Aajno Asur - 6 in Gujarati Horror Stories by Rahul Chauhan books and stories PDF | આજનો અસુર - 6

Featured Books
Categories
Share

આજનો અસુર - 6



ભાગ-5 માં આપણે જોયું કે ઘીમેશ્વરની ઊંઘ ઉડતા જુએ છે તો અવિનાશ તેને ત્યાં દેખાતો નથી અને ઘરનો દરવાજો ખુલ્લો હોય છે અને ઘરના બધા જ લોકો જાગી જાય છે.... હવે આગળ

તેઓ અવિનાશને શોધવા નીકળે છે. આજુબાજુ તપાસ કરતા અવિનાશ તેઓને મળતો નથી, ત્યાંથી ઘીમેશ્વર,મહેશ્વર અને રેવતી ત્રણે થોડા દૂર તેને શોધવા નીકળે છે. તેઓ અલગ-અલગ દિશાઓમાં તેને શોધવા નીકળી પડે છે. ઘીમેશ્વર રોડ તરફ જાય છે, મહેશ્વર નદી તરફ જાય છે અને રેવતી તેને ગલીઓમાં શોધે છે.

ઘીમેશ્વર રોડ તરફ જતા જોવે છે તો તેને બે સાધુઓ રોડ પર જોવા મળે છે અને તેની સાથે એક છોકરો પણ હોય છે. ઘીમેશ્વર તેની તરફ દોડ લગાવે છે અને સાધુઓ તેને જોઈ ભાગે છે તે સમજી જાય છે કે નક્કી આ અવિનાશ જ હોવો જોઈએ. સાધુઓ એ ઘોતીયુ પહેયૅું હોવાથી ઘીમેશ્વર જેટલુ દોડી શકતા નથી, પણ તેઓ દોડવાનો પ્રયત્ન તો કરે જ છે, પણ ઘીમેશ્વર તેને પકડી પાડે છે.

નજીક જઈને જોવે છે તો તે અવિનાશ જ હોય છે, ઘીમેશ્વર અવિનાશ ને છોડાવવાનો ખુબ પ્રયત્ન કરે છે. પણ સાધુઓ બે હોવાથી ઘીમેશ્વર તેઓનો સામનો કરી શકતો નથી. પરંતુ તેમાના એક સાઘુને ઘીમેશ્વર વળગીને પકડી લે છે. પરંતુ એક સાઘુ અવિનાશને લઈને ભાગી જાય છે. થાય છે કંઈક એવુ કે જે સાઘુને ઘીમેશ્વરએ પકડ્યો હોય છે તેની પાસે ચાકુ હોવાથી તે ઘીમેશ્વર પર પ્રહાર કરે છે, ઘીમેશ્વર બચવાનો પ્રયત્ન કરે છે પણ ચાકુના ઘા એટલા તીવ્ર હોય છે કે બીજા કોઈ તેને બચાવવા આવે એ પહેલા ઘીમેશ્વર ત્યાંજ શ્વાસ છોડી દે છે. ને એ જ સમયે મૃત્યુ પામે છે.

ત્યારબાદ તે સાઘુઓ અવિનાશ ને લઈને ત્યાંથી ભાગી જાય છે અને થોડીવાર માં તેઓ અદ્રશ્ય થઇ જાય છે. ત્યાં પેલી તરફ મહેશ્વર નદીએ શોધતા ત્યા અવિનાશ ન મળતા તે પાછો ઘરે ફરે છે. અને બીજી બાજુ રેવતીને પણ અવિનાશ નથી મળતો પણ ઘીમેશ્વર ના કાંઈ સમાચાર ન મળતા રેવતી, ઘીમેશ્વરને શોઘવા રોડ તરફ જાય છે. ત્યાં રોડ તરફ પહોંચતા જોવે છે કે એક વ્યક્તિ રોડના કિનારે પડેલો જોવા મળે છે. રેવતી તરત જ એ તરફ જવાનો પ્રયાસ કરે છે, નજીક પહોંચતાં જોવે છે કે તે વ્યક્તિ ઊંધો પડેલો હોય છે. તેને સીધો કરતા જોવે છે તો તે ઘીમેશ્વર હોય છે. રેવતી પોતાના આંસુ રોકી નથી શકતી અને ઘીમેશ્વરના શરીર પર હાથ પછાડી જોર-જોરથી રોવા લાગે છે પરંતુ આજુબાજુ તેની મદદ કરવા માટે કોઈ નથી હોતું.

તેથી રેવતી જલ્દીથી તેના ઘર તરફ વળે છે અને મહેશ્વરને બોલાવી લાવે છે. ઘીમેશ્વરમાં હવે પ્રાણ ના હોવાથી તેઓ તરત જ તેને ઘરે લઈ જાય છે. આ દૃશ્ય જોતાં જ તેના પિતા, શિવ પ્રસાદ ની હાલત ગંભીર થઈ જાય છે, ના તો તે રડી શકે છે, ના તો કોઈને પોતાની વ્યથા કહી શકે છે. પરંતુ તેઓ તરત જ પોલીસ સ્ટેશનમાં ફોન કરે છે. કે અમારા છોકરાને સાઘુઓ ઉપાડી ગયા છે અને તેના પિતા ધીમેશ્વર તેને જોઈ ગયા હતા અને તેઓ છોકરા ને બચાવવા જતા તેઓની સાધુ સાથે હાથાપાઈ થતાં સાધુ દ્વારા તેમને ચાકુના ઘા મારવામાં આવ્યા છે.

પોલીસ ટીમ તરત તેઓના ઘરે પહોંચે છે. જોવે છે તો ઘીમેશ્વરને ચાકુ ના ઘા માર્યા હોય છે. અને તેથી તે મરી ગયો હોય છે. પોલીસ દ્વારા તેઓને પૂછવામાં આવે છે, કે ત્યાં બીજું કોઈ હતું, કોઈને જોયા છે, રેવતી કહે છે - હું ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે ત્યાં આજુબાજુ કોઇ જ ન હતું. રાતનો સમય હોવાથી ઘણું અંઘારુ પણ હતું તેથી આસપાસ કોઈ દેખાયુ ન હતુ.

ત્યાં પેલી તરફ ભાસ્કર સુતો નથી હોતો, શાંત થઈ બેઠો હોય છે. ત્યાં તેમાંના એક યુવા સાધુ જેનું નામ મુકતેશ્વરનાથ હોય છે. તેઓ ત્યાં આવીને તેનું નામ પૂછે છે.

ભાસ્કર - મારું નામ ભાસ્કર છે.
મુકતેશ્વરનાથ - તું શા માટે ભાગી આવ્યો છે.
ભાસ્કર - આ સાંભળતા ભાસ્કર રોવા લાગે છે, તેઓ ભાસ્કર ને શાંત કરે છે અને પછી ભાસ્કર તેઓને બઘી વાત કરે છે. મારો જન્મ આઈ.વી.એફ થી થયો હતો. મારા પિતાને સમાજ અને બહારના લોકો દ્વારા કહેવામાં આવેલા કુ શબ્દો તેમને મને મારવા પર વિવશ કરતા અને તેઓ નાનો હતો ત્યારથી લઇ અત્યાર સુધી નાની-નાની બાબતોએ મારવાનો મોકો છોડતા નહિ. બહારના લોકોની આ વાતો સાંભળી તેઓ ગુસ્સે થઈ જતા અને મને તરછોડતા અને મારુ ઘર છોડીને ભાગી આવવાનું કારણ પણ આ જ છે.

ભાસ્કરની આ વાત કરતા મુકતેશ્વરનાથ ને તેનો ભૂતકાળ યાદ આવવા લાગે છે. તેનો ભૂતકાળ પણ કાંઇક આવો જ હતો. પરંતુ તે ભાગી જવા નીકળ્યા ન હતા અને કોની સાથે જવાનુ હતુ તે પણ તેને ખબર નહોતી અને ત્યારે થતાં બાળકોના ઉઠાવી જવાના કિસ્સા સાથે તે પણ તેની ઝપેટમાં આવી ગયા અને સાધુઓ દ્વારા તે ને ઊઠાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના આજથી ઘણા સમય પહેલા બની હતી. મારો જન્મ પણ આઈ.વી.એફ થી જ થયો હતો. આ કારણે જ મને પણ મારા પિતા મારતા હતા. તેના પાછળનું કારણ પણ ખોટા વિચારો કરતો સમાજ જ હતો. તેને કારણે જ આજે હું અહીંયા આવ્યો છું. પણ તું ચિંતા ના કરીશ હું તારી સાથે છું.

આ ખોટા વિચારો કરતાં સમાજનો નાશ કરવો જરૂરી છે. જેથી લોકોમાં ખોટા વિચારો પ્રસરે નહીં અને સાથે હળી-મળીને રહી શકે. જેના માટે આપણે અહીંથી દૂર જવું પડશે. તે લોકો જંગલોમાં નહીં પણ શહેરોમાં રહે છે. આ વાત બાદ,

પાંચ વર્ષ બાદ મુકતેશ્વરનાથ અને ભાસ્કર શહેર તરફ વળ્યા છે. તેઓના ચહેરા માં પણ ઘણો બદલાવ આવી ચૂક્યો હોય છે. તેઓ પોતાનું નામ બદલી કાઢે છે. મુક્તેશ્વરનાથ તેનું નામ અવિનાશ, જે પહેલા હતું તે જ રાખે છે અને ભાસ્કર તેનું નામ વિકાસ રાખે છે. તેઓ શહેરમાં આવી બંને ભાઈ હોય તે રીતે રહે છે.

તેઓ શહેરમાં કામ શોધે છે. પરંતુ તેઓની સાથે થયેલા અત્યાચાર તેઓને ભુલાતા નથી. તેઓ એવા લોકોની શોધમાં હોય છે જે સમાજ વિરુદ્ધ ખોટા વિચારો થી લોકોને એકબીજા પ્રત્યે ઉપસાવતા હોય છે અને અંદરો-અંદર સમાજને એકબીજા પ્રત્યે ઝઘડો કરવા મજબૂર કરતા હોય.

આભાર