શ્રી ગણેશાય નમઃ
વાયરસ- ૧
હું નિર્દોષ છું..સર , મેં એ બંને સાયન્ટીસ્ટ ને નથી માર્યા..મિસ્ટર થાપર અને મિસ્ટર ઝુનૈદ , બન્ને મારા ગુરુ તુલ્ય હતા..હું એમને ન મારી શકું.
પોલીસ સ્ટેશનમાં મારા જ શબ્દોના પડઘા પડ્યા..એટલી શાંતિ હતી..કણસતા અવાજે મારા શબ્દો ઇન્સ્પેકટર ખાન નાં કાને તો પડ્યા પણ અચાનક જ ખાન ની ગર્જના થઇ.
“ હજુ પણ સમય છે ડોક્ટર આશિષ ત્રિવેદી , ગુનો કબુલ કરી લ્યો નહિ તો કમિશ્નર સાહેબ આવશે ત્યારે એમનાથી તમને ખુદા પણ નહિ બચાવી શકે.”
કાન પર શબ્દો પુરા થાય એ પહેલા જ લોકઅપ નાં કટાયેલા દરવાજા ની કર્કશ ચિચિયારી કાન માં સંભળાઈ અને ધડામ કરતો લોખંડ નો દરવાજો બંધ થયો.આ લોકઅપ લગભગ ઘણા દિવસોથી બંધ હશે..જો કે સરકારી આવાસ લગભગ આવાજ હોય છે.આખા લોક અપ માં એક માત્ર ટેબલ અને સામ સામે બે ખુરશી..એક ખુરશી પર હું ફસડાયેલી હાલતમાં હતો અને અહિયાં મને મિસ્ટર થાપર અને મિસ્ટર ઝુનૈદ નાં ખૂન બદલ અહી લાવવામાં આવેલો..
મારા ઉપર આક્ષેપ હતો કે મેં એ બંને ને કોઈ અજાણ્યા વાયરસનાં ઈન્જેકશન આપી ને મારી નાખ્યા છે.અચાનક ફરી દરવાજો ખુલ્યો અને કમિશ્નર નાયર લોકઅપ માં આવ્યા , ઉંચો કદાવર ૬ ફૂટ નો પડછંદ બાંધો , માથે એકદમ સફેદ વાળ , સેના નાં કર્નલ જેવી ભરાવદાર વણાંક લેતી મૂછો , આંખોમાં જોશ જૂનુન , એમની સાથે હતા એમના સહાયક ઇન્સ્પેક્ટર ખાન..
“ સર જે કબુલાત નામા માં લખ્યું છે એ જ વાત કરે છે , આ ડોક્ટર એના સિવાય કોઈ નવી વાત નથી કરી.”
કમિશ્નરે એક તીરછી નજર ખાન પર કરી..હવે બધું હું સંભાળી લઈશ એવી મૂક ભાષામાં ખાન ને જોતા..કહ્યું..
“ યુ મેં ગો નાવ ખાન..મારે એમની સાથે એકલામાં વાત કરવી છે..”
કરડાકી થી સેલ્યુટ ઠોકી
યસ સર.
અને ટક..ટક..ટક..બુટનાં અવાજ અને ફરી કાન નાં પડદા ફાડી નાખે એવી કર્કશ ચિચિયારી જેવો લોક અપ નાં દરવાજા નો અવાજ.એક પળ માટે કાન ની સાથે મારી આંખો પણ બંધ થઇ ગઈ.ધીમેક થી આંખો ખોલી તો સામે કમિશ્નર સાહેબ ખુરશીમાં ગોઠવાઈ ગયા હતા અને મને જોઈ રહ્યા હતા.મેં એમની સામે જોયું..
“ચા પીશો..? ”
એમના શબ્દોમાં સજ્જનતા હતી , નિખાલસ ભાવ થી મને ચા ની ઓફર કરી.મેં પલક ઝપકાવ્યા વિના એમને જ જોયા કર્યું..અને મને જોતા જોતા જ કમિશ્નર નાયર બોલ્યા
“ મ્હાત્રે દોન ચાય પાઠવ.”
જી સાહેબ.
કમિશ્નરની નજર હજુ મારા ઉપર જ હતી.જાણે કે મારા મોઢા ઉપર એમને કઈક વંચાતું હોય.
સાહેબ મેં ખૂન નથી કર્યું.હું નિર્દોષ છું.કમિશનર બે પળ શાંત રહ્યા.આખરે એમણે શાંતિથી કહ્યું.
“પણ પુરાવાઓ બધા તમારી તરફ જ આંગળી દેખાડે છે.”
નિર્દોષને ફસાવવા માટે ક્યારે સિંહનાં પાંજરાની જરૂર નથી પડતી.મને પણ ફસાવવામાં આવ્યો છે..સાહેબ..
હવાલદાર મ્હાત્રે બે ગ્લાસ ચા મૂકી ગયો.
લ્યો ચા પીઓ..એક ગ્લાસ ઉપાડતા કમિશ્નર થોડા આરામથી બેઠા.મેં પણ ગ્લાસ ઉપાડ્યો..અને કમિશ્નર ને જોતા ચા પીવાની શરૂઆત કરી..
આદત નથી..મને કોઈને ધાક ધમકી કે થર્ડ ડીગ્રી થી ટોર્ચર કરીને પૂછવાની આદત નથી..પણ તમને ખબર છે.મારો ફેવરીટ એક્ટર કોણ છે..?પ્રાણ.પ્રાણ સાહેબ વ્હોટ અ જેન્ટલમેન..કોઈ એક ફિલ્મમાં એમનો કમિશ્નર નો રોલ ખુબ વખણાયો હતો..શું નામ હતું ફિલ્મ નું..?
કાલીયા
મારાથી બોલાઈ જવાયું..
યસ..કાલીયા..
ઉભા થઈને ચાની ચૂસકી લેતા મારી આસપાસ એક ચક્કર મારતા , લોકપ ની દીવાલ પર નજર નાખી અને મારા તરફ વળતાં થોડુક હસ્યા અને બોલ્યા..
અહીના લોકો મને કાલીયા ફિલ્મના પ્રાણ સાથે સરખાવે છે.શું છે કે મને વાત કઢાવતા નથી આવડતું..પણ હા કોઈ મારાથી વાત પણ નથી છુપાવતું.
અચાનક કમિશ્નર સાહેબ મારા કાન પાસે આવ્યા અને બોલ્યા..
એકડે એક થી શરૂઆત કરીએ.? ડોક્ટર તમે કહો છો કે તમે નિર્દોષ છો પણ પોસ્ટમાર્ટમ રિપોર્ટ મુજબ બંને સાયન્ટીસ્ટનાં ખૂન થયા છે..અને પૂરાવાઓ ખૂની તરીકે તમને તમારી ચાડી ખાય છે.
કમિશ્નરની આંખોમાં ગુસ્સો અને શબ્દોમાં ભાર હતો.
શરૂથી મને જણાવો.તો તમારા માટે સારું રહેશે..અને મારા માટે ઇઝી..
ચા પૂરી કરી અને હું કમિશ્નર ને જોઈ મારા ભૂતકાળમાં સરી પડ્યો.
જનતા કર્ફ્યુંનો દિવસ હજુ મારી આંખ સામે જ હતો , વડાપ્રધાનનાં આદેશ અનુસાર આખો દિવસ ઘરમાં રહી સાંજે બારીએ ઉભા રહી થાળી વગાડી પોઝીટીવ વાતાવરણ નિહાળ્યું હતું, ચારે તરફ સોસાયટીમાં થાળી,શં,ઘંટડીનાં નાદથી વાતાવરણ પવિત્ર થઇ ગયું હતું. પણ મને ક્યા ખબર હતી કે આ તો હજુ શરૂઆત હતી, જનતા કર્ફ્યું બાદ મેં અને સરિતાએ બે દિવસ લોનાવલા જવાનો પ્લાન કર્યો હતો. ડોક્ટર થાપરને ઓલરેડી મેં જણાવ્યું હતું. અમે બન્ને સોમવારે વહેલી સવારે નીકળી પડ્યા હતા. ગાડીના હોર્ન સાથે જ સરિતા નો હસવાનો અવાજ..અમે બંને લગભગ સાથે જ લોંગ ડ્રાઈવની હરિયાળી. વરસાદની મોસમ જેવું વાતાવરણ હતું. લોનાવલા અમારું ડેસ્ટીનેશન હતું, હોટલ ગૌતમ.મુંબઈથી નાસિક તરફ ગાડી હાઈવે પર પુરપાટ દોડી રહી હતી..કિશોર કુમાર નું..” મેરે સપનો કી રાની કબ આયેગી તું..” સાંભળતા..મારા સપનાની રાણી મારી બાજુમાં જ હતી.જે મને જોઈ સ્માઈલ સાથે ગિયર બદલતા મારા હાથને સ્પર્શ પણ કરી લેતી હતી. મેં એની સામે જોયું અને અચાનક બ્રેક મારી...
ક્રમશઃ