રહસ્યમય પુરાણી દેરી - 27
(આગળ નાં ભાગમાં જોયું કે મણી ડોશી કઇ રીતે બચી ને શહેર મૂર્તિકારની શોધમાં નીકળે છે. હવે આગળ...)
મણી ડોશી એ બધાંને વાત કરતા કહ્યુ કે જ્યારે તમે લોકો મને મારવા મારી ઝુપડી સળગાવી હતી ત્યારે...
*** થોડા વર્ષો પહેલા...
ત્યારે હુ ગામ મુકીને શહેર તરફ મૂર્તિકાર ની શોધ કરતી હતી. મને નાનપણએ વાતની ખબર પડી હતી કે કોઈ ટપરી કરીને પ્રખ્યાત મૂર્તિકાર હતો. કે જેની મૂર્તિ રાજા મહારાજાઓના મહેલમાં લાગતી.
મે શહેર જઇને તપાસ ચાલુ કરી દીધી કે ત્યાં સૌથી સારો મૂર્તિકાર કોણ છે. આખરે બહુ બધાનાં કહેવાથી ટપરી મૂર્તિકારના રહેઠાણની જાણ થઈ.
બહુ બધાના મુખેથી સાંભળ્યું હતુ કે તેની મૂર્તિમાં અલગ જ ચમક હોઇ. તે કોઈ મૂર્તિ એક જ વાર બનાવે છે. બહુ બધાં લોકો કહેતાં હતાં કે તેનાં હાથમાં ખુદ ભગવાન વશે છે. તેની કળામાં સાક્ષાત ભગવાનનો વાસ છે અને તેને કેટલી મૂર્તિ બનાવામાં તો વર્ષો પસાર કરી નાખ્યા છે.
પરંતુ મે ત્યાં એક સુથારીને પુછ્યું કે "અહિયાં આસપાસ કોઈ ટપરી પ્રખ્યાત મૂર્તિકાર રહે છે"
ત્યારે બહુ જ અચરજ થયુ કેમ કે એને કહ્યુ કે "ટપરી મૂર્તિકાર... હા, હા, તેં અહિયાં આગળ જ રહે છે. પરંતુ તમારે એનું કામ હશે તો તેં નહીં મળે ત્યાં. બહુ જ પાપ કર્યું છે એણે તો. બધાં મૂર્તિકારનું નાક કાપ્યું છે. તમારે કામ હોઇ તો થોડા આગળ જ રહે છે. જા બેટા, આ બહેનને હરિલાલ મૂર્તિકારને ત્યાં મુકી આવ.
મે તેમનો આભાર માન્યો અને નાના બાળકનાં કહેવા મુજબ આગળ ગઇ. તે નાના બાળકે મૂર્તિકારનું ઘર આવતાં જ આંગળી ચીંધી કહ્યુ કે "હરિકાકા મૂર્તિ વાળાનું ઘર" એટલું કહી તે પોતાના ઘર તરફ પાછો દોડ્યો ગયો.
હું ઘરનાં ડેલીનો દરવાજો ખોલી અંદર ગઇ. ચારે બાજુ એક નજર કરી તો મને બહુ જ નવાઈ લાગી કે ત્યાં કોઈ મૂર્તિનું કામ ચાલુ નહતું.
અને જેટલી મૂર્તિ હતી તે બધી દાનવ-રાક્ષકની જ હતી. અને બધી મૂર્તિ પર ધૂળના થર લાગી ગયા હતાં. એક એક મૂર્તિમાં એટલી ભયાનક આવૃત્તિ બનાવી હતી કે કોઈ બાળક જોઇ જાય તો ડરના માર્યે ત્યાં જમીન પર પડી જાય. પરંતુ મૂર્તિનું કામ બહુ જ અચરજ કરી નાંખે એમ હતુ. હુ મૂર્તિની કારીગરી જોઇ જ રહીં હતી કે પાછળથી અવાજ આવ્યો કે "અંદર કેવી રીતે આવી ગયા તમે. કેનુ કામ છે અહિયાં."
મે પાછળ ફરી જોયું કે એક યુવાન મને ગુસ્સામાં કહી રહ્યો હતો. મે એને પુછ્યું કે "હરિલાલ ટપરી મૂર્તિકાર અહિયાં જ રહે છે."
હરિલાલનું નામ સાંભળતા તેનો ગુસ્સો એક જ ક્ષણમાં શાંત થઇ ગયો અને ધીરા અવાજે કહ્યુ કે " અહિયાં કોઇ હરિલાલ નથી રહેતું."
હુ એનાં અવાજમાં દર્દ સમજી ગઇ એટલે મે ફરીથી કહ્યુ કે " મને તો આ જ સ્થાનનો પતો મળ્યો છે. કહે છે કે અહિયાં જ ટપરી મૂર્તિકાર રહેતાં."
અણગમો બતાવતા એને કહ્યુ કે હુ જ ટપરી મૂર્તિકાર છું. પરંતુ અહીંયા કોઈ હરિલાલ નથી રહેતાં. હુ થોડી વાર વિચારમાં પડી ગઇ પછી કહ્યુ કે "હરિલાલનુ કામ હતુ.?"
કટાક્ષનાં શબ્દોમાં વળતો જવાબ આવ્યો કે "અહિયાં કોઈ મૂર્તિકાર હરિલાલ નથી રહેતાં. અહિયાં હુ એકલો જ રહુ છુ."
