Kartavya - ek balidan - 6 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 6

જિંદગી માં ખુશીયો



ગયો ભાગ :- આપડે ગયા ભાગ માં જોયું કે ચારો તરફ મેધા ની બોલીઓ લાગી હતી. ગુડિયા ને મેધા ની સારી એવી કિંમત મળી અને મેધા નેં ત્રણ દિવસ માટે શેઠ ને સોંપી દેવામાં આવી. હવે આગળ...........





બે વર્ષ પછી





આજે મેધા નો ગુડિયા શેરી માં છેલ્લો દિવસ હતો. બધા ની આંખો માંથી ધર ધર આંસુ વહી રહ્યાં હતા ! કેમકે ગયા બે વર્ષ થી મેધા એ આ શેરી માં એટલા બધો પ્રેમ ભરી દિધો હતો કે કોઈ કલ્પના જ ના કરી શકે. હવે આ શેરી ગુડિયા શેરી નોહતી , આ શેરી નું નામ હવે " કેશવ નગર " હતું. આ શેરી માં ચાલતા રાત્રિ બજારો પણ કોઈક ના આવવાથી બંધ થઈ ચૂક્યા હતા.




આ શેરી માં આજથી છ મહિના પહેલા કોઈ એવી દિવ્ય આત્મા એ જન્મ લીધો કે જેનાથી આખી શેરી ની દિશા નિર્દેશ જ બદલાઈ ગયા. કેશવ ! નો જન્મ આ શેરી નો બદલાવ નો દિવસ હતો. એના માથા ઉપર હાથ મૂકીને આખી ગલી ની દરેક છોકરી એ કસમ ખાઈ લીધી કે આજ પછી આ ધંધો છોડી ને મહેનત ની કમાઈ જ રડશે. ને પછી શું એ દિવસ થી જ બજારો બંધ થઈ ગયા.



જેના જન્મ થી એક જ દિવસ માં આટલું પરિવર્તન લાવી દેનારી આ કેશવ હતી કોણ ? તો મિત્રો આ એજ મેધા ની દીકરી હતી જેને પોતાનું કર્તવ્ય નિભાવવામાં માં કઈ જ બાકી મૂક્યું નો હતું. આ શેરી માં મેધા પહેલી એવી હતી જેને કોઈ બાળક ને જન્મ આપ્યો હોય. મેધા આવી ત્યાર થી કૃષ્ણ ની ભક્તિ માં આખી શેરી ને તલ્લીન કરતી હતી એટલે જ એની દીકરી નું નામ કેશવ પાડવામાં આવ્યું હતું. " કેશવ એટલે સ્વયમ કૃષ્ણ જી ".



છ મહિના માં આ શેરી ની અનેક છોકરીઓ ના લગ્ન અને ઘર વસી ચૂક્યા હતા. ગુડિયા બાનું હવે આ બધા ની મા બની ગઈ હતી અને આજે મેધા ના લગ્ન હતા. આ જ સુધી જે છોકરી બીજાની ઇશ્યા ઓ ખાતર પોતાની ખુશીયો ત્યાગ કરતી હતી એ આજે પોતાના મન થી લગ્ન કરી રહી હતી. આ મેધા ના પ્રેમ લગ્ન પણ હતા.


ખુશીયો કી આંધી ,

અબ જહાન સે હોકર જાયેગી .

કર્તવ્યકી બાજી ,

અબ હર રોજ ખુશીયો બિચાયેગી.


મેધા ની જાન માંડવા સુધી તો આવી ગઈ હતી પણ આ શું ? જાન માં ખાલી એનો પતિ રોહન એકલો જ ! પણ આવું કેમ ? તો ચાલો આપડે થોડા આગળ જઈએ.


" હું મેધા સાથે લગ્ન કરવા માગું છું , એને માન અને સન્માન આપવા માગું છે આજ સુધી એને નથી મળ્યુ . તેને ઘર ની વહુ બનાવી ને આ ખોખા ને સ્વર્ગ બનવા માગું છું . રોહન


" બેટા તું તારી જીદ છોડી દે , એ કોઠા વાળી ક્યારેય તારી નઈ થાય ! એની સાથે લગ્ન ના સપના છોડી દે કેમકે એ આ ઘર ની વહુ ક્યારેય નઈ બને !" રોહન ના પિતા


" મારી થઈ ચૂકી છે અને મહેરબાની કરીને તમે મારી થનાર પત્ની ને કોઠાવાળી ના કહો. એ એનો ભૂતકાળ હતો , હું એનું આજ છું. " રોહન


" પણ હું કે મારો પરિવાર તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. " રોહન ના પિતા


" પણ કેમ ?? અમારી એક દીકરી છે " કેશવ " જેને હું એના પિતા અને દાદા દાદી નો પ્રેમ આપવા મગુ છું. રોહન


"એ અમારી શાન ના ખિલાફ છે અને શું સબૂત છે કે કેશવ તારી જ દીકરી છે ? એ કોઠા વળી ના જાણે ક્યાં ક્યાં જઈને એનું મોં માર્યું હશે ! ભગવાન જાણે એ કોનું પાપ અમારા ગળે બાંધવા માગે છે." રોહન ના પિતા

" હું તમારો આદર કરું છું એનો મતલબ એ નઈ કે તમે મારી થનારી પત્ની અને મારી દીકરી વિશે ગમે તે બોલશો. મને ખબર છે એ મારી દીકરી છે અને હું મારી પત્ની મેધા ને બઉ પ્રેમ કરું છું , અને હું એની સાથે જ લગ્ન કરવાનો છું. એ આ અનંત ખાનદાન ની વહુ બની ને જ રહેશે. " રોહન


બસ આજ કારણ હતું કે રોહન એકલો જ જાન લઈને કેશવ નગર આવી પોચ્યો હતો.

