Koobo Sneh no - 42 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 42

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 42

🌺 આરતીસોની 🌺

પ્રકરણ : 42

ક્યારેક કુદરતને સંબંધોની આકરી કસોટી કરવામાં લિજ્જત આવતી હોય છે. વિરાજના જીવનમાં સર્જાયેલો આ વિનાશકારી અકસ્માત તો કોઈ ચમત્કાર થયે જ પૂરાય એવો હતો.

❣️કૂબો સ્નેહનો❣️

થોડા દિવસો પહેલાં હરિ સદનનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. ત્યાં અત્યારે સૂનકાર ભાસી રહ્યો હતો. અને બિલીપત્રના વૃક્ષના છાંયડામાં ઉડતી ધૂળમાં એ સન્નાટોય કાનોમાં જાણે ગુંજી રહ્યો હતો. સાંજની આરતીનો ઘંટારવ શરૂ થઈ ગયો હતો, પણ અમ્માને તો જાણે બહેરાશ આવી ગઈ હોય એમ કાનોમાં સૂનકાર છવાઈ ગયો હતો.

બીજા દિવસે પરોઢથી જ આશ્રમમાંથી સહુ કોઈ વલોવાતા હૈયે અમ્માને મળવા આવવા લાગ્યાં હતાં. વિનુકાકા, ઉસ્માન ભાઈ ભગત, જમના બા અને લક્ષ્મણ દાદા, એંસી વર્ષના વયો વૃદ્ધ સવજી દાદા પણ લાકડીને ટેકે, નાનકાનો હાથ પકડીનેય લથડતા પગે ધીરેધીરે આવી પહોંચ્યાં હતાં.

સમયનો કાગળ ઈશ્વરે ફાડી નાખ્યો હોય એમ આખું હરિ સદન ઉદાસીના આંચળો તળે બેઠું હતું. અમ્મા અને દિક્ષા વચ્ચે તો હવે સુખદુઃખની વાતો વહેંચવાનીયે મોકળાશ જ ક્યાં રહી હતી. બસ એમના બેઉંના હૈયે તરફડાટ ક્યાંય શમતો નથી. જેટલો તરફડે છે, હૈયું એટલું જ વલોવાઈ વલોપાત કરે છે.

આખાં ગામમાં ખબર ફેલાઈ ગઈ હતી કે વિરાજને એક્સિડેન્ટ થયો છે અને એની વહુ પત્ની દિક્ષા છેક અમેરિકાથી અમ્માને લેવા આવી છે. અને પછી તો ગામ આખું હિબકે ચઢ્યું હતું અને અમ્માને મળવા ટોળેટોળાં ઉમટ્યાં હતાં.

મૂલ્યવાન વ્યક્તિઓ ક્યારેક આપણા આ જીવન સફરમાં બનતી ઘટનાઓમાં ચૂપચાપ બહુ મૂલ્યવાન સંદેશા આપી જાય છે. મજબૂત મનોબળ ભરે છે અને સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. બધાંની હૂંફ અને સાંત્વનાથી અમ્મામાં વધારેને વધારે હિંમત એકઠી થઈ રહી હતી.

ચાર દિવસ પછીની મળેલી ટિકીટ, જવામાં હજુ સમય હતો. અમ્માએ અમેરિકા નીકળતાં પહેલાં મંજરીને ફોન કરીને જાણ કરવી જરૂરી લાગતાં એને ફોન કરીને બધી વિગતે જાણ કરી કહ્યું કે, 'દોડાદોડ ન કરતાં હમણાં..' પરંતુ મંજરી, ભઈલુંની આવી પરિસ્થિતિ સાંભળીને મળ્યાં વિના રહે ખરી !? મંજરીને માટે આવી અપચ્ય વાત ગળે ઉતારવી અઘરી થઈ પડી હતી. જમાઈ દિપકકુમાર અને બેઉં ભાણિયા કિયાન અને રિતુલ સાથે એક સેકંડનો વિલંબ કર્યા વિના અમ્મા અને દિક્ષાને મળવા ગામડે આવી પહોંચ્યા હતાં.

કિયાન અને રિતુલ તો આવતા વેંત આયુષ અને યેશા સાથે રમવા લાગ્યાં હતાં. યેશા તો ખૂબ નાની જ હોવાથી નવા આવેલા બાળ મહેમાન જોઈને અધીરી થઈ જઈને ગેલમાં આવી ગઈ હતી.