મે શાંત થતા કહ્યુ કે " મને ખબર છે તે હવે દુનિયામાં નથી રહ્યાં પરંતુ મારે એની મૂર્તિનું કામ હતુ."
હવે ગુસ્સો સાવ બરફમાંથી પાણી પીગળે તેમ પીગળી ગયો હતો અને ઉદારતા પૂર્વક કહ્યુ કે "હા, હવે હરિ શેઠ દુનિયામાં નથી રહ્યાં. અહિયાં હવે કોઈ મૂર્તિ નથી બનતી, અહિયાં વર્ષોથી હુ એકલો જ રહુ છું."
ત્યાં જ મણી ડોશીએ કહ્યુ કે "તો મારે મૂર્તિ માટે તમારુ જ કામ છે." અચરજ પામતા તે ઝડપથી બોલી ગાયો કે "મારુ કામ, શેઠ ગયા પછી અમે કોઈ મૂર્તિ બનાવતા જ નથી. પણ બોલો શુ કામ છે"
મણીડોશી એ વિચાર્યું કે આ આમ નહીં માને એટલે એને કહ્યુ કે " નજીક પડેલી મૂર્તિ સામે જોતાં બોલ્યા, મારે આ મૂર્તિ જોઇ છે."
નીચું મોઢું કરીને તેને કહ્યુ "નાં, હુ કોઈ મૂર્તિ વેંચવા નથી માંગતો. હુ કોઈ મૂર્તિ આપીશ પણ નહી. મને મારા શેઠએ કોઈ મૂર્તિ વેંચવાની નાં કહી છે."
મણી ડોશીએ ત્યાં બાજુની રહેલી મૂર્તિને જોતાં ગુસ્સામાં કહ્યુ કે તો થોડા સમય પહેલા બે વ્યક્તિ અહીંથી એક ત્રીસરી આંખ ખુલ્લી હોઇ તેવા મહાદેવ ભગવાનની મૂર્તિ ખરીદી ગયા હતાં. તે તમે જ વેંચી હતી ને."
એટલું સંભળાતા જ તેનાં કપાળે પરસેવાનાં બુંદો જણકવા લાગ્યા. અને મારી સામે એટલી ડરેલી આંખોથી જોઇ રહ્યો હતો કે હુ એનાં વિચારથી અલગ જ બોલી ગઇ હોઇ.
મે ફરીથી પુછ્યું કે "થોડા સમય પહેલા અહિયાંથી એક મૂર્તિ ખરીદી ગયા હતાં, તે તમે જ વેંચી હતી ને?"
"હા, મે જ વેંચી હતી, મને ખબર હતી કે કંઇક અનહોની થાશે જ. મારા શેઠે મને ના જ કહી હતી કે હવે કોઈ મૂર્તિ વેંચતો નહીં. પરંતુ..." એટલું બોલી તે યુવાને અચકયો.
મણીડોશીએ કહ્યુ કે " પરંતુ કેમ હવે આ બધી મૂર્તિ વેંચવાની નાં કહી હતી.? તો પછી એ એક મૂર્તિ કેમ વેંચી તેં? શું હતુ એ મૂર્તિમા ?"
મારા ગુસ્સો અને એનાં ડરને ભેગો કરતા કહ્યુ કે " તે કોઈ મહાદેવ ની મૂર્તિ નહતી..."
મણી ડોશી એ વાત કાપતા કહ્યુ કે " હા, ખબર છે તે કોઈ મહાદેવની મૂર્તિ નહતી. તેમાં અર્ધ કાલિકામાંની પણ મૂર્તિનો સમાવેશ હતો."
તે યુવાને મારી સામે જોતાં એક શ્વાસે કહ્યુ કે " તમે ક્યારેય મહાદેવને રાક્ષસી દાંતની જેમ કાલિકા માઁ ના રુપમાં જોયા છે. એ મૂર્તિ કોઈ મહાદેવ સાથે અર્ધ કાલિકા માઁ ની નહતી. તે અર્ધ કાલિકામાઁ ની નહીં પરંતુ અર્ધ દાનવની મૂર્તિ હતી. મહાદેવની ત્રીસરી આંખ ખોલી નાખી હતી. અને તેમાં દાનવનો મહા શક્તિ પ્રાપ્ત થાઈ એવી અર્ધ દાનવની મૂર્તિ હતી."
થોડો સમય ચુપ રહ્યો તેં પરંતુ એક ક્ષણમાં જ રડતા રડતા કહેવા લાગ્યો કે "આ મૂર્તિએ તો મારા શેઠનો જીવ લીધો છે. એ મૂર્તિ નહીં પણ મારા શેઠ માટે તો કાળ હતી."
મણીડોશી એ યુવાનની આંખમાં ડરનાં બદલે નમી જોઇ અને કહ્યુ કે " શું હતુ તે મૂર્તિમાં? અને એવું શુ થઇ ગયું કે હરિલાલનો જીવ લઈ લીધો."
ક્રમશ..
શું હતુ એ મૂર્તિ પાછળનુ રહસ્ય કે પ્રખ્યાત મૂર્તિકાર હરિલાલનો જીવ એની કળાએ જ લઈ લીધો.?
કહે છે ને કે જે વસ્તું તમને જીવથી પણ વધું ગમતી હોઇ તે જ તમારો જીવ લઈ લે છે. અને એક કલાકાર માટે આનાથી વધું શુ મહત્વનું હોઇ કે એનો જીવ અને આ દુનિયા એની કલામાં સમર્પિત થઈ જાય.
પ્રિત'z...💐