વિશ્વાસઘાત 3 - અંતિમ ભાગ (કલાઇમેક્સ)
કહાની અબ તક: રવી ની જીએફ નીતા ગાયબ છે તો એ એની બેસ્ટ ફ્રેન્ડ અમીના ઘરે આવે છે તો એણે એક ચિઠ્ઠીમાં અમીનો જ હાથ હોવાનું અને ઉદય જે અમી નો કહેવા ખાતરનો બીએફ હતો એના હાથ હોવાનું કહેવાય છે! તેમ છતાં રવી ને તો અમી પર ખુદથી વધારે ટ્રસ્ટ છે! બંને ઉદયના કહેલા સ્થાને જાય છે તો બંને બેહોશ થઈને અમીના ઘરે હોય છે! અમી જણાવે છે કે ઉદય અને નીતા ઝઘડતા હતા કે એમની બંને વચ્ચે લવ છે એમ! તો રવી કહે છે કે એ વાત મજાક તો નથી કરતી ને તો એ ખૂબ રડે છે, પણ રવી જેમતેમ એણે મનાવે છે! સવારે જોવે છે તો અમી ગાયબ હોય છે, રવી ને કોઈ એની અંદરથી આત્મા દૂર કરી ગયું હોય એવું લાગે છે!
હવે આગળ: આમ અચાનક જ અમી ગાયબ થઈ ગઈ તો રવી ભારોભાર અફસોસ કરવા લાગ્યો! એના આંસુ અને વિચારોના વમળ વચ્ચે જ એની ફૉન ની રીંગ વાગી! માંડ ત્રીજી રીંગ એ એ સ્વસ્થ થઈ કોલ ઉઠાવી શક્યો.
"નીતા અને ઉદય મારા કબજામાં છે! જો તારે એમને સહી સલામત જોઇતા હોય તો આવી જા, હું કહું એ જગ્યાએ!" આ અવાજ સાંભળીને રવી હેબતાઈ ગયો! આ અવાજ અમી નો હતો! શું અમી જ વિશ્વાસઘાતી છે?! એણે આવું કેમ કર્યું?!
રવી ને સમાજમાં નહોતું આવી રહ્યું કે શું સત્ય છે અને શું ભ્રમ? ખરેખર આ બધું જ અમીને કર્યું હતું?! પણ એ તો આવું કરી જ ના શકે ને! જેનો અહીં સુધીનો સાથ હતો એ અમીએ જ વિશ્વાસઘાત કર્યો હતો?! ઘણા બધા વિચાર કર્યા બાદ એ એ જગ્યાએ જવા સક્ષમ થયો.
જગ્યા બહુ જ વિચિત્ર અને ડરાવણી હતી! રવી અંદર ગયો તો અમુક લોકોએ એની ઉપર હમલો કર્યો. આમ તો બહુ જ શાંત અને સાલસ એવો રવી આજે બહુ જ કાતિલ થઈ ગયો હતો! એણે એ લોકોને મારવા શુરૂ કર્યા!
અમુક લોકોને મારીને એ અંદર ગયો તો એણે જોયું કે એક બાજુ અમી ખુરશી થી બંધાયેલી હતી! બંધાયેલા મોં નીચે થી વહી જઈ રહેલા આંસુ રવી જોઈ શકતો હતો! એણે એની પાસે જવું શુરૂ કર્યું, પણ એની સાથે જ અમુક લોકો એ એણે પકડી લીધો! એણે બળજબરીપૂર્વક બાંધી દેવામાં આવ્યો.
એટલામાં જ નીતા બહાર આવી, "બહુ પરેશાન કર્યો છે હે ને અમને!" એ પારાવાર ગુસ્સામાં હતી!
એની પાછળ પાછળ જ ઉદય પણ આવ્યો. "હા... આટલી મહેનત તો કોઈ ના કરાવે! અમારે કેટલું બધું આગળનું વિચારવું પડ્યું હતું!" ઉદયે પણ કહ્યું.
"આ આખોય પ્લાન અમારા બંને નો છે! અમે જ શુરૂ માં તમને બંનેના લવને અમારા બંનેના લવથી ફેરવી દીધા!" નીતા જોર જોરથી હસવા લાગી!
"તમે કેટલા નાસમજ છો! મેં જૂઠ કહેલું કે અમી ઉદયને લવ કરે છે એમ અને ઉદયે પણ જૂઠ કહેલું કે હું તને લવ કરું છું! અને તમે માની પણ લીધું! એકબીજા પર બસ આટલો જ કરેલો ટ્રસ્ટ!" નીતા બોલી રહી હતી.
"મું...મું..." અવાજ કર્યો તો નીતા એ એના મોં ના કાપળ ને બહાર કાઢી નાખ્યો.
"શેમ ઓન યુ! અમે બંને ને આમ જુદા કરીને તમને શું મળ્યું?! અમારા આટલા વિશ્વાસનો તમે વિશ્વાસઘાત કર્યો!" અમી એ ભાવનાત્મક પણ વ્યાજબી સવાલ કર્યો હતો!
"અરે, આ રવી રવી નથી, પણ ખજાનો છે! એ એટલો માલદાર છે અને ઉદાર પણ એક ના બે લાખ આપે!!!" નીતાએ લાલચતા દર્શાવતા કહ્યું.
"હા... એટલે જ તો અમે આ આખોય પ્લાન બનાવ્યો કે તમે અમારી ચાલમાં ફસાઈ જાવ!" ઉદયે બાકીનું કહ્યું.
"અરે, યાર! બસ પૈસા માટે જ તમે અમારી ફિલિંગ સાથે રમત રમી! પણ મને જે કૉલ પર અમી એ કહ્યું એ શું?!" રવી એ રડમસ રીતે જ કહ્યું.
"અરે આ અમી ને અમે જસ્ટ એટલું જ કહ્યું ને કે તને અમે મારી નાંખીશું તો આ તો પોપટની જેમ બધું બોલવા લાગી!" નીતા બોલી અને હસી.
રવી ને તો ખબર જ હતી કે અમી એના માટે ગમે તે કરી શકે!
"અરે, મેં તો એવું મસ્ત વિચારેલું કે મારા ડેડની બધી જ પ્રોપર્ટી આપને ચાર વહેંચી લઈશું!" રવી એ અમી તરફ એક નજર કરી અને એ આખી વાત સમજી ગઈ!
"હા... તો આપને ચાર આટલા ક્લોઝ તો છીએ! અને હા, જો તારે ઉદય સાથે લવ કરવો હોય તો પણ મને કોઈ વાંધો નથી!" રવી એ છૂટ આપી.
"હા... હા... હા... હું રવી ને લવ કરી લઈશ!" અમી એ પણ હકારાત્મક વલણ દર્શાવ્યું.
બંનેએ થોડો વિચાર કર્યો અને એમની વાત પર યકીન કરી લીધું! છેવટે તો એમને પણ બંનેમાં બહુ જ વિશ્વાસ હતો! બંનેને ઘરે છોડી મૂકવામાં આવ્યા!
બીજે જ દિવસે રવી અને અમી ના બયાન થી નીતા અને ઉદયને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા!
(સમાપ્ત)