આવતાં વેંત મંજરી, અમ્માને વળગી પડીને ધ્રુસકે ને ધ્રુસકે નીતરતી આંખે ઢગલો થઈ પડી હતી. આવે ટાણે અમ્માએ પોતે સમતા ગુમાવી દીધી હતી, લાગણી સભર થઈ ગયેલી મંજરીને આશ્વાસન આપવું એમના માટે અઘરું હતું. મંજરી, સ્મૃતિને સહારે અમ્માનું હૈયું હળવું કરવા પ્રયત્ન કરતી રહી.

"તમને યાદ છે આમ્મા.!? એકવાર કૃષ્ણ મંદિરમાં તમે કામ કરતાં, ત્યારે હું તમારી પાસે આવવાની જીદ કરતી એટલે ભઈલું મને ફોસલાવવા કેટકેટલી વાર્તાઓ કહેતો હતો..!! અને એ ઘટાદાર વૃક્ષની ડાળીએ બાંધેલા હિંચકે હિંચાવતો અને પેલું ગીત ગાતો.. 'કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બહેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી..' કેટકેટલું હસાવતો...એ જ આજે ચૂપ થઈ ગયો..?!"

આમ મંજરી બોલતી રહી અને આંખમાંનો આંસુંનો ઢગલો વેરાતો રહ્યો !!

"અને એકવાર તો રમતાં રમતાં હું પડી ગઈ અને મારા પગનો ઢીંચણ છોલાઈ લોહી નીકળવા લાગ્યું હતું, તો ભઈલું ફોસલાવવા કહે, 'જો કીડી મંકોડા મરી ગયાં બિચારા...' પણ મારું ભેંકડા તાણવાનું બંધ જ ન થયું.. પછી તો છેક ઘર સુધી ઊંચકીને મને લઈ આવ્યો હતો.. કેટકેટલું વ્હાલ કરતો મને.. એ જ આજે ચૂપ થઈ ગયો..?!"

''ઈશ્વર ભઈલુંને ક્ષેમકુશળ રાખે.!!" એવું વચ્ચે વચ્ચે મંજરી વારંવાર બોલતી રહેતી હતી. અત્યારે તો ક્યાં કોઈનામાંયે સમતા રહી હતી.

"ચારે કાંઠે ઊછળતો કૂદતો સમજણનો દરિયો છે મારો વિરુ.. નાનો હતો ત્યારે પહેલવહેલી વાર જ્યારે શાળામાં દાખલો લીધો ત્યારે અલકમલકના ગીતો ગાતો ગાતો હરખભેર તૈયાર થતો અને મને કહેતો 'મા.. કપાળ પર વાળનો ફુગ્ગો પાડને !!' હું દાંતીયાથી ફુગ્ગો પાડીને એના વાળ ગોઠવી આપતી.. મેળામાંથી ખરીદેલું રંગીન પેન્ટ શર્ટ મન મારીને પહેર્યા વિના પેટીમાં સાચવીને મૂકી રાખ્યું હતું.. અને કહેતો.. 'મા.. આ તો હું નિશાળે જતાં પહેરીશ.!!' અને પછી તો શર્ટને પેન્ટમાં ખોસીને પહેરી સાહેબ જેવો તૈયાર થતો.. વિરુના કપાળમાં તિલક કરી હું અઢળક ઓવારણાં લઈને નિશાળે મોકલતી.. બાળપણ, નિશાળ, વર્ગ..!!"

આમ અમ્માએ જુની યાદો મમળાવતા એમનો ચહેરો જીવંત થઈ ઊઠ્યો હતો.

"અને પછી તો શાળાની પરંપરા મુજબ મોટા ધોરણમાં આગળ અભ્યાસ કરતી છોકરીઓ, એના જેવા ભૂલકાંઓને ગાણાં ગાતી ગાતી લેવા આવતી.. રંગબેરંગી ભરત ભરેલી છત્રી અને આભલાં ભરેલી ઝગારા મારતી ચણિયાચોળી પહેરેલી કુંવારી કન્યાઓ પરીઓ જેવી લાગતી હતી.. બધાં ભૂલકાંઓની આંગળી પકડીને ગાણાં ગાતી જાય અને કેટકેટલુંયે વ્હાલ કરતી લઈ જાય.." અને અમ્મા હોંઠો પરની ધૃજારી રોકી ન શક્યા.

