Dil ka rishta - a love story - 30 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 30

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 30

ભાગ - 30

(આગળ જોયું કે હરીફાઈ તેજલ અને રોહન બન્ને જીતે છે અને રોહન બહાનું કરી તેજલ પાસે ફોન નંબર માંગે છે પણ તેજલ એને કહે છે કે બહાના ના બનાવ એમ કહી નંબર આપે છે તેજલ નો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોવા થી તેજલ ચાર્જ માં મૂકે છે મોબાઈલ ઓન કરી જુવે યો એક જ નંબર પર થી ઘણા મિસકોલ જોઈ ધ્રાસકો પડે છે તે સામે કૉલ કરે છે સામે ની વ્યક્તિ એ કહ્યું એ સાંભળી તેજલ ના પગ નીચે થઈ જમીન ખસી જાય છે હવે જોઈએ આગળ)

બધા જમી અને સંજય ને બાય કરવા જાય છે પછી રશ્મિ એ કહ્યું ચાલો હું ચેન્જ કરી આવું પૂજા એ કહ્યું રશ્મિ ચેન્જ કરી અગાસી પર આવ થોડી વાર બેસીએ રશ્મિ એ કહ્યું હા ઠીક છે પણ તારે ચેન્જ નથી કરવું ??? પૂજા એ કહ્યું ના હું પછી કરી લઇશ રશ્મિ એ કહ્યું ઠીક છે એમ કહી એ ચેન્જ કરવા જાય છે

રોહન જમી ફ્રી થઈ એના રૂમ તરફ જઈ રહ્યો હોય ત્યાં વચમાં જ પૂજા એને પકડે છે અને હાથ ખેંચી અગાસી એ લઈ જાય છે રોહન કાઈ બોલવા જાય તો પૂજા કહે ચૂપ... ચાલ મારી સાથે...

બન્ને અગાસી પર જાય છે

પૂજા - હા હવે બોલ કે તારું ને તેજલ નું શુ ચક્કર છે

રોહન - એ અત્યારે જાણવું જરૂરી છે??

પૂજા - હાસ્તો, હું કાલ તો ચાલી જઈશ તો આજે જ કે અને મને તો કઈ ખબર જ નહોતી મને તો એમ કે તું રશ્મિ ને... તો તેજલ સાથે ક્યારે બન્યું બધું ???

રોહન - હા બાબા કહું છું તું બેસ અહીંયા શાંતી થી એમ કહી બન્ને ત્યાં હિંડોળા માં બેસે છે

રોહન - હવે સાંભળ, તેજલ મને પેલી વાર અહીંયા નથી મળી

પૂજા - તો તમે બન્ને એકબીજા ને પેલે થી જ ઓળખો છો ???

રોહન - અરે ના બાબા મતલબ હું ઓળખું છું એ નથી ઓળખતી.

પૂજા - કાઈ સમજાણું નહિ કૈક સમજાય એમ બોલ.

રોહન - ઓકે તો વાત એમ છે એક વખત હું ઓફિસે થી રશ્મિ ને મુકવા ઘરે ગયો ... પછી જે બન્યું એ બધું એને વિગતવાર જણાવ્યું કે કઈ રીતે એને તેજલ ને જોઈ અને પેલી નજર માં પાગલ થઈ ગયો અને પછી એને શોધવા કેટલી કોશિશ કરી અને અહીંયા આવ્યા પછી અચાનક જ એનું તારા વાવાજોડા ને મળવું અને એ બીજું કોઈ નહિ પણ એ રાત વાળી છોકરી છે જે મારો પહેલો પ્રેમ છે અને બસ પછી તો બધું તારી નજર સામે જ છે...

પૂજા - ઓહો તો આમ વાત છે તો પછી રશ્મિ સાથે ના તારા લગ્ન ની વાત.....

રોહન - અરે એતો મમ્મી એ કૈક વાત કરી અને તે અને અજય એ હોબાળો મચાવી દીધો એ મારી મિત્ર છે ખાસ મિત્ર છે પણ મારો પ્રેમ નહીં એ ફક્ત ને ફક્ત તેજલ છે પૂજા જે હું તેજલ માટે એક પળ માં ત્યારે મહેસુસ કરતો હતો એ આટલા વર્ષ માં રશ્મિ કે બીજી કોઈ છોકરી માટે મહેસુસ નહોતું કર્યું અને હવે મારી જિંદગી જ તેજલ છે એના વિના જીવવાનું હું વિચારી પણ નથી શકતો પૂજા i love her i love her so much more than my life...