**** ****** ******* ******* ****** *******

આજે આખું કેશવ નગર ખુશીયો માં મશગુલ હતું. આખું નગર ફૂલો થી સુશોભિત હતું , ચારે બાજુ શરણાઈ ને નગારા ના શુર રેલાયેલા હતા. મેધા નો દુલ્હો રોહન ચોરી માં એની દુલ્હન ની રાહ જોઈને બેઠો હતો ને આખરે " કન્યા પધરાવો સાવધાન " કાને પડે છે.



મેધા ધીરે ધીરે મંડપ તરફ આગળ વધી રહી હતી ને આજ એની ખુશીયો નું કોઈ ઠેકાણું પણ નોહતું. બધું જ ઠીક ચાલી રહ્યું હતું.


આજે હું ખુશ છું ,

મારા માટે પ્રથમ વાર કઈ કરી રહી છું.

આજ સુધી કર્તવ્ય ,

નિભાવીને બલી નો બકરો હું બની છું.

ખુશીયો બઉ છે આજ ,

કેમકે લગ્ન ની સાથે પરિવાર બની છું.

કર્તવ્ય નીભાવિશ હું ,

ખોખા નું ઘર પણ બનાવી રહી છું.


સમય ની સાથે ડગલે ને પગલે કર્તવ્ય નિભાવતી મેધા આજે પોતાના માટે પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે ને આ જોઈને નાના ફૂલ કેશવ મુસ્કાઈ રહ્યું છે કેમકે તેને તેની માની સાથે પોતાના પિતા નો પ્રેમ પણ મળી રહ્યો છે. કોઈક ભાગ્યશાળી હોય જેને પોતાના મા અને પિતા ના લગ્ન માં સહભાગી બનવા મળી રહે.


લગ્ન ની વિધિ બરાબર ચાલતી હતી ને પછી બ્રાહ્મણ છેડા બાંધવા માટે મેધા ની મા ને બોલાવે છે. પણ મેધા ની મા ના હોવાને લીધે મેધા ની આંખ માંથી ધર ધર આંશુ વહેવા લાગે છે. ને અચાનક ગુડિયા બાનું આગળ આવે છે અને મેધા ના આંશુ લૂછી નાખે છે.


" રડ નઈ બેટા હું છું તારી મા , આ કેશવ શેરી તારું માયકુ છે. હું બાંધીશ તારા ને મારા જમાઈના છેડા. " ગુડિયા બાનું


" મા....... " મેધા



આટલું બોલી ને તો મેધા જોર જોર થી રડવા લાગે છે અને ગુડિયા એના માથા ઉપર હાથ મૂકી ને એને શાંત કરે છે . પછી પોતાનું મા હોવાનુ કર્તવ્ય નિભાવી ગુડિયા પોતાની દીકરી મેધા અને જમાઈ રોહન ના છેડા બાંધી દે છે.



આટલી ખુશીયો ની આશા નોહતી ,
ગુડિયા બાનું માં પોતાની મા મળશે.
આ શેરી પોતાનું પિયર બનશે,
શેરી ના બધા લોઈ કરતા સગા થશે.



બ્રાહ્મણ મેધા અને રોહન ને ફેરા માટે ઊભા થવાનું કહે છે. બધી જ વિધિ સમજાવી રોહન અને મેધા ને ફેરા શરૂ કરાવી દે છે. એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ ફેરા પૂરા થઈ જાય છે ને સાત મો ફેરો લેવા માટે કદમ જેવા આગળ ઉઠે છે કે તરત જ ..


આ લગ્ન નઈ થઈ શકે .


બધા ના ચહેરા ઉપર માતમ સવાઈ ગયું કેમકે જે લગ્ન શાંતિ થી ચાલતા હતા એમાં બાધા નાખવા વાળું આ હતું કોણ ? તો એ બીજું કોઈ નઈ રોહન ના પિતા શિવરાજ હતા જે આ લગ્ન થી જરાય પણ ખુશ નોહતા....


**** ***** **** ***** **** ***** **** ***** **** *****


શું મેધા ની ખુશીયો મંઝિલ સુધી આવી ને બરબાદ થઈ જશે ? કે પછી આ ખુશીયો કોઈ નવો જ મોડ લેશે ? જાણવા માટે થોડી રાહ તો જોવી જ પડશે. તો આવતા સોમવારે ફરી લઈને આવી રહ્યો છું કર્તવ્ય ભાગ - ૭........



To be continue.........




WhatsApp :- 9624265491

Instagram :- @ankit_chaudhary_gj2

Gmail. :- iamsoankit@Gmail.com



Lot's of love to all by Ankit Chaudhary ....❤️