એકલું હરિ સદન મૂક વલોપાતના સાક્ષી તરીકે અડીખમ થઈ જોતું રહ્યું હતું. સમયની ભીંસમાં ભીંસાઈ રહેલી આ વનિતા કોની સામે ફરિયાદ કરે.? હૈયાની વેદના પી પી ને સતત અંદરને અંદર ઘૂંટાતી રહી હતી.

બધાંની હૂંફ અને સાંત્વનાથી અમ્મામાં વધારેને વધારે હિંમત એકઠી થઈ રહી હતી. અમ્માની અંદરૂની શક્તિ ગજબ કામ કરવા સક્ષમ થતી જતી હતી. આમ એ પોતાને મજબૂત કરી રહ્યાં હતાં.

અને એ પછી મંજરી, દિક્ષાને ગળે મળીને વળગી પડી હતી.

"અરે ભાભી... આ ભઈલુને શું થઈ ગયું!? મને સમાચાર હજી હવે આપવાના? સાવયે આવી પારકી ગણી મને!?" એમ કરીને ભેટેલી રહીને જ પાછળ હાથથી દિક્ષાને હળવે હળવે મુઠ્ઠીઓ વાળીને મારવા લાગી. નણંદ ભોજાઈ ક્યાંય સુધી વળગી રહીને સાંત્વનાના હેત હુલાવમાં ચોધાર આંસુડે હિલોળતા રહ્યાં હતાં.

"ભાભી, મને એટલી તો ખબર છે જ અને જાણું છું કે, તમે ભઈલુંને બેઠાં કરવાના અઢળક પ્રયત્નો ઘણા કર્યા જ હશે !!"

"મેડિકલ સાયન્સે વિશ્વમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. પણ અમુક વખત એની પણ એક મર્યાદા આવી જતી હોય છે. અને આવા કેસોની સફળતા ઉપર પણ પ્રશ્નાર્થ લાગતો હોય છે..!!"

"તમે બહુ હિંમતભેર સામનો કરી રહ્યાં છો ભાભી.. સાથે સાથે પૈસેટકે પણ ખુવારી થતી હોય, એમાં ટકવું મુશ્કેલ બની જતું હોય છે.."

"હા મંજી.. પરંતુ અમેરિકામાં હેલ્થ મેડીક્લેમ કંપલસરી હોવાથી, હૉસ્પિટલમાં લગભગ દરેકે દરેક બિલ્સ મેડીક્લેમ કાર્ડ દ્વારા સીધેસીધા ચૂકવાઈ જતાં હોય છે અને વિરાજની કંપનીએ હાફ સેલેરી આપવાનું ચાલુ રાખ્યું હતું. વિરુએ થોડાંક સમય પહેલાં જ એપાર્ટમેન્ટ પોતાને નામે ખરીદી લીધું હતું.. જેને કારણે હું અહીં સુધી ટકી શકી છું.!!"

"હેં... ભાભી મેં એક બીજી વાત સાંભળી એ સાચી છે?? મને માન્યામાં જ નથી આવતું.."

"શી વાત મંજી..??"

"ભઈલુંનો કોઈ છોકરીના કુંડાળામાં પગ પડી ગયો હતો ?"

"હમ્મમમ મંજી તમારી વાત સાચી છે.. પણ એ બહાર જઈને એકલતામાં બધું તમને કહું છું.. અત્યારે અમ્મા આમેય ખૂબ વિખરાઈ ગયાં છે અને પાછી આવી વાતો સાંભળીને મન બેકાબુ બની જશે.."

એમ કરીને મંજીનો હાથ પકડીને દિક્ષા એને બહાર વરંડામાં લઈ ગઈ હતી.

"આધુનિક જીવનશૈલી અને સુખ સગવડોથી વિરુ ક્યારેય અંજાઈ નથી ગયા.. હંમેશા પોતાના આદર્શોને વળગી રહીને એક સીધું સાદું સરળ જીવન વ્યતીત કરતાં હતાં. એમણે હંમેશા સચ્ચાઈને સહારે જ ડગ માંડ્યા છે.."

અત્યારે બેઉંની નિર્દોષ આંખોમાં માત્રને માત્ર લાચારી અને કરુણા ડોકાઈ રહી હતી. ©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 43 માં શું ખરેખર વિરાજનો કોઈ છોકરીના કુંડાળામાં પગ પડી ગયો હતો ?

-આરતીસોની ©