પૂજા- શુ વાત છે મારો ભાઈ પ્રેમ માં પડી ગયો એમ ને અને રોહન ને ગળે મળી અને કહ્યું હું ખૂબ જ ખુશ છું રોહન તારા અને તેજલ માટે તારી ચોઇસ મસ્ત છે એ છોકરી ખૂબ જ સારી ભાવુક પ્રેમાળ બસ શુ કહું તમારી જોડી મસ્ત છે અને રબ ને બનાઈ જોડી છે ખુશ રહો બેય...

રોહન - થેન્ક્સ મારી લાડકી બહેન ...

પૂજા - (ચિંતિત થઈ) પણ રોહન આ બધા વચ્ચે રશ્મિ નો શુ વાંક એ તો તમારા બન્ને ના મેરેજ ની વાત સાંભળી ખૂબ જ ખુશ હતી પણ જ્યારે થી તારી અને તેજલ ની નજદીકી વધી છે એ બહુ જ દુઃખી છે જ્યારે તમે રમતા રમતા એને અલગ કરી દીધી ત્યારે એ રડવા લાગી હતી રોહન રશ્મિ તને ખૂબ જ પ્રેમ કરે છે એનું શું ????

રોહન - જાણું છું પૂજા પણ મેં એને ક્યારેય એ નજર થી નથી જોઈ એ મારી દુનિયા ની સૌ થી સારી મિત્ર બની શકે પણ મારો પ્રેમ નહીં મારો પ્રેમ ફક્ત ને ફક્ત તેજલ જ છે એ એને સમજવું જોશે મારી ખુશી ફક્ત મારી તેજલ માં છે એના માં નહિ એને એ બધું સમજવું જોશે હા જાણું છું કે અઘરું હશે પણ સત્ય તો સ્વીકારવું જ રહ્યું અને એ એને પણ સ્વીકારવું જ પડશે હું એને સમજાવીશ

એ બન્ને વાત કરી રહયા હતા પણ એ વાત થી બન્ને અજાણ હતા કે કોઈ એની વાત સાંભળી રહ્યું છે એ બીજું કોઈ નહીં પણ રશ્મિ હતી એની આંખો માંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા રોહન અને પૂજા વાત કરી રહ્યા હતા ત્યાં એને કોઈ ના ડુસકા નો અવાજ સંભળાયો બન્ને નું ધ્યાન પડ્યું કે એ રશ્મિ હતી બન્ને એકબીજા સામે જોવા લાગ્યા બન્ને એ ઈશારો કર્યો કે લાગે છે રશ્મિ એ બધી વાત સાંભળી લીધી

રોહન રશ્મિ પાસે જાય છે અને એનો હાથ પકડી ઉપર લઈ આવે છે અને આંસુ લૂછે છે

રોહન - સોરી રશ્મિ હું તને જણાવવા નો જ હતો કે....

રશ્મિ- (રડતા રડતા) રોહન મેં બધું સાંભળી લીધું છે

રોહન - હું તને આજે જ વાત કરવાનો હતો કે..

રશ્મિ - કે તું મને નહિ તેજલ ને પ્રેમ કરે છે રાઈટ??

રોહન - (અચકાતા) હમ્મ.. હા... રશ્મિ...

રશ્મિ - પણ રોહન તે મને જણાવ્યું નહિ ??? મને દુઃખ તો એ વાત નું છે કે આપણે આટલા સમય થી સાથે હોવા છતાં મારા આટલા અઢળક પ્રેમ પર તેજલ નો 2 દિવસ નો પ્રેમ ભારી પડ્યો એમ કહી એ રડવા લાગે છે

રોહન - ના રશ્મિ એવું નથી હું અને તેજલ અહીંયા જ નથી મળ્યા

રશ્મિ- શુ અહીંયા નથી મળ્યા ?? તો ક્યારે મળ્યા તમે ??

રોહન - સાંભળ તને યાદ છે એ વરસાદી રાતે હું તને મુકવા આવ્યો ત્યારે તું ઘર માં ગઈ ચેન્જ કરી ને આવી છતાં હું ત્યાં જ હતો ને તે પૂછ્યું શુ થયું કેમ હજી અહીંયા ઉભો છે અને હું રસ્તા પર જોઈ રહ્યો હતો તો તે કહ્યું કે ત્યાં શુ કામ જુવે છે ત્યારે મેં પેલી વાર ત્યાં તેજલ ને જોઈ હતી પછી એ ચાલી ગઈ પછી તે દિવસે યાદ છે હું દોડી અને રસ્તા પર ચાલ્યો ગયો હતો અને એક્સિડન્ટ થતા થતા બચ્યું તે દિવસે મેં એને ફરી જોઈ પણ હું ત્યાં પહોંચું એ પેલા જ એ ત્યાં થી જતી રહી અને હું એજ વિચારતો હતો કે એ મને ક્યારેય ફરી મળશે કે નહીં અને એ પછી આપણે અહીંયા આવ્યા અને હું અચાનક એની સાથે અથડાઈ ગયો અને પૂજા એ કહ્યું કે આવી ગયું મારુ વાવાજોડું એ વાવાજોડું બીજું કોઈ નહિ એ તેજલ હતી
જેને મેં ત્યારે વરસાદી રાતે જોઈ હતી અને એ રાતે એને જોતા જ મને પેલી નજર માં એના થી પ્રેમ થઈ ગયો હતો રશ્મિ તેજલ એ મારો પેલી નજર નો પ્રેમ છે મને એ પણ નથી ખબર કે એ મને પ્રેમ કરે છે કે નહીં અને એને પણ નથી ખબર કે હું એને પ્રેમ કરું છું એને હું કહીશ એ પછી એ હા પાડશે કે ના કઈ જ નથી ખબર બસ એટલી ખબર કે હવે મારા શ્વાસ નું કામ એ કરી રહી છે રશ્મિ હું તેજલ ને મારા જીવ થી વધુ પ્રેમ કરું છું

રશ્મિ- રોહન હમેશા તારી ખુશી માં જ મારી ખુશી રહી છે અને જીવનભર રહેશે રોહન મારી ચિંતા ના કરતો હું ખુશ છું કે તને તારો પ્રેમ મળી ગયો હા બધા તારા જેટલા ખુશનસીબ નથી હોતા એટલું કહી હસવા લાગે છે પણ એના હસવા પાછળ ભારોભાર દર્દ હતું રશ્મિ એ રોહન નો હાથ પકડી કહ્યું રોહન એક પ્રોમિસ કર કે ભલે હું તારી જીવનસાથી ના બની શકી પણ મને એક મિત્ર તરીકે તારા થી ક્યારેય દૂર નહિ કરે ભલે તારી રાધા થવાનું મારા નસીબ માં નથી લખ્યું પણ મીરા પણ ના બની શકું એટલો હક ના છીનવી લેતો અને આ જન્મ માં તેજલ નો ભલે થા પણ આવતા જન્મ નું બુકીંગ હું અત્યાર થી કરાવું છું આવતા જન્મે હું તારા પ્રેમ માં કોઈ ભાગ પડાવે એ નહીં ચલાવું સમજ્યો આટલું બોલી એ રોહન ને વળગી પડે છે અને ચોધાર આંસુ એ રડી પડે છે રોહન ને પહેલીવાર રશ્મિ નું દુઃખ દેખાય રહ્યું હતું એનો પ્રેમ એનું દર્દ એની આંખો માંથી આંસુ બની ને વહી રહ્યું હતું રોહન એ રશ્મિ ના આંસુ લૂછયા અને બેસાડી એની બાજુ માં બેસી ગયો

રોહન - રશ્મિ તું આમ કરીશ તો કેમ ચાલશે હું તને દુઃખી કરી અને મારી જિંદગી ને સુખમય બનાવવા નથી માંગતો પણ રશ્મિ

રશ્મિ - ના રોહન હું દુઃખી નથી હા થોડી તકલીફ થાય છે પણ છોડ એ બધું એ 2 4 દિવસ માં થઈ જશે હું પ્રેમ કરતી હતી કારણ કે મને એમ હતું કે તું પણ મને પ્રેમ કરે છે પણ તું તેજલ ને પ્રેમ કરે એ જાણી હવે એ લાગણીઓ પર અંકુશ આવી જશે બસ એક મિત્ર તરીકે સાથે રહીશ ને ??? એ પ્રોમિસ કર

રોહન - અરે પાગલ તને છોડી ને ક્યાં જઈશ પ્રોમિસ કે મારી સૌ થી સારી મિત્ર નો સાથ હું ક્યારેય નહીં છોડું પણ તું પણ મને પ્રોમિસ કર કે દુઃખી નહિ થા અને લગ્ન કરી લઈશ અને તું તો એટલી સરસ છે કે તને તો મારા થી સારો છોકરો મળી જશે તો કર પ્રોમિસ કે તું લગ્ન કરી લઈશ

રશ્મિ એ રોહન સામે જોયું અને બોલી હા તારા થી સારો છોકરો મળશે તો કરી લઈશ (મન માં) મારે માટે તારા થી સારો છોકરો દુનિયા માં કોઈ છે જ નહીં

પણ હવે રશ્મિ એ મનમાં નક્કી કર્યું કે એ રોહન ને હેરાન કરશે નહીં રોહન ને ખબર પડશે કે એ એના અને તેજલ ના પ્રેમ થી દુઃખી છે તો રોહન પણ દુઃખી થશે અને એ કોઈ પણ કાળે રોહન ને દુઃખી જોવા નહોતી માંગતી

એટલે એને આંસુ લૂછી અને હસી ને રોહન ને કહ્યું રોહન તું મારી ચિંતા ના કરતો અને સાંભળ તારી અને તેજલ ની જોડી જ સરસ લાગે છે તો બન્ને ખુશ રહો અને હવે જલ્દી જલ્દી થી લગ્ન કરી લો અને પછી એક નાનકડી તેજલ અને એક નાનકડો રોહન....
એમ કહી હસવા લાગે છે રોહન એને ગળે લગાડી લે છે

રોહન - થેન્ક્સ રશ્મિ મને તારી પાસે આ જ આશા હતી દોસ્ત

રશ્મિ રોહન ને જોર થી કસી અને ગળે લગાડે છે

પૂજા ખુશી ના આસુ થી બન્ને ને જોઈ રહી રોહન ની મિત્રતા અને પૂજા ના પ્રેમ ને એ પણ દોડી અને એ બન્ને ને ભેટી પડે છે 3 ની આંખો માં આંસુ હતા સુખ ના કે દુઃખ ના એ સૌ ના મન જ જાણતા હતા

રશ્મિ પોતાના આંસુ લૂછી અને કહ્યું સારું હવે મારો પીછો છૂટ્યો હવે તેજલ નું લોહી પીજે અરે હા એ ક્યાં છે ક્યાર ની જોઈ નથી મેં એને

રોહન - એ ચેન્જ કરવા રૂમ માં તો આવી હતી

રશ્મિ - ના રૂમ માં તો હું એક જ હતી

રોહન - તો આજુબાજુ માં હશે ક્યાંક...

પૂજા - એક મિનિટ બાબા હું કૉલ કરું છું

પૂજા કોલ કરે છે પણ સ્વીચઓફ આવે છે

પૂજા - એનો ફોન સ્વીચઓફ આવે છે એનો ફોન તો ચાલુ જ હોઈ

ચાલો નીચે જઇ ને જોઈએ બધા નીચે જાય છે રોહન ઉતાવળા પગલે બધે ગોતે છે રશ્મિ અને પૂજા એ આખું ઘર જોઈ લીધું રોહન સામીયાના માં બીજે બધે જોઈ આવ્યો પણ તેજલ ક્યાં દેખાઈ નહોતી રહી પૂજા અને રશ્મિ પણ આવી ગયા રોહન એ પૂછ્યું મળી તેજલ??? બન્ને એ કહ્યું ના એ કયાય નથી

રોહન ના દિલ માં ધ્રાસકો પડ્યો આટલી મોડી રાતે ક્યાં ગઈ હશે ક્યાંક કઈ અજુગતું તો.....

રોહન ને પરેશાન જોઈ રશ્મિ અને પૂજા એને સાંત્વના આપે છે કે રોહન ચિંતા ના કર એ અહીંયા જ હશે ક્યાંક..

પણ રોહન ના મન ને શાંતિ નથી

ક્યાં ગઈ હશે તેજલ ????????


TO BE CONTINUE.......

( આટલી મોડી રાતે તેજલ ક્યા ગાયબ હતી ??? કોના હતા એ ફોન ???? શુ થયું હશે ???? એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા.....

અને આપનો અભિપ્રાય જરુર આપશો.....