા બીજા એનજીઓ હોય છે એવું જ હતું..

પણ અંદર કોઈ અનાથ તો દેખાતું નહોતું...કે કોઈ એવું કે જે સાબિત કરે કે આ એનજીઓ જ છે...પણ અંદર એક જગ્યાએ બે ત્રણ લોકો બેઠા હતા..મેં એમને જઈને દસ્તાવેજ દેખાડ્યા..તેની આંખો તો મોટી થઈ...ઝીણી થઈ...એને ખાતરી કરવા માટે અંદર ની એક ઓફીસમાં ગયો..એને મને ઓફિસમાં બોલાવ્યો...ત્યાં લખ્યું હતું...દાન દેવા તથા લેવા માટે મળો..

હું ગયો...એનું નામ દિપકલાલ ચોકસી હતું.બધાના ખાતા આ જ સંભાળતો હતો.

દિપક : તો હવે તમે એક જ છો...એમ ને??

me : હા...હવે તો હું એક જ છુ..તો મને મારી ધનરાશિ ક્યાં મળશે??

દિપક : તે બધી...ધનરાશિ તમને હાલ જ મળી જશે...કારણ કે અમને ખબર છે કે તમે હકદાર છો...પાંચ મિનિટ ઉભા રહો...

એમ કહીને એ અંદર ક્યાંક ગયો...અને એક લેપટોપ લઈ આવ્યો..

દિપક : બધાના અલગ અલગ બેન્ક એકાઉન્ટ બધી માહિતી સાથે..અને અમુક કામના સોફ્ટવેર સાથે આ લેપટોપ આપું છુ...હવે હું મુક્ત છુ...આની જવાબદારીમાંથી...પણ મને હવે મારા પચાસ કરોડ મોકલો આપો...ભેટ સ્વરૂપે..

me : એટલા બધા રૂપિયાની શુ છે??તો તો પછી પાછળ વધે શુ??

દિપક : મારા એનજીઓમાં કામ કરતા કેટલાય લોકો ફક્ત આ પૈસાના લીધે અને એને બચાવવામાં જ મરી ગયા છે...એનજીઓ અત્યાર સુધી એ લોકોના દબાણમાં હતું...પણ હવે એનજીઓ પોતાનું અસલી કામ કરવા માંગે છે...તો એની શરૂઆત માટે..પૈસાની જરૂર છે..તમારા પાસે હવે આટલા બધા છે તો આટલા અમને પણ આપો..

હું હવે ઓગળ્યો...દયા આવી કે આ પૈસાને સાચવવા આ એનજીઓ બહુ બદનામ થયું છે...એટલે હવે વધુ નહિ હું બોલ્યો..

me : આ કરોડો અબજો મારા નથી....તમારે જેટલા જોઈએ એટલા લઈ લો...વધે તો હું લઈ જઈશ...

દિપક હસ્યો...

દિપક : બજાતે રહો...

me : શુ બોલવા માંગો છો??

દિપક : લેપટોપનો પાસવર્ડ...આ તો તમારી પરીક્ષા હતી કે...પૈસા સારા માણસના ખિસ્સામાં જ જાય છે ને...બાકી અમારે એનજીઓને કોઈના દાનની જરૂર નથી.

હું વિચારતો વિચારતો લેપટોપ લઈને બહાર નીકળ્યો...

રાતના મોડેથી ઘરે આવ્યો....તે લોકો હજુ ભૂખ્યા પેટે ગાર્ડનમાં જ બેઠા હતા...જેવા હું મૂકીને ગયો હતો..

મેં નાટક કરતા ઢીલા અવાજે કહ્યું..

me : એમને કીધું કે એ પૈસા હવે સરકારના...

ધ્રુવ : શુ યાર..મૂડ જ મરી ગયો...

નૈતિક : મહેનત પાણી માં ગઈ...

હર્ષ તો ડોકી નીચી કરીને ઉભો રહી ગયો....પણ સનમ મારા પાસે આવી અને ગળે વળગી ગઈ...અને બોલી,"એમ ઉદાસ શુ થવાનુ...મારા અબજો રૂપિયા તો તું જ છો...મારી હવેલી છે...બધા રૂમ ભાડે દઈ દેશું....આવક આવતી રહેશે..મુખીપણું કરજે...થોડીક લાંચ લેજે....ઘર ચાલશે..આપણું..."

me : મેં એમ તો નથી કીધું ને કે બધા પૈસા ગુજરાત સરકારના...તો પછી શું કામ ઉદાસ થઈ ગયા મૂર્ખાઓ...

અને સનમને ખબર પડી ગઈ કે...હું શું કહેવા માગું છું...તેને મને વધુ જોરથી જકડી લીધો...

પેલા બધાઓને મોડી ખબર પડી...પણ ખબર પડી તો એ લોકો પણ ચિચિયારીઓ પાડીને પાર્ટી પાર્ટી માંગવા લાગ્યા....


અહીંયા ખુશીની લહેરો તો શું સુનામીઓ આવતી હતી જ્યારે કંડલાની જેલમાં ગની ક્યારનો બૂમો પાડી રહ્યો હતો કે...મારે કેશવ વર્મા સાથે વાત કરવી છે....અબજો રૂપિયાનો સવાલ છે...હું દઈશ...બધા આપી દઈશ....મારે એક રૂપિયો પણ નથી જોઈતો.....મારે બસ...કાર્તિક જોઈએ.....

ગની હવે કાબુમાં નહોતો..એને હું જોઈતો હતો મરેલો..
ત્યાંજ હવાલદાર તેના બળદેવસાહેબને બોલ્યો..

હવાલદાર : સાહેબ...આ દારૂડિયાને તમે ખાલી હા બોલો એટલે એટલા કરોડ આપું...કે હવે એ દેવાની વાત નહિ કરે..

બળદેવ : અરે...કોઈએ આની બહુ ખરાબ રીતે હાલત બગાડી છે..હું દર્દ સમજુ છુ...કાઈ નહિ...આપણે કાલ સુધી જ રાખવાનો છે...કાલે તો એને લઈ જાશે...મોટા અધિકારીઓ..

*

રૂપિયા કેવી વસ્તુ છે કે ખુશી એને આપે કે જેને રૂપિયા મહત્વના લાગે છે....બાકી તે ટુકડાથી વધારે કશું જ નથી....અત્યારે કાર્તિક એ ટુકડાઓ પાછળ ભાગે છે..જોઈએ છે એની દોડ કયા સુધી જાય છે...ગની જેલમાં તો આવી ગયો છે...પણ તે મનસૂબા સફળ કરી શકશે..જોઈએ..જલ્દી..

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik