વીણાબહેને કહ્યું એ સાચું પણ ખરું આપણી રેવા માત્ર મેટ્રિક પાસ છે, અને હવે આપણી નાતમાં પણ છોકરાઓ વધુ ભણેલા છે એટલે સામે પાત્ર પણ ભણેલું જ શોધે, આ તો આપણી રેવાના ભાગ્ય સારા કહેવાય સામેથી જ આવું સારું માંગુ આવ્યું મને તો એટલી ખબર પડે છે "લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય બસ...."
"બસ કર મમ્મી આપણે જે ગામ જવું જ નથી એનો રસ્તો શા માટે પૂછવો, છોડો એ વાતને મારે પાર્લર જવાનું મોડું થાય છે, અને અલ્પા મેમ કહેશે રેવા ફરી આજે તું લેઇટ છે હસતાં હસતાં રેવાએ એની મમ્મીને કહ્યું."
"રેવા તારી અલ્પામેમ પહેલાં તો અલ્પા તારી માશી થાય પછી મેમ સમજી અલ્પાને કહી દેજે થોડું કામ હતું એટલે મોડું થયું રેવાની મમ્મી બોલ્યાં."
"સારું મમ્મી ફટાફટ મારુ ટિફિન રેડી હોય તો આપીદે અને પપ્પા તમે નીચે જઈ બાઇક પાર્કિંગમાંથી બહાર કાઢો ત્યાં હું આવી આટલું કહી રેવા હાથમાં ટિફિન લઈ ફટાફટ દાદરો ઉતરી પપ્પા પાછળ બાઇકમાં બેસી પાર્લર પહોંચી ગઈ."
જેવી પાર્લરની અંદર પ્રવેશી કે તરત જ "અલ્પા મેમ એ કહ્યું રેવા આજે પણ લેઈટ વાંધો નહીં તારી મમ્મીનો કોલ આવ્યો હતો મને બધી વાત જણાવી ચાલ હવે ફટાફટ કામે લાગી જા બીજી બધી વાત બપોરે જમવા સમયે."
અને રેવા કામે લાગી ગઈ બપોરે બે વાગ્યે રેવા અને અલ્પાબમેમ જમવા બેઠા."અને અલ્પામેમ જમતાં જમતાં બોલ્યાં અલી રેવા શું વાંધો છે તને ? ચાલ મને જણાવ તો."
"પણ શું માશી હું કશું સમજી નહીં ? શેના વિસે તમે પૂછો છો? રેવા અચરજ સાથે પૂછ્યું."
"અરે...! રેવા હું પહેલા સગપણ વિસે તને પૂછું છું છોકરો સારો છે ઘર પણ સારું છે એથી વિશેશ બીજું શું જોઈએ ગાંડી તારી મમ્મીએ મને ફોનમાં બધું જણાવ્યું છે અને કહ્યું છે
અલ્પા તું રેવાને સમજાવજે. હવે બોલ તને શું વાંધો છે ?
અલ્પામેમે રેવાને પૂછ્યું."
"મેમ તમને મારી મમ્મીએ કહ્યું જ હશે અંદરોઅંદર છે માટે જ આ સગપણ વિશે ના છે અને મેં પણ પપ્પાને પણ કહ્યું હતું જો તમે ના ન કહીં શકતા હોઉં તો હું ના કહી દઉં.પણ પપ્પા એકના બે નથી થતા એ વીણા ફઈને ના નથી કહી શકતા ખરેખર હું અટવાઈ ગઈ છું. શું કરું કઈ સૂઝતું નથી પણ કંઈ વાંધો નહીં જવાબ તો મારે આપવાનો છે આવવા દો એ લોકોને એવું ધીમા સ્વરે રેવા બોલી."
"અરે..! રેવા તારા મમ્મી પપ્પા કે એ તારે માનવું જોઈએ
અને એક વાત ખાસ હું તને કહેવા માગું છું, તારે કશું જ બોલવાની જરૂર નથી. તને તો ખબર છે જો કશું બોલી તો તારું સગપણ હજુ બાકી છે.આપણી નાતમાં ખોટી વાત ફેલાઈ જાય.કે વિનયભાઈની દીકરીએ આવેલ મહેમાન સાથે ખરાબ વર્તન કર્યું. જે પણ નિર્ણય લેશે એ તારા અને તું ગુસ્સે થવાનું છોડી દે ઈશ્વર પર ભરોસો રાખ તારા માટે એને પણ કંઈક વિચાર્યું જ હશે.અને એ લોકો જોવા માટે આવે ત્યારે તું સુંદર દેખાવી જોઈએ. માટે ચાલ આજે તારી માસી ફેસિયલથી માંડી બધું જ કરી આપશે અલ્પામેમે રેવાને કહ્યું."
જમીને અલ્પામેમે રેવાને ખુરશી પર બેસાડી એના ચહેરા પર દરેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપી અને પાંચ વાગ્યે રેવાને ઘરે જવા માટે કહ્યું. "અને અલ્પામેમે કહ્યું આવતી કાલે શનિવાર છે એટલે તું પાર્લર નહીં આવતી. અને રવિવારે તને જોવા મહેમાન આવવાના ક
(આવતા અંકે)